HELP - 4 in Gujarati Fiction Stories by ashish raval books and stories PDF | HELP - 4

Featured Books
Categories
Share

HELP - 4

પ્રકરણ-૪ અંગૂઠી

પછીના દિવસે સવારે ઊઠીને જોગિંગ કરવા ગઈ ત્યારે પાછા આવતા જ પિનાકીન જયસ્વાલ સાથે તેનો ભેટો થયો. ટ્રેક પેન્ટ અને ટીશર્ટ માં તે ચાલવા નીકળ્યા હતા. બેલા ને જોઈને અચંબો અને આનંદ બંને તેમના ચહેરા પર દેખાઈ રહ્યા હતા. બેલાને અત્યારે તેમને નજીકથી જોવાનો મોકો મળ્યો. તસવીરમાં જોયા મુજબ જ ગોળ ચહેરો મોટું લલાટ ગળામાં રુદ્રાક્ષની માળા ! હા ચહેરા પર કરચલીઓ વધારે, અને વાળ પણ મોટેભાગે સફેદ થઈ ગયા હતા. બેલાને આનંદઆશ્ચર્યથી નિહાળતા તે બોલ્યા.

‘અનુ એ સાચું જ કહ્યું હતું ! તું બિલકુલ ધારા જેવી જ દેખાય છે. ઈશ્વરે તારા સ્વરૂપમાં અમને ફરી ધારાને જોવાનો મોકો આપ્યો.’

બેલા નીચે તાકી રહી .શું જવાબ આપવો તેની વિમાસણમાં હતી.

‘તમને ફ્લેટમાં કે બીજી કોઈ રીતે હેરાનગતિ હોય તો મને ચોક્કસ કહેજો. એમ પણ આપણી નાની સ્કીમના ચેરમેન તરીકે મારી ફરજ માં પણ આવે છે. તુ શું અભ્યાસ કરે છે બેલા?’

‘હું આઇ.ટીના ચોથા સેમમાં છું’

‘કોલેજ ?’

‘સાલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં !’’ ‘ ગુડ !ઘરે મળવા આવતી રહેજે.અમને ગમશે.’બેલા ના માથા પર વાત્સલ્યથી હાથ ફેરવી તે ચાલતા થયા.

બેલા કોલેજ તો પહોંચી પણ આજે એક પણ લેક્ચરમાં એનું મન ચોંટતું નહોતું. વળી વળીને નિરાલીના મર્ડર ના વિચાર તેના મનમાં આવી જતા ખૂન કેસની તપાસ શું ચાલી રહી છે ?તે જાણવા પણ બેલા અધીરી બની હતી. પણ એમ વારેવારે આલોક ને ફોન કરવા યોગ્ય નહોતા. પણ પોતે જ કંઈ તપાસ કરે તો !એકાએક તેને એક વિચાર સુઝી આવ્યો. તેને નવાઈ લાગી. પહેલા તેને આવો વિચાર કેમ ના આવ્યો ? પોતાનો વિચાર પર અમલ કરવા જતી હતી. ત્યાં જ આસ્થા બોલી-‘ આજ સવારના છાપામાં નિરાળી ના મોતના સમાચાર છે.’

‘ઓહ ! પોતે તો આજે છાપુ વાંચયુ જ નહીં !’ બેલાને અફસોસ થયો.

‘ શું સમાચાર છે ? તેણે આસ્થાને પૂછ્યુ.

‘બસ આલોક કહ્યું હતું એનું એ જ. અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતી નિરાળી શાહ નુ રહસ્યમય સંજોગોમાં મોત. આપઘાત કે મર્ડર ? પોલીસ તપાસ ચાલુ છે. વગેરે વગેરે. બીજા બધા તપાસ અધિકારીના નામ છે પણ ક્યાંય આલોકનુ નામ નથી’ આસ્થાએ નિરાશ થતા કહ્યું.

‘ એનાથી શું ફરક પડે છે આસ્થા ?’

‘ અરે આપણા બોય ફ્રેન્ડ નું નામ છાપામાં આવે તો આનંદ તો થાય ને !’

