રાધા ઘેલો કાન :- 12
ગયા ભાગમાં કિશન અને રાધિકા રાધિકાની કોલેજ આગળ મળે છે.. અને બીજી બાજી નિકિતા અને એની કોઇ ફ્રેન્ડ કિશનની જ વાતો કરતા હોય છે.. અને નિકિતા એની ફ્રેન્ડ આગળ હજી એક વખત કિશનને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે... હવે આગળ..
ઓકે છોડોને યાર તમે બન્ને.. જે દિવસથી મળ્યા એ દિવસથી બસ ખબરની એકબીજાનાં દુશમન જ બની બેઠ્યાં છો..
ઓકે તો એને કે હવે એ અહીંથી જતો રહે.. કિશને રાધિકાને જવાબ આપ્યો..
અરે હું શુ કામ જવ?
આ કોલેજ કેમ્પસ તારું નથી.. મારી મરજી હું ગમે ત્યાં ઊભો રહું.. અને ગમે ત્યાં ફરું તારે શુ?
ઓકે ચલ કિશન આપડે બે જ અહીંથી બીજે ગમે ત્યાં જતા રહીએ.. આટલુ બોલતા રાધિકા કિશનનો હાથ પકડીને ચાલવા લાગી..
હાથ પકડતા જ કિશનનાં દિલે એક બગીચાનું રૂપ લઇ લીધું હોય એમ એક પછી એક ફૂલ એના દિલમાં ખીલવા લાગ્યા..
પણ એને ક્યાં ખબર હતી આ ખીલેલા દરેક ફૂલનાં કાંટા એને નડવાનાં છે..
રાધિકા કિશનનો હાથ પકડીને ચાલતી હોય છે એ દ્રશ્ય માત્ર કિશન માટે જ નહીં પરંતુ તેની આજુબાજુ ઊભા રહેલા દરેક માટે એક રમણીય દ્રશ્ય હતું..
રાધિકા કિશનને એમ ખેંચીને લઇ જાય છે જાણે
સાક્ષાત રાધા કૃષ્ણને લઈને જતા હોય..
રાધિકાનાં ચેહરા પર રહેલો એ પા ભાગનો ગુસ્સો એ ગુસ્સાની પાછળ છુપાયેલી કિશનને પામવાની જીદ.. એ જીદ પાછળ છુપાયેલ આ કિશનને દુનિયાથી અલગ કરી એક અલગ દુનિયા બનાવની તમન્ના.. આટઆટલા સપના રાધિકાનાં ચેહરા પર સ્પષ્ટ દેખાય આવતા હતા..
પણ આ દરેક સ્વપ્ન કિશન સમજશે કે કેમ?
રાધિકા કિશનને એની સ્કુટી સુધી ખેંચી લઇ જાય છે..
અને એનો હાથ છોડતાં અને કિશનને સમજાવતા કહે છે..
શુ કામ એની સાથે બોલાબોલી કરે છે?
એની તો આદત જ છે..કોઈની પણ સાથે દલીલ કરવાની...
પણ એ તારી સાથે વાત કરે એ મને ગમતું નથી.. કિશને વળતો જવાબ આપ્યો..
ઓહો.. તુ પણ મારો મિત્ર છે.. અને એ પણ મિત્ર જ છે.. તો મિત્રતામાં આવા ગમા-અણગમા ક્યાંથી આવે હે? રાધિકા પોતાની આંખોને ઝીણી કરી એની તરફ પોતાનું મો નમાવી અને પાંપણથી ઈશારો કરતા પૂછે છે..
પણ કિશન કઈ બોલતો નથી..
એ કિશન બોલને.. કેમ હવે કઈ બોલતો નથી?
અરે કઈ ની.. બસ એમ જ નહીં ગમતું..
હમમમ.. કઈ વાંધો નહિ..
ચલ.. તને નહીં ગમતું ને તો હું ઓછી વાતો કરીશ બસ હવે એની સાથે..
પણ મને એમ તો કેહ..કેમ નથી ગમતું??
અરે પાછો એજ પ્રશ્ન યાર?
ઓકે..ઓકે ચલ નહીં પૂછું..
હવે થોડો શાંત થા અને એમ કે આજે આપણે પેહલી વખત મળ્યા છીએ.. તો સાથે કોફી પીવા જઈએ?
મને કોફી નથી ભાવતી ..
