Dairy - 5 - last part in Gujarati Women Focused by Radhika patel books and stories PDF | ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 5 - છેલ્લો ભાગ

ગુનેગાર હંમેશા તે જ હોય છે છે શરીફાયનો નકાબ ઓઢીને ફરતું હોય છે. અને વિચારવાની વાત તો તે રહી કે તેના પર કોઈ શક પણ નથી કરતું.”વિધિ.
“આ તું શું બોલી રહી છે બેટા?”રેખાબહેન.
“પપ્પા તમે ગુનેગારોને શોધતા હતા ને? જેલમાં છે તે અસલી ગુનેગારો જ છે પણ વિરેન ગુનેગાર નથી.જેલમાં જે છોકરાઓ છે તે ગામ લોકોના ગુનેગારો છે માટે આજ તે જેલમાં છે.મને વિશ્વાસ છે કે હવે તે લોકોને સમજાય ગયું હશે કે ગુનો નાનો કરો કે મોટો પણ તેની સજા તો તમને આજ નહીં તો કાલ ચોક્કસ મળે જ છે.પણ તે પાંચ છોકરા છે તે નથી તો વિવેકના હત્યારા કે નથી તો સ્નેહના બળાત્કારીઓ.”વિધિ.
“પણ તું આટલું ચોક્કસ રીતે કેમ કહી શકે?”રમેશભાઈ.
“કેમ કે તમે જે ગુનેગારોને ગામમાં શોધો છો તે તમારા ઘરના જ છે.”વિધિ.
“વિધિ આ શું બોલી રહી છે બેટા?”રમેશભાઈ.
“પપ્પા હું સાચું કહું છું.હું અને વિવેક આ ગુનાના ગુનેગારો છીએ.”વિધિ.
“વિધિ તું ઠીક તો છો?મને ખબર છે તને આ બધી વાતનું દુખ છે પણ આમ પોતાની જાતને કારણ વગર કેમ દોષિત માને છે?”વિરેન.
“તમે કોઈ આમ મારી વાત નહીં માનો.પણ હું તમને કઈક એવું બતાવીશ કે તમે માનશો કે હું ખોટું નથી બોલતી.”વિધિ.
વિધિ પોતાના રૂમમાં જઈ એક ‘ડાયરી’ અને ૨ મોબાઇલ લઈ આવે છે.
“ઓળખો છો આ વસ્તુઓને? આ ૨ ફોન સ્નેહા અને વિવેકના છે અને આ ‘ડાયરી’ સ્નેહાની છે.”વિધિ.
“હા હું ઓળખું છું આ ‘ડાયરી’. આ સ્નેહની છે.તે તેમાં કઈક લખતી.”વિજયાબહેન.
“આ ડાયરીમાં તારીખ વાર સાથે ઘણી માહિતી સ્નેહાના અક્ષરોમાં છે.રાત્રિશાળા દરમિયાન સ્નેહા ઘણી વખત બીમાર હોવાનું કહી ન આવતી. એક દિવસ તે બીમાર છે તેમ ખબર આવી ત્યારે સ્નેહાને મળવા હું ગઈ.સ્નેહાએ જણાવ્યુ કે તેને ‘તાવ’ આવ્યો છે.પણ તેવું કઈ મને લાગ્યું નહીં.પણ તે ખૂબ જ ગભરાયેલી મને દેખાઈ.”વિધિ.
“હા થોડા સમયથી સ્નેહા મને થોડી દુખી લગતી પણ મને ક્યારેય કાંઇ જણાવતી નહીં.”વિરેન.
“હું પાછી ફરતી હતી ત્યાં મારા પગમાં એક કાગળ આવ્યો.જેમાં કઈક લખ્યું હતું.મે તે કાગળ ‘ડાયરી’ ની અંદર મૂકવા જતાં મને ચોંકાવનાર વિગતો જાણવા મળી.તે સમયે જ હું તે ‘ડાયરી’ મારી સાથે લઈ આવી. પછી મે તેમાની વિગતો વાંચી.મારૂ ખુદનું મન આ વાત માનવા તૈયાર નહોતું.પણ આખરે આ વાત સાચી જ હતી.આ બધી વાત હું તમને સંભળાવું છું.” વિધિ.
