Pratibimb - 22 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રતિબિંબ - 22

Featured Books
Categories
Share

પ્રતિબિંબ - 22

પ્રતિબિંબ

પ્રકરણ - ૨૨

સાંજનાં સાત વાગ્યા હજું સુધી સંવેગ રુમમાંથી બહાર ન આવ્યો. નિમેષભાઈએ ત્યાં જઈને જોવાનું વિચાર્યું.

સંવેગ નિમેષભાઈ એ લોકોનાં પરિવારની બહું નજીક આવ્યો છે જ્યારથી બે વર્ષથી એનાં મમ્મી-પપ્પા ઓસ્ટ્રેલિયા ગયાં છે એનાં મોટાંભાઈ પાસે. એ ઘરે એનાં દાદા દાદી પાસે રહે છે. નાનપણમાં તો વધારે અહીં જ રહેતો પણ પછી આગળ ભણવામાંને વ્યસ્ત થતાં આરાધ્યાનાં ઘરે આવવાનું ઓછું થઈ ગયું હતું. પણ ફરી એનાં મમ્મી-પપ્પાને ત્યાં ગયાં બાદ એની નિકટતા અન્વય એ લોકોનાં પરિવાર સાથે વધી છે.

નિમેષભાઈ : " સંવેગ બધાં છોકરાઓમાં સૌથી પહેલો ઉઠે. આળસનો છાંટો પણ નહીં. આજે એ આટલો સમય ઊંઘી રહ્યો છે મને તો નવાઈ લાગે છે. "

દીપાબેન : " તમે બહું વિચારો છો એ રાત્રે સૂઈ શક્યો નથી એટલે સુતો હશે.."

નિમેષભાઈ : " નહીં... કંઈક તો છે.." કહીને એ મક્કમ પગલે એ રૂમ તરફ ગયાં..

રૂમ તો અધખુલ્લો જ છે. એમણે ધીમેથી દરવાજો ખોલ્યો જેથી સંવેગને ઉંઘમાં ખલેલ ન પડે. પણ દરવાજો ખોલીને જોયું તો રૂમમાં કોઈ જ નથી... રૂમમાં વોશરૂમ પણ ચેક કર્યો પણ કોઈ જ ન મળ્યું.

નિમેષભાઈએ બુમ પાડી, " દીપા ઓ.. દીપા...સંવેગ તો રૂમમાં નથી. "

નિયતિને દીપાબેન પહોંચ્યાં. સાચે જ કોઈ નથી અહીં તો. પછી તો બધાંએ આખી હવેલીમાં જોવડાવ્યુ પણ ક્યાંય સંવેગ ન મળ્યો. એટલામાં જ અન્વયને લોકો હવેલી પર પાછા આવ્યાં. હવેલી ખુલ્લી છે પણ કોઈ દેખાતું નથી.

લીપીએ બૂમ મારી." નિયતિ આન્ટી ?? " ક્યાં છો બધાં ?? "

એટલામાં એક ભાઈ દોડીને આવ્યાં ને કહેવા લાગ્યા , " મેડમજી પેલો તમારી સાથે આવ્યો હતો ને એ છોકરો રૂમમાં નથી."

" કોણ સંવેગ ?? કહીને આરાધ્યા ચિંતા જનકસ્વરે બોલી.

છોકરો : " હા બેન એવું જ કંઈક નામ છે. "

અન્વય : " પણ આન્ટીને લોકો ક્યાં છે ?? "

"એ અહીં બધાં રૂમમાં ફરીથી શોધી રહ્યાં છે."

અપૂર્વ : " હવેલીની બહાર ક્યાંય આસપાસ જોયું ?? "

" ના.. ત્યાં તો હવે આટલાં અંધારામાં કોણ જાય..."

અન્વય : " ચાલો આપણે પપ્પા એ લોકો પાસે પહોંચીએ." કહીને બધાં એ તરફ પહોંચ્યાં.

બધાં સાથે મળીને ફરી હવેલીમાં અને હવેલીની આસપાસ પણ શોધવા લાગ્યાં. એટલામાં જ બહાર પાછળનાં ભાગમાં ઈતિ કંઈ પડછાયાની પાછળ પાછળ ચાલવા લાગી...

હેયા : " દી તમે ક્યાં જાવ છો ?? " પણ ઈતિ તો જાણે પડછાયાને અનુસરતી ચાલવા જ લાગી...જેમ જેમ પહોંચી એ ઓળો અંધારામાં પણ દેખાવ લાગ્યો સાથે જ બહું મોટો પડછાયો... એમાંથી ફક્ત એની લાલ રંગની આંખો ચમકી રહી છે...

