પ્રકૃતિ એ એક એવી રચના છે કે જેનો આનંદ આલ્હાદક હોય છે. તેની પ્રશંસા તો હર કોઈ સરળતાથી કરી શકે. જ્યાં નજર પડે ત્યાં કંઇક ને કંઇક વિશેષ,અદ્ભુત દેખાય અને આપણા મોઢે એક જ શબ્દ વારંવાર આવે છે વાહ! કેટલું સુંદર! કેટલું ભવ્ય દૃશ્ય છે! કેટલું મોહક અને રમણીય લાગે છે!
પ્રકૃતિ પાસે એવી તો શું દિવ્યશકિત છે જે આપણને તેની તરફ આકર્ષે છે. જેને સતત નિહાળવું બધાંને પ્રિય હોય છે.
પ્રકૃતિ એ પાણી,હવા,જમીન,આકાશ,વૃૃક્ષો,ફૂલો ની બનેલી અદ્ભુત રચના છે.
શા માટે તેને જોતા જ મન આનંદીત, ઉત્સાહિત, પ્રફુલ્લિત થઇ જાય છે?
એટલે કે એનામાં બધાંને જ ખુશ કરવાના ગુણો વિકસેલા છે. જે આપણે જીવનમાં જીવવા જેવા છે. તો આજે આપણે તેને જીવી જાણીએ...
શા માટે ફૂલોને જોતા જ ચહેરા પર સ્મિત રેલાય જાય છે.?
પુષ્પ - જે પોત પોતાની ખુશ્બુ અને સોંદયૉથી બીજાને ખુશી આપે છે. તેવી જ રીતે આપણે પણ બીજાને ખુશી વહેેંચવી જોઈએે.
ફૂલો પાસેથી એક બીજો ગુણ કેળવવો જોઈએ તે છે કે,ભલે ને આપણે સાંજ પડે કરમાઈ જઇએ પણ સવારે ફરી ખીલીશુ એક ઉત્સાહ સાથે જીવન જીવીશું. જેમ તેની કળી કોમળ હોય છે, તે જ રીતે આપણે પણ કોમળ રહેવું અને હસતા મુખે જીવન જીવવું જોઈએ.
શા માટે વૃક્ષોને જોતા જ મન શાંત અને શીતળતા અનુભવે છે? શા માટે તેની નીચે બેસીને બધાં આરામ અનુભવે? શા માટે પંખી તેનો જ આશ્રય લે?
વૃક્ષ - જે આપણા બધાનુ મિત્ર. જે પોતે દુઃખ વેઠી ને બીજાને સુખ આપે. એ પણ નથી જોતો કે આ માાણસ મને કાપી શકે મને દુઃખ પહોંચાડી શકે પણ તે તેની પરવા કર્યા વિના તે સહાયતા કરે છે.તેે જ સાચો મિત્ર છે. તેથી આપણે બધાની મદદ કરવા તત્પર રહેવું.તેના દુઃખને પોતાના સમજીને તેનો છાયો બનવાનો પ્રયત્ન કરવો.
શા માટે નદીના પાણીના સ્પર્શ માત્રથી જ તે આપણને આનંદીત કરે?
નદી - નદી જેમ વહે છે તે રીતે આપણે પણ જીવનરૂપી પ્રવાહમાં વહેતા રહેવાનુ છે. 'રુકવાનુ નથી' સતત ને સતત શાંત, સ્થિર પ્રવાહે વહેવાનું છે. પછી ભલેને તેેેમાંં વચ્ચે લાકડાં કે અન્ય કોઈ અડચણ આવે, આપણે આપણા માર્ગે જ વહેવાનું છે અને સમુદ્ર સુધી પહોંચવાનું છે. નદીના જળની જેમ પારદર્શક અને એકબીજાના રંંગમાં ભળી જવાનું છે. એકબીજા સાથે હળીમળીને આપણા જીવનમાં શ્વેત પ્રકાશને ફેલાવાનું છે અને એક અદ્ભુત રંગોનું સ્વરૂપ 'મેઘધનુષ્ય'નુ નિર્માણ આપણા જીવનમાં કરવાનું છે.
શા કારણે પવન લહેરાતો હોય ત્યારે તેના અનુભવ માત્ર થી આપણને આનંદિત કરે?