**********************************
“આજ મને વિવેકે પહેલી વાર તે મને પ્રેમ કરે છે તે જણાવ્યુ.મારે વિરેન વિષે કહેવું હતું પણ હું માત્ર ‘ના’ માં જવાબ આપી આવતી રહી.”
***
“આજ વિવેકે મને ‘ના’ પાછળનું કારણ પૂછ્યું, મે તેને વિરેન વિષે સાચું જણાવ્યુ અને કોઈને નહીં કહેવા વિનંતી કરી.”
***
“વીવેકે મારી સાથે છેડછાડ કરવાની શરૂ કરી.”
***
“તેને મને અને વિરેનને મળતા જોઈ લીધા અને ચોરીછૂપીથી એક વિડિયો બનાવી લીધો. જો હું તેની વાત ન માનું તો મારા ઘરે બધુ જણાવી દેવાની વાત કરતો.”
***
“હવે તે મને જ્યાં ત્યાં અડવાનું શરૂ કર્યું.પણ હું ખૂબ મજબૂર હતી.વિરેનને કહી તેને પરેશાન કરવા નહોતી માંગતી.
***
“તેણે પહેલી વખત મારી પર બળાત્કાર કર્યો.તે તેના મિત્રની વાડી પર લઈ જઈ મારી સાથે...પણ હું મજબૂર હતી.ક્યારેક આત્મહત્યાના વિચાર આવતા.મારા વિરેનની અમાનત હવે ... મન થયું કે ગળે ફાંસી ખાઈ આત્મહત્યા કરું પણ ત્યાં જ પપ્પા મારા લગ્ન માટે હાર બનાવી લાવ્યા.તેમણે મને પહેરાવ્યો.હવે હું પપ્પાનું સપનું કેમ તોડી શકું? માટે આત્મહત્યાનો વિચાર છોડ્યો.”
***
“હવે આ તેનું રોજનું થઈ ગયું હતું.હદ તો ત્યારે પાર થઈ કે તેણે પહેલીવાર મારા બધા વસ્ત્રો ઉતારી જબરદસ્તી મારા ફોટા ખેચયા.ફરીવાર તે જ વિચાર..આત્મહત્યા..મે મારા હાથની નશ કાપવાનો વિચાર કર્યો ત્યાં ફરી પપ્પાએ મને લગ્નમાં આપવા બનાવેલા કંગન પહેરાવ્યા..ફરી વખત બાપના પ્રેમ સામે એક દીકરી લાચાર બની ગઈ.
***
“મે હિંમત કરી વિરેનને વાત કરવાનું વિચાર્યું પણ બે દિવસ પછી તેની પરીક્ષા શરૂ થતી માટે હું તેને કઈ કહી ન શકી.”
***
“હમણાં બીમારીનું નાટક કરી હું શાળાએ જવાનું પણ ટાળું છું.”
***
“તે મને વારે વારે રાત્રી-શાળા માટે આવવા કહે છે.જો ન જાઉં તો મારા ફોટાનો દૂરપયોગ કરવાનું કહે છે.હું ખૂબ પરેશાન છું.