‘તું પણ આસ્થા !’ આસ્થા ની રમુજ પર બેલાને હસવું આવ્યું તેણે પોતાના મગજમાં આવેલા વિચારને અમલમાં મૂક્યો. Facebook સર્ચમાં નિરાળી શાહ લખ્યું .સેકન્ડોમાં અનેક “નિરાલી શાહનુ “ લિસ્ટ આવી ગયું. એક પછી એક ઝડપથી ફોટો ક્લિક કરતા બેલાને જોઈતી નિરાલી

શાહ મળી ગઈ. ઝડપ થી નીરાળી નું એકાઉન્ટ તેણે ખોલ્યુ.અકાઉન્ટ ની વિગતો તેણે વાંચવાની શરૂ કરી.

10 અને 12 મા સ્ટડી SURAT ,

B.Com H.L.COMMERCE COLLEGE,

MANAGEMANT IN DIPLOMA,

HOBBIES:-reading,travelling,connected with some N.G.O

પ્રોફાઇલમાં તેણે તાજેતરનો જ ફોટો મૂક્યો હતો. ફોટો નિરાલીની સગાઈ નો હતો .ફોટામાં અઠવાડિયા પહેલા ની તારીખ બતાવી હતી.નિરાલી સાથે એક હેન્ડસમ યુવાન ઊભો હતો. બંનેના હાથમાં સગાઈ ની અંગૂઠી હતી, અને ત્રાસા ઊભા રહી એ કપલ ફોટામાં સગાઈ ની અંગૂઠી બતાવી રહ્યું હતું. છોકરાનું નામ તેણે વાંચ્યું –“પ્રીત શાહ” નીચે ઘણી બધી કોમેન્ટ હતી.ઝડપથી તે એક પછી એક કોમેન્ટ વાંચતી ગઈ. મોટેભાગે બધામાં સગાઈ માટે લાઇક અને અભિનંદન હતા તે એક નામ આગળ અટકી. તેણે ફરી વાર વાંચ્યું હા,અનુરાધા જયસ્વાલ નું જ નામ હતું. કોમેન્ટમાં ‘ડિયર નિરાલી કોન્ગ્રેચ્યુલેશન’ લખ્યું હતું. એનો મતલબ અનુરાધા જયસ્વાલ એ નિરાલી શાહ ને જાણે છે. બંને વચ્ચે કોઈ કનેક્શન છે. ફરીવાર નિરાલી નો profile photo તેણે ધ્યાનથી જોયો. હાથમાં અંગૂઠી સાથે તે સુંદર લાગતી હતી .અચાનક એક વિચાર તેના મનમાં સ્ર્ફૂયો -‘

આલોકને ફોન નહીં તો મેસેજ તો કરી જોવું.’આલોકના whatsapp પર તેણે ઝડપથી મેસેજ કર્યો.

‘આલોક તમારી પોલીસ તપાસમાં નિરાલી ના હાથમાં કોઈ અંગૂઠી હતી.’

‘ નિરાલીના હાથમાં અંગૂઠી ! શું વાત કરે છે તું બેલા ! આલોક નો ટેક્સ્ટ મેસેજ આવ્યો.

‘ એની સગાઈ થઈ છે અઠવાડિયા પહેલા ! એ સગાઈ ની અંગૂઠી તેણે પહેરી હતી.’ આલોક નો થોડી મીનીટ પછી ફોન આવ્યો.

‘બેલા તને કેવી રીતે જાણ થઈ નિરાલી ની સગાઈ થઈ છે.’

‘ સિમ્પલ લોજીક ! આલોક ફેસબુક પરથી ‘ આલોક ને થોડી નિરાશા થઇ પોતે આવી તપાસ પહેલા કેમ ન કરી !તેણે ફરી આખો ક્રાઈમ સીન યાદ કર્યો.

‘ના બેલા હું ચોક્કસ છું. એવી કોઈ વીટીં તેની એક પણ આંગળીઓમાં નહોતી. ઇન ફૅક્ટ અત્યારે હું તેના મંગેતર પ્રીત શાહની જ ઉલટ તપાસ કરી રહ્યો છું. હું તને થોડી વાર રહીને ફોન કરું.

‘એક છેલ્લો સવાલ, તમે લોકોએ ઘરની તલાશી લીધી એમાં કોઈ જગ્યાએ પડેલી વીંટી મળી ?’

‘ ઘર આખું મેં જ તપાસ્યું છે, બેડરૂમ ,ડ્રોઈંગ રૂમ, તિજોરી,ચોરખાના, ડ્રેસીંગ ટેબલ ને બાથરૂમ સુદ્ધા ! નિરાલીએ ક્યાંય વીંટી મૂકી હોત તો !ચોક્કસ મળી ગઇ હોત. પરંતુ આ વીંટી પર આટલો ભાર કેમ મૂકે છે ?’

