નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની રીના ને મારી નાખે છે હવે હેત ને મારવા જાય છે હેત એની માફી માંગે છે પણ મોહિની નય માનતી એટલે હેત અજય ને વિનંતિ કરે છે અજય પણ એની મદદ કરવાની ના પાડે છે હવે જોઈએ આગળ. . . .
મોહિની : જોયુ હેત પાપ કરવાવાળા ને કોઈ પણ સાથ નય આપતુ હવે તુ નય બચે મારાથી.
હેત ભાગે છે ગબડતો પછડાતો બંગલા ની બહાર નીકળે છે મોહિની પણ એની પાછળ જ હોય છે. હેત ભાગતો ભાગતો એક મંદિર પાસે પહોંચી જાય છે, અને મંદિર મા જતો રહે છે. મોહિની એક રુહ હોવા થી મંદિર મા જઈ ના શકી એ બહાર જ થોડે દૂર રોકાઈ ગઈ.
હેત : આવ હવે કેમ રોકાઈ ગઈ હવે તુ મારુ કશુ નય બગાડી શકે મોહિની.
મોહિની : ક્યા સુધી તુ અહી રહીશ બહાર આવીશ તો ખરો ને ? હુ અહી જ તારી રાહ જોઈશ જોઉ છુ ક્યા સુધી તુ અંદર ભરાઈ રહે છે.
હેત : હુ અહી જ રહીશ તારા થી જે થાય એ કરી લે.
મોહિની : હુ પણ અહી જ રહીશ જોઉ છુ ક્યા સુધી તુ ભુખ્યો તરસ્યો અંદર ભરાઈ રહે છે.
મોહિની ની વાત સાંભળી હેત મુંઝાય છે, કે હવે શુ કરવુ અહી તો મોહિની આવી નય શકે અને મારા થી બહાર જવાય નય ખાધા પીધા વગર તો હુ આમ ભૂખ્યો જ મરી જઈશ. અજય, રનજીતસિંગ અને ધરા પણ ત્યા આવી પહોંચે છે.
ધરા : શુ થયુ મોહિની હેત ક્યા છે?
મોહિની : એ ત્યા અંદર મંદિર મા ભરાયો છુ હુ મંદિર મા જઈ નય શકતી પણ જોઉ છુ ક્યા સુધી એ બહાર નય આવતો.
ધરા : હુ કંઈ કરી ને એને બહાર લાવુ છુ.
અજય : તુ ઊભી રહે ધરા હુ કંઈ કરુ છુ.
રનજીતસિંગ : ના તમે કોઈ ના જશો હુ જઉ છુ કેમ કે હેત કંઈ પણ નુકશાન કરી શકે છે તમને લોકો ને હુ સંભાળી લઈશ બધુ આપ અહી જ રહો બધા.
રનજીતસિંગ મંદિર બાજુ જાય છે એમને આવતા જોઈ હેત બંદૂક લઈ ને ઊભો થઈ જાય છે. એમની સામે બંદૂક તાકી ને ઊભો રહે છે.
હેત : અંદર ના આવતા નય તો ગોળી મારી દઈશ.
રનજીતસિંગ : હેત શાંતિ રાખ તુ બહાર આવી જા હુ તને કંઈ નય થવા દઉ.
હેત : ના નય આવુ હુ બહાર આવીશ તો મોહિની મને મારી નાંખશે અને તમે કોઈ ચાલાકી ના કરતા નય તો ગોળી એ વિંધાઈ જશો.
રનજીતસિંગ : હેત તુ સમર્પણ કરી દે પોલિસ ને હુ તને કંઈ નય થવા દઉ મારો વિશ્વાસ કર. ( રનજીતસિંગ આગળ વધે છે. )
હેત : આગળ ના વધો હુ ગોળી મારી દઈશ, રોકાઈ જાવ મને મજબૂર ના કરો. ( પણ રનજીતસિંગ રોકાતા નથી હેત ગુસ્સા મા એમના બાવડા પર ગોળી મારી દે છે. રનજીતસિંગ નીચે પડી જાય છે. )
ગોળી વાગવાથી અજય, ધરા અને મોહિની ત્યા આવી પહોંચે છે, અજય ધરા અને મોહિની ને ત્યા ઊભા રહેવાનુ કહી ને મંદિર ની પાછળ થી જઈ હેત ને પકડી લાવવા કહે છે અજય પાછળ ની તરફ જાય છે.
ધરા : મોહિની કઈ કર આમને ગોળી વાગી છે આમણે આપણો બોવ સાથ આપ્યો છે અને આપણા લીધે એમને ગોળી વાગી ગઈ છે.
મોહિની : હા તારી વાત સાચી છે બહેન હુ કંઈ કરુ છુ .
મોહિની એની શક્તિ થી રનજીતસિંગ ને સારા કરવાની કોશિશ કરે છે. આ બાજુ અજય ધીરે રહીને પાછળ ના ભાગે થી મંદિર મા આવે છે , એ ધરા અને મોહિની ને જોવે છે એમનુ ધ્યાન રનજીતસિંગ મા હોય છે એટલે ધીમે રહી ને હેત ની પાછળ આવી ને મોઢુ દબાવી દે છે અને બંદૂક લઈ લેય છે અને હેત ને પાછળ ના ભાગ મા લઈ જાય છે.