***
“બસ હવે આથી આગળ હું જણાવું..પહેલા તો મને આ બધુ જાણી ખૂબ આંચકો લાગ્યો.ઘરે આવી મે પૂરી ડાયરી વાંચી.મે આ ‘ડાયરી’ ઘટના ના બે દિવસ પહેલા વાંચી.વિવેકના ફોનમાં ખરેખર આવા કોઈ ફોટા છે કે નહીં તે જાણવાની મે કોશિશ કરી અને સ્નેહાના કહેવા મુજબ આ સાચું હતું.મે સ્નેહા સાથે વાત કરવાની કોશિશ કરી.પણ મારાથી ના થઈ શક્યું.રાત્રે વિવેક ઘરે ન આવતા મે પપ્પાને પૂછ્યું તો તે પોતાના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં ગયો છે સવારે આવશે તેમ જાણવા મળ્યું.હું સૂઈ તો ગઈ કેમ કે તે રાત્રે સ્નેહા શાળાએ આવી નહોતી.વહેલી સવારના ૪ વાગ્યે મારી ઊંઘ ખૂલી ત્યારે મારૂ મન ખૂબ જ ગભરાતું હતું. સ્નેહાની ડાયરીમાં જે જગ્યાનો ઉલ્લેખ હતો તે વાડીમાં મે જોયું તો વિવેક સ્નેહા સાથે....મે મારી જાત પર સંયમ રાખ્યો.મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો.મને સમજાતું નહોતું આગળ શું પગલું ભરવું?ત્યાં જ અચાનક મને કેરોસીન ભરેલું ડબલું દેખાયું.મે ખૂબ વિચાર કર્યો.આખરે એક બહેનની હાર અને એક સ્ત્રીની જીત થઈ.જો વિવેક નામનો શેતાન ચૂપચાપ એક સ્ત્રીની લાજ લૂંટી ગામમાં સમ્માન મેળવતો હોય તો કોઈ હક્ક નથી તેને આમ જીવવાનો. પૉલિશને હવાલે કરી દેત તો પણ કોર્ટ તારીખો લંબાવતું રહેત અને પીડા ભોગવવાની એક સ્ત્રીને? જે પણ થાય સૌથી પહેલા છાંટા તો સ્ત્રીને જ ઊડવાના?માટે વિવેક રૂમમાંથી બહાર નીકળતા જ મે તેના પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી એક રાક્ષશને બાળી નાખ્યો.મને ખુશી હતી તે વાતની કે મારા અંદરની એક સ્ત્રી જીતી ગઈ.પણ મારી અંદરની એક બહેન તે સાથે જ બળીને રાખ થઈ ગઈ.”વિધિ ખૂબ જ રડી પડી.
“તે રાત્રે જ હું અને સ્નેહા મળ્યા હતા.તે ખૂબ પરેશાન હતી અને મને કહેતી હતી કે આવતી મૂલકતમાં તે મને કઈક જણાવવા માંગે છે.”વિરેન.
“સ્નેહાના ફોનમાથી મેસેજ પણ ગયેલ છે જેમાં લખ્યું છે કે આજ રાત્રે રાત્રી-શાળામાં પરીક્ષા લેવાઇ તે પેપર જોવા હું વિધિને ત્યાં જ રોકાવાની છું.જ્યારે અમારી આવી કોઈ વાત જ નહોતી થઈ.”વિધિ.
“વિધિ તું રડ નહીં.મારી નજરમાં તું હત્યારી નહીં પણ એક હિંમતવાન સ્ત્રી છો.મને તારા ઉપર ખૂબ જ માન છે.”વિરેન.
“બેટા વિધિ તે એકદમ ખરો નિર્ણય લીધો.મને તારા પર ગર્વ છે. ગુનેગારને તેની સજા મળી ગઈ.બસ મારા માટે આથી વધારે કાંઈ જરૂરી નથી. મારો દીકરો પણ નહીં.” રમેશભાઈ.
“બેટા વિરેન મને માફ કરજે. મે તારા પર શક કરી ભૂલ કરી.સુરેશભાઇ તમે પણ વિવેકે જે અપરાધ કર્યો તેની માફી માંગવા યોગ્ય તો નથી.તો પણ બની શકે તો મને માફ કરજો.”રમેશભાઈ.
“બળાત્કાર જેવા ગુનામાં હંમેશા ન્યાય મળવો સહેલો નથી હોતો.પણ મારી દીકરી સ્નેહા ભાગ્યશાળી છે કે તેની સાથે એક સ્ત્રી હતી.હું નારી શક્તિને વંદન કરું છું.”સુરેશભાઇ.

***સમાપ્ત ***
મારી બીજી નવલકથાઓ
(૧) હું તારી રાહમાં..
(૨)હું રાહી તું રાહ મારી..
જે પણ માતૃભારતી પર છે તેને વાંચવાનું ચૂખશો નહીં.આભાર..