Siddhi Vinayak - 1 in Gujarati Fiction Stories by Nidhi Thakkar books and stories PDF | સિદ્ધિ વિનાયક - 1

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

સિદ્ધિ વિનાયક - 1

સિદ્ધિ વિનાયક

"I love you વિનાયક ,i love you so so much...... "
બસ કર સિદ્ધિ પડી જઈશ અને જો તું આ રીતે રાડો પાડી ને કુદકા મારી ને પણ કહીશ તો પણ તું મારી સારી મિત્ર જ રહીશ હું તને ક્યારેય પ્રેમ નહીં કરતો યાદ રાખજે સિદ્ધિ તું મારી સારી મિત્ર છે અને હંમેશા રહીશ.❤❤❤❤❤

તું ગમે તેમ કહે વિનાયક પણ હું તો તારી પાછળ પાગલ છું જ ને! આપણે નાનપણ થી જ સાથે રહેલા એટલે મને તારી પસંદ-નાપસંદ બધીજ વાતોની ખબર છે તને મારા જેવી છોકરી આ દુનિયામાં ક્યાંય પણ નહીં મળે યાદ રાખજે મારી વાત OK......

oh!Hello !મેડમ તું જોજે સિદ્ધિ એકદિવસ હું એવી છોકરી ને પ્રેમ કરીશ જે મને તારા કરતા પણ વધારે પ્રેમ કરતી હોય બોલ ત્યારે તું શું કરીશ......?

જ્યારે તને એવી કોઈ છોકરી મળી જશે ત્યારે હું તને છોડીને હંમેશા માટે ચાલી જઈશ (આટલું બોલતા ની સાથે જ સિદ્ધિ ની આંખ માં આંસુ આવી ગયા તેનો અવાજ ગળગળો થઈ ગયો પણ પછી પોતાની જાત ને સંભાળતા તે બોલી)મને સારી રીતે ખબર છે કે આ આખી દુનિયામાં તને મારા જેટલો પ્રેમ કોઈ નહિ કરી શકે........❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ I love you.........I love you so much વિનાયક


(સિદ્ધિ અને વિનાયક તેમના ઘર ની નજીક આવેલી નાનકડી હોટલ ના રસ્તા પાસે ઉભા રહીને આ વાતો કરી રહ્યા હતા જ્યાં વિનાયક સિદ્ધિ ને સમજાવી રહ્યો હતો કે તેઓ ફ્રેંડસ છે પણ સિદ્ધિ તો વિનાયક ને પ્રેમ કરવા માટે મનાવી રહી છે અને તે જોશ જોશ થી રસ્તા ની વચ્ચે બુમો પાડે છે , દોડે છે અને જોર જોર થી બસ એક જ વાક્ય બોલે છે.)

I love you vinayak i can't leave without you...........I love you so much......

અરે........સિદ્ધિ ચૂપ થઈ જા પ્લીઝ કોઈ સાંભળે તો કેવું લાગે તું કુદકા મારવાનું બંધ કર પડી જઈશ ક્યાંક તને વાગી જશે તો.

ના.....મને કાઈ નહિ થાય જ્યાં શુધી મારો વિનાયક મારી સાથે છે ત્યાં શુધી મને કાઈ નહિ થાય અને તને મારી આટલી બધી ચિંતા કેમ છે..............ક્યાંક સાચે જ તને પણ મારી જોડે પ્રેમ તો નહીં થઈ ગયો ને.....

બસ કર સિદ્ધિ! હવે બહુ થઈ મજાક જો તારું ફૅવરેટ ચોકલેટ કેક આવી ગયું છે....એટલે જલ્દી કેક કાપ આપણે તારો જન્મદિવસ ઉજવીને ઘરે જઈએ પપ્પને ઓફિસમાં પણ મારુ કામ છે અને મારે ત્યાં પણ જવાનું છે એન્ડ તું છે કે મસ્તી જ કર્યા કરે છે.ચાલ જલ્દી આવ....

વિનાયક બોલાવે અને હું ના આવું એવું ક્યારેય બને ખરા .......આ આવું છું.....Once again I love you.......

(સિદ્ધિ રસ્તા બીજી બાજુ થી કુદકા મારતી ખુબજ ખુશી માં વિનાયક તરફ આગળ વધી રહી હતી.તેનો વિનાયક હવે માત્ર 10 ડગલાં દૂર હતો તેનાથી અને અચાનક વિનાયક બોલે છે.......)

