setu - 5 in Gujarati Moral Stories by Shailesh Joshi books and stories PDF | સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 5

Featured Books
Categories
Share

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 5

ભાગ - 5

મીના જે રીતે મને મળીને ગઇ તે વખત નાં એનાં અંદાજ પરથી મને એટલું તો ચોક્કસ સમજાયું કે મીનાને તેનાં પપ્પા ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો. પરંતું મીના, એને પોતાને આટલો ગુસ્સો આવ્યો હોવાં છતાં, એ મને કોઈ પણ ભોગે ગુમાવવા નહીં માગતી હોવાથી તેણે પોતાનો ગુસ્સો દબાવી, પોતાના ઘરે જઈ બિલકુલ આડકતરી રીતે મારા અને એનાં પપ્પા વચ્ચે થયેલ અણબનાવ વાળી વાત મીનાએ એનાં પપ્પાને એ વાત પૂછી જોઇ. ત્યારે તેનાં પપ્પાએ પણ વિસ્તૃત જવાબ નાં આપતાં એકજ લીટીમાં મીનાને જવાબ આપ્યો કે " હું જે કંઈ પણ કરૂ છુ તે મારાં સંતાનો માટે,તમારી ખુશી માટે કરૂ છું" ત્યારે મીનાએ કોઈ પણ દલીલ કર્યા સિવાય (મારુ નામ આપીને) એનાં પપ્પા ને પોતાની ખુશી વ્યકત કરતાં કહ્યુ કે મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે. હું તેને ખુબજ ચાહું છું અને તેની સાથેજ હું જીવનભર ખુશ રહી શકીશ.એ વખતે મારુ નામ અને મીનાની મક્કમતા જાણી તેનાં પપ્પાએ મીનાને અમારાં સબંધ વિશે ના તો નાં કહી પરંતું એમનું શેતાની દિમાગ વાપરી મારી સાથે મીનાનાં લગ્ન માટે એક શર્ત મુકી, શર્ત એવી કે જો છોકરો ઘરજમાઈ બનવા તૈયાર હોય તો હું તમારાં લગ્ન કરાવી આપવા તૈયાર છુ. કેમકે એતો પહેલેથીજ અમને બરબાદ કરવાંજ માંગતા હતાં. સાહેબ, આ બધુ હું વિસ્તાર થી એટલે કહું છુ, કેમકે આ બાજુમાં બેઠી એજ મારી સેતુની મમ્મી મીના છે
( Dr, શાહ નેતો આજે સેતુ નાં પપ્પાની પુરી વાત અને પછી માજી (એટલેકે હવે સેતુનાં દાદી)નાં મોઢે બાકીની હકીકત બધુજ સાંભળવું હતુ એટલે)
Dr. શાહ: બોલો, બોલો મારે પુરી વાત સાંભળવી અને જાણવી છે.ઝીણા માં ઝીણી વાત પણ ભૂલ્યા સીવાય જે થયુ હોય એ બધુજ અક્ષરસ બોલો.
દીપ્તિ ને કંઈ ખબર પડી રહી ન હતી. હા તે પપ્પાનો કોઇપણ દુઃખી માણશ ની પુરી વાત સાંભળવાના સ્વભાવ વિશે તૌ જાણતી જ હતી.પણ આજે એને એક વાત ની નવાઈ એ લાગી રહી હતી કે ગઈકાલ નાં એમનાં મિત્ર નાં સમાચાર સાંભળી અપસેટ થયેલા પપ્પા આજે ઝીણામાંઝીણી વાત સાંભળવા ઉત્સુક હતાં તત્પર હતાં.
(રમેશ ભાઈ તેમની વાત આગળ વધારે છે)
