Dariya Na Desh Ma in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | દરિયાના દેશમાં

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

દરિયાના દેશમાં

લહેરખી * વિષ્ણુ ભાલિયા

----------------------

દરિયાના દેશમાં

--------------

ક્ષિતિજ પાછળથી કોઈ દરિયાને ઘકેલતું હોય એમ ઘૂમરી લેતાં ખારાં પાણી ખાડીમાં ચોમેર ફરી વળ્યાં. મહેતાસાહેબ વર્ગખંડની ઉઘાડી બારીમાંથી આ વીળનાં ઊભરાતાં પાણીને ઘડીભર અપલક તાકી રહ્યા. એ ખારા પાટ પરથી આવતી ખારી ખુશબો બારી પાસે આવીને થંભી જતી. દરરોજની જેમ આજે પણ મહેતાસાહેબે એ વિશાળ દરિયાને આંખોમાં ભરીને માણી લીધો.

લહેરખી
પેલો દોડતો દરિયો, પેલાં વહેતાં વહાણો, પેલા ખડતલ ખારવા અને પેલાં મગરૂબ મોજાં... આ બધું તેમને અલગ દુનિયામાં ખેંચી જતું. સાગરખેડુઓની એ રોમાંચક દુનિયામાં ડૂબકી દઈ બધું જાણવા - સમજવાની તેમની તાલાવેલી બધા શિક્ષકો જાણતા અને મોઢું ફેરવી હસતા પણ ખરા !

હજી થોડા દિવસ પહેલાં જ રિસેસમાં એક શિક્ષકે તેમને પૂછેલું :

“જયસુખભાઈ, તમે બ્રાહ્મણ છો તેમ છતાં કેમ દરિયા પ્રત્યે આટલો બધો લગાવ છે ?”

“બસ ! દરિયો મનમાં ઘર કરી ગયો છે અને એકવાર તો એ દરિયાનો રંગ જોવો જ છે.” તેમણે મક્કમતાથી કહેલું.

“મતલબ ! તમારે વહાણમાં બેસીને બહાર જવું છે ?”

“હા. બેશક !” તેમના શબ્દોમાં રહેલી બેફિકરાઈ ગજબની હતી.

“અરે ! જયસુખભાઈ, એ આપણું કામ છે ? દરિયો દેખાવે જ સારો લાગે. ક્યારેક ક્લાસરૂમમાં કોઈક ખારવાના દીકરાને પૂછી જોજો...” કહેતા બધા શિક્ષકો તેમના પર હસી પડેલા.

પણ પછી તો તેમણે મનમાં વાળેલી ગાંઠ વધારે મજબૂત થઈ. એ વાત એમનાં હૈયામાં એવી તો ઊંડે ઊતરી ગઈ કે પછી સતત વિચારો ભીતર ઘૂમરાતા રહ્યા. એક તો દરિયાને નજીકથી જોવાની અદમ્ય ઇચ્છા અને ઉપરથી પાછું બળતામાં ઘી હોમાયું.

ટેબલ ઉપર રાખેલાં પાઠ્યપુસ્તક પરની મુઠ્ઠીઓ જોરથી બિડાઈ ગઈ. સ્વરપેટીમાં શબ્દો સળવળીને બળ કરી ઊઠ્યા : હવે તો જે થાઉં હોય તે થાય, પણ એકવાર તો દરિયામાં જાવું એટલે જાવું.

ફરી દિમાગમાં વિચાર ઊછળ્યો : આમેય, હમણાં સ્કૂલ તો સાત દિવસ બંધ જ રહેવાની છે ને ! આ જ મોકો છે.

તેમણે ઉત્સાહપૂર્વક બ્લૅકબોર્ડ પર વિદ્યાર્થીઓને લેસન આપી દીધું. ‘છૂટ્ટી’ના ટકોરા સાથે છોકરાઓ ધમાચકડી કરતાં દોડી ગયાં. એટલામાં મહેતાસાહેબે એક ખારવાના દીકરાને મોટેથી હાકલ કરી, નજીક બોલાવ્યો. પેલો વિદ્યાર્થી બિચારો હેબતાઈ ગયો.

“હા, સા’બ ?” કહેતો તે ટેબલે ઊભો રહી ગયો.

“તમારું વહાણ ક્યારે આવવાનું છે ?”

“આજ રાત્યનું.”

“તું રાતે વહાણ આવે ત્યારે ત્યાં જાઈશ ?”

“હા, ન્યાં આમ જ આવેશ...” વિદ્યાર્થી મૂંઝાયો.

”લે આ નંબર. તારા બાપને આપજે. કહેજે, સાહેબે રાતે ખાસ ફોન કરવાનું કહ્યું છે. ભૂલતો નહિ.” તેમણે એક ચબરખીમાં મોબાઈલ નંબર લખી આપ્યો.