પવન - એક એવો પદાર્થ કે જેેને માાત્ર અનુભવી જ શકાય. સમીર જયારે લહેરાતો હોય ત્યારે તે ચારેતરફ સુવાસ પ્રસરાવી દે છે. તે પોતે પ્રકાશિત નથી પરંતુ તે બીજાના પ્રકાશને પ્રોત્સાહન આપીને આગળ વધે છે.જેમકે સૂર્યના સોનેરી કિરણો અને ચંદ્રનો ઉજ્વળ પ્રકાશ તે હવાના સંપર્ક ના લીધે પ્રકાશિત થાય છે. એટલે જો આપણે પોતે પ્રકાશિત ન થઈ શકીયે પરંતુ બીજાને તેેેના સંઘર્ષને આધારે, એક માનવી એ બીજા માનવીનું સન્માન કરવું જોઈએ.
''જો આપણે બીજાની સફળતાથી ખુશ નથી તો આપણ પણ સફળતા મેળવી નથી શકતા."
એક ગીત તો યાદ હશેને ...'હવા કે સાથ સાથ ઘટા કે સંગ સંગ ઓ સાથી ચલ..'
શા માટે આ વિશાળ ગગન સવારે વાદળોથી ઘેરાયેલું અને સૂર્યના સોનેરી કિરણોથી રંગાયેલું, રાત પડતાં ચંદ્ર અને તારાની શીતળતાથી ચમકાયેલું અદ્ભુત કેમ લાગે છે?
આકાશ - આ ભૂરા રંગનું આકાશ જે અંનત બાજુએથી પથરાયેલુુ છે.તે હંમેશા ઉપર જ છાપરું બનીને વસે છે.
જે રીતે એક પિતા આપણા જીવનમાં ઉચ્ચ સ્થાને હોય તે રીતે આકાશ બધાંની સાથે બધાનું છાપરું બનીને રક્ષણ કરે છે, તેથી તેમાં બધા તત્વો સમાય જાય છે. એક રીતે જોવા જઇએ તો આકાશ બધાંને એક જુથ રાખે છે. દરેક વ્યક્તિમાં કઇક ને કઇક વિશેષ તો હોય જ છે, જો પોત-પોતાના વિચારો ,અભિપ્રાયોને રજૂ કરવાની છૂટ આપે અને દરેક પોતાની રુચિ પ્રમાણે કાર્ય કરે તો તે બધાના પ્રિય બની શકે.
શા માટે ધરતીમાતાનો ખોળો બધાને વ્હાલો લાગે છે? શા માટે આખું જગત તેના પર વસેલું છે?
ભૂમિ - ' ધરતીમાતા' જે આપણી માતા છે. જે આપણા નીચે રહીને આપનું ઘ્યાન રાખે,પ્રેમ કરે. તેના એક પ્રેમભર્યા સ્પર્શ માત્રથી જ બધી બાજુ વાતાવરણ ખુશીઓ થી ભરી દે છે.માતાના ખોળામાં સૂતેલુ બાળક...કેટલું પ્રેમાળ દ્રશ્ય!
જીવનમાં જો પ્રેમ જ નહીં હોય તો જીવન જ નક્કામું છે.એટલે બધાંને પ્રેમ કરો.
' ધરતી મેરી માતા, પિતા આસમાન...'
આપણે બધાએ આકાશરૂપી પિતાનું સિર સદા ગવૅથી ઉપર રાખવાનું છે. અને ધરતી રૂપી માતાના ચરણોમાં સદા નીચે નમેલા રહેવાનું છે.(વંદે માતરમ્)
પ્રકૃતિ પાસે આપણે આટલું જાણ્યા:-
૧. ખુશીઓ વહેંચવી.અને પોતે પણ ખુશ રહેવું.
૨. દરેકની મદદ કરવી.
૩. સતત વહેતા રહેવું.(ચાલતા રહેવું.)
૪. બીજાને માન - સન્માન આપવું.
૫. એક જૂથ રહેવું. એક બીજા નો સાથ નિભાવવો.
૬.બધાને પ્રેમ કરવો.
પ્રકૃતિ એ ઇશ્વરે આપેલી અમૂલ્ય અને અતુલ્ય ભેટ છે.તેને જીવનમાં માણવાની સાથે તેને જીવનમાં જીવો.
‘પ્રકૃતિ ના પંથે જીવન જીવો.’
ધન્યવાદ.