"🌷મન".
જે દરેક પાસે હોય છે. મન ખૂબ અઘરું યંત્ર છે . શરીરના બધા જ ભાગ કરતાં વધુ ચપળ છે.
કેટલાં વિચારો ની હારમાળા આવતી જાય છે.ઉમરને જ્યારે અરીસા માં જોઈ તો.... અરીસા ને પણ હસવું આવ્યું, જયારે ચહેરા પર મહોરું જોયું.
જીવન ના દરેક પડાવ પર વિચારણા પણ અલગ અલગ સ્વરૂપે પ્રગટ થતી હોય છે.
કવિતા...
મન હરદમ મસ્ત રહે..
હરપળ મહેકતું રહે.
માની એનું નિર્ણય કરીએ..
પાછા એમાં જ ઉલજયા રહીએ.
ક્યારેક વિચારીને ખુશ રહીએ..
તો સમયાંતરે બદલતાં રહીએ.
અપાર સ્નેહને પામી શકીએ..
સમજણ ભર્યું વિચારી જો શકીએ.
લાગણી નો ધોધ સમાવેશ કરે બધુ મન.એ લઈ જાય માળવે ને ક્યારેક જમીન પર.મન પણ દરેક ઉંમરની સાથે યુવાન થતું જાય છે.
ક્યારેક મન ખૂબ વિચલિત થઈ જાય. ઉદાસ પણ થઇ જાય. શબ્દો પણ જાણે આડાઅવળા લાગવા લાગે કેમકે મન રીસાયું છે.
અને મન વિચારે સારું સારું તો દુનિયા રંગીન લાગવા લાગે. જાણે મન નાચતું કૂદતું થનગનાટ કરવા લાગે. મન માં જાણે કે આનંદ છવાય જાય.
આતુર મન કેવું વિહવળ અને વિચલિત થઈ જાય છે. કોઈ ની રાહ જોવાની હોય તો પળ પળ ધડકતું રહે છે હર્દય ની સાથે.
રે!!! મન તું ક્યાં ઉડવા લાગ્યું તું,
ઝંખના ની શેરી માં, અટપટી ગલી માં,
કયારે ઝિદી તો કયારે બચપાના જેવું,
રે!!! મન તું ક્યાં ટહેલવા લાગ્યું,
મન સૌને અલગ અલગ વિષય પર વિચાર કરવા મજબૂર કરે છે.કયારેક એવું પણ વિચાર આવે છે કે મન અને કર્મ નો કોઈ ગાઢ સંબંધ રહેલો હશે?
કેમકે ક્યારેક એવું થાય જેવું મન વિચારે એવું જ થાય!!!
અને ક્યારેક એવું થાય તો મન વિચારે કે ...આ લખાયેલુ કર્મ હશે? ગત જન્મમાં કરેલા કોઈ કર્મ ની સજા હશે !!!?
તો મન વિચારે કે ગત જન્મમાં કરેલા સારાં કર્મો નું જ આ ફળ છે.
મન જ બધું વિચારે ...મન જ બધું નક્કી કરી શકે છે.
મન હોય તો માળવે જવાય...એવી કહેવત છે..જે સાચી પણ છે.
મન કોઈ ને ચાહે ..મન મનોમન કોઇને પામવા વિચારે.
મન કોઈ ને ધિક્કારે ને મન કોઈ ને માફ કરવા તૈયાર રહે..કે માફી માંગવા તૈયાર રહે. આ બધી મન ની અટપટી વ્યાખ્યાઓ છે. મન ની કેડીએ સહૃદયે ડગલીઓ માંડવી સૌએ.
મનોમન હંમેશા હકારાત્મક અભિગમ , સકારાત્મક વિચારો કરતાં રહીએ.
મન હંમેશા કાર્યરત રહે છે બીજા માટેની સરખામણીમાં.
અને હારી જાય છે.બીજાની દેખાદેખીમાં માણસ પોતાની અસલ જીંદગીમાં ખુશ નથી રહી શકતો.
મન કહે એમ કેટલાં લોકોને હતાશામાં મૂકી દે છે.કેટલાય લોકો આત્મહત્યા કરવા પ્રેરાય અને પોતાની જીંદગી ટૂંકાવી દે છે.જયારે તમારી પાસે બધું જ હોવા છતાં પણ કયું પરિબળ હશે?
કેવું કઠોર મન થયું હશે? કેવાં કુવિચારો આવી જતાં હશે...? રે મન !!! તું કંઈક તો વિચાર કર !!!!
મન કેવું કઠોર હતું સમ્રાટ અશોક નું....
મન કેવું વિચલિત થયું યુધ્ધ ભૂમિ માં આટલી બધી લાશો જોઈ હશે ત્યારે....
મન કેવું તાનાશાહી કરાવતું રહ્યું એડોલ્ફ હિટલર પાસે...
મન કેવું મજબૂત ઈરાદા સાથે લડત આપી રહ્યું હતું. ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ સુખદેવ, રાજગુરુ નું અને બધાં જ આઝાદી નાં લડવૈયાઓ નું.
રે મન તું મસ્તીખોર,
તું ચાલાક ચલાણુ,
રે મન તું પાષાણ જેવું,
તું રૂ ની પૂણી જેવું,
તું નાજુક અહેસાસ જેવું.
રે મન તું શંકર નાં તાંડવ જેવું,
તું મહાભારત નાં અર્જૂન જેવું.
મનોમન મન ની ગલીમાં સુંદર વિચારો ની મુલાકાત કરવી,
હકારાત્મક અભિગમ અને વૈચારિક ક્રાંતિ કરી શકીએ.
દરેક દ્વારા પોતાના મન ને મજબૂતી થી પકડી રાખી એને સફળતા મળે એમ વિચારોને વિસ્તારીએ.
રુપ ✍️