નાઈટલેમ્પના ઝાંખાં અજવાળે તેમણે પડખું ફેરવ્યું. ઉપર ઘસાઘસ ફરતો પંખો ઠંડી હવા આપતા હરખાતો હતો. મનમાં ઊંડો વિશ્વાસ હતો : હમણાં ફોન આવશે. તેમણે દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ નજર સ્થિર કરી. ઝાંખા પ્રકાશમાં આંખો ઝીણી કરવી પડી. જોયું તો ગોળાકાર ઘડિયાળનાં કાંટા બેને દસનો સમય બતાવતા હતા. ઓચિંતા સૂમસામ ઓરડાની શાંતિને ભંગ કરતો હોય એમ મોબાઇલ રણકી ઊઠ્યો. તેમણે ઉતાવળે મોબાઇલ હાથમાં લીધો. કોઈ અજાણ્યો નંબર હતો. હૈયું જોરથી ધડકી રહ્યું. અંગે અંગમાંથી એક લખલખું પસાર થઈ ગયું.

બહાર નીકળતાં દરવાજા આગળ તેમના પગ અટકી ગયા. ત્યાં એક મૂંઝવતો વિચાર હૈયે ચઢી આવ્યો : ત્યાં હું ખાઈશ શું ? માછલાં સાથે રહી લઈશ, પણ ખાવાનું ? સમાધાન જડી ગયું હોય તેમ તે ઉતાવળા રસોડા તરફ ધસી ગયા.
“હલ્લો. કોણ ?” તેમણે કંપતા અવાજે ફોન ઉપાડ્યો.

“હલો... સા’બ, ઉં સાગરનો બાપ... બોલુંશ. સાગર કે, તમીવે ફોન કરવાનું કીધુશ.”

“હા. મેં જ કીધું’તું. હવે દરિયામાં પાછા ક્યારે જવાના છો ?”

“અમણાં આઘરે છૂટી જાયું, સા’બ. કેમ સા’બ ? સાગરવે કંઈ...”

“મારે તમારી સાથે વહાણમાં આવવું હોય તો હમણાં ?” તેમણે બેધડક પૂછી લીધું. પગમાં આછો કંપ હતો.

સામેથી હાસ્ય સંભળાયું. જયસુખના હૃદયમાં થોડીવાર ફાળ પડી. તેમણે ફરી મક્કમતાથી કહ્યું :

“હું મજાક નથી કરતો... ક્યોની મારે આવવું હોય તો ?”

“અરે સા’બ, તમારું આ કામ નીં. ઓકી ઓકીને લાંબા થઈ જાવ ! અમારે પાછા મૂકવા આવવું પડે. અને અમારી ફિશિંગ પન બગડે.”

ફરી પાછો જાણે કોઈએ સ્વમાન પર ઘા કર્યો હોય એમ તે સમસમી ગયા. બીજી જ ક્ષણે પગ ટટ્ટાર થયા. આંગળી વચ્ચે દબાયેલા મોબાઇલની પકડ તેમણે વધુ મજબૂત કરી.

“મને કાંઈ નહિ થાય. હું ગમે તેમ એડજસ્ કરી લઈશ.”

થોડીવાર બન્ને વચ્ચે રકઝક થતી રહી. જયસુખ તેમની દરેક વાત પર અડગ રહ્યા. વાત વાતમાં તે ખારવાના મનમાં પેસી નીકળ્યા. પછી તો તેમના શબ્દોમાં રહેલી ખુમારી જાણે ખારવાએ પારખી લીધી હોય એમ તેણે થોડા સંકોચ સાથે ‘હા’ પાડી.

ઘરમાં બીજું તો કોઈ હતું જ નહિ. બસ, એકલવાયા ઇન્સાન હતા. એક ગોદડાનું તેમણે જેમ તેમ બિછાનું બનાવી લીધું. જરૂરી દવાઓ સાથે લેવાનો વિચાર આવ્યો, પણ પછી તે માંડી વાળ્યો. મન કાઠું કરીને જાણે પોતાને હિંમત આપતા હોય એમ સ્વગત બબડ્યા : એની કાંઈ જરૂર નથી... જી થાવાનું હોય એ થાય ત્યાં. જોયું જાએ પછી...

બહાર નીકળતાં દરવાજા આગળ તેમના પગ અટકી ગયા. ત્યાં એક મૂંઝવતો વિચાર હૈયે ચઢી આવ્યો : ત્યાં હું ખાઈશ શું ? માછલાં સાથે રહી લઈશ, પણ ખાવાનું ? સમાધાન જડી ગયું હોય તેમ તે ઉતાવળા રસોડા તરફ ધસી ગયા. બિસ્કિટ, ચેવડો, સૂકો નાસ્તો - જે કાંઈ હાથ લાગ્યું તેની મોટી થેલી ભરી લીધી. એકાદ પાણીની બોટલ પણ ટીંગાડી લીધી. જંગ જીતવા જતા જાંબાઝ સૈનિકની ખુમારી તેમના અંગઅંગમાં અત્યારે પ્રસરી હતી. રાતનાં અંધારાં ચીરતું બાઇક છેક જેટી પર આવીને ઊભું રહ્યું. નાકને અકળાવતી હવા થોડીવારમાં માફક આવવા લાગી. તેમણે ખારવાની વસાહતમાં ટમટમતા દીવા તરફ દૃષ્ટિ દોડાવી. જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોય એવું લાગી આવ્યું.