સિદ્ધિ......પાછળ જો....ટ્રક આવે છે સાઈડ માં આવ.....

વિનાયક તું શું કહે છે કાઈ સમજાતું નથી.. ( ટ્રક ના અવાજ ના લીધે તેને કાંઈ સંભળાતું નથી)

(વિનાયક સિદ્ધિ ને બચાવવા માટે આગળ જાય છે પરંતુ ટ્રક ની બ્રેક ફેલ હોવાથી તે ભાઈ ઘણી કોશિશ કરે છે સિદ્ધિ ને બચાવવાની પણ અચાનક સિદ્ધિ નો અવાજ આવે જે તે જોશ થી રાડો પાડે છે મને બચાય વિનાયક )

*2 મિનિટ ની નીરવ શાંતિ પછી *

વિનાયક ના ખોળામાં સિદ્ધિ નું લોહી થી લથપથ માથું ઢળેલું છે સિદ્ધિ પાસે હવે વધારે સમય નથી એ વિનાયક નો હાથ પકડી ને બસ છેલ્લા શબ્દો બોલે છે....I love you so much....વિનાયક એમ્બ્યુલન્સ ને બોલાવવાની બુમો પાડે છે પણ એટલામાં તો સિદ્ધિ ના શ્વાસ બંધ થઈ જાય છે તે મરી જાય છે...)

.....................................................
(4 મહિના પછી)
સાંજ નો સમય છે વિનાયક દરરોજ ની જેમ આજે પણ એની બેસ્ટ ફ્રેન્ડ સિદ્ધિ ની યાદો માં ખોવયેલો હતો તેને એવું જ લાગતું હતું કે સિદ્ધિ ના મોત ની પાછળ એ જવાબદાર છે અને એટલે હવે તે સાવ એકલો જ રહે છે સિદ્ધિ ની યાદો સાથે

(વિનાયક ની અને સિદ્ધિ ની મિત્રતા ની અમુક યાદો ની ઝાંખી જેને વિનાયક આ 4 મહિના થી તેની ઝીંદગી માની બેઠો છે આપને પણ વિનાયક ની સાથે સાથે તેની અને સિદ્ધિ ની મિત્રતા ની મીઠી પળો વાગોળીએ.......)❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
" વીનું......ક્યાં ગયો મારો વિનાયક આજો હું તારા માટે તારો ભાવતો ગાજર નો હલવો લાવી છું તે બહુ જ ભાવે છે ને "

"અરે વાહ! તું ચકલી ,ચિબાવરી ક્યારેય મારુ સારું વિચારે ખરા પેલા તો તું મને એમ કે કે આ હલવો કોને બનાવ્યો છે"

કેમ? કોને બનાવ્યો છે એટલે મેં મારા આ હાથે થી ખાસ મારા વીનું માટે બનાવ્યો છે એ પણ ખુબ જ પ્રેમ થી,હવે સવાલો જ પૂછતો રહીશ કે હલવા નો ટેસ્ટ પણ કરીશ , ચાલ મોઢું ખોલ હું તને મારા હાથે ખવડાવું..😂😂😂😂😂😂😂

દૂર......દૂર....દૂર રે તું ચિબાવલી મારાથી મને સારી રીતે ખબર છે કે તું કેટલો સરસ ગાજર નો હલવો બનાવે છે ગઈ વખતે જે બનાવી ને લાવી હતી તે હું ભુલ્યો નથી હો હજુ શુધી એનો સ્વાદ મારા મગજ માં છે! એવો તો વળી કોઈ હલવો બનાવતું હશે.....(વિનાયક સિદ્ધિ ને ચીડવવા ની અદાઓ થી કહે છે)

ઓહઃહ.....તો તને મારો પહેલો પ્રયોગ હજુ શુધી યાદ છે તેના માટે તો મેં તારી માફી માંગી હતી ને તો પણ ફરીથી i am so sorry , ચાલ હવે મને માફ કરી દે અને એક ચમચી ખાં અને કે કેવો બન્યો છે....

ના હું નહિ ખાવું પેલા તું ખાઈશ મારી ચકલી કેમ કે મને સારી રીતે ખબર છે કે આ વખતે તારે ઉપવાસ નહિ જ હોય ને !

