3 દિવસ સુધી વંશિકા મને કોન્ટેકટ નહોતી કરવાની. 3 દિવસ સુધી આપણી વચ્ચે કોઈ વાત નહિ થાય આ વંશિકાના શબ્દો હતા. એને મને જણાવ્યું કે એના અંકલ અને એમના ફેમિલી મેમ્બર્સ આવે છે લંડનથી એટલે હું એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાની છું. અમે લોકો અમુક પ્લેસ પર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે કારણકે એ લોકો ઘણા સમય પછી અમદાવાદ આવી રહ્યા છે અને એમના દીકરા-દીકરીએ અમદાવાદ જોયું જ નથી એટલે એમને વિઝિટ કરાવવા માટે હું 3 દિવસ એમની સાથે જ રહીશ. 3 દિવસ કદાચ આપણે વાત નહિ થઈ શકે અને હું ઓફીસ પણ નથી આવવાની. વંશિકા ફક્ત એટલું કહીને જતી રહી હતી કે 3 દિવસ વાત નહિ થઈ શકે પણ હું પોતેજ જાણતો હતો કે એ 3 દિવસ મારા માટે 3 મહિના જેવા હતા. દરરોજ થતી વાતોમાં જો ગેપ આવે તો એ 3 દિવસ કાઢવા પણ ખૂબ મુશ્કેલ પડતા હોય છે. આ 3 દિવસ હું ઓફિસમાં કામ પર વધુ ધ્યાન આપવા પ્રયત્ન કરી રહ્યો હતો કારણકે હું નહોતો ઈચ્છતો કે એના વિચારોના કારણે મારુ કામ પરનું ફોક્સ ઓછું થાય અને હું એના વિચાર કરતો રહું. 3 દિવસ સુધી વાત નથી જ થવાની તો પછી એના વિશે વધુ વિચાર કરવા કરતાં મેં મારું વધારાનું કામ પતાવવાનું નક્કી કર્યું. પહેલાજ દિવસે મેં લેટ નાઈટ સુધી રોકાઈને કામ પતાવવાનું નક્કી કરી લીધું હતું કારણકે ઘરે જઈને પણ મારે એકલાજ રહેવાનું હતું અવી અને વિકી પોતાના એક પ્રોજેક્ટના કામથી ૧ અઠવાડિયા માટે વડોદરા ગયા હતા એટલે હવે એ લોકો વગર પણ મારે ૫ દિવસ કાઢવાના હતા. ઘરે આંટીને મેં એક અઠવાડિયા સુધી જમવાનું બનાવવાની ના પડી દીધી હતી કારણકે મારુ ઘણું બધું કામ પેન્ડિંગમાં પડ્યું હતું. વંશિકા જોડે વાત કરવાના કારણે મેં અત્યાર સુધી ઘણું કામ પેન્ડિંગમાં રાખ્યું હતું જે મને હવે ખ્યાલ આવી રહ્યો હતો. પહેલા દિવસે સવારે હું મારી ઓફિસમાં ગયો અને મારી વર્ક પેન્ડિંગની લિસ્ટ જે મારા પી.સી.માં સેવ કરેલી હતી જે મેં ચેક કરી. ઘણા બધા સોફ્ટવેરના મોડીફિકેશન અને ડેવલપમેન્ટ મેં પેન્ડિંગમાં રાખ્યા હતા જે મેં શિખાને આપેલા હતા. શિખા મારી પરિસ્થિતિ સારી રીતે સમજતી હતી અને મારી આસિસ્ટન્ટ હોવાના કારણે એ મારું ઘણું બધું કામ પૂરું કરી નાખતી હતી. મેં મારી લિસ્ટમાં ચેક કર્યું એમાંથી અમુક સોફ્ટવેરનું કામ શિખાએ પતાવી દીધું હતું. હું ઓફિસની બહાર ગયો અને તરત શિખાને મળ્યો. મેં બાકી રહેલી ફાઇલ્સ વિશે પૂછતાં જણાવ્યું કે અમુક ફાઈલોના મોડીફિકેશન કરવાના છે જે મારી સમજની બહાર છે એટલા માટે મેં પેન્ડિંગમાં રાખ્યા હતા કે તમને પૂછીને હું આગળ એના પર કામ કરીશ. મેં તરત શિખાને બાકીના સોફ્ટવેર પર કામ ન કરવા માટે જણાવ્યું
શિખા: કેમ સર આગળનું કામ નથી કરવાનું ?
