ek vrun in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | એક ઋણ

Featured Books
Categories
Share

એક ઋણ

ઓફિસ થી મિથુન ઘરે આવી ગયો હતો. બહાર વાતાવરણ ખરાબ હતું. પત્ની રસોઈ બનાવી ને ગઈ હતી દસ વાગ્યા તા જમીને મિથુન સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યો હતો ત્યાં અચાનક તેની એલર્જી થઈ ગઈ. તેમની પત્ની પિયર ગઈ હતી. દર વખતે તેની પત્ની જ આપતી હતી. મિથુન ને દવા ક્યાં પડી છે તેની પણ ખબર ન હતી. તે દવા લેવા રૂમમાં જાતે ગયો. દવા ઘણી શોધી પણ મળી નહિ આખરે એક દવા નું બોક્સ મળ્યું જોયું તો તેમાં દવા પૂરી થઈ ગઈ હતી.

દવા લીધા વગર તેની એલર્જી મટે તેમ હતી. બહાર જોયું તો હળવો વરસાદ પડી રહ્યો હતો. મેડિકલ બહુ દૂર ન હતી પણ ચાલીને જવું હિતાવહ ન લાગ્યું એટલે બહાર નીકળી તેણે રિક્ષા લેવાનું ઉચિત લાગ્યું.

બહાર નીકળી ને જોયું તો ભારે વરસાદ પડી રહ્યો હતું, કોઈ ત્યાં નજર પણ આવતું ન હતું તેને રોડ પર કોઈ રિક્ષા આવતી દેખાય નહીં તે રિક્ષા ની રાહ જોવા લાગ્યો, ઘણો સમય થયો પણ કોઈ રિક્ષા ત્યાં થી પસાર થઈ નહિ એટલે તેની નજર એક મકાન બંધાતું તું ત્યાં પડી, જોયું તો ત્યાં એક રિક્ષા ઊભી હતી. તે ત્યાં એક છત નીચે નમાઝ અદા કરી રહ્યો હતો અને દુઆ કરી રહ્યો હતો.

મિથુન તે રિક્ષા વાળાને સાદ કર્યો, "અરે ઓ રિક્ષા વાળા ભાઈ અહી આવો" મિથુન નો સાદ સાંભળ્યો એટલે તે રિક્ષા વાળો રિક્ષા લઈ ને આવ્યો ને મિથુન તેમાં બેસી ગયો. મિથુન જોયું તો રિક્ષા વાળો ઘણો બીમાર લાગી રહ્યો હતો. તેની આંખમાં આસુ આવી ગયા હતા. મિથુન તેને પૂછ્યું અરે ભાઈ શું થયું છે તમે કેમ રડો છો.? તમારી તબિયત તો સારી છેને.?

એક નિરાશ ચહેરા થી રિક્ષા વાળાએ કહ્યું વરસાદ ને કારણે મને ત્રણ દિવસ થી કોઈ ભાડું નથી મળ્યું તેને કારણે હું જમ્યો પણ નથી અને ભૂખ ને કારણે મારું શરીર તૂટે છે. અશક્તિ પણ આવી ગઈ છે, એટલે અલ્લાહ ને દુઆ કરી રહ્યો હતો કોઈ પેસેનજર મળી જાય તો પૈસા આવે જેથી હું ભોજન લઈ શકું.

રિક્ષા થોડે દૂર ચાલી એટલે મેડિકલ આવી, મિથુન દવા લેવા નીચે ઉતરી ગયો અને રિક્ષા વાળા ને કહ્યું ભાઈ અહી ઊભો રહેજે.

મિથુન વિચારવા લાગ્યો ભગવાન ને આની મદદ માટે તો મોકલ્યો નથી ને મને. જો એલર્જી થોડી વાર પહેલા થઈ હોત્ત તો અને દવા ઘરે પૂરી ન થઈ હોત તો હું ઘરે હોત. તો રાત્રે બહાર જવાની જરૂર પણ ન પડેત.

દવા લઈ મિથુન રિક્ષા માં બેસી ગયો ને વિચાર કર્યો રસ્તા માં કોઈ હોટલ કે નાસ્તાની દુકાન આવે તો ઊભી રખાવિશ.

રસ્તામાં નાસ્તાની દુકાન આવી રિક્ષા ઊભી રાખી એટલે મિથુન નીચે ઉતરી બે વડાપાવ અને બે ચમોચા લઈ ફરી રિક્ષા માં બેસી ગયો.

મિથુન ને ઘર પાસે રિક્ષા પહોંચી એટલે મિથુન નીચે ઉતરી તેને પચાસ રૂપિયા આપ્યા ને નાસ્તો આપ્યો. અને કમજોરી ની તેના માટે લીધેલી દવા પણ આપી

રડતો રડતો રિક્ષા વાળો બોલ્યો મે તો અલાહ પાસે એક ભાડું માંગ્યું હતું ને અલાહ એ તો મને ભાડું સાથે જમવાનું અને દવા પણ આપી. આજે અલાહ એ મારી દુઆ સાંભળી.

ભાઈ તને અલાહ બરકત આપે અને સલામત રાખે .
મિથુન સમજી ગયો ભગવાને જ મને આની મદદ માટે કહ્યું હસે તો જ આત્યરે આવું બન્યું.

જીત ગજ્જર