paheli najarthi panetar sudhi ni safar - 14 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 14

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 14



તું ગમે તેવી પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપીશ ને....?????
તું કોઈ નહિ હોય મારી સાથે તો, પણ મારો સાથ આપીશ ને....???
તું મને એકલી મૂકવાની જગ્યાએ મારો સાથ આપીશ ને....???
તું હું ખોટી હોય તો મને સમજાવી દેજે પણ બધાની સામે મને સાથ આપીશ ને...???
તું ખુશીમાં નહિ આપ તો ચાલશે પણ દુઃખમાં તું સાથ આપીશ ને....????
તું મને આખી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સાથ આપીશ ને...???

(આપણે આગળના ભાગમાં જોયું કે મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો ઝઘડો થાય છે, નેહાના લીધે અને બંને ખૂબ જ ગુસ્સામાં વાત કરીને એકબીજા ને સાંભળ્યા કે સમજ્યા વગર જ ફોન મૂકી દે છે તો હવે શું થશે એ જોઈએ.)


સાંજે નેહાના લીધે ઝઘડો થયો છે એટલે મિશા ખૂબ અપસેટ છે રાત ના 9:00 વાગ્યાથી મિશા વિચારે છે કે વિરાટનો ફોન આવશે કે નહીં આવે...??? આવશે તો એ શું વાત કરશે...??? આમ વિચારતી હોય છે અને એ બેચેન પણ છે કે નહિ આવે તો હું કરું..?? કે ન કરું...??? શું કરવું..?? હે ભગવાન જલ્દી 10:00 વાગે તો સારું. 10:00 વાગતા જ મિશા ફોનને સામે રાખીને બેસી જાય છે, અને વિરાટના ફોનની રાહ જોવે છે, પણ દસ મિનિટ સુધી ફોન ન આવતા મિશા વિચારે છે કે હવે હું શું કરું...??? ફોન કરું કે ન કરું..??? કરીશ તો ઝઘડો તો નહિ થાય ને....??? ચાલ ને ફોન કરું જ જે થાય એ જોયું જશે. મિશા વિરાટ ને ફોન કરે છે.

મિશા: "હેલ્લો વિરાટ કેમ આજે આપણા સમય પર ફોન ન કર્યો તે....???"

વિરાટ: 'હું બહાર આવ્યો છું, મારી ગેમ રમવા માટે. એટલે ગેમ રમુ છું એટલે ફોન ન કર્યો."

મિશા: "ડોબો છો સાવ, હું અહીંયા ક્યારની રાહ જોતી હતી કે, હમણાં તારો ફોન આવશે અને અહીંયા જો તો ખરા વિરાટ સાહેબ ગેમ રમે છે."

વિરાટ: "સોરી, હું ભૂલી ગયો ગેમના લીધે, પણ તું કેમ રાહ જોતી હતી..??? તારે કરી લેવાયને ફોન બુદ્ધિ જ નથી તારામાં હો."

મિશા: "સાંજે આપણે ઝઘડો કરીને ફોન મૂકી દીધો હતો ને, એટલે મને તારી બીક લાગતી હતી ને એટલે મે ફોન ન કર્યો."

વિરાટ: "કેમ..?? હું શું તને વાઘ લાગુ છું..??? અને વાઘ હઉ તો પણ શું..?? તને ફોનમાં થોડો ખાય જવાનો છું."

મિશા: "ના પણ તારા ગુસ્સાની બીક તો લાગે ને."

વિરાટ: "એમાં શું બીવાનું..??"

મિશા: "પણ આટલું બધું શું પૂછે છે..?? તારે તો ખુશ થવું જોઈએ ને હું તારાથી બીક રાખું છું એટલે, સારુને તું મને ખીજાય તો શકે."

વિરાટ: "હા એ વાત પણ છે."

મિશા: "એક વાત પૂછું...?? તું ગુસ્સે તો નહિ થાય ને...???"

વિરાટ: "હા બોલ ને."

મિશા: "વિરાટ હું નેહા ને બ્લોક કરી દઉં..??? મને એની સાથે વાત કરવી નથી ગમતી તો...???? એ તારું બોલે છે ને એ મને નહિ ગમતું."

વિરાટ: "પણ શું થઇ ગયું..??? એ મને ખૂબ સારી રીતે ઓળખે છે એટલે એ બધું તને કહેતી હોય છે, એમાં શું થઇ ગયું...???"

મિશા: "તું સમજતો જ નથી, જો હું તને એક ઉદાહરણ આપું. મારો કોઈ ફ્રેન્ડ તારા કોન્ટેક્ટ મા છે, અને એ તને મેસેજ કરે કે તું એને મેસેજ કર ત્યારે એ મારી જ વાતો કર્યા રાખે, જે મારું આખા દિવસનું ટાઈમ ટેબલ તને કહે જે મારે તને કહેવું જોઈએ એ તને ગમશે..???? નહિ ગમે તો શું કરીશ તું...???"