હું : ના, હવે આગળનું બધું કામ હું પતાવીસ તારે કાઈ કરવાની જરૂર નથી.
શિખા : મારા થી કોઈ ભૂલ તો નથી થઈ ને ?
હું : ના ચિંતા ના કરીશ. તારી કોઈ ભૂલ નથી થઈ. હું બાકીનું કામ 2 કે 3 દિવસ લેટ નાઈટ બેસીને પતાવી દઈશ. આમ પણ 3 દિવસમાં એક સોફ્ટવેર ડેવલપ કરીને આપવાનું છે અને ક્લાયન્ટને એને લોન્ચ કરવાનું છે એટલે હું જ કરી નાખીશ.
શિખા: તમે કેમ લેટ નાઈટ સુધી વર્ક કરશો?
(શિખા 2 વર્ષથી મારી આસિસ્ટન્ટ હતી અને એ મારો સ્વભાવ ખૂબ સારી રીતે જાણતી હતી. એને ખબર હતી કે કોઈ પણ સ્ટાફથી નાની મોટી ભૂલ થાયતો હું ક્યારેય એમની ભૂલો જણાવતો નહોતો કે એમના પર ગુસ્સો નહોતો કરતો. હું આગળનું કામ મારા પર લઈ લેતો હતો અને પોતેજ પૂરું કરી નાખતો હતો. આજ સુધી મેં શિખા પર પણ ક્યારેય ગુસ્સો નહોતો કર્યો. હમેશા શિખાની ભૂલ હોય તો પણ હું શિખાને એ કામ ન કરવા માટે કહી દેતો અને પોતે કરીને પછી એને સમજાવતો કે ક્યાં કોર્ડિંગ કરવામાં પ્રોબ્લેમ હતો અને એના લીધે શુ પ્રોબ્લેમ હતો. જેના કારણકે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવી જતું હતું અને કોઈનો વાંક પણ નહોતો આવતો. મારા આ સ્વભાવને કારણે આખા સ્ટાફમાં મારી ઇમ્પ્રેશન ખૂબ સરસ હતી અને બધાજ લોકો મારા નિર્ણયને ન્યાય આપતા હતા. આ વખતે પણ શિખાને મેં કામ કરવા માટે ના પાડી ત્યારે શિખાને એવું લાગ્યું હતું કે એની કોઈ ભૂલ થઈ હશે જેના કારણે હું શિખાને એ સોફ્ટવેર પર આગળ કામ કરવાની ના પાડી રહ્યો હતો એના કારણે મને એણે એ પ્રશ્ન કર્યો હતો કે મારી કોઈ ભૂલ થઈ છે કે શું.)
હું: અરે ચિંતા ના કરતી. તારી કોઈ ભૂલ નથી થઈ. વાત એવી છે કે મારી 3 દિવસ વંશિકા સાથે વાત નથી થવાની. એના ઘરે ગેસ્ટ આવ્યા છે એટલે એ ૩ દિવસ ઓફીસ પણ નથી આવવાની અને અવી-વિકી પણ ૧ અઠવાડિયા માટે વડોદરા ગયા છે એમના પ્રોજેક્ટના લીધે. આ ત્રણેય જણા એક સાથેજ મને એકલો મૂકી દીધો છે અને ઘરે જઈને પણ મારે કોઈ કામ કરવાનુજ નથી એટલે માટે મે તારા પર રહેલો વર્કલોડ ઓછો કરી નાખ્યો છે. હું 3 દિવસમાં મારો બધોજ વર્કલોડ પૂરો કરી નાખવા માંગુ છું કારણકે પછીથી હું ફ્રી થઈ શકું અને આગળ જતાં તારા પર પણ વર્કલોડ ઓછો થઈ જાય.