હેયા ઝડપથી અંદર બધાંને બોલાવવા આવી.

થોડી જ વારમાં ઈતિ એ હવેલીનાં પાછળનાં ભાગમાં આવી ગઈ...તો કોઈ ખાડો ખોદતુ દેખાયું...

ઈતિ અત્યારે પણ મક્કમ જ છે. તે બોલી, " આ તો સંવેગ છે... અહીં શું કરી રહ્યો છે સંવેગ ?? "

અચાનક એક વીજળીનો કડાકો થયો હોય એમ એક ભયંકર અવાજ આવ્યો...ને એમાંથી એક મુખાકૃતિ ઉભી થઈ. વિશાળ કાયાને, બિહામણો ચહેરો, લાલ આંખો, બહું લાંબુ કદ, હાથમાં લાંબા લાંબા નખને , એમાંથી નીકળી રહેલું પીળું પ્રવાહી...!!

ઈતિ ગભરાઈને ભાગવા ગઈ ત્યાં જ એનાં પગ જાણે થંભી ગયાં. એ એક ડગલું પણ આગળ માંડી ન શકી...એ વિશાળકાયાએ એનાં હાથને ઈતિ સુધી લાંબા કરીને ત્યાં જ ઉભી રહીને એ કદરૂપા બિહામણા હાથથી ઇતિને ગળા ફરતે વીંટળાઈ દીધાં.

ઈતિને ગભરામણ થવાં લાગી. શ્વાસ રૂંધાવા લાગ્યો...એ જાણે જમીનથી અધ્ધર થવાં લાગી... એટલામાં જ ઈતિ ઇતિની બુમો પાડતાં બધાંને હેયા એ જગ્યા પર લઈ આવી ત્યાં જ એમને હવામાં લટકી રહેલી ઈતિ દેખાઈ રહી છે...કોઈ પણ સપોર્ટ વિના...!!

અન્વય બોલ્યો, " ઈતિ ઓ ઈતિ... તું ત્યાં કેવી રીતે પહોંચી ?? "

ઈતિ ગભરાઈને બોલી, " એ પેલું દેખાય વિશાળ કદાવર...એક આત્મા એણે પકડી રાખી છે...મને બચાવી લો...પ્લીઝ" કહીને ઈતિ ખરેખર ધ્રુસકે ધ્રુસકે રડી પડી."

બધાંએ આજુબાજુ જોયું પણ કોઇને કંઇ જ ન દેખાયું. ઈતિ જ્યાં બતાવી રહી છે ત્યાં તો ફક્ત એક ઝાડ દેખાય છે.

અર્ણવ : " ત્યાં તો કંઈ જ નથી દેખાઈ રહ્યું..."

અન્વય ગભરાયા વિના જોરથી બોલ્યો, " કોણ છે અહીં ?? શું કામ આવ્યાં છો ?? શું જોઈએ છે ?? "

પહેલીવાર બોલ્યો સામેથી કંઈ જ જવાબ ના આવ્યો. ઈતિ પહેલાંની જેમ છે હજું પણ...અન્વય ફરી વધારે જોરથી બોલ્યો... ત્યાં જ આકાશમાં આજુબાજુથી એક ભયંકર ગર્જના કરે એમ એક પ્રચંડ અવાજ આવ્યો...ને અટ્ટહાસ્યની છોળો આખાં વાતાવરણમાં ફરી ફરી ગુંજવા લાગી.

થોડીવારમાં જ ફરી એકાએક પવનનો ભયંકર સુસવાટો આવ્યો...એક વંટોળિયો જેમ ચકરી ઘુમે એમ જોરદાર અવાજ સાથે બધું ફરવા લાગ્યું...ને પછી થોડીવારમાં તો બધું જ શાંત...ને એ સાથે ઈતિ જમીન પર ઉભેલી દેખાઈ...એ ઝડપથી દોડીને અન્વય એ લોકો પાસે આવી ગઈ. આખું વાતાવરણ બદલાયેલું દેખાય છે.

સંવેગ એ જગ્યાએ જ છે જ્યાં નયનની લાશને બાળવામાં આવી હતી‌ .ત્યાં જ એક ખૂણા પાસે નીચે નમીને ખાડો ખોદી રહેલો સંવેગ દેખાયો... અપૂર્વ એ તરફ ગયો ને બોલ્યો, " સંવેગ આ શું કરી રહ્યો છે ?? "

સંવેગે એનો ચહેરો ઉંચો કર્યો..એ સાથે જ અપૂર્વ ગભરાઈને બે ડગલાં પાછળ જતો રહ્યો. શરીર સંવેગનું જ છે પણ ચહેરો એકદમ લોહી અને રસીથી નીતરતો... બિહામણો. આંખો તો જાણે એમાંથી એક નાનકડાં ગોળ જેવી દેખાય છે.એમાંથી લાલ રંગે ચમકી રહી છે.

