ક્રિષ્ના, રાધા પ્રત્યે નો પ્રેમ નો વિશ્વાસ જીતી ગયો, અને રાધા એ પણ પ્રેમ ને હા કહી જ દીધુ કે તે પણ તેને ચાહે છે. હવે આપણે આગળ જોઇએ ..
હવે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને રાધા અને ક્રિષ્ના પણ એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા,સમય ની સાથે જ તેમનો પ્રેમ પણ રંગે ચડવા લાગ્યો.
એટલા માં 14 February એટલે કે પ્રેમ નો દિવસ નજીક મા જ હતો. વળી કોલેજ, એટલે આ બધા પ્રેમીઆે ચોકલેટ દિવસ, હગ દિવસ, રોઝ દિવસ...બધા જ દિવસો મનાવા લાગ્યા, તો ક્રિષ્ના અને રાધા ને પણ આ પહેલો વેલેન્ટાઈન ડે હતો, એ પહેલા ના દિવસો તો મનાવે જ ને. તો પ્રથમ રોઝ ડે હતો, તો ક્રિષ્ના એ રાધા ને રોઝ આપીને પ્રપોસ કરી અને રાધા ને પણ કહ્યું કે પ્રપોસ કરે પણ રાધા શરમીલી હતી તેથી બધા સામે ના પાડી તો ક્રિષ્ના ને ખુબ જ ગુસ્સો આવ્યો તે ત્યાથી જતો રહ્યો
પછી તો શું હતું ક્રિષ્ના એ ગુસ્સામાં રાધા જોડે વાત કરવાની બંધ કરી નાખી...
રાધા તો ફોન ઉપર ફોન કરે પણ.. ક્રિષ્ના કટ જ કરે.
કેટલા મેસેજ કર્યો પણ રિપ્લાય જ નહી,
તો રાધા ખૂબ જ રડવા લાગી. કેમ કે પહેલા કદી ક્રિષ્ના એવું નતું કરયું, રાધા તો હવે શું કરે કેવી રીતે મનાવે ક્રિષ્ના ને, બિચારી રાધા તો દુઃખી દુઃખી થઈ ગઈ તો તેણે પોતાની મિત્ર ને કીધું કે ક્રિષ્ના ને ફોન કરી ને કહે રાધા જોડે વાત કરે તે ખૂબ જ રડે છે તેના માટે, તો વાત કરે. પણ ક્રિષ્ના નો ગુસ્સો પણ ખુબ જ હતો. તે માને તો ને તો પણ તેને રાત્રે રાધા ને મેસેજ કર્યો .
ક્રિષ્ના..બોલ શું છે હવે તારે...
રાધા એ કીધું આટલો બધો ગુસ્સો તમને ખબર નથી પડતી ક્યારની ફોન કરુ છું .
ક્રિષ્ના એ કહ્યુ કે તારે બીજું કહી કેવું છે તો બોલ નહીતો હું જઉ ,હવે મેસેજ કે ફોન ના કરતી બધા સામે ના કીધું મને તો હવે શું કામ છે મારું.,
રાધા એ સમજાવતા કહ્યૂં એવું નથી પણ બધા સામે મને શરમ આવતી હતી, અને રાધા એ ગણું સમજાવ્યું પણ ક્રિષ્ના ન જ સમજ્યો અને ગુસ્સામાં સુઈ ગયો.
રાધા એ વિચાર્યુ કે બીજા દિવસ કોલેજ મા મળી ને મનાઈ લેશે.. બીજા દિવસે રાધા કોલેજ ગઈ અને ક્રિષ્ના ને પણ જોયો પણ હજુ તે ગુસ્સે જ હતો ,પણ પ્રેમ હોય ત્યા ગુસ્સો કેટલો ટકી શકે, રાધા ક્રિષ્ના ને મળી એવી જ ગળે લગાવી રડવા લાગી અને પછીતો ક્રિષ્ના પણ શું કરે તે પણ માની જ ગયો.
કહેવાય છે ને જ્યા ખૂબ જ પ્રેમ હોય ત્યા નોક જોક ભરી લડાઈ તો થાય જ છે. પણ પ્રેમ ની લડાઈમાં મઝા પણ એટલી જ હોય છે. આમ તો બધા જ પ્રેમ ના સંબધ મા છોકરી જ રીસાય છે. પણ અહી અમારો ક્રિષ્ના થોડો વધારે ગુસ્સા વાળો અને નાજુક દિલ વાળો છે.
આમ બંને ના દિવસો વિતવા લાગ્યા, સમય સાથે તેમનો પ્રેમ પણ વધવા લાગ્યો હતો .અને સાથે સાથે પ્રેમની પળો અને ભણતર પર ચાલી રહ્યું હતું
હવે થોડાક જ સમય મા ક્રિષ્ના નો જન્મદિવસ આવવાનો હતો. અને આ રાધા સાથેનો તેનો પ્રથમ જન્મદિવસ હતો, તો રાધા એ ક્રિષ્નાના જન્મદિવસ ખાસ બનાવાનું વિચાર્યુ,અને તેને જન્મદિવસ ના દિવસે ક્રિષ્ના ને સરપ્રાઈઝ આપ્યું. તેને ક્રિષ્ના ને તે દિવસ ગાડૅન મા બોલાયો અને તેને કેક અને સરસ મઝા નું ગિફ્ટ આપ્યું ક્રિષ્ના ખૂબ જ ખૂશ થઇ ગયો કેમકે આ તેનો સૌથી best birthday હતો. અને પછી બધી મઝા માણી બંન્ને પોતાના ઘરે ગયા અને રોજ ની જેમ જ વાત કરી સુઈ ગયા .
