આજે જયદીપ ખૂશ હતો.... માં મળવા આવવાની હતી..
જયદીપની ઉમર લગભગ 15 વર્ષની આજુબાજુ ખરી.
માનવ મંદિર માં હું પી. ટી. સી. કરતો એ વખતની સત્યઘટના છે.
નાગજીભાઈ દેસાઈ ઉતમ સાહિત્યકાર હતા! સાથે ઉતમ સમાજનું નિર્માણ કરતા હતા
.
આજે હયાત નથી.
પણ અનાથ બાળકોની માતા કહો તો ચાલે.
હું ત્યાં પી. ટી. સી.કરતો.
હૈદ્રાબાદનો એક બાળક કાયમ સવારે મને એની મમ્મી જોડે વાત કરવા કહે.
હવે એને કોઈ બીજી વાત સુઝે નહીં.
એની મમ્મીની ઉમર કદાચ 28 થી 32હશે એવું હું માનુ છું.
જયદીપ અમારા જોડે કાયમ શીખવા આવે, અમે પણ દાખલા,અંગ્રેજી વ્યાકરણ વગેરે શીખવીએ.
સવાર માં આવે દાખલા શીખવા.
શિખીને જતો રહે.
મમ્મીની યાદ આવે એટલે કહે.-
મમ્મી જોડે વાત કરવી છે.
પણ એની મમ્મી કોણ એ મને ખબર નહીં,અને તેની પાસે નંબર પણ નહી.એટલે વાત થતી નહીં.
વાત જાણે એમ હતી કે એના પપ્પા કંપનીમાં સુપરવાઇઝર હતા.
મમ્મી સાથે લવ મેરેજ કરેલા એટલે કુટુંબ માં સ્વીકાર થયો નહીં.
ને એ પછી જયદીપનો જન્મ થયો, એમને હરખ માતો નહોતો.
સુખેથી દીવસો પસાર થતા.
પરંતુ એ કાળીરાતે એમના પર આભ તૂટી પડ્યું.
જયદીપના પપ્પાનો ટ્રક સાથે અકસ્માત થયો.!!
બન્ને માં-દીકરો નોંધારા થઇ ગયા.
જયદીપની ઉમર પણ એ વખતે ત્રણ વર્ષની હતી.
હવે ગુજારો કરવા માટે કારખાનામાં કામ કરવાની
નોબત આવી ગઈ.
એકાદ વર્ષ વીત્યા પછી પણ મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નહોતી.
ત્યાં જયદીપ ની મમ્મી નિશાના જીવન માં બીજા પુરૂષ તરીકે મનોહર નથી એન્ટ્રી થઈ.
મનોહર મિલમાં જોબરનું કામ કરતો.
નિશા અને જયદીપને આશરો મળ્યો.
પણ મનોહર નિશાને બાળક આંગળિયાત નહીં લાવવાની શરતે લગ્ન કરવાની હા પાડી.
નિશા પ્રેમમાં આંધળી બની ગઈ હતી.
પોતાના વહાલસોયા દીકરાને નાગજીભાઈ દેસાઈની સંસ્થામાં મૂકી આવી.
અહીંયા મમ્મીની યાદ આવતા જયદીપ બેચેન થઇ જતો, ઊંધતો નહીં, તાવ આવી જતો, રડ્યા કરતો, નાગજીભાઈ અને શાંતાબેને એનો ઉછેર કર્યો.
અમને એની ખબર હતી પણ જયદીપને દુઃખ ન થાય એટલે એની મમ્મીની વિરુદ્ધમાં કાંઇ બોલતા નહીં.
એક દીવસ જયદીપઅચાનક આવ્યો ને કહે સાહેબ એક વાત કહું?
મે આશ્ચર્ય થી કહયું બોલ!
મને કહે મારી મમ્મી નો ફોન આવ્યો હતો.
એ મને કાલે મળવા આવે છે.