વિરાટ: "તો હું એને કહીશ, તને કંઇ નહિ કહું અને તારી સાથે ઝઘડો પણ નહિ કરું ."

મિશા: "ઓકે, તો હું એને બ્લોક કરી દઉં છું, હો ને."

વિરાટ: "હા, ઓકે."

આમ મિશા અને વિરાટ વચ્ચે ઝઘડાનો ઉકેલ આવી જાય છે. મિશા ગુસ્સામાં આવીને નેહા ને બ્લોક કરી દે છે. થોડા દિવસ પછી નેહા ને આ વાતની ખબર પડતાં એ વિરાટ ને પૂછે છે. વિરાટ એને સમજાવી દે છે અને એ મિશા ને વાત કરે છે.

વિરાટ: "હેલ્લો, મિશા નેહા નો ફોન આવ્યો હતો."

મિશા: "કેમ તો તું મને કહે છે..???"

વિરાટ: "એને ખબર પડી ગઈ કે તે એને બ્લોક કરી દીધી છે. એને બહુ ખોટું લાગ્યું છે."

મિશા: "વાહ! મને કેટલું ખરાબ લાગે એની તને ચિંતા નથી, પણ નેહા ને કેટલું ખરાબ લાગે એની ચિંતા છે તને હે ને...??"

વિરાટ: "હું એને ઘણા સમયથી ઓળખું છું, એટલે મને ખબર છે એ એવી નથી."

મિશા: "હા, પણ મને નથી ગમતું એ તારી વાત કર્યા રાખે એ, ખબર છે મને એ તને ઓળખે છે, પણ એનો મતલબ એવો તો નથીને કે તારે જે વાત મને કહેવાની હોય એ નેહા મને કહે."

વિરાટ: "હા, મે એને વાત કરી પણ એ કહે છે મારે બીજી તો શું વાત કરવી મિશા સાથે..??

મિશા: "તો તે શું કહ્યું એને...????"

વિરાટ: " મે એને કહ્યું કે , એ હવે તમે બંને જોવો હું તો શું કરું આમા..?? નેહા મને કહેતી હતી કે હું તો વિચારતી હતી કે આપણે બધા સાથે રહીએ, પણ મિશા એ તો મને જ પેહલા આઘી કરી દીધી."

મિશા: "પણ એક નાની એવી વાત એના સમજમાં નથી આવતી, એમાં મારે તો શું કરવું..???"

વિરાટ: "ઓકે, જવા દે એ વાત બોલ ને બીજી કંઇક વાત કર."

આમ મિશા અને વિરાટ ઘણી વાતો કરે છે. થોડા દિવસ પછી મિશા અને એના ઘરના ને મામાના ઘરે જવાનું થાય છે, એટલે મિશા અને એના ઘરના એક અઠવાડિયા માટે મામાના ઘરે જાય છે. ત્યાં પણ મિશા અને વિરાટ વચ્ચે નાના નાના ઝઘડા થતા રહે છે, પણ થોડી થોડી વારમાં આ ઝઘડાના ઉકેલ પણ આવી જાય છે. મામાના ઘરેથી આવ્યા બાદ મિશા ને ખબર પડે છે કે વિરાટ ની તબિયત સારી નથી, અને એ દવા લેવા પણ તૈયાર નથી. આ સાંભળીને મિશા રાતે 8:00 વાગે રિક્ષામાં એ વિરાટના ઘરે આવે છે. વિરાટને જમાડે છે, એને દવા આપે છે. અને સુવડાવી દે છે. પછી રાતે મોડું થયું હોવાથી મિશા એના સાસરે જ રોકાય જાય છે. અને એ વિરાટનો ફોન લઈને ફોટાને એવું જોતી હોય છે, ત્યાં જ નેહા નો મેસેજ આવે છે. પણ મિશા જોઈને મૂકી દે છે, પણ પછી બીજા બે - ત્રણ મેસેજ આવે છે. અને પછી પણ જવાબ ન મળતા એટલે એવો મેસેજ આવે છે કે, પ્લીઝ કંઇક બોલ ને મને ચિંતા થાય છે, કંઇક તો બોલ આવું શું કરે છો. ?? એટલે આ મેસેજ જોઈને નેહા ને જવાબ આપવા મિશા એ નેહા નું ચેટ ખોલ્યું અને જવાબ આપ્યો કે વિરાટ સુઈ ગયો છે હું મિશા છું. પછી મિશા નું ધ્યાન આગળના મેસેજમાં ગયું. એ જોતા જ મિશા ની આંખ માથી ઊંઘ જ ઉડી ગઈ. એવું તો શું જોયું હશે મિશા એ....??? શું કોઈ એવી વાત હશે જે મિશા થી સહન નહિ થાય...??? શું પગલાં લેશે આવું જોઈને મિશા...??? મિશા અને વિરાટ એક રહેશે કે અલગ પડી જશે...??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ અનોખી સફરમાં જોડાયેલા રહો. અને આ રોમાંચક સફરનો આનંદ માણતા રહો...

(અસ્તુ)