‘બસ એમ જ ! આ ઘણી જાસૂસી નવલકથાઓમાં એવું વાંચ્યું છે કે ખુની મર્ડર પછી મરનારની એકાદ નિશાની સાથે લઈ જતો હોય છે.’

‘ બેલા પોલીસ ખાતા કરતા તું વધારે આ કેસમાં રસ લઈ રહી છે. આઇ.ટી માં રસ નથી પડતો કે શું ?’

‘ અરે ! હું તને મદદ કરવા ઇચ્છું છું. જો તુ આ કેસ જલ્દી આટોપી લે, અને તારો ચહેરો છાપામાં ચમકી જાય ! તો મારે તારી અને આસ્થાની વાત આગળ ચલાવવામાં કોઈ હરકત ન થાય.’

‘ ઓહ ! એમ વાત છે .’ આલોક સામે છેડેથી એકદમ રાજી થયો હોય એમ લાગ્યું.ફોન આટોપીને, મોબાઈલ ડાયરીમાં તેણે લખ્યું નિરાલી ની અંગૂઠી ક્રાઇમ સીન આગળથી ગાયબ.

કોલેજ થી પાછા જતી વખતે તેણે આસ્થાને કહ્યું-‘ રાત્રે તારા ઘરે રોકાવા આવું છું .ફ્લેટ પર પહોંચતી વખતે જ અનુરાધા જયસ્વાલ તેને ભટકાઇ ગયા. નીરાલી શાહ ને તમે કઈ રીતે ઓળખો છો ? એ પૂછવાની ઇચ્છા પહેલાં થઈ આવી. કદાચ અજુગતું લાગશે તો !એ વિચારે તેણે નવા ઘરમાં કમ્ફર્ટેબલ છીએ એવી જ વાત કરી. 304 નંબર આગળ લિફટ અટકી, અને અનુરાધા જયસ્વાલ દરવાજો ખોલી નીકળવા ગયા. ત્યાં બેલાએ એક પ્રશ્ન પૂછ્યો-‘ અનુરાધા આંટી ધારા નો અકસ્માત થયો ,પછી તે ઘટના સ્થળે થી ધારાનું પર્સ કે કંઇ ચોરાયુ હતુ.’

બને એટલી સહજતાથી બેલાએ સવાલ પૂછ્યો. અનુરાધા જયસ્વાલ સહજ રહી શક્યા નહીં. ‘એનુ પર્સ ! મોબાઈલ,પૈસા !બધું તો સલામત હતું. પણ એનો ફેવરિટ બ્રેસલેટ ! કાયમ પહેરી રાખતી તી ધારા !એ શી ખબર ગુમ હતો !’

એક બાજુ બેલાના સવારથી જેટલી નવાઇ અનુરાધા જયસ્વાલને લાગી તેટલી જ નવાઈ તેમના જવાબથી બેલાને લાગી. બેલા અચંબિત હતી

‘ ધારાનો બ્રેસલેટ ગુમ ! નિરાલી ની અંગુઠી મળી નથી ! શી ખબર કંઇક કનેક્શન છે આ બધાની સાથે !’

*********************************************************************************************************************

નક્કી કર્યા મુજબ તે રાત્રે આસ્થાના ઘેર રોકાવા ગઇ. એ પાછળ તેનો આશય આલોક ને મળી કેસની આગળની તપાસ જાણવાનો હતો.રાત્રે તે અને આસ્થા આલોક ના ઘરે બાલ્કનીમાં ગોઠવાયા. ત્રણે બાળપણના મિત્રો હોય ઘરવાળા માટે તેમાં કે અજુગતું નહોતું.

બેલાને આલોક ને સાંભળવામાં રસ હતો .પણ આસ્થા બાળપણ ના જુના સંભારણા યાદ કરી રહી હતી. બેલા એ ટકોર કરી-‘ આસ્થા એ બધી વાત પછી કરીશું. મારે આલોક ની તપાસ ક્યાં સુધી વધી તે જાણવું છે.’

‘ જો મારાથી કેસની ડીટેલ તમારા બંને સાથે આ રીતે શેર ના થઈ શકે !’ આલોક બોલ્યો

‘ જો આસ્થા, આલોક ને આપણા બંને પણ શંકા પડે છે કે ?પછી આપણે પણ પારકા થઈ ગયા?’

