runanubandh - 1 in Gujarati Women Focused by Megha Acharya books and stories PDF | ઋણાનુબંધ ભાગ ૧

Featured Books
Categories
Share

ઋણાનુબંધ ભાગ ૧

“સમય સાથે ...બધું ભુલાઈ જશે..”
વર્ષોથી આ વાક્ય ટેપ રેકોર્ડર ની જેમ માહી ના મનમાં વાગ્યા કરતુ હતું.૨ વર્ષ થઈ ગયાં હતા....પણ હજી માહી ને એ નઈ સમજાતું હતું કે ભૂલવું તો કોને ...??
સમય ને...? કે એ સમય ને યાદ બનાવનાર વ્યક્તિ ને...!???

જો એ સમય ને ભૂલવાની વાત આવે તો વળી નવો પ્રશ્ન ઊભો જ છે...કયો સમય ભૂલું....!?
એની સાથે વિતાવેલા એ પ્રણય ના સોનેરી દિવસો ને ભૂલું..?
પ્રેમ થી મહેકતી વાતો ની એ સુગંધ ને ભૂલું..?
કે એક બીજાને ક્યારેય ન ભૂલવના વચનો આપ્યા હતા એ ભૂલી જાય..!!!?

કે એના પછી નો સમય ભૂલું....?

કે જેમાં કચડ્યો એક વિશ્વાસ..બંધ પડ્યું લાગણી થી ધબકતું હ્રદય..અંધકાર આવ્યો એ સ્વપ્નો સજાવતી આંખો માં....અને હારી ચૂકેલો પ્રેમ...

માહી આ જ બધું પોતાને પૂછયા કરતી...

કારણ કે પ્રેમ માં એણે સારો અને ખરાબ બંને સમય જોયેલો હતો....
પરંતુ અંતે એણે આ રીતે પ્રેમ થી છૂટું પડવું પડશે એ વિચાર્યું ન હતું....
વાત તો લગ્ન સુધી પહોંચી ગઈ હતી....પ્રેમ ની મમ્મી એ તો શગુન માં સોના નું સરસ એવી ડીઝાઇન વાળું કળુ પણ પહેરાવી દીધું હતું.....
આટલા સ્વપ્નો જોયા પછી એ વ્યક્તિ ને ભૂલી જવાની વાત આવે તો જાણે જીવતા જાગતા શરીર ને શ્વાસ વગર રહેવાનો શ્રાપ ના મળી ગયો હોય....એવો જ અનુભવ થાય ને...

માહી પોતાના મન માં જોર જોરથી ચિલ્લાઈ ને આ પ્રશ્ન પોતાની જાત ને જ પૂછયા કરતી....
કોને ભૂલું...?
સમય ને કે વ્યક્તિ ને..?
માહી આ જ બધા વિચારોના વમળમાં ઘેરાયેલી હતી અને અચાનક એનાં ડ્રાઈવરે જોરથી બ્રેક મારી...
માહી ને પણ જોરદાર ધક્કો લાગે છે અને આગળ તરફ ધકેલાઈ જાય છે...સાથે સાથે જાણે ભૂતકાળ ના તોફાન માંથી બહાર આવી અને ભાન મા આવી એવું લાગ્યું....
પરંતુ ભૂતકાળ ના પ્રશ્નો તો હજી ત્યાં ના ત્યાં જ છે....
પરંતુ અત્યારે આ શું થયું..?

માહી એ ડ્રાઈવર ને પૂછ્યું,”શું થયું અમિતભાઈ...? આગળ અકસ્માત થયો હોય તેમ લાગે છે....”
“હા મેડમ, પરંતુ ભીડ વધારે છે..કશું જોઈ શકાતું નથી...” ડ્રાઈવર એ જવાબ આપતા કહ્યું.
માહી ઝડપથી કાર માંથી ઉતરે છે અને જોય છે કે લોકો બસ તમાશો જોવા ઊભા હતા...ભીડ ની વચ્ચે એક સ્ત્રી બેભાન અને લોહીલુહાણ અવસ્થા માં ની:સહાય બનીને પડી હતી....
આ જોઈ ને માહી ને ખૂબ ગુસ્સો આવ્યો અને એના ડ્રાયવરને ઝડપથી બૂમ પાડે છે અને એ અકસમાતગ્રસ્ત સ્ત્રી ની નજીક જાય છે.
“જલ્દી કરો...આમને આપડી કાર મા લઇ લો અને હોસ્પિટલ ચાલો,જલ્દી...”માહી એના ડ્રાઈવર ને કહે છે.
“પરંતુ, મેડમતમારી આટલી જરૂરી મિટિગ...?
ડ્રાઈવર પ્રશ્ન પૂર્ણ કરે એ પહેલાં જ માહી જવાબ આપે છે,”હાલમાં આ વ્યક્તિ ના જીવથી વધે કશું જ જરૂરી નથી...બાકીના લોકો તો માત્ર અહીં તમાશો જોવા બેઠા છે....”માહી લોકોના ટોળા તરફ જોઈ ને ગુસ્સા થી બોલે છે....
ડ્રાઈવર ફાટફાટ એ અકસ્માતગ્રસ્ત સ્ત્રી ને ઉઠાવે છે,માહી ત્યાં રસ્તા પર પડેલું એનું પર્સ ઉઠાવે છે અને જલ્દીથી હોસ્પિટલ તરફ જવા રવાના થાય છે.
બેક સીટ પર માહી એ સ્ત્રી ન માથું પોતાના ખોળામાં લઈને બેસે છે અને મનોમન ઈશ્વર ને પર્થના કરતી જાય છે કે આમને બચાવી લેજો.
તેઓ જલ્દી થી હોસ્પિટલ પહોંચે છે અને હવે ત્યાં દર્દી નું નામ પૂછવામાં આવે છે.
તે માટે માહી પેલી સ્ત્રી ના પર્સ મા કંઇક શોધે છે કે જેથી એમનો આઈ ડી કાર્ડ કે કંઇક મળી જાય કે જેનાથી એ વ્યક્તિ ની ઓળખ થઈ શકે.....
માહી જલ્દી જલ્દી એના પર્સ મા શોધે છે અને એના હાથ માં મોબાઈલ આવે છે...માહી મોબાઈલ ને અનલૉક કરવાનો પ્રયત્ન કરે છે....અને એટલામાં જ....
એ સ્ત્રી નાં સ્ક્રીનલોક ઉપર મુકેલ ફોટો જોઈ ને મહિને જરબરજસ્ત ધ્રાસકો લાગ્યો......!!!
એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ???

(પ્રિય વાંચક મિત્રો,
આગળ ની વાર્તા ભાગ ૨ માં પ્રકાશિત કરવામાં આવશે
ભાગ ૧ વાંચી આપના અમૂલ્ય મંતવ્યો અને સૂચનો અવશ્ય જણાવશો.....
Thank you
-MEGHA ACHARYA