Pret Yonini Prit... - 49 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-49

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-49

પ્રેત યોની પ્રીત --
પ્રકરણ-49
વૈદેહીની ગયા ભવની વાતો સાંભળી એક એક વિતક અને હકીકત સાંભળીને વિધુ અને ખુદ બાબા ચોંકી ગયાં એક માં થઇને આવું કૃત્ય કર્યું ? એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે વિધુ સાથે લગ્ન ન કરવા દેવા ? વૈદેહીની વિવશતાં આટલી બધી? આતો પાંજરે પુરાયેલું ખોડું ઢોર હોય એમ બધાં વર્તે શું એની માં સાચીજ માઁ હતી ને ?
વૈદેહીએ વચ્ચે રડવા માટે જાણે સમય લીધો એનું રુદન રોકાતું નહોતું. બાબાએ સ્વસ્થ થઇને આગળ કહેવાં જણાવ્યું. વિધુ વૈદહીની વિવશતાં સાંભળીને ખૂબ દુઃખી થયો.
વૈદેહીએ કહ્યું અને લોકો મંદિર જઇ રહેલાં અને નવીન કાકાનાં મોટે સોદો શબ્દ આવી ગયેલો... મારી માઁ પાપા ચોંકીને બેસી રહ્યાં પણ મારી બાજુમાં બેસીલી માસીએ મને આંખનાં ઇશારે કંઇક સમજાવી દીધુ મને અંતરમાં હાંશ થઇ કેં કોઇક હવે છે મને સમજે છે. એમનો ઇશારો થોડો સમજી થોડો ના સમજી અને થયું એ મારાં પઙે હવે વિચારે ચે પણ મને શું કરાવે સમજાવે છે એ ના સમજાયું બાજુમાં જ માં બેઠી હતી એટલે એ કંઇ બોલી નાં શક્યાં. માં અને માસીની વચ્ચે હું બેઠી હતી. માસીએ મારો હાથ દાબ્યાં મને કંઇક સમજાવવા માંગતા હતાં પણ...
મને થયું એમને પહેલાં જ બુધ્ધી કેમના આવી ? અને માસીને આટલું સમજાય છે તો મારી માંને મારી માં થઇ મારાં માટે કોઇ સમજણ કે લાગણી નથી થતી ?
મંદિર આવ્યુ અને બધાં ઉતર્યા. માસીએ મારો હાથ જ પકડી રાખેલો. ત્યાં મંદિરનાં પ્રાંગણમાં માંડવો બાંધેલો જોયો અને બધાં આગળ જ અમને સત્કારવા ઉભા હતાં.
માસીએ મને ધીમે રહીને કહ્યું "વૈદુ ચિંતા ના કરીશ હું તારાં સાથમાં જ છું ભલે મોટી પછી મારી સાથે સંબંધ ના રાખે આ કુટુંબનાં અને છોકરામાં ચોક્કસ ગરબડ છે પણ મોટીની આંખો એ લોકોને જ જુએ છે મને નવાઇ લાગે છે.
મેં માસીની આંખોમાં જોયું એ સાચું બોલી રહ્યાં હતાં એવું ચોક્કસ પ્રતીત થયું મને સાચું લાગ્યું ત્યાં તો એ છોકરાની માં મારી પાસે આવી અને મારાં ઓવારણાં બધાં પાપા અને નવીનકાકા ગાડીમાંથી છોકરાને આપવાની બધી વસ્તુઓ લેવાં રોકાયાં માં છોકરાને ચઢાવાનાં ઘરેણાની જોલી લેવાં ગઇ અને માસીને તક મળી ગઇ.
માસી મને થોડેક બાજુમાં લઇ ગઇ. છોકરાંવાળાની નજર અમારાં પર જ હતી છતાં માસીએ ધરકાર કર્યા વિનાં મને ક્યુ તું કંઇ પણ કરજે લગ્ન પુરાના જ થવા જોઇએ મારામાં એટલી હિમત નથી કે હું વિરોધ કરુ કે તને અહીંથી ભગાડી જઊ પણ તારાં સાથમાં છું તું તને જે ફાવે એ કરજે પણ લગ્ન ભંગ થાય વિધી પુરી જ ના થાય એવું કરજો તારાં માટે આ લગ્ન કે વ્યક્તિ યોગ્ય જ નથી તારી માં તને અહીં કસાઇ વાડે લાવી છે કૂવામાં નાંખવા લાવી છે.. તું કઇક કરજે પછી હું બેઠી છું.
