Ajib Dastaan he ye - 6 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 6

Featured Books
Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 6

અજીબ દાસ્તાન હે યે….

6

પાછળ ના પાર્ટ માં જોયું કે અંગત નિયતિ ના પ્રેમ નો સ્વીકાર કરી લે છે…..અને નિયતિ હજી ભૂતકાળની યાદો માં જ હોય છે ત્યાં જ ખુશી આવે છે….અને નિયતિ એની સાથે વાતો કરવા લાગે છે….હવે આગળ….

નિયતિ ખુશી ને school માં શું કર્યું એ પૂછે છે….અને કોઈ ફ્રેન્ડ બનાવ્યા કે નહીં એ વિશે પૂછે છે….આ સાંભળીને ખુશી પોતાની કાલી ઘેલી ભાષામાં બોલી…."ના મમ્મા તમને ખબર છે ને મને ફ્રેન્ડ બનાવવા નથી ગમતા….એ બધાં પછી તોફાન કરે અને ટીચર પછી પનીશ કરે…..અને હું તો એક દમ ગુડ ગર્લ છું ને?તો મને ન ગમે તોફાન કરવા….હું બસ સ્ટડી જ કરું…..અને આજે તો મને very good મળ્યું…..ટીચર એ કલાસ માં મારા માટે કલેપ પણ કરાવી….મમ્મા મારે પણ ડૉકટર બનવું છે….."અચાનક ખુશી બોલી…..

આ સાંભળીને નિયતિ જાણે સ્તબ્ધ જ થઈ ગઈ...કેમ કે એ અત્યારે ભલે ડૉક્ટર હતી પણ આ સપનું અંગત નું હતું….અને સંજોગોવશાત આજે એને ડૉક્ટર બનવું પડ્યું હતું…..અને આજે પોતાની ખુશી ના મોંઢેથી આ વાત સાંભળીને એની આંખોમાં આંસુ આવી ગયા….અને એને અંગત ખુબજ યાદ આવી ગયો….પછી પોતાની જાતને સંભાળતા નિયતિ બોલી…."અરે વાહ મારી પ્રિન્સેસ ને very good મળ્યું….તો તો આજે મમ્મા મારી પ્રિન્સેસ ને ગિફ્ટ આપશે…."ખુશી ને આમ કહેતા જ ફરી આંસુ સાથે નિયતિ મન માં જ અંગત ના ફોટા ને જોતા બોલી...."અંગત આપણી દીકરી ચેહરા થી ભલે મારા પર ગઈ પણ એમાં બધાં જ ગુણ તારા છે…..કાશ તું પણ અહીં હોત…..તો તું પણ એને તારું સપનું લઈ ને જીવતા જોવત…."

સાંજ થવા આવી હતી….નિયતિ ના ઘરે જવાનો સમય થઈ ગયો હતો….નિયતિ નો રોજ નો ક્રમ હતો કે જતા પહેલા પોતાના બધાં જ પેશન્ટ ને એક વાર ચેકઅપ કરી પછી જ ઘરે જવાનું..બીજા બધા પેશન્ટ નોર્મલ જ હતા….બસ આજે રાહુલ ને ટ્રીટમેન્ટ ની વધુ જરૂર હતી….એટલે નિયતિ બાકી બધા ના ચેકઅપ પતાવી રાહુલ પાસે ગઈ….નિયતિ સાથે ખુશી પણ રાહુલ પાસે ગઈ…

રાહુલ ના પેરેન્ટ્સ રાહુલ ના રૂમ ની બહાર જ બેઠા હત..નિયતિ અને ખુશી બંને રાહુલ ના રૂમ માં ગઈ….રાહુલ જાગતો જ હતો….નિયતિ ને આવતા જોઈ એને ઉઠવા નો પ્રયાસ કર્યો….ત્યાં જ નિયતિ એ જોયું અને જલ્દી રાહુલ પાસે આવી અને એને ઉઠતા રોકતા બોલી…."અરે મિસ્ટર રાહુલ શું કરો છો??કેમ ઉભા થાવ છો??તમારે અત્યારે ખાસ આરામ ની જરૂર છે….તમે આરામ કરો…."હું બસ જરૂરી ચેકઅપ માટે આવી છું….આટલું બોલીને નિયતિ પોતાનું કામ કરવા લાગી….ત્યાં જ રાહુલ બોલ્યો….."મેમ...I am sorry...મેં તમને વગર વિચાર્યે ત્યારે પૂછી લીધું….તમને કદાચ હર્ટ થયું હશે…."

