Baani-Ek Shooter - 3 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

“બાની”- એક શૂટર - 3

“બાની”- એક શૂટર

ભાગ :3


સેન્ડવિચ....સેન્ડવિચ...!!

દૂરથી કોઈ મોટો પડઘો સંભળાતો હોય તેમ એહાનના કાનમાં હથોડાની જેમ તે શબ્દો કાન પર અથડાતા હતાં.

“હેય...!! હું ફક્ત તને અને તને જ ચાહું છું. તું જ ચાહત છે અને રહેશે.” એહાન બોલતો જતો હતો પરંતુ સામે છેડેથી એણે કોઈ ઉત્તર મળતો ન હતો.

એણે ફરી એ જ શબ્દો દોહરાવ્યા, “ ઓય તું મારો ઇશ્ક છે. મને વધારે કંઈ આ પ્યાર વ્યારના મામલા માં આવડતું નથી.”

“આવડે તો તને ઘણું બધું છે, મારા નજદીક તો આવ પહેલા..” સામે છેડેથી એ છોકરીએ એહાનને ખેંચી લીધો.

એહાનનાં કમર પર અચાનક નાજુક મુલાયમ હાથ ફરતાં હોય તેવું તે મહેસૂસ કરી રહ્યો હતો. તે જ હાથ ધીરેથી એના વાળમાં ફરી રહ્યાં હતાં. એહાનને ગલગલીયા થવા લાગ્યાં હતાં. એના માથાને જોરથી પોતાનાં તરફ ખેંચીને એ છોકરીએ હોઠો પર પ્રગાઢ ચુંબન કરી લીધું. એહાન શેનો હવે થોભી રહે !! એહાને એ છોકરીના હોઠોને લપાકથી પોતાનાં હોઠોમાં દબાવી દીધા. ધીરે ધીરે એ હોઠોનો મીઠો ટેસ્ટ કરતો રહ્યો. બંને આવેશમાં આવી ગયા હતાં. એહાને એ છોકરીને તદ્દન છાતીએ લગાવીને ભીંસી જ દીધી હતી. આજે જે ન થવાનું હતું એ કરીને જ રહેવાના હતાં..................

“સેન્ડવિચ....સેન્ડવિચ...!!” એહાનનાં મોમ ક્યારનાં એહાનને ઢંઢોળી રહ્યાં હતાં.

“અરે શું કરે છે ઉ....ઊઠ..!! થોડી વાર પહેલા જ તો આવ્યો અને કહ્યું કે ભૂખ લાગી છે મોમ. જે જલ્દી બને એ આપી દે..”

એહાન પોણા એક કલાક પહેલા જ ઘરે આવ્યો હતો. અને એ એવો થાક્યો હતો કે જેવો સોફા પર પડયો તેવો જ ગાઢ તંદ્રામાં ક્યારે સરી પડયો એનો ખ્યાલ એણે પણ ન રહ્યો. એની ઘણી છોકરીઓ મિત્રો હતી. પરંતુ ફક્ત મિત્રો હતી. એણે કોઈ ગર્લફ્રેન્ડ ન હતી. અને એહાન આવા જ સપનાંમાં અવારનવાર રાચતો રહેતો હતો. કે કાશ !! મારી પણ કોઈ ગર્લફ્રેન્ડ હોય તો કેવું ?? ગર્લફ્રેન્ડ હોય તો શું શું બનતું હશે ? કારણ એના ગ્રૂપ સર્કલમાં ઘણા ખરા ફ્રેન્ડોની ગર્લફ્રેન્ડ હતી અને છોકરા છોકરાઓ મળીને બીજા ટોપિક સાથે આ બાબત પર પણ ચર્ચા કરી જ લેતાં કે આજે મારી ગર્લફ્રેન્ડ સાથે હું આ હોટેલમાં હતો, પેલા પબમાં હતો, ફલાણા બીચ પર ગયેલો...આટલી રાત રોકાયો, અને પછી સેક્સ....એટલી વાર કર્યું.......!!

સૌથી મોટી વાત, ક્રિશ એણે એક કલાક પહેલા જ મળ્યો હતો અને કહ્યું કે, “ તે પોતાની ગર્લફ્રેન્ડના રૂમ પર જાય છે. એકલી જ છે ભાઈ.” લાસ્ટ ના અ જ શબ્દો એના દિમાગમાં ફરતાં થયાં અને ગમગીનમાં જ આ સપનામાં રાચતો રહ્યો.

“અરે શું છે મોમ. સુખેથી કોઈ સપનું પણ જોવા નથી દેતાં..” એહાન વાળમાં ખંજવાળ કરતો ઉઠ્યો.