બસ હવે હો એતો તે દિવસે મેં પેલી વાર ચોપડી માંથી જોઈ ને બનાવેલો એટલે બગડેલો કેમ કે જોડે પડેલું મીઠું અને ખાંડ મને તો ખબર જ ન પડી કે કઈ ખાંડ છે ને કયું મીઠું એટલે મેં તારું નામ લઈ ને જે મારા હાથ માં આવ્યું તે નાખી દીધું મને થોડી ખબર હતી કે હલવા માં મેં ખાંડ ની જગ્યાએ મીઠું નાખ્યું છે.....અને એમાં પણ મારે તો ઉપવાસ હતો એટલે મેં ચાખ્યો પણ નહીં....😂😂😂😂😂

હમ્મ એટલે (સિદ્ધિ નો કાન પકડતા) મારી ચિબાવલી એ ફક્ત ખારો જ હલવો બનાવ્યો તો નઈ!😣😣😣😣😣😣😣

આ....અઅઅ.....અઅઅ..દુખે છે કાન છોડ ને હા એ તો મને એમ લાગ્યું કે તને ગળ્યું ઓછું ભાવે છે ને પેલા પરેશ ની જેમ તો થયું કે એમાં થોડું લાલ તીખું મરચું પણ નાખી દઉં એટલે તને ભાવશે

હમ્મ એટલે પૂછ જે કોઈ ને પણ કે હલવા માં કોઈ મીઠું ને મરચું નાખે ખરા!!!!😣😣😣😣😣😣😣😣😣😣 અને એમાં પણ તેતો ઉપવાસ કર્યો અને મને સોગંદ આપીને આખો વાટકો ભરી ને હલવો ખવડાવ્યો , વિચાર્યું છે કે બીજા દિવસે મારા પેટ ની શુ હાલત થઈ હશે😁😁😁😁😁😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣😣

હા હવે સોરી તો કીધું પણ આ વખતે મેં ચોપડી માંથી જોઈ ને નહિ પણ મમ્મી ને સાથે રાખી ને હલવો બનાવ્યો છે અને જો હું ખાઈ ને બતાવું....(સિદ્ધિ ચમચી થી હલવો ખાવા જાય છે ત્યારે વિનાયક ચમચી લઈ લે છે)

આ હલવો તો તું મારા માટે લાવી તી ને....તો હું જ ખાઈશ તને તો અડવા પણ નહીં દઉં.😋😋😋😋😋😋😋😋😋

અરે....મને થોડોક તો ચાખવા દે..... વિનાયક આવું ના કરાય હો મારે પણ ખાવો છે....
(વિનાયક આખો ડબ્બો લઈ લે છે અને સિદ્ધિ થી થોડોક દૂર ભાગે છે અને એક ચમચી ભરી ને હલવો મોઢામાં મૂકે છે અને.....)

આ....થું...... આ.....શુ..... સિદ્ધિ તું વળી મારા માટે મીઠા વાળો ખારો હલવો લાવી ને ........😬😬😬😬😬😬😬😬😬😬😬😬😠😠😠😠😠😠😠😠😠😠😠😠😠

આજે તો તને છોડીશ નહિ જોવું છું તે કોણ બચાવે છે મારાથી.. આજે તું ગઈ મારા હાથે ઉભી રે તું......તને છોડીશ નહિ......
(સિદ્ધિ છત પર થી નીચે સિડી ઓ બાજુ ભાગવા લાગે છે અને વિનાયક તેને પકડવા તેની પાછળ દોડે છે......બંન્ને ખૂબ જ મસ્તી કરતા હોય છે અને એટલા માં ત્યાં સોનલ માસીનાયક ના મમ્મી ત્યાં આવી જાય છે)

આન્ટી પ્લીઝ .....બચાવો.... આ તમારો વિનાયક મને મારવા આવે છે.....તમે જ સમજાવો ને.....એક તો હું કેટલી મહેનત કરી ને એને ભાવતો હલવો બનાવી લાવી અને એ છે કે મારા વખાણ કરવાની જગ્યાએ મને હેરાન કરે છે......

(વિનાયક ગુસ્સા સાથે તેની મમ્મી ને કહે છે)
મમ્મી આજે તો તું અમારા થી દુર જ રેજે તું દરવખતે આ ચિબાવલી ની જ સાઈડ લે છે અને આજે તું હું તારી વાત બિલકુલ નહિ સાંભળું આ ચાપલી તો ગઈ આજે તું જ કે કોઈ 2 વખત ખારો હલવો ખવડાવે કાંઈ????