આ સાંભળીને નિયતિ બોલી…."અરે ઇટ્સ ઓકે….હું ઠીક છું….અને મને કોઈ જ હર્ટ નથી થયું….."આ સાંભળીને રાહુલ ને થોડી શાંતિ થઈ….કેમ કે તે અત્યાર સુધી એ જ વિચારમાં હતો કે નિયતિ એના લીધે દુઃખી થઈ ગઈ….રાહુલ નું અચાનક જ ધ્યાન ખુશી પર ગયું….ખુશી એના બેડ પાસે જ ઉભી હતી….આ જોઈને રાહુલ એ ખુશી ને પોતાની પાસે બોલાવી….ખુશી પહેલા તો થોડા વિચાર માં પડી ગઈ….પણ પછી નિયતિ એ તેને ઈશારો કરી જવા કહ્યું ત્યારે એ રાહુલ પાસે ગઈ….ખુશી બેડ ની બાજુમાં ટેબલ પાસે બેસી ગઈ….રાહુલ ને આમ તો નાના બાળકો જરા પણ પસંદ ન હતા….એ એવું જ માનતો કે નાના બાળકો હમેંશા તોફાની જ હોય….એ હમેંશા કોઈ ને કોઈ આફત જ સર્જે….આ કારણે એ હમેંશા બાળકો થી દુર જ રહેતો….પણ ખુશી એને ખુબજ ગમી હતી….એને ખુશી ને થોડા પ્રશ્નો પૂછ્યા….અને વાતો કરી….ખુશી એ બધા ના જવાબ આપ્યા….અને પોતાના વિશે વાતો પણ કહી...આ જોઈ રાહુલ ને ખુશી વધારે વ્હાલી લાગી…..તો ખુશી ને પણ રાહુલ સાથે વાત કરવી ખૂબજ ગમી….

નિયતિ પણ થોડીવાર ખુશી ને જોઈ જ રહી….કેમ કે ખુશી એ આ પહેલા ક્યારેય આ રીતે કોઈ અજાણ્યા સાથે વાતો નહતી કરી….અને જો થોડીવાર વાતો કરે તો પણ ડરતા ડરતા….પણ રાહુલ સાથે વાત કરતા કરતા એ ખુશ જણાતી હતી….નિયતિ નું ધ્યાન ખુશી પર જ હતું….આ જ સમયે રાહુલ નું ધ્યાન નિયતિ પર ગયું….અને એ બોલ્યો….એક દમ તમારા પર જ ગઈ છે…..સુંદર અને શાંત….આ સાંભળીને નિયતિ નું ધ્યાન રાહુલ પર ગયું...અને એને કહ્યું…."હા મારા પર જરૂર ગઈ છે….પણ માત્ર ચેહરા પર થી…..બાકી ના બધાં જ ગુણ એના પપ્પા ના આવ્યા છે…."આ સમયે રાહુલ એ જોયું કે નિયતિ ઉદાસ થઈ ગઈ આ જોઈ ને તે બોલ્યો…"i am sorry...નર્સે કહ્યું કે ખુશી ના પપ્પા…."હજુ તો તે વાક્ય પૂરું કરે ત્યાં જ ખુશી બોલી….."મારા પપ્પા ભગવાન પાસે ગયા છે….અંકલ ત્યાં બીજું એક હોસ્પિટલ છે…..તો પપ્પાને ત્યાં બધાં પેશન્ટ ને દવા આપવાની હોય એટલે તે ત્યાં ગયા છે….મમ્મા અહીં દવા આપે...પપ્પા ત્યાં….અને હું પણ મોટી થઈને બધા ને દવા આપીશ…."

રાહુલ અને નિયતિ તો ખુશી ને સાંભળતા જ રહ્યા….ત્યાં રાહુલ એ પૂછ્યું….ખુશી તને આવું બધું કોને કહ્યું?

ખુશી બોલી…"મમ્મા એ કહ્યું….કે પપ્પા ઉપર પેશન્ટ ને દવા આપવા ગયા છે….પણ અંકલ પપ્પા ક્યારે આવશે??મને એમની ખુબજ યાદ આવે છે…''આમ કહેતા અત્યાર સુધી ખુશ જણાતી ખુશી દુઃખી થઈ ગઈ….એ જોઈને નિયતિ પણ ઉદાસ થઈ ગઈ….અને આ જોઇને રાહુલ બોલ્યો…."અરે ખુશી પપ્પા તો અહીં જ છે….તારી આસપાસ…..જો તું ઉદાસ થઈશ તો એ પણ ઉદાસ થઈ જશે….એ તો ઉપર ભગવાન નું કામ કરવા ગયા છે ને…..?અને ભગવાન એમને જ પોતાની પાસે બોલાવે છે જે એમને ખૂબ જ પસંદ હોય….તો તારા પપ્પા પણ ખૂબ જ સારા માણસ હતા ને એટલે જ ભગવાને ત્યાં બોલાવ્યા….હવે તું ઉદાસ થઈશ તો એ નારાજ થઈ જશે….એટલે તારે તો હમેંશા ખુશ જ રહેવાનું અને તારા મમ્મા ને પણ ખુશ જ રાખવાના…."