રમેશ ભાઈ : પછી મીનાએ એનાં પપ્પાની શર્ત વાળી વાત (ઘરજમાઇ બનવાની) મારા ઘરે આવી, મને અને મારી મમ્મી ને કરી. આ વાત જાણી તુરંત મારી મમ્મીએ તો મને લગ્ન કરી સુખી થવા સમજાવ્યો.કેમકે તે મને કોઈ પણ ભોગે આ પરિસ્થિતિમાંથી ઉગારવા માંગતી હતી અને તે પોતે પણ એકલી પડી જૂની યાદો માં ખોવાઇ જવા માંગતી હતી.મે પણ આ બાબતે થોડો ઊંડો વિચાર કર્યો અને લાંબા ગાળાનો મારો એ વિચાર મે મીના સાથે સેર પણ કર્યો. મીના ને પણ મારો વિચાર ગમ્યો એટલુંજ નહીં તે પોતે પણ આવુજ કંઈ વિચારી રહી હતી.
વિચાર એવો કર્યો કે મારે ઘરજમાઈ બની જવું જેથી મારો સમય સુધરે,દેવું ભરપાઈ થઈ જાય અને મારી મમ્મી ની દેખરેખ માટે ખર્ચો પણ આપી શકાય. તેમજ આગળ જતાં મમ્મી ને પોતાની પાસે પણ બોલાવી લેવાય.આમેય મીનાનાં પપ્પા પાસે જે મિલ્કત હતી તેમાંથી વધારે નહીં તો 50℅ તો અમારીજ હતીને ? મીના પણ હસીને બોલી વાહ, "જેવા સાથે તેવા" અને એ વખતે મે પોતે અને મારી મમ્મીએ પણ ઘણાં વર્ષો પછી મારા મોઢા પર હસી જોઇ. આમ હું ને મીના મંત્રણા કરી મીનાનાં પપ્પાની શર્ત પ્રમાણે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. કોર્ટમાં લગ્ન નોંધાયા.મારી મમ્મી અમને કોર્ટમાં આશિર્વાદ આપી ઘરે જવા નીકળી અને હુ એને જતા જોતો રહ્યો.મારી આંખમાંથી આંસુ બહાર તો નહીં પરંતું મારી આંખ સુધી પણ આવે એ પહેલાં જ મીનાએ મારો હાથ પકડી લીધો.જેમ કોઈ પોતાના હોઠ થી કોઈનું ઝેર ચૂસે તેમ મીનાએ એનાં હાથથી પકડેલા મારા હાથ દ્રારા મારુ બધુ દુઃખ, મારો બધો આઘાત,મારી એ લાચારી મારામાંથી જાણે એનામાં ખેંચી લીધી અને મારી નજર અનાયાસે મમ્મી તરફ થી હટી મીના તરફ ગઇ.મારી આંખ કોરી અને સૂકી હતી પણ એની આંખ માં આંસુ હતાં અને એ આંસુને હું એકજ ક્ષણ માં ઓળખી ગયો કે એ આંસુ ભલે મીનાનાં હતાં પણ આંસુ આવવાનું કારણ આ ઘડીએ મારુ મારી માં થી જુદા પડવાના આઘાત ના હતાં.ત્યાંથી હું ને મીના મીનાનાં ઘરે ગયા.
મીનાનાં પપ્પા નાં સડેલા વિચારો નો નવો ડોઝ અને એમની અમને હેરાન કરવાની દાનત લગ્નનાં બીજાંજ દીવસે સવારમાંજ સામે આવી.સવાર સવાર માં સરપ્રાઈઝ નાં નામે, હનીમૂન નાં નામે અમને 15 દિવસ ફરવા મોકલી દીધાં. એટલું પાવરફુલ પ્લાનિંગ અને સમય ની સૉંટેજ ને લીધે અમે મમ્મી ને ઉભાઊભાં પણ મળવા જઇ નાં શકયા.મીનાએ પણ કહ્યુ કે 15 દિવસ નીજ વાત છે.આવી ને મળી આવીશું.આમ હું કે મીના બેમાંથી કોઈ ને પણ ફરવા જવાનો મુડ નહીં હોવાં છતાં અમે લોકો અમારી બેગો ગાડીમાં મુકીને બહાર ઊભેલા મીના નાં પપ્પા ની ગાડીમાં બેઠાં અને ગાડી એરપોર્ટ જવા નીકળી રહી હતી.મીના મારી મનોસ્થિતિ સારી રીતે જાણતી હતી. બાકી એ ઘણાં સમય થી મને નહીં મળેલી ખુશી અપાવવા અને મને થોડો ફ્રેશ કરવા અને મને થોડો મૂળમાં લાવવા માંગતી હતી.
આગળ