તેઓ વહાણમાં ચઢ્યા ત્યારે બધા ખલાસીઓ તેમના પર હસી રહ્યા. જયસુખ ફિક્કું હસતા હસતા વહાણના ભંડાર તરફ સરકી ગયા. તેમણે કાળામશ આકાશમાં એકાદ નજર નાખી. પેલો ચમકતો ધ્રુવનો તારો પણ તેને ચીડવતો હોય એમ હસી રહ્યો હતો. ત્યાં વહાણના સેરા છૂટ્યા અને જોતજોતામાં વહાણ ઉછળ-કૂદ કરતું અંધારી ક્ષિતિજમાં અદૃશ્ય થઈ ગયું. જયસુખે પોતાના લાવેલા બિછાનામાં સૂવા પ્રયત્ન કર્યો, પણ એમ કાંઈ નીંદર આવે ? મહેરામણ પણ આજે ઘેલો થયો હતો તેને પોંખવા.

ત્યાં એકાએક પેટમાં આંતરડાં યુદ્ધે ચઢ્યાં. ઢગલો વળેલા તારાઓ જાણે માથા સુધી આવી ગયા. ધડીધડીમાં તો આખું આકાશ તેમને ડોલતું લાગ્યું. અંધારું ઓઢીને સૂતેલા દરિયાને જોતા તો આંખે અંધારાં ફળી વળ્યાં. જીવ તાળવે ચોંટી રહ્યો. તેઓ બિછાનામાં અકળાઈ ઊઠ્યા. ઊભા થવા મથામણ કરી, પણ પગ અસ્થિર બની લથડી પડ્યા. એટલીવારમાં તો એક મોટા ઊબકા સાથે તેમને ઊલટી ચાલુ થઈ ગઈ. ધડીભરમાં તો પેટમાંથી લાલપીળા કોગળા નીકળી ગયા અને જોતજોતામાં પેટ આખું ખાલી થઈ ગયું.

સુકાનીએ એક હાથ વ્હિલ પર ટેકવતાં ગભરાટથી પૂછ્યું, “સા’બ ! ફાવ્યેને ?”

જયસુખે દરિયામાં ઊલટી કરતાં ‘હું ઠીક છું’ એવો હાથથી ઇશારો કર્યો.

સથા પર નાનું મોટું કામ કરતા એક ખટપટિયા ખલાસીએ રમતિયાળ સ્વરે રમૂજ કરી :

“માસ્તર સા’બ, આ દરિયો શે હોં ! આંયી તો કાળજું કઠણ જોઈએ.” બધા જ ખલાસીઓ સાથે ઊછળતાં મોજાં પણ પેટ પકડીને હસી પડ્યાં.

લગભગ બે દિવસ જયસુખ માથા મારતા રહ્યા. શરીર લથડી પડ્યું. બિલકુલ શક્તિ બચી ન હોય એમ તેઓ માઈકાંગલા બની ગયા લોહી નિચોવાઈ ગયેલા કોઈ દર્દીની જેમ. બે દિવસ સતત દિશાઓ માથે ફેરફૂદરડી રમતી જ રહી. દિમાગ કામ કરતું બંધ થઈ ગયું. ઉપરથી ઊલટી અને ચક્કરથી કાંઈ સૂઝતું જ નહોતું. વાતાવરણમાં ફેલાયેલી ધૂંધળાશ અને અકળામણે તેમને બેચેન કરી મૂક્યા. જો કે, મનની મક્કમતા હજી એવી જ અડીખમ હતી. ભંડારમાં એકબાજુ ઢગલો થઈ તેઓ ફસડાઈ પડ્યા. પેટ તો સાવ ખાલી ખમ થઈ ગયું’તું. તેમણે પોતાનો નાસ્તો ખાવા પ્રયત્ન કર્યો, પણ પેટમાં કાંઈ ટકે તો ને ! ખલાસીઓ તેમની સાથે મજાક-મસ્તી કરતા રહ્યા અને તેઓ સામે જેમતેમ ફિક્કું હસતા, ઘૂમરી ખાતા રહ્યા. પડતા પછડાતા વહાણ સાથે એ પડખાં ફેરવતા રહ્યા, પણ મધદરિયે મીઠી નીંદર માણી શકે એ તો માત્ર ખારવો.