આવા અણધારા ધડાકા માટે હું તૈયાર ના હતો..
મારા પગ ધરતી સાથે જડાઈ ગયા!!
શું કહેવું એ સુઝ્યું નહીં .
મને એમ કે તાઈએ (શાંતાબેન દેસાઈ) એને ખાલી મનાવવા માટે આવું કહ્યું હશે.
બીજા દિવસે અમે હજું ઉઠ્યા પણ નહોતા ને જયદીપ વહેલા આવી ગયો હતો..
મને કે સાહેબ વેલા ઉઠતા હોવ તો?
મારી મમ્મી આવે છે જલ્દીથી ભણવાનું પૂરૂ કરો.
હું ફિક્કું હસ્યો, મે કહ્યું હા ભાઈ હાલ શીખવાડું.
હું સાંજે આવ્યો ત્યારે જયદીપ મારી રાહ જોઈને બેઠો હતો.
દોડીને ભેટી પડ્યો મને,પણ હું હજું અપરિપકવ હતો,. કેમકે મારી ને જયદીપની ઉમર માં 3 વર્ષનોજ ગાળો હતો.
હું મૂંઝાઈ ગયો હતો.
તે રડતો હતો..!!
હરખનાં આંસુ એની આંખમાં હતા.
મને કહે ચાલો મારી મમ્મી સાથે મળવા.
હું ભાંગેલા હૈયે મળવા ગયો, કોણ જાણે શું થશે?
હું શું બોલું?
એમને ઠપકો આપવો કે નહીં?
અહીંયા શું લેવા આવી હશે? શું દાટ્યું છે અહીં?
હું ત્યાં ગયો તેની મમ્મીને જોઈ.
નાજુક, નમણી, આંખોમાં વસી જાય જોતા વેંત!!
પરંતુ હું ફકત એના હ્રદયનાં ભાવ વાંચવા આવ્યો હતો..
ખંધાઈ એ લબાડ માણસોનું લક્ષણ છે, તે ખંધાપણુ પણ ભરપુર દેખાયું.
થોડી વાતચીત કરી હું મારા રૂમમાં આવી ગયો.
જયદીપ આવ્યો, મને કહે સાહેબ હું કાલે મારા વતનમાં જવાનો છું.
તમે મને બહુ યાદ આવશો.
મેં કહ્યું કેવું વતન? દાદા પાસે જવાનો છો?
મને કહે ના મમ્મી સાથે.
મમ્મીને ટી.બી થયો છે
મારા સાવકો પપ્પાએ એને કાઢી મૂકી છે.
હું મમ્મીને સાચવીશ,કામ કરીશ.
મેં કહ્યું મમ્મી?કેવી મમ્મી?
તુ નાનો હતો તોય તને તરછોડી રંગરેલીયા કરવા ચાલી ગઇ એને તુ મમ્મી કહે છે?
જ્યારે માંની જરૂર હતી ત્યારે એ માં તને તરછોડી જતી રહી.
ત્યારે દીકરો ક્યાં હતો?
મૂકી ગઈ તને ઠોકર ખાવા!!!!
મને કહે સાહેબ એની મજબૂરી હશે.
એકલી કેમ રહે એ સુખી તો હું સુખી!!
તમારે મમ્મી ને પપ્પા બેય છે એટલે તમને શું ખબર કે એમના વગર કેવી વખતે છે?
એની જરૂરત વખતે હું તેની સાથે ન રહી તો દીકરા પર લાંછન લાગે...
મને એનો નંબર આપી, પોતાનું ભણતર બગાડી,
કળિયુગનો શ્રવણ ચાલી નિકળ્યો
આંખમાં એક આત્મવિશ્વાસ સાથે એણે ગુડબાય કહ્યુ...
એક દીકરાની અંદર માત્રુત્વ હું જોઈ રહ્યો...
સત્યઘટના માં નામ ફેરવ્યા છે...
મારી નવલિકા
'પાનખરના પર્ણો'માથી