(સિદ્ધિ સોનલબેન ને પાછળ સંતાયેલી વિનાયક ને ચિડાવે પણ આ વખતે તે ખૂબ જ ખિજાયેલો છે)
મમ્મી તું હટી જા આજે તો હું એને માફ નહિ જ કરું ............(સોનલબેન વિનાયક ને શાંત કરવાની કોશિશ કરતા)

એક મિનિટ....એક મિનિટ....તમે પેલા શાંત થાઓ અને મને કહો કે થયું છે શું? જે તમે આટલા ઝગડો છો મને પહેલેથી આખી વાત કરો ચાલો.....બંને મારી પાસે બેસી જાઉં.....(સિદ્ધિ વિનાયક ને ચીડવવા માટે તેની મમ્મી ના જુવે એ રીતે જીભ કાઢે છે અને એના બદલા માં વિનાયક તેના વાળ હળવેકથી ખેંચે છે....)

સિદ્ધિ તરત જ આન્ટી ને કઈ દે છે....આહ આન્ટી આને મારા વાળ ખેંચ્યા....
હવે તમે લોકો ઝગડવાનું બંધ કરો મારે ઘણું કામ છે બોલ વિનાયક શું કર્યું સિદ્ધિ એ આજે.........

મમ્મી આજે આ ચિબાવલી એ બીજી વખત મને ખારો હલવો ખવડાવ્યો તું જ કે કોઈ એના બેસ્ટ ફ્રેન્ડ જોડે આવું કરે કાંઈ......... 😞😞😞😞😟😟😟😟😕😕😕😕😒😒😒😒😒😒

હમ્મ તે તારી વાત તો કહી દીધી અને હું આન્ટી તમને ખબર છે આ જ્યારે મારા માટે ડેરી મિલ્ક લાવે ત્યારે એમાં કઈંક નાખીને જ લાવે આને 3 વખત વખત મારા દફતર માંથી ચોકલેટ ચોરી ને પછી બગાડી નાખી ને મને ખવડાવી છે એટલે હું તો હિસાબ બરાબર કરતી તી....(સિદ્ધિ એકદમ ભોળો ચહેરો બનાવીને સોનલબેન ને કહે છે.)

હિસાબ બરાબર એમ ને મમ્મી હું તો એના સારા માટે કરતો હતો જો એ ગળી ચોકલેટ ખાય તો એના દાંત બગડી જાય ને ! અને હું હોવ ને મારી આ ચાપલી ના દાંત થોડી બગડવા દઉં

જોયું આન્ટી આ ખોટું બોલે છે અને જો એને મારા દાંત ની આટલી જ ચિંતા હોય તો મારો પણ હક્ક છે ને કે હું એના સ્વથ્ય નું સારી રીતે ધ્યાન રાખું....એટલે મેં એને ભાવતો હલવો બનાવ્યો અને એને ડાયાબિટીસ ના થાય એટલે મીઠું નાખ્યું પણ સાચે મને પણ એની ચિંતા હતી એટલે મેં આવું કર્યું

હા....હો....તને....તો...સૌથી વધારે મારી જ ચિંતા થાય નહિ!!!!! મમ્મી તું આની વાતો માં ના આવતી આજે તો હું એને છોડીશ નહિ
વિનાયક ઉભો રહે મને તારા બેસ્ટ ફ્રેન્ડ પેલો પરેશ છે ને તેને કીધું તું કે તને આવો હલવો ભાવશે એટલે મેં આવી રીતે બનાવ્યો.
મને મારા ભાઈ પરેશ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ આવું કાંઈ કે જ નહીં પણ હા તું મારાથી બચવા માટે એનું નામ લઈ શકે ખરા એ વાત ની ખાતરી છે.આજે તો તું ગઈ ઉભી રે.......

(સિદ્ધિ ભાગતી હોય છે અને વિનાયક તેની પાછળ હોય છે ત્યાં જ સોનલબેન બંને ને અટકાવે છે.)
ઉભા રહી જાઓ મેં મારા વિનાયક માટે હલવો બનાવ્યો છે હું હમણાં લઈ ને આવું છું ત્યાં સુધી તમે મસ્તી નહિ કરો અને જે મસ્તી કરે તેને હલવો નહિ મળે...

Ok આન્ટી હું મસ્તી નહિ કરું . વિનાયક સોરી ચાલ મને માફ કરી દે બસ હવે એક જ વખત તને ખારો અથવા તીખો હલવો હલવો ખવડાવું એટલે હિસાબ બરાબર....

