Kavyasetu - 2 in Gujarati Poems by Setu books and stories PDF | કાવ્યસેતુ - 2

The Author
Featured Books
Categories
Share

કાવ્યસેતુ - 2

વેલવિશર ...


અજાણ્યા એ વ્યક્તિએ,


ન જણાતાં છતાં,


સાથ નિભાવી જાણ્યો...


વાતના થોડા વિસામાથી,


પૂરો ટેકો આપી,


સાથ નિભાવી જાણ્યો...


સાચી રાહ પર,


માર્ગદર્શનના મુસાફર બની,


સાથ નિભાવી જાણ્યો...


ન કદી કોઈ સંબંધ,


છતાં વેલવિશર બની,


સાથ નિભાવી જાણ્યો....


જિંદગીના થોડા પડાવમાં,


સહારો સાધી,


સાથ નિભાવી જાણ્યો...


નિઃસ્વાર્થ એ સમંદરમાં,


મોજાંનો 'સેતુ' બની,


સાથ નિભાવી જાણ્યો....

..........................................................

ગિફ્ટ...

દિલ તો કહે ચાંદ સિતારાઓની સોગાદ આપું,

પણ ત્યાં સુધી પહોંચે એટલા હાથ નથી....

ચોકલેટના ખડકલા કરવાનું મન થયું,

ખાંસી થઇ જશે તમને એનો ડર પણ ઊઠયો.

ટી શર્ટ, જીન્સ ગિફ્ટ કરવા મન ડોલ્યું,

પણ એ તો થોડા દિવસના ઘરાક લાગ્યા,

પરફયુમ પણ સુજ્યું,ને એની સોડમ પણ ગમી,

પણ એ તો હવામાં ભળી જશે ને !!!

મોંઘી ટાઇટનની ઘડિયાળ યાદ આવી,

પણ તમે એ તો પહેરતા નથીને,

હવે આપું તો શું આપું?

ગમે તો છે પણ યોગ્ય નથી લાગતું,

ને જે ગમે છે એની પહોંચ નથી મારી,

આમ તો આપવા માટે ઘણું છે,

મોંઘીદાટ વસ્તુઓની અટારીઓ છે,

ફૂલોના ગુલદસ્તાની કઈ કંઈ નથી,

હવે એટલો ટાઈમે નથી ને પાછો,

તરત જ મનમાં એક ચમક ઉઠી,

આ બધું તો નકામું જ હશે,

મારા દિલથી લખેલા શબ્દો આગળ,

ને સજાવી દીધી થોડી શબ્દ માળા,

ને આપી શકીશ તમને ગિફ્ટ તમને....!!!

.........................................

હવે ક્યારે મળીશું?

બે દી'ના સાથ ની વેળા,

ક્યાંય પતી ગઈ ખબર જ ના રહી,

સમય જ સાથ આપ્યા વગર દોડતો રહ્યો!

ને વિદાઈ ની વેળા આવી પહોંચી।...

યાદો નું ભાથું ભરી,

બેગ ને સંકોચીને તે યાદો સંગ,

અલિવદા કહેવા હવે,

મન મક્કમ કરવા માંડી।..

મન માં હતું બસ મોડા મળે તો સારું,

જેથી વધારે સમય રોકાઈ શકું,

બપોર ના એ તડકા માં,

તાપ ની રેલમછેલ પણ મીઠી લાગી,

બસ ને આવતા જોઈ,

દિલ ની ધડકનો તેજ થતી ગઈ,

આંખ કાંસુ કહ્યા વગર જ કહી રહી,

ક્યારે મળીશું? હવે ક્યારે મળીશું?

............................................

મુસ્કાન




સવારની આહલાદકતા,


ને એમાંય ઠંડા પવનની લહેરખી,


ઉગતા ફૂલોની સુવાસ,


કોમળતાની એ કળા!


રાતની ઊંઘના સપના,


આંખોથી હટતા નથી હજી,


ને અજવાળા ભરીને,


સુરજ એની રોશની સંગ,


અવિરત પડે અસવારે!


એવું કંઈક વિચારતા મનમાં,


એક મીઠી એની મુસ્કાન,


દિનની શરૂઆત કરે,


ને એ મોર્નિંગ ને ગુડ કરે!


એ ખંજન ના ખાડામાં,


ડૂબકી મારી ડૂબી જવા,


મન મારુ માંથી રહે!

......................................

પ્રેમ થયો... ફરી પ્રેમ થયો....
જૂની લાગણીઓ સાથે,
જૂની યાદો સાથે,
એ હર એક પલ સાથે જેને નેવે મૂકી દીધા હતા અજાણ્યે,
ખરેખર તો પોતાની જાત સાથે જ!
સફળતાના શિખર પાર કરવા,
દોડતા જ રહ્યા નિરંતર,
બધું જ મેળવીને છતાંય જે ગુમાવ્યું,
એ પામી લીધું,
એ પ્રેમ પામ્યો જે અંતઃકરણમાં હજી સૂતો હતો!
જૂની એ પસ્તીના ઢગલામાંથી,
ચીતરેલા સ્વપ્નાં કાઢ્યા,
ને એને જીવંત કરવાની મોકળ માંડી,
ઘરના એ ખૂણાઓ જ્યાં બેસવા સમય નહોતો,
એ જ ખૂણાઓને ખુદના અહેસાસથી સિંચન કરવા,
એ ઘરનો સ્નેહ પામવા સમય મળ્યો!
પ્રેમ થઇ ગયો...
મને ખુદથી ફરી પ્રેમ થઇ ગયો!

....................................................


લોકડાઉનમાં પ્રેમ..

મોસમને મ્હાલવાનો અહેસાસ,

ને અકબંધ શાંતિના આભાસ,

સંગ પ્રેમ થઇ ગયો!

ખખડતા પાંદડાંના સૂર,

પંખીઓના કિલકિલાટના કલરલ,

સંગ પ્રેમ થઇ ગયો!

સાંજની સંધ્યાને નિહાળતા,

આકાશની વિશાળતા,

સંગ પ્રેમ થઇ ગયો!

ક્યાંક દૂરથી આવતા ૐ નાદ,

ને યોગની આત્મીયતા,

સંગ પ્રેમ થઇ ગયો!

દિલથી કરીબ સ્નેહીઓ,

ને તેમની હરેક દરકાર,

સંગ પ્રેમ થઇ ગયો!

દોડધામ ભરેલી જિંદગીમાં,

અચાનક બ્રેક વાગતા ખુદ,

સંગ પ્રેમ થઇ ગયો!

બંધ લાગણીઓના બારણા,

મોકળા થતા સંબધો,

સંગ પ્રેમ થઇ ગયો!

કેદ થયેલા માણસોમાં,

ખીલતી અઢળક કુદરત,

સંગ પ્રેમ થઇ ગયો!