શિખા: શુ વાત છે સર. તમારો પ્રેમતો દિવસે-દિવસે વધતો જાય છે? 3 દિવસ વાતોના થઈ તો આગળનો સમય પર્સનલી ફાળવવા માટે અત્યારે જ બધો વર્કલોડ ફિનિશ કરી રહ્યા છો કોઈ માટે.
હું: તે ફરીવાર મજાક શરૂ કરી દીધી. ધ્યાન રાખજે હો પછી એવો વર્કલોડ આપી દઈશ કે પીસી પરથી ઉભી પણ નહીં થઈ શકે.
શિખા: હા, હવે આસિસ્ટન્ટને શુ હોય બીજું. જેમ બોસ કહે એમ કરવું પડે.
હું: બસ હવે બહુ ઇમોશનલ કરવાની ટ્રાય ના કરીશ. તને બહુ સારી રીતે ઓળખું છું.
શિખા : ખૂબ સરસ. હા તો વાંધો નહિ સર જેવી તમારી ઈચ્છા. તમે તમારો વર્કલોડ પૂરો કરો અને એવું છે તો હું પણ તમને એમાં સપોર્ટ કરીશ. હું પણ તમારી સાથે લેટ સુધી રોકાઈશ અને બધોજ વર્કલોડ ફિનિશ કરાવીશ.
હું: ના, તારે રોકાવાની જરૂર નથી. હું જાતે કરી લઈશ આમ પણ ખાલી એક સોફ્ટવેરનું કામ જ છે ને ખૂબ વધુ સમય નહિ લાગે.
શિખા: એક નહિ બે સોફ્ટવેરનું કામ છે.
હું: બે ક્યાંથી હોય મારી લિસ્ટમાં જોયું એક જ સોફ્ટવેર છે.
શિખા: હા એ ખાલી ડેવલપ કરવાનું છે જેનું 50% કામ પૂરું છે અને એક સોફ્ટવેર કોમ્પ્લેક્સ મોફીફિકેશન કરવાનું છે જે હમણાં થોડા સમયમા તમારી નજર સમક્ષ આવશે. ગઈ કાલે તો તમે જતા રહ્યા હતા ત્યારે મને તમારા બોસે જતી વખતે એનો રેકોર્ડ આપી દીધો હતો.
હું: ઓહહ, એટલે હવે મારે ૩ ના ૪ દિવસ કાઢવા પડશે લાગે છે.
શિખા: ના, હું તમારી સાથે રહીશ. આપણે લેટ નાઈટ સુધી રોકાઈને કદાચ કામ પતાવી દઈશું.
હું: અરે એ સોફ્ટવેર આપણે પછી કરી નાખીશું અથવા બીજા કોઈ કલીગને આપી દઈશું. તું શું લેવા હેરાન થાય છે એના માટે થઈને.
શિખા: હું, હેરાન નથી થતી હું ફક્ત તમારી હેલ્પ કરી રહી છું કારણકે પછી તમે ફ્રી થઈને આરામથી તમારો સમય કોઈ બીજા માટે સાચવી શકો. કારણકે મને ખબર છે આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિ આપણા માટે કેટલું મહત્વનું હોય છે. હું પણ એજ ઇચ્છું છું કે તમે તમારો સમય એના માટે કાઢી શકો. કારણકે સમયનો ક્યારેય કોઈ ભરોસો નથી હોતો. ખબર નહિ ક્યારે તમારા મનપસંદ વ્યક્તિથી તમને દૂર કરી નાખે છે.