“ઓહ !! તો મારા દીકરાએ શું સપનું જોયું ? મોટો એન્જીનીયર બની કરોડો રૂપિયા ગણી રહ્યો છે એમ..??” એહાનનાં મોમ સેન્ડવિચ મુકીને જતાં રહ્યાં હતાં અને તેઓ બધું કિચનમાં કામ કરતાં કરતાં બરાડી રહ્યાં હતાં.

“મોમ..” એટલું કહી એહાન મોબાઈલમાં પડી રહ્યો.

મોમે ફરી હાંક મારી, “ સેન્ડવિચ ખાઈ લે એહાન.” કહી તેઓ કિચનમાંથી બહાર આવ્યાં.

એટલામાં જ એહાનનાં મોબાઈલની રીંગ વાગી. ક્રિશનો કોલ હતો. એણે ઉઠાવ્યો.

“બે, તું મજાક નથી કરતો ને ? એક કલાક પહેલા જ હું એણે છોડીને આવ્યો છું ?” એહાન ફોન પર જોરથી ચિલાવ્યો.

“કંઈ હોસ્પિટલ?” એહાને ધીરગંભીર સ્વરે પૂછ્યું.

ફોન પર વાતો કરી રહેલા એહાનના ચહેરાની એકે એક રેખા બદલાતી જતી હતી અને આ બધી જ વાત સેન્ડવિચ હાથમાં આપવાં માટે આવેલા એહાનના મોમ સાંભળી રહ્યાં હતાં.

એહાને ઝટથી કોલ કટ કર્યો અને મોમને જોતાં કહેવાં લાગ્યો, “ મોમ હું આવું છું.”

“અરે તું હમણાં જ તો આવ્યો. ક્યાં જાય છે હવે ? આ સેન્ડવિચ..!!” એહાનનાં મોમે રાડો પાડી.

“મોમ ઈવાનનું મોટું એક્સિડન્ટ...!! હું આવ્યો.” એહાન આતુરતાથી જતાં જતાં કહી ગયો.

“અરે તું....” એહાનનાં મોમનું વાક્ય અધૂરું રહી ગયું. તરત જ તેઓ બબડ્યા, “ આ ઈવાન એક દિવસ મારા દીકરાને ક્યાં નો પણ ના રાખશે. આવો ફ્રેન્ડ રાખ્યો જ કેમ હશે એહાને..!! કોઈ પણ બાબતમાં મેળ બેસતું છે ? દારૂ પીય ને એનું એક્સિડન્ટ થયા જ કરે..!! પોતે તો અમીર બાપનો દીકરો છે. સાથે જ મારા ગરીબ દીકરાને પણ બગાડી રાખ્યો છે.”

****

ઘરની બહાર બાઈક લઈને એહાનની રાહ જોતો ક્રિશ ઊભો હતો.

“ભાઈ, જલ્દી કર.” ક્રિશે બાઈક સ્ટાર્ટ કરતાં કહ્યું.

એહાનનાં બેસતાં જ ક્રિશે ફૂલ સ્પીડમાં બાઈક ભગાવ્યું.

“એહ ટોપા !! ઈમરજન્સી છે એ તો મને પણ ખબર છે. પણ આમ ક્યાં સ્પીડમાં ભગાવે છે ? ક્યાંક ઈવાન સાથે બાજુનાં બેડ પર આપણો પણ નંબર ના લાગે.” એહાને ક્રિશને ટપલી મારતા કહ્યું.

ક્રિશ જાણતો હતો કે એહાન પોતાનાં મગજને શાંત રાખવા માટે નકામો બડબડ કરી રહ્યો હતો. તેણે ફૂલ સ્પીડમાં જ બાઈક ચાલુ રાખી.

થોડી વારે બંને જણા હોસ્પિટલમાં પહોંચ્યા.

હોસ્પિટલનાં બેંચ પર પહેલાથી જ ઈવાનનાં ડેડ ચિંતાતુર ચહેરો લઈને બેઠા હતાં. જયારે ઈવાનનો મોટો ભાઈ લકી આમતેમ લોબીમાં આટાફેરા કરી રહ્યો હતો.

“ઇવાન...? ” હાંફતો આવેલા એહાને લકીને પૂછ્યું.

“હાડકાં ભાગ્યાં છે એના...” લકીએ ગુસ્સાથી કહ્યું. આ સાથે જ એહાન અને ક્રિશે એકમેકના મોઢા તરફ જોયું.

સાલુ હોસ્પિટલમાં પણ મરીજ માટે મજાક જેવું વાતાવરણ ઈવાનના મોટા ભાઈ લકીએ ક્રિયેટ કરી દીધું હતું. ઈવાન હતો પણ એવો જ. મોજશોખ કર્યાં રાખે બાપના પૈસાના દમ પર. બ્રો અને ડેડ બિસનેઝ સંભાળે અને ઈવાન એમના પૈસા ઉડાવીને ઐશ કરે.

