એક બે ડગલા બાદ તે છોકરી વિજય નો હાથ છોડી દીધો. વિજય પણ તેની પાછળ અનાયાસે ચાલી નીળ્યાં. અંધારું હવે એકલું અંધારું લાગી રહ્યું ન હતી તે છોકરી તો ઉડતી ન હોય તેવું ચાલતી હતી એની ચાલ માં પણ અનોખી બાબત હતી જે માણસો માં જોવા મળતી નથી. પણ હા તે જીવતી હતી ત્યારે જેમ ઠુમકા લઈને મોજ થી ચાલતી.
કેમ અત્યારે.......
ચાલી રહી હતી તે ખુશ હતી ત્યાં જ દૃશ્ય બદલાય છે. છોકરી અદ્રશ્ય થઈ જાય છે અને સવાર પડી જાય છે વિજય સીડીયો પાસેના રૂમ માં હતો.
સાહેબને બોલ્યા વિજય કેમ મજામાં ને...
તે સાહેબ કલ્પના હતા કે શું કેવી રીતે અહીંયા પ્રગટ થઈ ગયા વિજય કશું સમજી ન શક્યો કેવી રીતે જવાબ આપવો તે વિચારી રહ્યો હતો.
"પછી તે બોલ્યો સાહેબ હું તમને ક્યારેનોય શોધતો હતો. મારે કબડીની ટીમ સ્પોન્સર કરવી હતી.
બેટા કબ્બડી ની ટીમ પુંજા શેઠ એ સ્પોન્સર કરી દીધી છે. વિજય નાખુશ થયો અને દૃશ્ય બદલાય ફરી એકવાર બદલાય છે.
પાછો અલંકાર થઈ જાય છે, વિજય ની આંખો આગળથી દ્રશ્ય ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યાં એટલી ઝડપથી કે જાણે હાઈવે ઉપર બસ એકબીજાને ઓવરટેક ના કરતી હોય.
હવે તેને સીડી ઉતરવાની હતી.
વિજય ઉતારવા માટે અને તેની પાછળ જાણે કોઈ આવી રહ્યું હતું કે શું આ વખતે ઝડપથી ઊતરી ગયો કેમ કે તેના મનમાં ભય નો ભંડાર ભરાઈ ગયો હતો કેતન ની વાત પણ તેના મનમાં બેસી ગઈ હતી કે જેટલું ગભરાશે તેટલું વધારે તેને ગભરાવા માં આવશે.
ન જાણે કેમ પોતાના દોસ્ત ને ઉપર છોડીને નીચે ઊતરી રહ્યો હતો નીચે ઉતરતા તેને પેહાલો રૂમ દેખાય એ જ રૂમ સાતમું ધોરણ જો ભણ્યો હતો.
અચાનક વિજય ના કાન માં ધીમેથી કોઈ બોલ્યું..
કાન મોડ.....
વિજય ફરીથી એકવાર કોઈ અદૃશ્ય તાકાત થી પ્રેરાઈને રૂમના બારણે કાન લગાવે છે.
સાંભળીને તો કોઈ રૂમમાં ગુસપુસ કરી રહ્યું હતું બે જણા હતા ચોક્કસ......
એક નો અવાજ તો વિજય તરત ઓળખી ગયો એ તો પેલા સાહેબ હતા તેને તે હમણાં જ મળીને આવેલો અને બીજો અવાજ પણ......
અરે... હા એ તો પેલા બેન નો હતો. જણા બંધબારણે શું કરી રહ્યા હતા.
વિજય ફટાફટ સીડીઓ ઉતરી જવા લાગ્યો તેને જોયું તો છોકરાઓ ન હતા.
તેમનો સમય પૂરો થઈ ગયો હશે તેથી તેઓ ઘરે ગયા હોય એવું લાગ્યું.
અચાનક તેની નજર પાછળના ભાગે પડી.
શાળાના પાછળના ભાગમાંથી પેલી છોકરી તેની મમ્મીનો હાથ પકડીને જઈ રહી હતી. વિજય જેવું એની સામે જોયું કે એ છોકરીએ પણ........ અમે પાછા વળીને જોયું.
વિજયના આંખોમાં આંસુ આવી ગયા તે જાણતો હતો કે તે વિજયને ઘણું કહી રહી હતી સવાર પડી વિજય ઉઠ્યો ત્યારે સ્વસ્થ હતો.
(રાત નું સપનુ તેની ભારે પડ્યું તે પોતે પણ તૈયાર થઈને નોકરી જવાની તૈયારી કરી રહ્યો હતો કારણકે તેને રજાઓ પૂરી થઈ ગઈ સવારે વહેલો ઊઠીને વિજાપુર જતી બસના બેસી જાય છે.)
વિજય ને એક ટેવ હતી કે પોતાના પર જે વીત્યું હતું તે કોઈને કહેતો ન હતો પણ પોતાના જીગરજાન દોસ્ત મનજીત થી કશુંક છૂપાવી શકતો ન હતો એટલે જ મનજીતને મળતા જ બધી જ વાત અને રાત્રે જે કંઈ બન્યું હતું તે કહી દે છે.તેના મગજમાં કેતન વિશે પણ વિચારો ચાલી રહ્યા હતા.
"તે રૂમમાં કેતનને પૂરો કોઈ સંકેત હતો."
વિજય તું કેમ આજે નર્વસ લાગે છે.
ના લે એવું કંઈ નથી. હું મજામાં છું.
મુખ ઉપરથી તો મજા ઊડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
બંને જણા રેલવેના ડબ્બામાં વાતો કરી રહ્યા હોય છે.
વધુ આવતા અંકે.....