અજય : બેટા તુ ભાગ અહી થી હુ બધુ સંભાળી લઈશ. ( અજય ની વાત સાંભળી હેત ને નવાઈ લાગે છે. )
હેત : પણ તમે તો એમ કહેતા હતા કે તારા જેવી ઔલાદ હોવા કરતા બેઔલાદ હોવુ સારુ.
અજય : એ બધુ હુ તને પછી સમજાવીશ તુ હમણા ભાગ.
હેત ભાગી જાય છે , અજય છુપાઈ ને ધરા અને મોહિની ને જોવે છે. રનજીતસિંગ ને મોહિની સાજા કરી દે ઼છે. રનજીતસિંગ ઊભા થઈ ને અજય નુ પુછે છે, ધરા કહે છે કે એ મંદિર મા ગયા છે હેત ને પકડવા તરત જ એ મંદિર મા જાય છે રનજીતસિંગ ને જોઈ ને અજય બંદૂક સંતાડી દેય છે અને જાણી જોઈ ને દિવાલ મા માથુ ભટકાવે છે અજય ને માથા મા થોડુ વાગે છે પછી એ બેભાન થવાનુ નાટક કરે છે અને નીચે સુઈ જાય છે. રનજીતસિંગ અંદર આવે છે અજય ને બેભાન જોઈ આજુ બાજુ જોવે છે હેત ક્યાય દેખાતો નથી એટલે એ અજય ને ઊંચકી ને બહાર લાવે છે.
ધરા : શુ થયુ ભાઈ ને.
રનજીતસિંગ : બેભાન થઈ ગયા છે. કઈ નથી થયુ .
ધરા અજય ને હલાવી ને ઊઠાડવા ની કોશિશ કરે છે થોડીવાર પછી અજય આંખો ખોલે છે.
ધરા : ભાઈ શુ થયુ તમને ?
અજય : હુ હેત ને પકડવા ગયો હતો પણ અમારા વચ્ચે ઝપાઝપી થઈ અને એ મને દિવાલ સાથે અથાડી નાસી ગયો. મોહિની મને માફ કરી દે હુ હેત ને પકડી ના શક્યો.
મોહિની : ભાગી ને જશે ક્યા હુ એને શોધી લઈશ એ મારા થી નય બચી શકે.
ધરા : પણ બહેન તુ ક્યા સુધી આમ પ્રેતયોનિ મા ભટક્યા કરીશ તારો બદલો પુરો થઈ ગયો જેણે તમારા લોકો ની હત્યા કરી એને તો તે મારી નાંખી.
મોહિની : પણ એ બધા મા સાથ આપનારો હેત હજી જીવે છે અને હુ એને નય છોડુ.
રનજીતસિંગ : મોહિનીજી હુ આપનુ દુખ સમજી શકુ છુ. પણ જોવા જઈએ તો હેત નો અપરાધ એટલો બધો, નથી કે એને મોત મળે, જેણે અપરાધ કર્યો એ તો ના બચી. પણ કાનુની રીતે હેત ને સજા કાનુન આપશે. આપ મારા પર વિશ્વાસ રાખો હુ હેત ને શોધી ને એને સજા અપાવીશ.
અજય : હા મોહિની રનજીતસિંગ ની વાત સાચી છે હેત હત્યારો નથી હા ગુનેગાર જરુર છે. રનજીતસિંગ ની વાત માની લે .
ધરા : હા બહેન માની જા હુ પણ આ લોકો ની વાત થી સહેમત છુ મારુ તો માન.
મોહિની વિચાર કર્યા પછી વાત માની લેય છે .
મોહિની : પણ ધરા તુ એ પણ જાણે છે ને કે મને મારા મા બાપ નો બદલો અને મોહિત નો પ્રેમ જ રુહ બનવા પર મજબૂર કરી છે એટલે મોહિત ને હુ મારી સાથે લઈ જઈશ.
અજય : તો ધરા શુ કરશે મોહિની , તુ એને બહેન માને છે એની બાજુ તો જો?
ધરા : ના ભાઈ મોહિની એ મને બધુ જ કહ્યુ છે એટલે હુ મોહિની ને નય રોકુ પણ મોહિની મારી એક વાત તો માનીશ ને
મોહિની : હા બહેન તુ બોલ તો ખરી?
ધરા : તુ ભલે મોહિત ને લઈ જતી પણ હુ પણ મોહિત ને પ્રેમ કરુ છુ અને અમારા લગ્ન પછી અમે સાથે બોવ રહ્યા નથી તો મારા લીધે થોડો સમય મોહિત ને મારી સાથે રહેવા દે, પછી તુ ભલે મોહિત ને લઈ જા.
મોહિની : ઠીક છે તુ મારી બહેન છે એટલે તારી આ વાત હુ માનુ છુ હુ ૧ મહિના પછી મોહિત ને લેવા આવીશ. પછી હુ તારુ કશુય નય સાંભળુ.
ધરા : ભલે બહેન તારો આભાર કે તે મારી વાત માની.
મોહિની : ઠીક છે હમણા તો હુ જાઉ છુ મારી દુનિયા મા પણ મારા પ્રેમ ને લેવા હુ પાછી આવીશ.
મોહિની જતી રહે છે. અજય, રનજીતસિંગ અને ધરા એમના ઘરે આવવા નીકળે છે. ઘરે પહોંચે છે ત્યારે મોહિત બહારગામ થી આવી ગયો હોય છે. ધરા અને અજય ને જોઈ ને મોહિત ખુશ થાય છે.
ક્રમશ:. . . . . . . . . . . . . . . . . . . . . . . .