આગળ આપણે જોયુ કે વિક્રમ મહાદેવ ના મંદિર તરફ જાય છે જ્યા થી ત્રિશુલ મેળવી એ પેલા અઘોરી નો વધ કરી શકે .પણ રસ્તા માં જીપ માં પેટ્રોલ ખતમ થઇ જાય છે પેટ્રોલ પંપ નથી મળતુ કોઈ ની મદદ નથી મળતી જેના લીધે એને ચંદનગઢ પહોંચતા રાત ના મોડુ થઇ જાય છે. એમાં ય ઇન્સ્પેક્ટર અમર એને રસ્તામાં રોકી લે છે અને સમાચાર આપે છે કે અદિતિ નો કંઇ પતો મળતો નથી .એ પછી એ વિક્રમ ને પુછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જાય છે .
**********************************************
મારી આંખ જ્યારે ખુલી તો પહેલા તો અંધારા સિવાય કંઇ જ ના દેખાયુ પણ જ્યારે આંખ ને અંધારા માં ય દેખાવા લાગ્યુ તો ખબર પડી કે હું મારા રુમ ના પલંગ ના મખમલી બિસ્તર પર નહિ ઘર થી ક્યાંય દુર એક વેરાન જગ્યા પર ઉભી છું અને એમાંય થોડી જ દુર હવેલી દેખાઇ ત્યારે તો મારા મોતિયા જ મરી ગયા.હુંએ હવેલી ના લોખંડી દરવાજા આગળ જ ઉભી હતી .મને થયુ મુઠ્ઠી વાળી ને અહિંથી ભાગી જઉં પણ મારા પગ ત્યાં ને ત્યાં જ ચોંટી ગયા .વિક્રમ મારી જોડે નથી ને હું વળી અહિંયા ક્યાં ફસાઇ ગઇ. હું તો મારા રુમ ના પલંગ પર સુતી હતી હું અહિયાં કેમ કરીને પહોંચી ગઇ.
હું કંઇ આગળ વિચારું એ પહેલા જ એ લોખંડી મજબુત દરવાજો ભયાનક અવાજ કરતા ખુલી ગયો.એ સાથે જ હવેલી ની અંદર પ્રકાશ થયો .અને પછી અચાનક એક સ્ત્રી ની ભયાનક ચીખ સંભળાતા પેટ માં જોરદાર ફાળ પડી .અને એ સાથે જ," બચાવો ,કોઈ મદદ કરો ."એવા અવાજ આવ્યા.મારી હાલત તો કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ.ભર શિયાળે પરસેવે રેબઝેબ થઇ ગઇ .અંદર નહોતુ જવું તો ય મારા પગ એ તરફ વળ્યા.મારે તો ઘર બાજુ ભાગવું હતુ પણ ખબર નહિ હું જાણે અંદર ખેંચાયે જતી હતી એમ મારા પગ હવેલી તરફ આગળ ને આગળ વધે જતા હતા.સુકા પાંદડા કચડાવા નો અવાજ સાફ સાફ સંભળાતો હતો .સાથે સાથે ચીસ અને રુદન નો અવાજ આવતો હતો જે મારા હ્રદય ની આરપાર નીકળી જતો હતો.
હવેલી ના પ્રવેશદ્વાર પર પહોંચતા જ એ દરવાજો પણ આપોઆપ ખુલી ગયો.અને હું મારા ઉપર જાણે મારો પોતાનો મારા પર કોઇ કાબુ જ ના હોય એમ દરવાજો ખુલતા જ હું હવેલીની અંદર પહોંચી ગઇ.દર વખતે જ્યારે સપનુ આવતુ ત્યારે એની યાદ એકદમ સ્પષ્ટ હોતી પણ અત્યારે એ સપના ની યાદો સાવ અસ્પષ્ટ છે અને હવે શું થવાનું છે એ તો મગજ પર ભાર આપી ને યાદ કરતા ય યાદ નથી આવતુ .માત્ર એટલુ યાદ આવે છે કે મે આ બધુ પેલાયે સપના માં જોયેલુ હતું .હવેલી ની કાળી પડી ગયેલી દિંવાલો ,ધુળ ભરેલા રાજા મહારાજા ઓ ના ભીંતચિત્ર ,ઠેર ઠેર બાઝી ગયેલા કરોળિયા ના મોટા અને ભયાનક જાળા બધા જ જાણે મને ઘુરી ઘુરીને જોવે છે.હજું હું થોડા ડગલા આગળ ચાલીને દાદરા જોડે પહોંચી ત્યાં જ હવેલી નો દરવાજો બંધ થઇ ગયો.