સારું આપ પેલો ડબ્બો મારી બેસ્ટ ફ્રેન્ડ ની ખુશી માટે હું આ હલવો તો શું ઝેર આપે ને તો પણ ખાઈ જાઉં

મેં તને કેટલી વખત કહ્યું છે કે મારી સામે આવી ઝેર ની વાતો નહિ કરવાની તો પણ તને યાદ જ નહીં રહેતું ને......😢😢😢😢😢

બસ હવે ઈમોશનલ ના થા હું ક્યાંય જવાનો નહિ તને મૂકીને આવી ખતરનાક ડાકણ થીં આટલો જલ્દી થોડો કાંઈ પીછો છૂટવાનો છે મારો...

ઉભો રે તું તે મને ડાકણ કીધું આજે આન્ટી ને તારી ફરિયાદ કરી દઉં પછી હલવો હું એકલી જ ખાઈશ હો...

મારે પણ ખાવો તો પણ ચાલશે હવે શું કરી શકાય..(એકદમ ઉદાસ ચહેરો બનાવને વિનાયકે કહ્યું..)

સિદ્ધિ વિનાયક નો ઉદાસ ચહેરો જોઈ ને તરત જ પીગળી ગઈ... અને જ્યારે સોનલબેન હલવો આપી જાય છે ત્યારે ત્યાં છત પર બેસી ને બંને સાથે મળી ને હલવો ખાય છે.

વિનાયક તેની બેસ્ટ ફ્રેન્ડ ની યાદો માં આ રીતે ખોવાયેલો હોય છે ત્યાં જ અચાનક પરેશ આવે છે..... અને તેને તેના વિચારો માંથી બહાર લાવે છે☺☺☺☺☺☺☺☺.

પરેશ વિનાયક ના ખભા પાછળ હાથ મૂકે છે અને કહે છે..... what's up bro... કયાં વિચારોમાં ખોવાયેલો હતો.......

વિનાયક પરેશ ને જોઈ ને ઉભો થાય છે અને બંને ગળે મળે છે અને પછી વિનાયક પરેશ ને કહે છે કે ....... કાંઈ ખાસ નહિ ભાઈ મને સિદ્ધિ ની યાદ આવતી હતી આજે તેને ગયા ને ચાર મહિના થઈ ગયા પણ તોય એ મારી આસપાસ હોય તેવું જ લાગે છે.....

હમ્મ સાચી વાત તારી વિનાયક જો તું સિદ્ધિ ને ભૂલવાનો પ્રયત્ન પણ નઈ કરે ને તો તને એવું જ લાગશે અને આ શું તું હાલ પણ તેની ફેવરેટ ડેરી મિલ્ક ચોકલેટ તારા હાથ માં લઈ ને બેઠો છે મુક આને અહીંયા અને ચાલ મારી સાથે આપણે સુધીર સર ને મળવા જવાનું છે

(પરેશ વિનાયક ના હાથ માંથી ચોકલેટ છત પર જ મુકવી ને તે વિનાયક ને નીચે ઘર માં લઈ જાય છે બંને નીચે જતા હોય છે ત્યારે પાછળ થી ચોકલેટ હવામાં ઉછળે છે તેનું કાગળ આપોઆપ ખુલી જાય છે અને આખી ચોકલેટ હવામાં ધીરે ધીરે હવામાં ગાયબ થઈ જાય છે તે અદ્રશ્ય જોઈ ને એવું લાગતું હતું કે જાણે કોઈ અદ્રશ્ય વ્યક્તિ ચોકલેટ ને ખાઈ રહ્યું હોય .........)



વિનાયક ના ગયા પછી આ ચોકલેટ અચાનક કઈ રીતે હવામાં અદ્ગશ્ય થઈ ગઈ તો ક્યાંક સિદ્ધિ ના આત્મા એ તો આ ચોકલેટ ને ગાયબ નહિ કરી હોય ને .......

સિદ્ધિ નો આત્મા પાછો આવ્યો હશે તેનું તેના વિનાયક માટે નું પાગલપન લઈ ને અને જો તેનો આત્મા વિનાયક ની આસપાસ ફરી રહ્યો છે તેની વિનાયક ને જાણ થશે .......

મારા આ સવાલો ના જવાબ સાથે બહુ જલ્દી મળીએ બીજા ભાગ માં

ત્યાં સુધી જોડાયેલા રહો મારી રહસ્યમય અને રોમાંચક નવલકથા ...........

દોસ્તી પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તા એટલે સિદ્ધિ વિનાયક.......




ક્રમશ..............................................................