રાહુલ ની વાતો સાંભળી ખુશી અને નિયતિ બંને થોડી હળવી થઈ ગઈ…અને ખુશી બોલી…."સોરી અંકલ હવે હું ઉદાસ નહીં થાવ….હું પપ્પા ને નારાજ નહિ કરું...અને હમેંશા હેપ્પી જ રહીશ…."આ જોઈને નિયતિ એ રાહુલ ને ઈશારા માં જ thank you કહ્યું….રાહુલ પણ જાણે સમજી ગયો એટલે એને નિયતિ ને સ્માઈલ આપી…..ખુશી ધીમે ધીમે ચાલવા લાગી….અને નિયતિ ને કહ્યું કે…."મમ્મા હું બહાર ઉભી છું….તમે જલ્દી આવજો હો ને…."આ જોઈને રાહુલ બોલ્યો…."અરે ખુશી તું ક્યાં જાય છે….મને એકલો મૂકીને??"

આ સાંભળીને ખુશી બોલી…."અરે અંકલ હું કાલ પાછી આવીશ….ઘરે દાદા દાદી રાહ જોતા હશે….બાય….આટલું કહી તે ચાલવા લાગી….''એના જતા જ નિયતિ બોલી…."thank you મિસ્ટર રાહુલ…..અંગત ના ગયા પછી ખુશી આજે પહેલી વાર આટલી ખુશ છે….અને પહેલીવાર આ રીતે કોઈ અજાણ્યા સાથે આટલી વાતો કરી છે…..ચાલો હવે હું પણ જાવ...તમે ધ્યાન રાખજો….બાય…."આ સાંભળીને રાહુલ જાણે ઉદાસ થઈ ગયો….અને એનું કારણ એ ખુદ પણ ન સમજી શક્યો…..

ઘરે પહોંચતા જ નિયતિ પોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે અને ખુશી એના દાદા દાદી પાસે દોડતી જાય છે….અને રોજ ની જેમ તે પોતાની સ્કૂલમાં બનેલી દરેક ઘટના વિશે કહે છે….પણ આજે ખુશી રાહુલ વિશે વધારે વાતો કરે છે….આ સાંભળીને એના દાદી નીલા બેન બોલ્યા…"અરે વાહ આજે તો મારી લાડકી ને કોઈ અંકલ મળી ગયા….અને તમે બંને એ આટલી બધી વાતો કરી…..ખૂબ જ સારું કર્યું….અને આજે તો મારી ઢીંગલી ખુશ પણ જણાય છે…..કોણ હતા એ અંકલ….."ત્યાં જ નિયતિ અંદર થી આવી અને બોલી…."અરે એ એક પેશન્ટ છે….કોલેજ માં સ્ટડી કરે છે….સવારે જ બાઈક પર થી પડી જવાથી એકસિડેન્ટ થયો છે…..તો ખુશી એ એમની સાથે ખૂબ જ વાતો કરી….બંને થોડીવારમાં તો ખૂબ જ હળી મળી ગયા…".આ સાંભળીને ને ખુશી ના દાદા હિરેનભાઈ અને નીલા બેન ખુબજ ખુશ થયા…..કેમ કે આજે ઘણા સમય પછી ખુશી આટલી ખુશ હતી…..નિયતિ એ જમવાનું તૈયાર હોવાથી પીરસી દીધું….બધાં સાથે જમવા બેઠા…..જમ્યા બાદ ખુશી તરત જ થાકી ગઈ હોવાથી ઊંઘી ગઈ…..અને નિયતિ પણ આજે થાકી ગઈ હોવાથી સુવાની તૈયારી જ કરી રહી હતી ત્યાં જ નિલાબેન એની પાસે આવ્યા….અને બોલ્યા…..નિયતિ બેટા તારા પપ્પાજી તને બોલાવી રહ્યા છે…..આ સાંભળીને નિયતિ જાણે ઉદાસ જ થઈ ગઈ…..

વધુ આવતા અંકે…..

કેમ નિયતિ અચાનક ઉદાસ થઈ ગઈ??

નિયતિ અને ખુશી ના સાથ થી રાહુલ માં આવી રહ્યું છે પરિવર્તન…..

શું હશે જિંદગી ના નવા વળાંકો….

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે…..