આ સાંભળી સ્મૃતિના મમ્મી આછું સ્મિત આપ્યું અને કહ્યું,
" જો મારાથી આપી શકાય એમ હશે તો જરૂરથી આપીશ પણ તમે શું માંગો છો એ એના પર આધાર રાખે છે. "
આટલું સાંભળી મિહિર ત્રિપાઠી ne રાહત થઈ. આ બાજુ નીતીશ અને સ્મૃતિ બંને વિચારમાં હતા કે આ બધું થઇ શું રહ્યું છે અને આજે આ બંને વ્યક્તિ આવી રીતે વાત કેમ કરી રહ્યા છે જાણે એકબીજાને પહેલા થી ઓળખે છે. સ્મૃતિ બધું જાણતી હતી છતાં પણ આ બધું એના ભરોસા બહારની વાત હતી. આ બાજુ મિહિર ત્રિપાઠી એ પોતાની વાત આગળ વધારી.
" મારી પાસે એક દીકરો છે અને આજે હું તમારી પાસેથી એક દીકરી માંગુ છું. હું મારા નીતીશ માટે તમારી સ્મૃતિનો હાથ માંગુ છું."
આ સાંભળી બધા જ સ્તબ્ધ થઈ ગયા. કોઈ કઈ જ પ્રતિક્રિયા નહોતું આપી રહ્યું. બધાથી પહેલા નીતીશે પોતાની જાતને સંભાળી અને સીધો જ બોલી ઉઠ્યો.
"પપ્પા તમે જે વિચારો છો એ શક્ય નથી અને અમારી પાસે પોતાના કારણ છે જે આ રસ્તા પર આગળ વધતા અમને રોકે છે. હું જાણું છું કે તમે બધું જ જાણો છો છતાં પણ પહેલીવાર હું તમારી આ વાત સાથે સહમત નહિ થઈ શકું.
હજુ સ્મૃતિ પોતાને સાંભળી નહોતી શકી અને એ જ્યાં ઉભી હતી ત્યાં જ ફસળઈ પડી. એની આંખોમાં આંસુ હતાં અને મનમાં દુવિધા. એ જાણતી હતી કે નીતીશે હજુ પણ એણે માફ નહોતી કરી અને એની પાસે એના કારણ પણ હતા.
આ જોઈ સૌથી પહેલા નીતીશ જ સ્મૃતિ પાસે પહોંચી ગયો, એણે ધીમેથી ઉભી કરી અને બાજુની ખુરશી પર બેસાડી. એ ક્ષણ માટે બંનેની આંખો મળી પણ બંને કઈ જ ના બોલ્યા, નીતીશ પણ સ્મૃતિના મનની હાલત જાણતો હતો. આ બાજુ મિહિર ત્રિપાઠી અને સ્મૃતિના મમ્મી બધું જોઈ રહ્યા હતા અને બંનેએ મનોમન નિર્ણય લીધો. સૌથી પહેલા સ્મૃતિના મમ્મી બંનેની પાસે આવ્યા અને ધીમા અવાજમાં કહ્યું.
"સ્મૃતિ, નીતીશ, અને બધું જ જાણીએ છીએ અને એટલે જ અમારી ઈચ્છા છે કે તમે બંને સાથે રહો, એકબીજાના થઈને. અમે નથી ઇચ્છતા કે ભૂતકાળમાં અમે જે ભૂલ કરી એ આજે તમે કરો. અમે નથી ઇચ્છતા કે તમે બીજા મિહિર અને નીતિ બનો."
સ્મૃતિ અને નીતીશ બંને ડઘાઈ ગયા હતા. આગળ શું બોલવું કંઈ જ ખબર નહોતી પડતી. બંને જાણી ગયા હતા કે સ્મૃતિના મમ્મી જ નીતિ છે, મિહિર ત્રિપાઠીની નીતિ અને અચાનક જ બંને ઉભા થઇ ગયા. બંને એક સાથે બોલી ઉઠ્યા "તો અમારી એક શરત છે."
બંને જ્યારે બોલ્યા ત્યારે બંનેમાંથી એકને પણ ખ્યાલ નહોતો કે કઇ વાતની શરત રાખશે અને તરત જ નીતીશ બોલી ઉઠ્યો.
"અમારી સાથે સાથે તમારે પણ લગ્ન કરવા પડશે, આ અમારી શરત છે. સ્મૃતિએ પણ હકારમાં માથું હલાવ્યું.
આ સાંભળી મિહિર ત્રિપાઠી અને નીતિના ચહેરા પર સ્મિત આવી ગયું અને બંને એ હા પાડી.
આજે વર્ષો પછી મિહિર ત્રિપાઠી ને એમની નીતિ પાછી પળી અને એ પણ જીવનના એ તબક્કામાં જ્યારે એ પોતે એણે પામવાની આશા ગુમાવી ચૂક્યા હતા. આજે મિહિર ત્રિપાઠી ને એમની ખુશી મળી ગઈ નીતિ ના રૂપમાં.
ફરી એકવાર નીતીશ એમના જીવન માં ખુશી લઈને આવ્યો હતો એટલે જ એમણે એનું નામ નીતિના નામ પર રાખ્યું હતું. હવે જીવનમાં કોઈ તકલીફ નહિ હોય જ્યારે એમનો પરીવાર એમની સાથે હશે.
- કિંજલ પટેલ (કિરા)