ત્રીજા દિવસનો સૂર્ય થોડીક રાહત લઈને આવ્યો. સવારનું વાતાવરણ હવે તેમને થોડું ઉત્સાહપ્રેરક જણાયું. શ્વાસમાં ખારાં પાણીની ખુશબો ભળી ગઈ હોય એમ તેમને દરિયાઈ દુનિયાનો માહોલ અનુકૂળ આવવા લાગ્યો. તેઓ આસપાસ નજર દોડાવી બધું માણવા લાગી ગયા. ક્યાં એ કાયમની સ્થિર ધરતી અને ક્યાં આ આજનો ડોલતો ડુંગર ! તેમને ઘડીઘડીમાં બધું ગમવા લાગ્યું; વાત વાતમાં ખલાસીઓને કુતૂહલવશ સવાલો પૂછવા લાગી ગયા. એક ખલાસીએ તો કહ્યું પણ ખરું :

“લાગે શે માસ્તર સા’બને હવે જીવ આવ્યો.”

“હવે તો આ દરિયો દોસ્ત બની ગયો, ભાઈ.” જયસુખે ગર્વથી કહ્યું.

“હારું કે’વાય સા’બ કે બે દિ’માં તમીને ફેર ઊતરી ગયો !” સાગરના બાપે નવાઈ પામતાં કહ્યું.

“મન મજબૂત હોય તો કંઈ અશક્ય નથી ભાઈ.” તોતિંગ મોજાં પર મહાકાય પછડાટ લેતા વહાણનું ઝુલતું પરમાણ પકડતાં તે બોલ્યા.

ખલાસીની સાથે સામાન્ય મદદમાં પણ હવે તેઓ હોંશે હોંશે જોડાયા. ખલાસી ખાવા બેસે ત્યારે તેની હારે પોતે પણ પોતાનો નાસ્તો લઈને બેસી જતા. તે નાસ્તો હવે જાણે માના પ્રેમાળ હાથનું ભાણું હોય એટલો ભાવતો. સુસવાટા કરતો પવન હવે તેમને આહ્લાદક લાગવા માંડ્યો. વહાણ તોફાની મોજાંની ટોચ પરથી પછડાટી લઈ નીચે પટકાતું ત્યારે ક્ષણભર પેટમાં ઊંડો ખાડો પડી જતો અને તે સાથે મોંમાંથી એક જોશીલો ઊંહકારો સરી જતો... અને એટલીવારમાં તો ધ્રૂજારી અંગે અંગમાં ચક્કર મારી જતી.

જાળમાં ફસાતાં જીવતાં માછલાં આજે તેમણે પહેલીવાર ધ્યાનથી જોયાં. ખારવાની અથાક મહેનત અને સાહસવૃત્તિ જોઈ તેઓ મોંમાં આંગળાં નાખી ગયા. સાંજે આથમતા સૂર્યને દરિયામાં ડૂબી જતો જોઈ તેઓ રોમાંચિત થઈ ગયા. ત્યાં જ દુશ્મની કાઢવા પાછળ દોડતાં રાક્ષસી મોજાંની ભયંકરતા તેમને હલબલાવી ગઈ. ક્યારેક તો ગળામાં ભરાયેલો શ્વાસ અધ્ધર થઈ જતો. લાગતું જાણે હમણાં મોતનો પહાડી પંજો પાછળ પડશે !

તો ક્યારેક મહાકાય મહેરામણના મોટાં મોટાં મોજાંની ગહનતા તેને સ્પર્શી જતી.

તેઓ ધડીભર પેલાં અજાણ્યાં વહાણને તો ધડીભર પેલા તરીને આવતા ખલાસી તરફ દૃષ્ટિ ફેરવતા રહ્યા. વાત કોઈ ગંભીર તો નહોતી જ, પણ એ શા માટે આ વહાણ તરફ આવતો હશે એ સવાલ હજી એમની ઉત્સુકતા વધારતો હતો.
આજ વહેલી સવારથી ખલાસીઓ દરિયો ડહોળવામાં વ્યસ્ત હતા. વહાણના ધુમાડિયામાંથી નીકળતો ધુમાડો જાણે આકાશને આંબવા દોડ્યો. મશીનનો કર્કશ અવાજ સાગરના ઘુઘવાટ સાથે ગેલ કરતો રહ્યો. જયસુખે ગાયમ પાસે ઊભીને મધદરિયે મહેનત કરતા જાંબાઝ ખાલાસીઓ પર નજર નાખી જોઇ. ત્યાં તો દરિયાની છાતી પર આળોટતું આવી ચડેલું એક અજાણ્યું વહાણ તેમને સામે દેખાયું. થોડે દૂર એ વહાણ ડોલતું ઊભું રહી ગયું. એટલીવારમાં તે વહાણમાંથી એક તરવરિયા ખલાસીએ આ તરફ ડૂબકી લગાવી. જયસુખનાં ભવાં સંકોરાયાં. અચરજથી તેમની આંખો ઝીણી થઈ. તેમણે સુકાની તરફ ચિંતાકુળ દૃષ્ટિ ફેંકી. ત્યાં તો બીજી જ ઘડીએ એમનું કુતૂહલ શમી ગયું. પોતાના વહાણના સુકાની સહિત ખલાસીઓ પણ મલકાટ સાથે આવનાર ખલાસી સામે ઇશારા કરતા હતા. પેલો અજાણ્યો ખલાસી મોજાંને ચીરતો આ તરફ સરકતો રહ્યો.