હું: હા ગાંડી, તું લેટ નાઈટ સુધી રોકાઈશ બસ. ચાલ મારી પરમિશન મળી ગઈ તને. હવે એક કામ કર મારી ઓફિસમાં ચાલ આપણે આગળનું ડેવલપમેન્ટ જોઈ લઈએ અને ચેક કરી લઈએ. એની પહેલા એક સરસ કોફી…
(મારી નજર શિખાની આંખો સામે હતી અને મને દેખાયું કે એની આંખો હવે ભીની થવાના આરે છે. કારણકે એની આંખો પાણીદાર થવા આવી હતી. મને ખબર હતી કે શિખા સાથે જો આ પ્રેમ નામના ટોપિક પર વધુ વાત કરીશ તો એ પોતાનો કન્ટ્રોલ ખોઈ બેસશે અને રડવા લાગશે. મને આજે પણ યાદ હતો એ દિવસ જ્યારે શિખા મને હગ કરીને રડી હતી. એ દિવસે મેં પહેલીવાર એની આંખમાં આંસુ જોયા હતા. એક એવું વ્યક્તિ જેને આપણે અનહદ પ્રેમ કરતા હોઈએ અને જ્યારે એ હમેશા માટે આપણને છોડીને દૂર જતું રહે ત્યારે જે દર્દ થાય છે એ દુઃખ મેં ત્યારે પહેલીવાર શિખાને મહેસુસ કરતા જોઈ હતી.)
શિખા: હા, સ્યોર ચાલો..
હું અને શિખા મારી ઓફિસમાં ગયા અને શિખાએ મને આગળના કામ વિશે મારા પીસીમાં પડેલા પેન્ડિંગ વર્કસ વિશે જણાવવા લાગી. એને ક્યાં ક્યાં સોફ્ટવેરમાં મોડીફિકેશન કર્યા હતા અને શું શું મોડીફિકેશન કર્યા હતા એ બધો જ ડેટા એ મને પ્રેક્ટિકલી પીસીમાં દેખાડવા લાગી. એને જેટલા સોફ્ટવેરમાં મોડીફિકેશન કર્યા હતા એમા મને એક પણ સુધારો કરવા જેવો લાગતો નહોતો. શિખાએ પોતાનું કામ જવાબદારીપૂર્વક પૂરું કરી નાખ્યું હતું. થોડીવારમાં કોફી પણ આવી ગઈ અને અમે ગરમ – ગરમ કોફીની મજા લેવા લાગ્યા એટલી વારમાં લેન્ડલાઈન પર અમારા બોસનો કોલ આવ્યો અને એમને મને જણાવ્યુંકે એમણે એક ફાઇલ મેઈલ કરી છે જે મારે ચેક કરીને એના પર આગળનું ડેવલપમેન્ટ કરવાનું છે. મેં તરત મારુ મેઈલ એકાઉન્ટ ખોલ્યું અને મેઈલ ચેક કર્યો. આગળનું ૫૦% કામ આ મેઈલ પરથી પૂરું કરવાનું હતું. આ સોફ્ટવેરનું ડેવલપમેન્ટ મેં જાતેજ કરવાનું નક્કી કર્યું કારણકે અમારો રુલ્સ હતો કે જ્યારે સોફ્ટવેર સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે સિનિયર એક્ઝિક્યુટિવજ એ સોફ્ટવેર એકવાર ચકાસીને ક્લાયન્ટને લોન્ચ કરે જેથી કરીને છેલ્લે ક્લાયન્ટ તરફથી કોઈપણ પ્રકારની ગાળો સાંભળવાનો ચાન્સ ના મળે અને જો કદાચ કોઈ ગોટાળો લાગેતો એનો બધોજ શ્રેય સિનિયરને જ મળે જેને એ સોફ્ટવેર ચકાસીને લોન્ચ કર્યું હોય. મેં શિખાને મારા કામ માટેની પણ માહિતી આપી દીધી અને એનું આગળનું કામ સમજાવી દીધું કે એને શુ-શુ મોડીફિકેશન કરવાનું છે. ફાઇનલી એ સાથે અમારા બંનેની કોફી પણ પુરી થવા માટે આવી, 3 દિવસનું પેન્ડિંગ વર્ક પણ ડિસ્કસ થઈ ગયું અને સાથે સાથે શિખાના ચહેરા પર જે ઉદાસી આવી હતી એ પણ ગાયબ થઈ ગઈ. હવે શિખા પોતાની જગ્યા પર ગઈ અને પોતાનું કામ કરવા લાગી અને હું પણ મારા કામમાં લાગી ગયો.