માસી મને કહી રહી હતી અને મને અંતરમાં આનંદ થઇ રહેલાં હાંશ હું બચી જવાની હવે મહાદેવ માસીને સમજાવી દીધું છે ભલે માં ના સમજે અને મારાંમાં અંદર જાણે બધીજ તાકાત આવી ગઇ. આટલી ગંદી ભયંકર સ્થિતિ સંજોગમાં પણ મારાં હોઠ પર સ્મિત આવી ગયેલું માસીએ કહ્યું મારી દીકરી કાયમ આવી હસતી કૂદરતી રહેતી તું અને આજે.. કંઇ નહીં તને આટલી ખુશી થઇ મને આનંદ થયો.. હું તને આ ચકવ્યૂહમાંથી કાઢીશ જ.
મારાં પગમાં જોર આવ્યું.. માસી કહે હમણાં શરૂઆતમાં જેમ કહે એમ કરજો પછી લાગ જોઇને ખીલ્લી પાડજે પાછળ હું છું જ.
એટલીવારમાં માં આવી ગઇ માસીને કહે "શું કહે છે આને સમજાવી છે ને ? ચૂપચાપ બધામાં સહકાર આપે.
માસીએ તેવર બદલીને કહ્યું "અરે મારી દીકરી છે ખૂબ સમજે છે મને લાગે છે મોટી તારાં કરતાં તો મારી વહીદુ હુંશિયાર છે. માં માસી સામે જોવા લાગી ત્યાંજ છોકરાવાળા પંડિતે કહ્યુ. કન્યા આવી ગઇ હોયતો વિધીમાં બોલાવો.
અમને લેવા છોકરાનાં માંબાપ આવ્યાં ત્યાં ઉભેલો વિપુલીયો જોયો એની સામે જોયું જ નહીં પણ એની હાજરી નોંધી ત્યાં છોકરાની માં એ મને વહાલ કર્યું. એનાં પાપાએ પણ મને ગાલે હાથ ફેરવ્યો અને હું દાઝી ગઇ.
મારી આંખો ફરી ગઇ. મને એનાં બાપની આંખમાં વાસનાના સાપોલીયા સળવળતાં જોયા અને અંદરને અંદર હું ગભરાઇ ગઇ મેં માસી સામે જોયું તો માસીની આંખોમાં પણ આક્રોશ હતો માસીએ કહ્યું "મારી છોકીરને એમ કોઇ અડશો નહીં એની તબીયત નરમ છે." માં માસી સામે જોવા લાગી માં ને જાણે કંઇ સમજ જ નહોતી પડતી એનાં મનમાં તો આલોકો ભગવાન બની ગયેલાં.
માસીને સાંભળીને એનો બાપ થોડો ખમચાયો અને હસતાં હસતાં બોલ્યો એટલી પ્રેમાળ છોકરી છે ખુશ રહે અને પછી પાછો હઠ્યો.
પંડિતે મને સામે ખુરશી પર બેસવા કહ્યું "એમણે વિધી ચાલુ કરી પેલો છોકરો જેની સાથે લગ્ન થવાનાં એ બેઠો થોડી વિધિ થચાં પછી પંડિતે કહ્યું કન્યા પધરાવો અને મને વિધીમાં બોલાવી અને મામા છોકરીને લઇને આવે ત્યારે નવીનકાકા ઉભા થઇ મારી પાસે આવ્યા અને મારો હાથ પકડ્યો... હું ફરીથી દાઝી ગઇ મેં હાથ છોડાવ્યો અને એમની સામે જોયું મારી નજર સહન ના કરી શક્યાં હું મારી જાતે જ પાટલે બેસી ગઇ.
પાટલે બેસીને મેં પેલાં છોકરાની સામે પહેલી જ વાર જોયું મેં એવી આંખો કાઢી પેલો એવો કરી ગયો કે એણે એની માં ને બોલાવી.. એની માં મને કહે દીકરી આવી રીતે કેમ જુએ છે ? વિધીમાં ધ્યાન આપ. મારો એકનો એક છે.. એ છોકરાતો બાપ બોલ્યો "દીકરા કરણ વિધી સુધી ધીરજ રાખ પછી.. એમતું બોલી અધૂરુ છોડ્યું.