ઓહહ કેમ? છેલ્લો દિવસ જોયા પછી કે? પેહલે થી જ?..હે.. હે.. હે ...😀
રાધિકા કિશનનો મજાક ઉડાવતા કહે છે..
હે..હે.. નાઇસ જોક.. પણ મને પેહલેથી જ નથી ગમતી ઓકે..
આપડે ચા પીવા જઇશુ..કિશને પણ રાધિકાની વાત કાપતા જવાબ આપ્યો.. અને પોતાનું બાઈક કાઢવા લાગ્યો..
અરે ના..ના.. કિશન બાઈકની જરૂર નથી..અહીં નજીક જ છે..
અરે નહીં મારું યાર બ્રેક.. 😀😉
હે.. હે.. નાઇસ જોક.. પણ બ્રેકનો સવાલ નથી ટી શોપ અહીં નજીક જ છે એટલે ક્વ છું..
ટી નહીં.. ચા ઓકે ચા..
એ હા બાપા તારી ચા.. જઇશુ હવે?
હા ચલો.. પોતાનાં હાથની અંદર કિશન રાધિકાનો હાથ માંગતા બોલે છે..
રાધિકા પણ હાથ થોડો કિશન નજીક લઇ જાય છે.. અને પાછો લઇ લે છે.. હે.. હે.. આની કોઇ જ જરૂર નથી મિસ્ટર..ચલો હો..
ઓકે તો તને કાગળ મળી ગયો એમને?
શેનો કાગળ? કિશન પૂછે છે..
હે.. તને નથી ખબર શેનો કાગળ? તો તુ એમને જ મારી કોલેજમાં આવી ગયો?
એટલે..? હું કઈ સમજ્યો નઈ યાર..
અરે રે..
શુ અરે રે.. ખરેખર મને નથી ખબર શેનો કાગળ?.
હું કાલે રાતે આવી હતી ને તારા ઘરે?...
હા મસ્ત લાગતી હતી.. તો?
તો એ વખતે આપડે કાકા ને એમ વાતો કરતા હતા ને?. .
હા મસ્ત વાતો કરતી હતી.. તો?.
તો એ વખતે મેં ત્યાં એક કાગળ મુક્યો હતો..
ઓહો.. જબરી હો તુ.. શુ લખ્યું તુ અંદર?.
કઈ ખાસ નહીં હવે..
તો કેહ તો ખરી પણ શુ હતું?.
અલા બસ એટલું જ કે તુ મને મિત્ર માનતો હોય તો કાલે મારાં કોલેજ ગેટ પર મળજે..
ઓહો.. બસ આ જ લખ્યું તુ?
કોથળામાંથી બિલાડું કાડ્યું.. કિશન મનમાં બબડે છે..
તો બીજું શુ લખું લા.. તુ તો જો..
પણ મેં તો એવુ કઈ વાંચ્યું નહીં.. હું તો એમ જ આવી ગ્યો તો..
એમ જ????
હમ્મ.. એટલે તને મળવા એમ..
હમમમ...
જબરું કહેવાય ને.. જે કહેવાનું હતું એ ખબર પણ પડી ગઈ અને મેં કીધું એ તે વાંચ્યું પણ નહીં..
હા સાચી વાત છે.. આપનો સંબંધ મિત્રતાથી પણ કંઈક વિશેષ છે..
હા હવે વિશેષ વાળી..
અંકલ બે કટીંગ.. રાધિકા ચા મંગાવે છે.
કેમ નથી વિશેષ? તારા બોલ્યા વગર હું તારી વાત સમજી ગયો તો વિશેષ જ કહેવાયને યાર..
હમમમ પણ થોડો થોડો..
હવ ડાયી..
પણ તારો વિશેષ સંબંધ છે.. એતો તે મને કીધું જ ના હો..
શુ?.
નિખિલ ક્યારનો વાત કરતો હતો એ તારી ગર્લફ્રેન્ડવાળી વાત..
અરે એ તો એમનેમ જ બકયા કરતો છોડને..
તુ ચા પી..
હવે આગળની વાત આગલા ભાગમાં..
જોડાયેલા રહેજો.. વાંચતા રેહજો..
અને ખાસ.. ઘરમાં રેહજો..
જય દ્વારકાધીશ.. 🙏🇮🇳
આપનાં પ્રતિભાવ આવકાર્ય છે...ભૂલતા નહીં.. 😊