જયસુખને હૈયે ધરપત વળી : નહિ... નહિ... આ કોઈ અજાણ્યા તો નથી જ ! આમ તો આ વહાણ આ લોકો કરતા થોડું જુદું પડે છે, પણ તેઓ એકબીજાને ઓળખે છે એ તો નક્કી.

તેઓ ધડીભર પેલાં અજાણ્યાં વહાણને તો ધડીભર પેલા તરીને આવતા ખલાસી તરફ દૃષ્ટિ ફેરવતા રહ્યા. વાત કોઈ ગંભીર તો નહોતી જ, પણ એ શા માટે આ વહાણ તરફ આવતો હશે એ સવાલ હજી એમની ઉત્સુકતા વધારતો હતો. પેલો અજાણ્યો ખાલસી વહાણની લગોલગ આવી ગયો અને જોતજોતામાં કોઈ સરકતી ચપળ માછલી જેમ તે વહાણમાં ચઢી આવ્યો.

“કોણ છે એ ? આપણા વહાણમાં કેમ આવ્યો છે ?” જયસુખે ધીમેથી સુકાનીને પૂછ્યું.

“મશિયારા છે ઈ. શાક લેવા આવ્યોશ. ઈ હજી અમણાં ફિસિંગમાં આવ્યાશ, અટલે વા’ણમાં શાકનું કંઈ હોય નીં.”

“પણ એ તરીને કેમ આવ્યો ? એ લોકોએ વહાણ અહિ નજીક લઈ લેવું જોઈને !” તેમનું અચરજ હજી સળવળતું હતું.

સાગરનો પિતા મનમાં હસી રહ્યો. જયસુખ થોડા ઝંખવાણા પડ્યા. પેલાએ જયસુખ તરફ મલકાતાં ખુલાસો કર્યો, “ઈમાં સા’બ એવું શે કે ઈ લોકું વા’ણ અથડાવાથી બોવ બીયે. આઘરે વા’ણ હોઈર પાડે તો ભટકાવાનું તો શે જ ! અટલે પછી ઈ લોકુંને કંઈ કામ હોય તવાર તરીને જ આવે. અમીંને તો હવે બધી આદત પડી ગઈશ સા’બ.”

જયસુખે આવનાર સ્ફુર્તિલા ખલાસી તરફ નજર સ્થિર કરી. ઉઘાડું પાણીદાર શરીર; ગુચ્છાદાર ભીંજાયેલા વાળ માથામાં ચોંટી ગયેલા. તેના ચહેરા પર નજર ગઈ. ત્યાં ઓચિંતા ફરી રહેલી નજર એકાએક જોરથી ખેંચાઇ. જાણે એ અજાણ્યો આકાર અગાઉ જોયો હોય એમ લાગી આવ્યું. ત્યાં લાગણીઓ ઊભરાઈને બહાર ધસી આવી હોય એમ તેમના મુખ પર રોનક પથરાઈ ગઈ. જાણે આંખો પર વિશ્વાસ ન થતો હોય એમ આંખો પહોળી થઈ ગઈ અને જોતજોતામાં એ આંખોમાં ભીનાશ તરી આવી. હૈયામાં કોતરાયેલું જૂનું એક નામ કૂદકો મારીને હોઠે ચડી આવ્યું. પેલો અજાણ્યો ખલાસી અન્ય ખલાસી સાથે મસલત કરી માછલાંની ડૂમસી ભરતો રહ્યો. જયસુખે ફરી તે ચહેરો નિરખવા મથામણ કરી. હૈયુ શંકાથી હજી ડરતુ હતું : બીજું કોઈ હશે તો ?

તેના અંતરમાં ઉમળકો ધસી આવ્યો. બીજી જ પળે તેનું મન આ ચોતરફ વિસ્તરેલા વિશાળ દરિયાને ભૂલીને પોતાના ભવ્ય ભૂતકાળને પંપાળવા લાગ્યું. તેમણે ઊભરો આવતાં આંખો મીંચી લીધી.