અન્વય એ તરફ પહોંચ્યો. ને અપૂર્વની પાસે આવીને ઉભો રહ્યો....ને એ ફરી બોલ્યો, " તારે શું જોઈએ છે ?? ફરી પૂછું છું શું ઈચ્છે છે તું ?? કોણ છે તું ?? "

એ ફરી ખડખડાટ હસવા લાગ્યો. આ તો એક દેહ છે એક માનવીનો...બસ મારું એક જ મિશન છે... હું ઈચ્છું છું ફકત એક સ્ત્રી...‌‌યુવતીનો ચિત્કાર...!!

લીપી ગભરાઈને બોલી, " કોણ છે એ ?? "

ફરી અટૃહાસ્ય કરતાં બોલ્યો, " એક ઉજાશ...લાવણ્યનો નિખાર...માદક રૂપ હોય જ્યાં ,ત્યાં થાઉં હું એક હેવાન...!! "

આરાધ્યા ગભરાઈ કે આ વાક્ય તો કોઈએ બોલેલું છે...એ યાદ કરવાનો પ્રયાસ કરવાં લાગી... કંઈ યાદ નથી આવી રહ્યું...એ આંખો બંધ કરીને બહું વર્ષો પહેલાંની ઘટનાઓને યાદ કરવાં લાગી... ત્યાં જ યાદ આવ્યું કે આ તો સંપૂર્ણ શબ્દો બીજું કોઈ નહીં પણ ડૉ.નયનનાં છે..!!

આરાધ્યા બોલી, " અપૂર્વ...આ તો નયનની આત્મા છે કે શું ?? "

અન્વય : " આ શબ્દો એનાં છે‌ તો..."

લીપી : " પણ એને તો અહીં દફનાવાયો હતો તો કેવી રીતે શક્ય છે ?? કંઈ સમજાયું નહીં..."

બધાં એકબીજાં સાથે ચર્ચામાં મશગૂલ છે ત્યાં કોઈને ખબર જ ન પડી કે એ આત્મા ગાયબ થઈને ફરી એક સામાન્ય માણસ સંવેગ બની ગયો છે.

સંવેગ બધાંની પાસે આવીને ઉભો રહી ગયો ને બોલ્યો, " શું થયું માસા ?? કેમ બધાં અહીં અંધારામાં ઉભાં છીએ...ચાલો અંદર જઈએ... કંઈ મસ્ત જમવું છે ભૂખ લાગી છે હવે તો..."

નિયતિ સામાન્ય બનેલાં સંવેગને જોઈને બોલી, " સારું ચાલ બેટા... બધાં ચલો જમવાનું તૈયાર જ છે..."

બધાંએ અંદર જઈને ફરીથી બપોરની જેમ સરસ જમવાનું પતાવ્યું.

લીપી : " ઈતિ તું અને હેયા મારી સાથે રૂમમાં ચાલો ને ?? થોડું કામ છે "

બંને એક રૂમમાં ગયાં. ઈતિ હજું પણ ગભરાયેલી છે.

ઈતિ : " મમ્મા ચાલોને ઘરે જતાં રહીએ... હું છેલ્લા એક મહિનાથી હેરાન થતી હતી આથી જ મેં અહીં આવીને તો શાંતિ મળશે એવું વિચાર્યું...પણ અહીં તો જો વધારે ભયાનક બધું બનતું જાય છે..."

લીપી : " કેમ શું થયું હતું ?? "

ઇતિએ આરવને ઉલ્લેખ કર્યાં ફિલાડેલ્ફિયાની માસ્ક પહેરેલું કોઈને ઈતિનો પીછો કરવો એ બધી જ વાત કરી.

લીપી : " તો પેલાં દિવસે મારો ફોન આવ્યો હતો ત્યારે કંઈ આવું જ બન્યું હશે કદાચ, બરાબર ને ??"

ઈતિ : " હા મોમ એ બધું હું પછી કહીશ‌..." કહીને લીપી જે આરવ વિશે જાણવા માંગતી હતી એનાં પર અલ્પવિરામ મુકી દીધું.

લીપી : " પણ અત્યારે તું પાછળ કેવી રીતે પહોંચી એ તો કહે ?? "

ઈતિ : " મોમ મને એ વ્યક્તિમાં કોઈ એવું વ્યક્તિ દેખાઈ રહ્યું હતું જેને દોરાઈને હું એને સમીપ પહોંચવા માટે ત્યાં પહોંચી. પણ નજીક પહોંચતાં જ કંઈ અલગ જ હતું..."