હવે તો રોજ એ બંને કોલેજ મા મળતા જ અને પછી જ ઘરે જતા આમ જ દિવસો પસાર થવા લાગ્યા એટલા મા જ રાધા ની મિત્ર કેયા ના લગ્ન નક્કી થયા અને કેયા ક્રિષ્નાની પણ સારી મિત્ર હતી તેથી જોડે રેવાનો તેમને મોકો મળી ગયો અને તેઆો ત્રણ દિવસ ખૂબ જ મઝા કરી અને ફોટા પણ પડાવ્યા અને છેલ્લા દિવસે રાધા અને ક્રિષ્ના વાતો કરવા લાગ્યા.
રાધા...? શું ક્રિષ્ના. આપણા પણ આમ જ લગ્ન થશે, આપણા મમ્મી પપ્પા પણ માની જશેને, હું તારા વગર નહી રહી શકું હવે...
ક્રિષ્ના....રાધા ને શાંત કરતા કહ્યું કે અરે રાધા કેમ નહી થાય! તું શું કામ ચિંતા કરે છે.હું છું ને સારુ જ થશે...
આમ વાત કરતા કરતા 4 વાગે છે બંન્ને છૂટા પડે છે.
આમ સમય ની સાથે હવે ક્રિષ્નાનું છેલ્લું વષૅ પણ કોલેજ નું પુરુ થવામા ખાલી 2 મહિના બાકી હોય છે. અને કોલેજ પછી ક્રિષ્નાને બહાર ભણવા જવાનું હોય છે. તો એક દિવસ રાધા અને ક્રિષ્ના રાત્રે વાત કરતા હોય છે અને અચાનક જ રાધા રડી પડે છે.ક્રિષ્ના પૂછે છે શું થયુ? રાધા.. જવાબ આપતા કહે છે કે તમે તો બહાર જવાના છો.. તો મને ભુલી જ જશો ને, વળી મારાથી સારી મળી જશે તો!
ક્રિષ્ના...અરે રાધા હું ત્યા ભણવા જાઉ છું જેથી તને મારા ઘરે દુલ્હન બનાવી લાવી શકું, તું પણ શું કઈપણ બોલે છે થોડો ક્રિષ્ના રિસાયો છે. પણ રાધા જટ મનાવી લે છે.
અને એટલા મા જ કોલેજના દિવસો પુરા થાય છે. અને ક્રિષ્ના ના છેલ્લા પેપરના દિવસે બંન્ને મળી વાતો કરી અને એક બીજા ને ભેટી છૂટા પડે છે.
અને ટૂંક જ સમય મા ક્રિષ્ના ને બહાર ભણવા જવાનું થાય છે. તો રાધા ક્રિષ્ના ને મળી અને તારુ ધ્યાન રાખજે, ફોન કરજે એવું કહી છૂટા પડે છે .ત્યા જઈ ને
ક્રિષ્ના ભણવામાં લાગી જાય છે. અને રાત્રે તે રાધા જોડે વાત કરતો અને સુઇ જતો આમ ને આમ જ સમય પસાર થવા લાગ્યો અને 2વષૅ વિતી ગયા. અને એક દિવસ જ્યારે રાધા વાત કરતી હતી તો તેના પપ્પા ને ખબર પડી ગઈ તેથી રાધા નો ફોન બંધ કરાવી દીધો. ક્રિષ્ના તો ફોન કરે પણ ફોન બંધ આવતો હતો. હવે ક્રિષ્ના પણ ભણીને આવી જ ગયો હતો તેને પોતાની જાત ને રાધા ના કાબીલ બનાવી લીધી હતી.તેથી તેને રાધાના પપ્પાને સમજાવ્યા અને પહેલા તો તે ન માન્યા પણ જોયું કે ક્રિષ્ના સારો છોકરો છે, લાયક છે. તો તેમને હા પાડી અને અંતે બન્ને લગ્ન થયા
હવે મિત્રો તમને એવું થશે કે આમા કોઈ જુદાઈ નથી દરેક લવ સ્ર્ટોરી માં એવું જ હોય છે પણ અહી રાધા અને ક્રિષ્નાના માતાપિતા એ પોતાના બાળક ની ખુશી જોવે છે. અને તેઓ સમજી ને તેમના લગ્ન કરાવે છે. એવું નથી કે પ્રેમ કરવું ખોટું છે. પણ તેને પામવા પોતાને તેની કાબીલ બનાવું પડે છે. 🤩💕💕😍
Thank you 🙏
Bhagvati jumani 😊