jidd ane vaham in Gujarati Poems by Bharat books and stories PDF | જીદ અને અહમ

The Author
Featured Books
Categories
Share

જીદ અને અહમ

નમસ્કાર મિત્રો,,,


માતૃભારતી એપ પર મેં એક પુસ્તક લખ્યું છે જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો, જે લોકોએ મને અને મારી રચનાઓ ને પોતાનો બહું મુલ્ય સમય આપ્યો એ લોકોનો હું ખૂબ આભાર માનું છું,હવે હું બીજું પુસ્તક લખવાની શરુઆત કરું છું ,નવા શીખે તો ભુલો તો થવાની જ,

પણ, જો ખામીઓ જ શોધશો તો ખુબીઓ સંતાઇ જશે.



જે પણ ભુલો રહી જાય એ મને જણાવવી,



આશા રાખુ કે સૌનો સાથ અને સહકાર મળી રહેશે.

મારા પ્રથમ પુસ્તક ને પોતાનો કિંમતી સમય આપ્યો એ મિત્રો માટે આ પુસ્તક માં એક પંક્તિ લખું છું.



**મારી રચનાઓને સારો એવો પ્રતિસાદ મળ્યો,
ઓળખાણ નહોતી એમનોય વ્હાલ મળ્યો.**

ખૂબ ખૂબ આભાર મિત્રો......
















___-___-____-____-____-____-____-____-____-___-__

જીદ અને અહમ*


એક સાથે રહી ના શકે પ્રેમ અને વહેમ,
તું તારી જીદ મૂક ને હું મૂકું મારો અહમ.

નાતો બંધાયો જીવનભરનો,
એક હશે જો ગરમ,તો બીજું રહશે નરમ.

બેઠા છીએ સંસાર લઇને,
તો સાચવીએ ક્યારેક કરમ ને કયારેક ધરમ.

વાસણ તો ખખડે જ ઘરમાં,
ભુલ તારી જ છે મનમાં ન પાળીએ એવો ભરમ.

છીએ તો કાયમ એક જ આપણે,
તો એકબીજા ને નમવામાં શેની ?રાખવી શરમ.
એક સાથે રહી ના શકે પ્રેમ અને વહેમ,
તું તારી જીદ મૂક ને હું મૂકું મારો અહમ.


લિ.ભરત

___-___-___-___-___-___-___-___-___-___-___-__-__

ચાકર ચિઠ્ઠીના**

કેમ આટલો ઉદાસ છે?બોલ તને થયું છે શું?
બોલ!તારું હતું શું ને?તારી પાસેથી ગયું છે શું?

તું નહોતો ત્યારેય પણ હતું જ આ બધું,
બોલ!તો તે આવીને નવું પછી કર્યું જ છે શું?

છીએ તો ચિઠ્ઠીના ચાકર અહીંયા,
બોલ! તારું હતું જ નહીં તો તે ગુમાવ્યું છે શું?

કેમ આટલો નારાજ છે? બોલ તને થયું છે શું?
બોલ! તારું હતું શું?ને તારી પાસેથી ગયું છે શું?

*ભરત*

___-___-___-___-___-___-___-___-___-___-___-___-_

વધ આગળ,**

બહું લાંબો છે જીવન સાગર,
ભૂતકાળ ભુલી ને વધ આગળ.
સુખ દુઃખ ની બેઉ ધારા,
મૂકી જુની નવી તું ભર ગાગર.

સતત કરવી પડે વાવણી,
કર્મભુમિ પર કઠોર કે ડાંગર.

ચાલી છું તો પડાય પણ ખરું,
ડગ ભરીશ તો તું થાશે પગભર.

પાર ઉતરવા જીવન સાગર,
નાવ ઉતાર નામ લઈને નંદ નાગર.

લિ.ભરત*
___-___-___-___-___-___-___-___-___-___-___-__-__

તોફાની**

આમ તો છે બહું તોફાની મુખ છે એનું ભોળું,
પકડો પકડો! ક્યાંથી આવ્યો કોનો છે ઇ છૌરુ,?

દોડી દોડી થાકી ગઇ છું, ક્યાં લગ પાછળ દોડું!
ચોર,કાળીયો કે ઠગરો, કેટલી ગાળો એને ભાડુ!

માખણ નો રસિયો છે ઇ! દહીં લાગે છે ઇને મોળું!
જઇ જશોદાને કહેવું છે,એના આંગણ ગોરસ ઢોળુ.

મટકી ફોડી ભાગ્યો છે !ઓ જશોદારાણી તારો છૌરુ!
ચટકો ચૂંટલી ભરું ઇને!આજ ના ઇને છોડુ.

લિ.ભરત

___-___-___-___-___-___-___-___-___-__-___-___-__
એવું ચાલે,

હું રાહ તાકીને બેસું,
તું મોડા મોડા આવે,
એવું ચાલે?

હું મારા દીલની માંડું,
તું ગામ આખાની સંભળાવે.
એવું ચાલે?

હું ફક્ત તને સંભાળું,
તું સખીઓ વચ્ચે લાવે,
એવું ચાલે?

લિ.ભરત*
__-__-__-__-__-___-__-__-__-___-__-___-___-₹__-___


વ્હાલ***

આપીને જોયો છે ઘણો ય વ્હાલ,
હવે મન કહે છે કે હથિયાર ઝાલ.

કેમ એ કંઇ જ સમજતા જ નથી,
હું ગાંધી નથી કે આપીશ બીજો ગાલ.

ખસી જવાના જોજો જે સાથે ઊભા,
ક્યાં સુધી ધરશે આમ બીજા ને ઢાલ.

વ્હાલ ને અમારા ન સમજો કમજોરી,
વખત આવે થશે આંખો અમારી લાલ.

લિ .ભરત*

___-___-___-___-___-___-___-___-___-__;--___-___-_

એક વાત કહું***

ખોટું ન લાગે તો એક વાત કહું,
તમે જેને નાઇટ કહો હું રાત કહું.

હું અજાણ થોડો નિયમથી,
ક્યાંથી ગીત ગઝલની જાત કહું.

હમણાં છું હું નવો નક્કોર થોડો,
સાથ દેશો તો ભળશે ભેળી નાત કહું.

સહેજ જ ચાલશું સાથે જો,
મારે મન ખીલશે નવી પ્રભાત કહું.

લિ.ભરત*
__-__-__-__-₹__-___-___-___-___-__--___-__--___-__

ભુલો થઈ જ હશે એવું જાણુ છું,જે તમે મને જણાવશો.
આપનો કિંમતી સમય આપવા બદલ હું આપનો આભારી છું.