અને... આ ડોલતા દરિયા વચ્ચે વર્ષો પહેલાનું પોતાનું વતન અમદાવાદ, પોતાની સોસાયટી અને ત્યાં ભજવાયેલું દૃશ્ય માનસપટ પર ધસી આવ્યું.

સોસાયટીમાં આજ ગજબનાક હલચલ મચી હતી. ચિંતાકુળ લોકો નાકેથી દુર્ગંધ દૂર ખસાવતા, એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા હતા. હજી થોડા દિવસ પહેલાં જ સોસાયટીમાં રહેવા આવનાર નવા પરિવારના ઘરે આજે રસોઈમાં માછલી રંધાતી હોય એમ લાગ્યું. સમગ્ર સોસાયટીના લોકો શુદ્ધ શાકાહરી હોવાથી આ દુર્ગંધથી અકળાઈ ઊઠ્યા હતા. જયસુખના પપ્પા – રાવસાહેબ આ સોસાયટીના સેક્રેટરી. ઘણાં વખત પહેલાં ટ્રેન મુસાફરી દરમિયાન બચુભાઈ અને રાવસાહેબ બંને દોસ્ત બની ગયેલા. નોકરીમાં બદલી થતાં બચુભાઈનું કુંટુંબ અમદાવાદ રહેવા આવેલું. રાવસાહેબે તેમના બાજુના રૂમમાં જ બચુભાઈને ફ્લેટની વ્યવસ્થા કરી આપેલી. બચુભાઈ મૂળ ખારવો. દરિયાનો માણસ. પણ બાપે દરિયાનો કસબ ન શીખવતાં સરકારી નોકરી પર લગાડેલો. એટલે મસ્ત બની ઊછળતા પેલા ખારા મહેરામણને પાછળ છોડી તે હવે કિડિયારા જેમ ઊભરાતા માનવ મહેરામણ વચ્ચે આવી ચઢેલો.

“રાવસાહેબ, આ સોસાયટીમાં શું રંધાઈ રહ્યું છે ? તમે જ કહો એને. તમે જ એને લઈ આવ્યા છો. નિયમલિસ્ટમાં એમણે કંઈ વાંચ્યુ નથી કે શું ? એમને ખબર નથી કે અહીં બધા શાકાહારી લોકો જ રહે છે ?” ગુસ્સામાં એકે બરાડો નાખ્યો હતો.

“થોડી શાંતિ રાખો, ભાઈ. હું કહું છું એમને.” રાવસાહેબ દરવાજા તરફ જતાં ધીમેથી બોલ્યા, “આમેય એ એમનો ખોરાક છે, ભાઈ !“

જોતજોતામાં મોટું ટોળું જમા થઈ ગયું. ઘણી રકઝક થતી રહી. બારેક વર્ષનો જયસુખ આ બધો ખેલ જોતો રહ્યો. રાવસાહેબ બચુભાઈનો સમજાવટ સાથે બચાવ કરતા રહ્યા. બચુભાઈનું આખું કુંટુંબ બિચારું ગભરાઈ ગયેલું. સિવાય કે નાનકડો રોહિત. તેની ભોળી પત્ની અને બે દીકરા પર જયસુખે ક્ષણિક નજર નાખી. જોતાવેંત એક હેતભર્યો ભાવ હૈયામાં ધસી આવેલો. એમાંય બાપ સામે બધાંને રાડારાડી કરતા જોઈ નાનકડા રોહિતના ગુસ્સાથી જે રીતે નસકોરાં ફુલાઈ ગયેલા એ જોઈ જયસુખને એના પ્રત્યે વધારે માન ઊપસી આવ્યું. એકાદવાર બન્નેની આંખો સામસામે મળી અને હળવા હાસ્યની આપ-લે પણ થઈ.

આખરે રાવસાહેબની સૂઝબૂઝથી આખો મામલો માંડ માંડ શાંત થયો હતો.

બચુભાઇના બંને દીકરાઓને જયસુખની સાથે શાળામાં ઍડમિશન મળેલું. જયસુખને પછી રોહિત સાથે ખૂબ ફાવી ગયું. રોહિતનો મોટોભાઈ ભણવામાં હોંશિયાર. જયસુખ પણ ક્યારેક રોહિતને સલાહ આપતો :

“રોહિત, આખો દિવસ મસ્તી ન હોય, હોં ! ભણવું પણ જરૂરી છે, ભાઈ. તારા ભાઈને જ જોઈ લે. અત્યારે ભણવામાં ધ્યાન નહિ આપે તો સારી નોકરી પણ નહિ મળે.”

“અરે ! નોકરી જ કીને કરવી છે ? આ તો પપ્પા આયાં લઈ આવ્યા, બાકી આપણે તો એય...ને ગામમાં દરિયો છે જ ! દાદા, કાકા, મામા બધી ઈ જ કરેશ...” આત્મવિશ્વાસના રણકા સાથે બોલતો રોહિત પછી લાપરવાઈથી હસી પડેલો.