દિપકભાઈ જોશીનો બધા કરતાં નાનો લાડકો દીકરો એટલે ઈવાન. ઈવાન આજનાં જનરેશનનું નવું ફટાકડાની જેમ પેકેજ હતું. એનામાં સ્થિરતા નામની કોઈ બાબત હતી જ નહીં. આનું આ ત્રીજી વારનું અને એ પણ મોટું એક્સિડન્ટ. એક વાર અમદાવાદ ફરવા ગયો હતો ત્યારે થયેલું. બીજું લોનાવાલા અને આજનું મુંબઈમાં.

થોડીવારમાં ઈવાનના મોમ જ્યોતિબેન પણ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં.

બે કલાક બાદ ડૉ. ધૂમકેતુ ઓપેરેશન થેઈટરની બહાર આવતાં કહ્યું, “ દિપકભાઈ, ઈવાનનાં ડાબા પગનું ઓપેરેશન કરવામાં આવ્યું છે એણે રોડ્સ લગાડવામાં આવ્યો છે.” બીજા અગત્યનાં સૂચનો આપી ડૉ. ધૂમકેતુ ત્યાંથી જતા રહ્યાં.

એટલું સાંભળી ઈવાનના મોમ રડવા લાગ્યાં. લકી સાથે જ ઊભો હતો. તે બોલવાનું ચૂક્યો નહીં, “ લો, હવે તો મોજેમોજ. હવે બાઈક બંધ કરીને કારમાં સ્પીડથી દોડશે.” લકીનું આટલું સાંભળીને જ્યોતિબેને ડોળા કાઢ્યા.

“માં પા આ બધું તમારે લીધે થાય છે.” લકીએ ફરિયાદ કરી. પછી ગુસ્સાથી ભાર આપીને કહ્યું, “ બહુ, બહુ છુટ આપી રાખી છે. બાપ રે..!!”

દિપક ભાઈ કડક મિજાજમાં પરંતુ ધીમા સ્વરે બોલી ઉઠ્યા, “ લકી, ઘરે જઈને બધી વાત કરજે. હમણાં તને તારા નાના ભાઈ ઈવાનને સંભાળવાનો છે.”

“હમ્મ. એ જ તો કરવાં આવ્યો છું.” લકીએ રૂક્ષતા દાખવી.

લકી દિપકભાઈ નો સૌથી મોટો પુત્ર હતો. સમજદાર અને હોશિયાર. પરંતુ એણે હંમેશાં ઈવાનના કારણે પોતાના મોમ ડેડ પર ગુસ્સો આવતો. તેની કાયમની એમના પ્રત્યે ફરિયાદ રહેતી કે હજું પણ મોકો છે ઈવાનને જરા સુધારો. નહીં તો એ સાવ બગડી જશે.

થોડી વારે ઈવાન સાથે ભણતા છોકરા છોકરીઓનું મોટું ટોળું આવી પહોંચ્યું. અમીર ઘરાનાનો હતો એટલે ટોળકી પણ એટલી જ બનાવીને રાખી હતી. વોટ્સએપ પર ઈવાનના ગ્રૂપના ફ્રેન્ડોમાં મેસેજ ફરતો થઈ ગયેલો કે ઈવાનનું મોટું એક્સિડન્ટ થયું છે. હોસ્પિટલમાં સિરીયસ છે. બસ પછી તો શું થવાનું ? ઘોંઘાટની જેમ બધા એક સાથે ઘસારો કરતાં ચાલ્યા આવ્યાં. અંદર લોબીમાં આવતાં જ દેખાયું કે હોસ્પિટલમાં શાંતિ છવાયેલી છે એ જાણી બધા શાંત થઈને દિવાલને અટકીને એક સાઈડ ઊભા થઈ ગયા તો કોઈ બેંચ પર બેસી ગયા. આ જોઈને લકીનો દિમાગનો પારો વધુ વધ્યો, “ ભાઈ, ઈવાનના આજે લગન નથી.” એણે કહી જ દીધું અને એ આવેલા ટોળાએ શાંતિથી સાંભળ્યું પછી થોડા મલકાયા.

“એહાન, આ લે. અહિયાં અવેલેબલ નથી આ મેડીસીન. બહારથી લઈને આવ.” એહાનના હાથમાં મેડીસીનની પર્ચી થમાવતા લકીએ કહ્યું અને એહાન તરત જ મેડીસીન લેવા હોસ્પિટલની બહાર ગયો.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે.)