લીપી : " હમમમ..‌ચિતા ન કર. હવે અમારાથી દૂર જતી નહીં. આપણે બને એટલું જલ્દી અહીંથી નીકળી જઈશું..."

પછી ત્રણેય બહાર આવી ગયાં. દરેકનાં મનમાં ચિંતા છવાયેલી છે..‌.

નિયતિ : " સમજાતું નથી જો નયનની આત્મા હોય તો એ આટલાં વર્ષો બાદ હવે કેમ કોઈને હેરાન કરે ?? આટલાં વર્ષોમાં એ પછી ક્યારેય મને કે તમને આવો કોઈ જ ખરાબ અનુભવ કે હેરાનગતિ થઈ નથી...તો હવે જ કેમ ?? કંઈ તો એનું ઉંડું રહસ્ય છે."

અન્વય : " સવારે આપણે એ મહારાજ પાસે જઈએ...જો કોઈ એવી વસ્તુ મળે કે આપણને કંઈ જાણવા મળે..."

અપૂર્વ : " હા સાચી વાત છે.." પછી વાત જુદાં જુદાં તર્ક વિતર્કો લગાડતાં લગાડતાં સુવા માટે જવાની તૈયારી કરવાં લાગ્યાં.

ઇતિએ તો રૂમમાં સુવા જવાની ચોખ્ખી ના પાડી દીધી. બધાંનાં મનમાં ઊંડે ઊંડે એક ભય જાણે હાક મારીને કહી રહ્યો છે.." હમ આપકો છોડેગે નહીં..."

આખરે નિમેષભાઈ બોલ્યાં, " કોઈને વાંધો ન હોય તો આપણે બધાં જ અહીં હોલમાં સાથે જ સૂઈ જઈએ તો ?? જેને રૂમમાં જવું હોય તે જાય એમાં પણ કંઈ વાંધો નથી. "

હોલમાં સુવા માટે બધાં તૈયાર થઈ ગયાં..પણ એકદમ ફ્લેક્સિબલ કે ગમે ત્યાં સેટ થઈ જાય, એકાંતમાં એને જરાં પણ ગમે નહીં એવો સંવેગ બોલ્યો, " મને તો અહીં ના ફાવે સુવાનું...કહીને એ બપોરે સુતો હતો એ રૂમમાં કોઈનાં જવાબની પણ રાહ પણ જોયાં વિના સુવા જતો રહ્યો.

ઈતિ : " નક્કી આજે તો કંઈ થશે જ..."

આરાધ્યા : " આવું ન બોલ બેટા...ભગવાનને પ્રાર્થના કરીએ કે સહુને હેમખેમ રાખે..."

અન્વય : " આપણે આજે આખી રાત બધાં વારાફરથી જાગીએ તો કેવું રહે ?? કદાચ કોઈ અનહોની થતી બચાવી શકીએ...બાકી તો કુદરત અને બુરી શક્તિઓને માત કરવું એમ સહેલું નથી. "

અર્ણવ : " હા પપ્પા તમારી વાત સાચી છે. લેડીઝ બધાં સુવું હોય તો સૂઈ જાવ અમે જેન્ટ્સ જાગીએ છીએ બરાબર ને હિયાન ??"

લીપી : " નહીં... બધાં જ જાગશુ પણ ટીમ બનાવીને જેથી કોઈને પણ ઉંઘ પણ ન આવે અને બીક પણ ન લાગે..."

"મસ્ત આઈડિયા...!!" કહીને હેયાએ ફટાફટ ચાર ટીમ પાડી દીધી...

એક ટીમ સિવાય હવે બધાં જ સુવા લાગ્યાં...ને ટીમના લીડર છે નિમેષભાઈ... એમાં દીપાબેન, નિયતિ અને અન્વય...!! બધાં ખડે પગે ચોંકી માટે તૈયાર થઈને નિદ્રા દેવીને દૂર ધકેલીને સમય પસાર કરવાની યુક્તિઓ શોધવાં લાગ્યાં.

શું આજની આ રાતે કંઈ થશે ખરાં ?? આત્માની કોઈ રમત સમજાશે ખરાં ?? ઈતિ આરવને ફરી મળી શકશે કે નહીં ?? સંવેગમાં રહેલી આત્મા કોની હશે ?? એ શું ઈચ્છતી હશે ?? જાણવા માટે વાંચતા રહો, પ્રતિબિંબ - ૨3

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે