સમયની એક સારી બાબત એ છે કે એ ચાલ્યા કરે છે. ક્યારેય કોઈના માટે થોભતો નથી.
ઘણા લોકો પણ સમય સાથે ચાલવાનું પસંદ કરે છે.
નવીન પણ એમાંનોજ એક વ્યક્તિ હતો.
સમયસર 6 વાગે ઉઠી જવાનુ, ઉઠીને તરત રોજિન્દી ક્રિયા પતાવી કસરત કરવાની ને પછી ન્હાવાનું. 9 વાગે ઑફિસ જવાનુ ને 6 વાગે ઘરે આવી જવાનું.
ક્યારેક એવું લાગે ઘડિયાળ જાણે નવીન મુજબ ચાલતી હોય!
ઘરમાં મમ્મી અને પત્નિ હતા પપ્પાંના સ્વર્ગવાસને 10 વરસ થઈ ગયાં.નાનુ કુટુંબ એટલે સુખી જ હતા.
નવીન પાસે બધું હતુ ઘર પૈસા કુટુંબ,પણ એક વસ્તુ છે કે જે નવીન કયારેય ભૂલ્યો નથી.
ઘરની જવાબદારી નાની ઉંમરમાં ઉઠાવી લીધી એટલે પોતાની ઇચ્છાઓ ક્યાં ખોવાઈ ગઈ ખબર જ ના પડી.
પોતે એમબીએ કરીને પ્રાઈવેટ કંપનીમાં મૅનેજર બની ગયો હતો. પત્નિ પણ ટીચર હતી એટલે બંને વ્યસ્ત રહેતા પોતાના કામમાં.
ક્યારેક રજાના દિવસે બધા ફરવા જાય.પોતાની મરજીનુ હવે ક્યાં કશું કરવા મળતું હતુ.
એક દિવસ આવી જ રીતે બહાર ગયા હતા એક ગાર્ડનમાં અને ત્યા ડાન્સ પ્રોગ્રામ ચાલતો હતો.
નવીન તરત જ રોકાઈ ગયો અને ડાન્સ જોવા લાગ્યો.
થોડીવાર માં જાણે જુના દિવસોમાં પાછો ફરી ગયો.
સ્કૂલ ટાઈમથી જ નવીનને ડાન્સમાં ભારે રુચિ હતી.
સ્કૂલમાં કાયમ એજ પહેલાં નંબર પર આવતો.
12માં પછી એમબીએમાં એડમિશન મળી ગયુ. છ મહિના પછી પપ્પા લાંબી બિમારીમાં મુત્યુ પામ્યા.
હવે ઘરની જવાબદારી નવીનના માથે હતી.
પપ્પા સરકારી કારકુન અટલે પેન્શન મળતું પણ ઘર ચાલે બસ.ભણવા માટે કઈક કરવુ પડે.
મમ્મીનો આગ્રહ હતો એટલે નવીને ભણવાનું ચાલુ રાખ્યું.
પાર્ટ ટાઈમ કોઇ કંપનીમાં નોકરી કરવા લાગ્યો.
ભણવામાં હોશિયાર હતો એટલે સારી રીતે ફર્સ્ટક્લાસ પાસ થઈ ગયો અને મોટી કંપનીમાં નોકરી મળી ગઈ.
પોતાના શોખ અધુરા રહિ ગયા.
પોતે ડાન્સ તો સાવ મુકી દીધો પપ્પા ના ગયાં પછી.
મિત્રો સાથે બાર ફરવા જવુ, પાર્ટી કરવી , ગર્લફ્રેન્ડ બનાવવી. આ બધું તો કયારેય ધ્યાનમાં જ ના આવ્યુ.
એક હતાસ મન હતુ જે આ બધું કરતા નવીનને રોક્તુ.
એક દિવસની વાત છે એમબીએ બીજા વર્ષમાં નવીનના ક્લાસમાં સાથે ભણતી કવિતા પગથીયા પરથી લપસી ને પાછળ આવતા નવીને એને બચાવી લીધી.
કવિતા પ્રેમથી થૅન્ક યુ બોલી પણ નવીન તો એની ધૂનમાં જતો રહ્યો.
જે તક મેળવવા ઘણા લોકો રાહ જોતા હોય છે ઍ તક આજે અમથી જ જવા દીધી.
નવીન સ્વભાવ નો ભોળો અને મહેનતુ છોકરો હતો પહેલેથી, પપ્પાના ગયાં પછી મક્કમ અને મજબુત પણ બની ગયો હતો.
રોજ કોલેજમાં કવિતા નવીનનુ ધ્યાન રાખવા લાગી.ક્યારેક નવીન માટે કઈક નાસ્તો લઈ આવતી પણ બીજા સાથે મોકલાવી દેતી. કોઇ વાર નોટસ લખવા નવીન પાસેથી બુક લઈ જતી.નવીન કયારેય વધાર વાત ન'તો કરતો પણ ઍ પણ કવિતાની મદદ કરતો ખબર ના પડે એમ.
નવીન ની સરળતા એને સૌથી અલગ કરતી હતી.
એક વરસ આમ જ નિકળી ગયુ પણ નવીને કવિતા સાથે કયારેય વાત પણ ના કરી.છોકરી સામેથી બધું કહે એવું તો બવ ઓછુ બને, છતા કોલેજ પતવા ને એકાદ મહિનો બાકી હશે ને કવિતા એ હિમ્મત કરીને નવીનને કેન્ટીનમાં બોલાવ્યો.
નવીન ગયો પણ ખરો કદાચ કવિતા એને પણ ગમતી હતી પણ કયારેય એને પહેલ ના કરી.
કવિતા ને નવિન સામ સામે બેઠા.થોડીવારના મૌન પછી કવિતા બોલી 'નવીન તું કેમ કાઈ બોલતો નથી, હું તને રોજ મળવા વાત કરવા મથુ છુ. કદાચ હું તને ચાહુ છુ નવીન.
નવીન બે ઘડી જોતો રહિ ગયો ઍ માસુમ ચહેરો સુંદર આંખો ને કોમળ હોઠ. નવીન કાઈ બોલ ને કવિતા એ ફરી ટકોર કરી.
પ્રેમ માટે પણ સમય ના હોય કોઇ પાસે?
આજે હા કે ના નો જવાબ આપ નવીન પ્લીઝ!
નવીન કાઈ બોલવા સક્ષમ ન હતો કારણ શુ હતુ ઍ રાઝ હતું. કવિતા ફરી બોલી શુ તકલીફ છે ? ને નવીન ઉભો થઈને ચાલવા લાગ્યો . કવિતા ઍ રડતા રડતા કીધું તું જતો રહીસ તો હું સમજિસ હું તારા માટે લાયક નથી. નવીન તોય ઉભો ના રહ્યો.કવિતા એકીટશે રડતી એને જોતી રહી....
હવે શુ થશે આગળ જાણવા બીજુ પ્રકરણ જોતા રહો.આભાર આપ સૌનો...