સાબરમતીમાં મોટી મોટી છલાંગો મારીને તરતા પણ જયસુખને રોહિતે જ શીખવાડેલું. દરિયાની સાહસિક વાતો, હોનારતો, રીતિરિવાજો વિશેની અવનવી વાતો રોહિત પાસેથી સાંભળીને જયસુખ રોમાંચિત થઈ જતો. બસ, પછી તો જયસુખ ક્યારેક સોસાયટીના બાંકડે કે કાકડીયાના કિનારે આ જ વિષય પર વાતો પૂછતો રહેતો. રોહિતને પણ એમાં મજા આવતી. ભગભગ બાર ધોરણ સુધી બંને સાથે જ ભણ્યા, રખડ્યા અને ઘણાં સાથે ઝઘડ્યા પણ.

પણ પછી એકાએક રોહિત સોસાયટીમાંથી ગાયબ થઈ ગયેલો. જયસુખે પપ્પાને પૂછ્યું તો કાંઈ જવાબ ન મળ્યો. બચુકાકાને પણ પૂછ્યું તો તેમણે રૂંધાયેલા કંઠે એટલો જ ઉત્તર આપેલો :

“એને હવે ભણવું જ નથી. મારી હારે બાધીને ગામમાં કાકા પાસે જતો રહ્યો.”

જાણે કોઈએ કાળજા પર ધગતો ડામ દીધો હોય એમ વેદનાથી અંતર એનું ચિરાયું હતું.

જયસુખ ઘણાં દિવસ શોકમાં ડૂબી ગયેલો. મનમાં એક જ વાત સતત ઘૂમરાયા કરતી : ગયો ત્યારે મને પણ એકવાર મળતો પણ ન ગયો !

પણ... પછી તે ગયો એ ગયો. આજની ઘડી અને કાલનો દિવસ ! રોહિત પછી ક્યારેય દેખાયો જ નહિ. આઠેક વર્ષ સરકી ગયાં. તે છતાં તેણે હૃદયમાં છાપી રાખેલો એ ચહેરો હજી એવો જ અકબંધ હતો. તેના ધબકારા તેજ થયા. મન અધીરું થયું. તેની આંખો સામેથી પળભરમાં પસાર થઈ ગયેલાં અનેક દૃશ્યો જાણે હમણાં જ ભજવાયાં હોય એમ નજર સામે તરવરી ઊઠ્યાં.

“રોહિત...!” ડગમગતા વિચારોને એક ઝાટકે ખંખેરીને જયસુખે વિશ્વાસભરી એક રાડ નાખી.

પણ... પછી તે ગયો એ ગયો. આજની ઘડી અને કાલનો દિવસ ! રોહિત પછી ક્યારેય દેખાયો જ નહિ. આઠેક વર્ષ સરકી ગયાં. તે છતાં તેણે હૃદયમાં છાપી રાખેલો એ ચહેરો હજી એવો જ અકબંધ હતો.
માછલાની ડૂમસી કમ્મરે બાંધીને ડૂબકી લગાવાની તૈયારી પર આવી ગયેલો પેલો ખલાસી એકાએક ચોંક્યો. તેણે આવેશમાં ભંડાર તરફ જોયું. એ અવાજ હજી કાનમાં પડઘાતો હતો. મોજાંની એક જોરદાર વાછટને ગણકાર્યા વગર તેના પગ વહાણના પીરસા પર જડાઇ ગયા. અવાજ જાણીતો હતો. ચહેરો જાણીતો લાગ્યો. પણ કંઈ સમજાયું નહિ. હૈયું સળવળ્યું ખરું, પણ કબૂલ કરતું નહોતું.

...અને એકાએક ઝબકારો થયો. કમ્મરે બાંધેલી મચ્છીની ડૂમસી ઘા કરી તે ભંડાર તરફ દોડ્યો.

“જયસુખ ! તું ? આંયા, વા’ણમાં ?” તેની આંખમાં અમી ઊભરાણાં.

“કાં, જતો રહ્યો તો મને મૂકીને ! હાવ ભૂલી જ ગયો’તો કે શું ?” એક સામટી ધસી આવેલી ઊર્મિથી જયસુખની આંખો ભીની બની.

એકબીજાને છાતીએ વળગી પડેલા મિત્રોને જોઈ ખલાસીઓ ચકિત બની ગયા. અસંખ્ય સવાલો તેના દિમાગમાં પીટાતા રહ્યા. એક બ્રાહ્મણ અને એક માછિમારનું આવું મિલન ! એ પણ આવા સંજોગોમાં ? ડોલતા દરિયા વચ્ચે ?

સામે ઊછળતાં પેલા અજાણ્યા વહાણના ખલાસીઓ પણ આ હિલચાલ જોતા રહી ગયા. સાક્ષાત્ રામ-ભરતનો મિલાપ જાણે આજે વહાણના ભંડારમાં ભજવાયો.