મેં માસીની સામે જોયું પછી માં સામે જોયું એ વખતે મને માં ની આંખોમાં કંઇક લાગણીનો ભાવ જણાયો એ કંઇક ચિંતામાં પડી હોય એવું લાગ્યું.
વિધી ચાલી રહેલી અને હસ્તમેળાપ કે ફેરા ફરવવાનું આવ્યું અને મને ખેંચ આવી હું બેભાન થઇ ગઇ મારાં બેભાન થવાની સાથે માસીએ મને એનાં ખોળામાં લીધી અને બોલવા માંડ્યા "દીકરી માંદી છે તોય તમને શું આટલાં અભરખા થાય તરત લગ્ન લેવાનાં થોડી રાહનાં જોવાય ? મારી દીકરીને મારી નાંખવી છે ? એમનો બાપ માંદો છે તો ઘરડો છે ઉકલી જશે તો કોઇને કંઇ નુકશાન નથી હજી મારી આ દિકરીએ દુનિયા જોઇ નથી અને બધાં પાછળ પડી ગયાં છે હું મારી નકલી બેભાન અવસ્થામાં બધુ જ સાંભળી રહેલી.. માસી ખૂબ બગડી હતી પછી મારી માં બોલી હમણાં રહેવા દો પછી સારાં મૂહૂર્તમાં પુરુ કરીશું આમ છોકરીનો જીવ જોખમમાં મારાંથી નહીં મૂકાય.
હું સાવ ઝીણી આંખે બેભાન અવસ્થા રાખી જોઇ રહી હતી મારાં અંગમાં જીવ જ ના હોય એવું શબ જેવું કરી નાંખેલું છોકરો તો ગભરાઇને પાટલેથી ઉઠીને એની માંની પાછળ જ ભરાઇ ગયેલો. મને બેભાન અવસ્થામાં પણ હસવુ આવતું હતું.
છોકરાની માં અને બાપાએ એકબીજાની સામે જોયું કંઇક નક્કી કર્યું હોય એમ એમણે મારાં પાપાને અને પંડિતને બાજુમાં બોલાવ્યાં એ લોકો વચ્ચે કંઇક ગુફતગૂ થઇ ખબર નહીં શું થયું ?
પણ પછી પંડીત બધાની વચ્ચે ખીસ્સામાં નોટોની થોકડી મૂકતાં મૂકતાં બોલ્યો. ઘણી મોટાભાગની વિધી પૂરી જ થઇ ગઇ છે લગ્ન સંપૂર્ણ થયાં છે અને એમ બોલીને સર્ટીફીકેટ પર સહીઓ કરી દીધી ફોટાં તો એ લોકેએ લીધેલાં હતાં જ પણ હસ્તમેળાપ કે ફેરાં ફરાયાં જ નહોતાં છતાં પંડિતે પૈસાની લાલચમાં બધુ એમજ પુરુ કરી દીધું.
છોકરાનો બાપ મારાં પાપાને કહે મારા બાપાની તબીયત નાજુક છે અહી તમારી દીકરીની સ્થિતિ નાજુક છે આપણે સમજૂતિથી લગ્ન થઇ ગયાં એવું નક્કી કરીને સ્વીકારી લઇએ પાપાએ પણ હા પાડી દીધી.
માં અને માસી જોતાં જ રહી ગયાં. માસી કંઇક બોલવા ગઇ અને પાપાએ કહ્યુ "ચાલો જે થવાનું હતું એ મૂર્હૂતમાં પુરુ થયું વૈદીહીની તબીયત ઠીક નથી આપણે ઘરે જઇએ એને લઇને આગળનું આગળ વિચારીશું એમ કહીને પાપાએ મને ઊંચકી લીધી મારાં સસરા મદદ કરવા આગળ આવ્યાં માસીએ આડો હાથ દઇને કીધું "છોકરીનો બાપ હજી શસકત છે તમે તકલીફ ના લેશો. પેલો માસી સામે તાકતો જ રહી ગયો...
વધુ આવતા અંકે --પ્રકરણ-50
"""""""""""