‘એવું છે આલોક ?’ નકલી ચીડ સાથે આસ્થા એ પૂછ્યું.

‘ના એવું નથી.’

‘ તો પછી કહે અમને શું થયું આજે !’

‘કેસ વધારે ગૂંચવાતો જાય છે. બે દિવસ થયા હજી કોઈ સજ્જડ પુરાવો મળ્યો નથી. કાલે નિરાલીના માતા-પિતા સાથે એક યુવાન ત્યાં હાજર હતો.તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે નિરાલીનો મંગેતર હતો-“પ્રીત શાહ” હજી અઠવાડિયા પહેલા બંનેની સગાઇ થઇ છે, એમ.બી.બી.એસ પ્રીતે કમ્પલેટ કર્યું છે ,અને આગળ એમ.ડી ની તૈયારી ચાલુ છે .છોકરો ખાસા પૈસાદાર ઘરમાંથી આવે છે.મને તો એકદમ સીધો અને સરળ લાગ્યો પણ ઝાલા સાહેબ ને પહેલા દિવસથી જ તેના પર શક છે. તેમનું કહેવું છે કે ૯૦ ટકા કિસ્સાઓમાં મંગેતર ખુની હોય છે. મેં આવા ઘણા કેસ સૉલ્વ કરેલા છે. આ છોકરા પર ખાસ નજર રાખો. બીજુ એક શંકાનું કારણ એ હતું કે એ જ છેલ્લો વ્યક્તિ હતો જેણે નિરાલીને હયાત દેતી હોય. તેના કહેવા મુજબ ખુનની રાત્રે આઠ વાગ્યે નિરાલી થી છુટો પડ્યો હતો. નિરાલીને તેણે એ દિવસે મુવીમાં આવવા બહુ રિકવેસ્ટ કરી.પણ નિરાલી નો મુડ ઠીક નહોતો. તેના કહેવા મુજબ નિરાલી તેની સાથે આવી હોત તો કદાચ જીવતી હોત ! આમ કહેતાં તે રડી પડ્યો.મુવીમાંથી બાર વાગ્યે તે છૂટીને સીધો ઘેર ગયો હતો. તેના કહેવા મુજબ તે એક્રોપોલિસ મોલ માં અમિતાભ બચ્ચનની “બદલા “મુવી જોવા ગયો હતો .સીસીટીવી કેમેરાનો સર્વેક્ષણ જોતા ટિકિટબારી પર થી એન્ટ્રી લેતા દેખાય છે. મુવી નાનુ હતુ. 11:30 વાગે તે પાછલા ગેટ થી બહાર નીકળતો પણ દેખાય છે. તેના કહેવા મુજબ તે સીધો ઘેર ગયો હતો.હવે નિરાલીનુ ખુન લગભગ એક વાગ્યે મધરાતે થયુ છે. કદાચ ત્યાંથી તે સીધો ફ્લેટે ગયો હોય, ના ગયો હોય ગમે તે બની શકે!

‘ પણ તે મુવી માંથી છૂટી ને સીધો ઘેર ગયો તેની કોઇ સાબિતી ?’

‘ સાબિતી ફક્ત તેના મા-બાપ છે .એમના કહેવા મુજબ તે રાત્રે બાર વાગ્યે ઘરે આવી ગયો હતો, પણ તેના મા-બાપ ની વાત કઈ રીતે સાચી માનવી.થઇ શકે તે પાછળથી ઘરે આવ્યો હોય !પણ કયા મા બાપ પોતાના દીકરાને ફસાવે ?’

‘ નિરાલી જયાં કામ કરે છે ,તે ઓફિસમાંથી કોઇ જાણકારી મળી?’ બેલા એ પૂછ્યું

‘નિરાલી છેલ્લા છ મહિનાથી વોડાફોન માં જોડાઇ છે. પોતાની આવડત અને હોંશિયારી ના લીધે ઝડપથી પ્રમોશન મેળવતી ગઈ .બધા સ્ટાફની ઉલટ-તપાસ લીધી પણ એવું કંઇ મળ્યુ નથી કે આ કેસમાં આગળ વધી શકાય.’

‘ પેલી અંગુઠી બાબતે કોઇ તપાસ આગળ વધી ?’

‘અંગુઠી બાબતે ઝાલા સરને વાત કરી તો બોલ્યા કે જો અંગૂઠી ગુમ હોય તો નક્કી પ્રીત શાહ જ મર્ડરર છે.’