જોરથી દોડતી દરવાજા પાસે પહોંચી દરવાજો હચમચાવ્યો.દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો .રડતા રડતા દરવાજો ખોલો એમ કેટલી ચીસો પાડી પણ ના કોઈ મારી મદદે આવ્યુ કે ના તો દરવાજો ખુલ્યો.હું થાકી ને નીચે બેસી ગઇ .અને ત્યાં જ હવેલી ની બધી લાઇટ જતી રહી.અને એકદમ અંધકાર પટ છવાઇ ગયો.મારા હ્રદય ના ધબકારા ભયાનક રીતે વધી ગયા.રુદન ય ડર ના માર્યે ગળા માં જ અટકી ગયું .
અંધારુ એટલું ગાઢ હતું કે કોઈ બાજુ માં ઉભું હોય તો ય દેખાય નહિ.ત્યાં હવેલી ના ઉપર ના માળ ના એક રુમ માં ઝાંખો એવો પ્રકાશ થયો.મને થોડી હાશ થઇ.
"અહિંથી બહાર નીકળવું હોય તો જ્યાં પ્રકાશ છે ત્યાં જા."એમ ક્યાંક થી અવાજ આવ્યો.મે ઉભા થઇ ને બધે જોયુ પણ અવાજ ક્યાંથી આવે છે એ સમજાતું નહોતુ.
મે હિંમત કરી ને પુછ્યું ,"તમે કોણ છો?અને હું તમારી વાત શું કરવા માનું?"
"વધારા ની વાત ના કર.જો તું મારી વાત નહિ માને તો અહિયાં જ કેદ થઇ ને રહી જઇશ.મરી જઇશ તો ય કોઈ ને ભાળ નહિ મળે.એટલે હું કહું છું તેમ કર.પ્રકાશિત ખંડ માં જા .ત્યાં તને આ દરવાજા ની ચાવી મળશે.ને તું બહાર નીકળી શકીશ."
હું દ્વિધા માં પડી કે શું કરવું એની વાત માનવી કે નહિ . હવેલી ઘણા સમય થી બંધ હોવાથી અંદર ભેજ હોવાના લીધે શિયાળા માં ય ગરમ હતી .એટલે સમય ની સાથે અકળામણ પણ વધે જતી હતી .મગજ કહેતું હતુ કે અંદર જઇ પેલી ચાવી લઇ આવું જેથી દરવાજો ખોલી શાકાય પણ હ્રદય અંદર જવા તૈયાર નહોતુ.જાણે કંઇક અગમચેતી ના એંધાણ આપતું હોય.
આખરે બુદ્ધિ નું માની હું આગળ વધી .દિવાલ પર લગાવેલા હિંસક પ્રાણી ઓ ની મુખાક્રુતિ મારા ડર માં અનેક ગણો વધારો કરતી હતી .હ્રદય ના ધબકારા એટલા જોરથી સંભળાતા હતા મને લાગ્યુ કે હ્રદય ધબકવાનું બંધ ના કરી દે .પેલા રુમ માંથી આવતા પ્રકાશ ના લીધે દાદર થોડો થોડો જોઈ શકાતો હતો.હું હિંમત કરીને પગથિયા ચડી .મને યાદ આવ્યુ કે હું આ બધું જ સપના માં રોજ જોતી હતી પણ આગળ શું થવાનું છે એ જ યાદ નહોતું આવતું.