“પન ઈ તો કે તું આયાં વા’ણમાં કેમ આવી ગયો ?” રોહિતે ઉત્સાહિત સ્વરે જયસુખનો ખભો હલાવતાં પૂછ્યું.

રોહિતનો કસાયેલો અવાજ થોડો જાડો થઈ ગયો એમ જયસુખને લાગ્યું.

“બસ ! એકવાર ઈચ્છા હતી દરિયો જોવાની... આજકાલ એવો હુકમ થઈ ગયો એટલે ચડી ગયો.” થોડીવાર અટકી તેઓ દરિયાના સિમાડા તાકતા ગર્વથી બબોલ્યા, “કદાચ આ દરિયો જ આપણું મિલન અહિ કરાવવા માંગતો હતો કે શું !” પછી જાણે આખે આખો હલકતો દરિયો એમની આંખોમાં સમાઈ ગયો હોય એમ એમની આંખો વરસી પડી. ત્યાં સામેના વહાણમાંથી ઇશારા થયા. રોહિત જેમતેમ વાતો પતાવી છૂટો પડ્યો.

“હું ચોમાસે ન્યાં ગામમાં મલવા આવી ઘરનાંને લઈને.” કહેતા રોહિતે અતિ આનંદના કેફ સાથે દરિયામાં છલંગ લગાવી દીધી.

“હું રાહ જોઈશ...” તેમનો ધીમો સ્વર મશીનના ઘોંઘાટિયા અવાજમાં દબાઈ ગયો.

દરિયાની ખોફનાક અદાને હાથ-પગના જોરે પડકારી આગળ વધી રહેલા રોહિતને તેઓ અનિમેષ નજરે જોતા રહ્યા. આજે ઘણાં વર્ષો પછી હૈયે ગજબની ટાઢક વળી હતી.

પાંચ દિવસના ફિશિંગ પછી વહાણ બંદરમાં લાંગર્યું. કિનારાના હનુમાન મંદિર પાસે પડેલું તેમનું બાઇક હજી ધ્રૂજતું હોય એમ લાગ્યું. લથડતા પગ હજી સ્થિર જમીન પર અસ્થિર બની જતા હતા. તે છતાં એમના મુખ પર પૂર્ણ સંતોષનો ભાવ તરવરતો લાગ્યો. આ સાહસિક અનુભવે તેને ઘણું બધું આપ્યું હતું. જિંદગીભરનું એક યાદગાર સંભારણું અને એથી વિશેષ તેનો જીગરજાન દોસ્ત રોહિત. તેને કલ્પના સુદ્ધાં નહોતી કે જિંદગીની મઝધારે ખોવાયેલો તેનો દોસ્ત છેક ઘૂઘવતા તોફાની દરિયાની મઝધારે મળી આવશે !

“એ... આવજો, સા’બ. પાછા કોક દિ’ આવવું હોઈ તો કે’જો.” બધા ખલાસીઓએ હસતા મોઢે વિદાય આપી. જયસુખ ખલાસીની અદાથી બિછાનું બગલમાં લઈ મલકાતા જતા રહ્યા.

બીજા દિવસે રિસેસમાં ભેગા થયેલા શિક્ષકોના ચહેરા ચકિત હતા. એક બ્રાહ્મણનો દીકરો દરિયાના પેટાળ ઉપર પાંચ દિવસ કાઢી આવ્યો ! તે પણ ખોબા જેવડાં વહાણમાં ! અસંભવ જેવું લાગતું હતું. પણ આજ દાખલો

નજર સામે મોજૂદ હતો.

એક શિક્ષકે તો સંકોચાતાં પૂછી લીધું, “જયસુખભાઈ, તમને ડર નહોતો લાગતો ?”

“અરે ! ડર શેનો વળી ? ‘મન હોય તો માળવે જવાય.’ આપણે અત્યાર સુધી વિદ્યાર્થીને આ ભણાવતા જ આવ્યાશ ને !” તે સાથે તેના ચહેરા પર અડગ વિશ્વાસની એક રેખા ઊપસી આવી.

વર્ગખંડમાં જતા જયસુખને શિક્ષકગણ સન્માનપૂર્વક અપલક નજરે જોતો રહ્યો. ■

--------------------------------------------------------------------------------

આપનું ‘ખજાનો’ મેગેઝીન હવે Facebook પર પણ હાજર છે !

Facebook પર જઈને સર્ચ બોક્સમાં Khajano Magazine ટાઈપ કરો અને ‘ખજાનો’નું ઓફિશિયલ

પેજ લાઇક કરી લો જેથી મેગેઝીન વિષયક તમામ

વિગતો, માહિતી તથા અપડેટ્સ મેળવી શકો.
www.facebook.com/khajanomagazine