અચાનક મને યાદ આવ્યુ કે પેલી ચીસો બંધ થઇ ગઇ છે .એના બદલે કોઈ નું રુદન અને ડુસકા પ્રકાશિત રુમ માં થી જ સંભળાતા હતા.જરુર એ રુમ માં કોઈ સ્ત્રી છે જે અત્યંત દુખ માં છે .પણ હું અહિયાં કેમ છું હું એની શું મદદ કરી શકું .કંઇ પણ હોય મારે અંદર જવું રહ્યું કદાચ એ મને દરવાજા ની ચાવી આપે અને અમે બંને આ ભયાનક અને બિહામણી હવેલી માંથી બહાર નીકળી શકીએ .એમ વિચારી હું એ રુમ તરફ આગળ વધે જતી હતી.
રુમ ની અંદર આરામ ખુરશી માં એક સ્ત્રી રાજકુમારી ના સફેદ વસ્ત્ર પહેરીને બેસી હતી.એ હથેળી માં મોઢું છુપાવી ને રડતી હતી.એનું માથું નીચે ઢાળેલુ હતું એટલે એનો ચહેરો નહોતો દેખાતો.હું ધડકતા હૈયે એની તરફ આગળ વધી .અને હું હજું તો થોડું જ આગળ વધી ત્યાં અચાનક કદરુપી અને બિહામણી આક્રુતિ મારી આગળ આવી. કે જેના આંખ ના ડોળા બહાર આવી ગયા હતા,ચહેરો સડી ગયો હતો એમાંથી માંસ બહાર દેખાતું હતુ અને માંસ માંથી લોહી ટપકતું હતું.મારી ચીસ બંધ જ નહોતી થતી .પણ પગ એ જગ્યાએ જકડાઇ ગયા હતા.પેલી બિહામણી આક્રુતિ મારી તરફ આગળ વધી અને ભયાનક અને કર્કશ અવાજ માં બોલી ,"મદદ કરવી છે એની. પણ તારી જ હાલત એવી થવાની છે કે કોઇ તને નહિ બચાવી શકે .તારી બલિ ચડશે અને પછી જીભ બહાર કાઢી ને બિહામણા અને સડેલા ચહેરા પર ફેરવી ને બોલ્યો,"પ્રેત દેવતા તારી જવાની લુટશે પણ કોઇ તને નહિ બચાવે."
એના હાથ લાંબા કરી ને મારુ ગળુ દબાવ્યુ ત્યાંજ અવાજ આવ્યો,"મારવાની નથી એને .મારી પાસે લઇ આવ."એમ સાંભળતા જ એની પકડ ઢીલી થઇ ને હું ડર અને આઘાત માં ક્યારે બેભાન થઇ ગઇ ખબર જ ના પડી .
**************************************--**********
અને અદિતિ ના બેહોશ થતા જ પિશાચે એને ઉપાડી ને રુમ માં આગળ વધ્યો.હીર ખુરશી માંથી ઉભી થઇ ને બોલી,"ચંદર ,ના લઇ જઇશ હું તારા પગે પડુ.તું એ નથી જે તું તારી જાત ને સમજે છે.એકસમયે આપણે એકબીજા ને અત્યંત પ્રેમ કરતા હતા.કમસે કમ મારા કહ્યાની લાજ રાખ.કંઇક તો યાદ કરવાનો પ્રયત્ન કર."
એની વાત સાંભળીને એ ઉભો રહ્યો .પણ ત્યાં જ અવાજ આવ્યો ,"એની વાત સાંભળવાની જરુર નથી .એને મારી પાસે લઇ આવ.અત્યારે જ"
એ અવાજ સાંભળતા જ એ પિશાચ હીર ને ધક્કો મારીને આગળ વધ્યો .અને અદિતિ ને લઇ ને જતો રહ્યો .અને હીર જમીન પર બેસીને જોર જોરથી રડવા લાગી.
*******-**************************-
અંતે એ જ થયુ જે અદિતિ એ સપના માં જોયુ હતું .અને વિક્રમ ઇન્સ્પેક્ટર અમર સાથે ફસાઇ ગયો છે .વિક્રમ સમયસર ત્રિશુલ મેળવી શકશે?શું એ અદિતિ ને બચાવી શકશે ?જાણવા માટે વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