Adhuro Prem. - 56 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ.. - 56 - અચરજ

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

અધુુુરો પ્રેમ.. - 56 - અચરજ

અચરજ

પોલીસનો ફોન.આવતાંજ પલક "અચરજ"માં પડી ગઈ. એણે પોલીસને કહ્યું હાજી સર બોલો હું પલક શું હતું ?

પીએઓ એ કહ્યું બહેન હું વીક્રમસીંહ બોલું છું, તમારા પતીએ તમારી ઉપર ફરીયાદ દાખલ કરીછે.માનસિક ઉત્પીડન
કરવાની એ અનુસંધાને તમારે હાજરી આપવાં આવવું પડશે. નહીંતર મજબુરન અમારે નોટીસ કાઢવી પડશે.મેડમ અમે મજબૂર છીએ.

પોલીસને પલકે કહ્યું સર કાંઈ વાંધો નહી હું પરમદીવસે બપોર સુધીમાં આવીને સહી કરી લ્ઈશ.

ઠીકછે,વીક્રમસીંહ બોલ્યાં, તમતમારે શાંતિથી આવજો પણ આવજો જરૂર..... હા જી સર ભલે...પલકે કહ્યું.

પલકે ફોન કટ કરી અને મમ્મીને કોલ કર્યો, ને પોલીસનાં ફોન વીશે આખી વાત મમ્મીને કહી.માં દીકરી ખુબ ચિંતા કરવાં લાગ્યાં. શું થયું હશે ? પલકે કહ્યું મમ્મી હું કાલે સવારે નીકળીશ પરંતુ ત્યાં સુધી તમે કોઈ પડોશમાંથી એકાદ ભાઈ ને લ્ઈ અને સાથે એકાદ માસીને લ્ઈ અને પોલીસસ્ટેશન તપાસ
કરી આવજો કે શું થયું છે. ફરીયાદ શેની અને કયા કારણે કરી છે?
સારું ' તું જરાય ચિંતા ન કરીશ હું હમણાંજ દીલુભા ને સાથે લ્ઈ અને પોલીસ સ્ટેશનમાં જ્ઈ આવું છું. દીલુભાની ઓળખાણ પણ પોલીસ સ્ટેશનમાં ઘણીછે.એટલે એમને જોડે લ્ઈ અને તપાસ કરી લ્ઈશ.

બપોર થતાં સવીતાબેન દીલુભાને લ્ઈ અને પોલીસ સ્ટેશનમાં ગયાં. ત્યાં જાણવાં મળ્યુંકે પલકનો હસ્બન્ડ પોતે પલકનાં ત્રાસથી માનસિક બીમાર પડી ગયો છે. અને એને વારંવાર આત્મહત્યા કરવાનું મન.થાય છે. મને ખુબજ માનસિક તણાવનો અનુભવ થઈ રહ્યો છે.લગભગ છ વર્ષથી મારાથી અલગ રહેવાં છતાં પણ છુટકારો આપતી નથી.હવે જો વધારે એમ કરશે તો જીમ્મેદાર મારી પત્ની તથા મારી સાસું તેમજ એનો ભાઈ અને બધી બહેનોની રહેશે.આવી ફરીયાદ નોંધાવી હતી.

સવીતાબેને પલકને ફોન કરી સઘળી વીગતો જણાવી,ને કહ્યું ઠીક છે મમ્મી હું કાલે આવું છું.(બીજે દિવસે પલક આવીને પોલીસ સ્ટેશનમાં જ્ઈને પોતાનો જવાબ લખાવી આવી. ત્યાં પોલીસે પણ કહ્યું કે બેન તમારો પતી માનસિક પાગલ લાગે છે. તમે આવાં માણસને ક્ઈરીતે પસંદ કર્યો.

એક સહી કરવાં માટે વારંવાર પલકને તંગ કરતો હતો. નવી નવી ફરીયાદ નોંધાવી અને એને દોડાદોડી કરાવતો હતો.હવે પલક એટલી બધી કંટાળી ગ્ઈ હતીકે શું કરવું એ સમજાતું નથી. કોર્ટમાં પણ કશો નિર્ણય આવતો ન હતો.કોર્ટે પણ જાણે તમાસો જોતી હોય તેમ વારંવાર તારીખ આપીને મજાક ઉડાવી રહ્યાં હતાં. પલક પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને પાછી પોતાની જોબ ઉપર આવી ગઈ હતી. એ બહુ દુઃખી અનુભવ કરી રહી હતી. એણે આકાશને ફોન કર્યો, આકાશ આજે હું બહું દુઃખી છું. અત્યારે તું મને મળવાં આવી શકીશ ?

આકાશે કહ્યું હાં જરૂર કેમ નહીં હું બસ આવું જ છું. એ ઓફિસમાં રજા લ્ઈ અને પલકને ઘેર પહોચ્યો. આકાશને જોતાં જ પલક એને ગળે વળગીને જોરજોરથી રડવાં લાગી. આકાશે કહ્યું પલક શું થયું ?

પલકે આકાશને બધી વાત કરી, આકાશે પલકને પ્રેમથી આંસુ લુછતાં કહ્યું પલક હવે રોવાંથી કશો હલ આવે એવો નથી. આ મુસીબત હસતાં મોઢે સહન કરવાની જરૂર છે. કારણકે આ મુસીબત તે તારી જાતેજ ઓરી છે.તને આમાંથી કોઈ બહાર કાઢી શકે તો માત્ર તું જ છે.

પલકે કહ્યું " હાં આકાશ તું બીલકુલ ઠીક કહેછે" મારી પાસે માત્ર એકજ રસ્તો છે. સહનશક્તિ જેટલી છે ,એટલી ભેગી કરીને બસ કુદરતનાં ફેસલાની રાહ જોવાની.

આકાશે કહ્યું હાં પલક બસ હવે બધું ભગવાન માથે છોડીને વંદનાનાં ભવિષ્ય ઉપર ધ્યાન રાખવું જોઈએ. તારી દીકરીને ભણાવી ગણાવી અને મોટી અધીકારી બનાવી અને સમાજને દેખાડી દે,કે એકલી હોવાં છતાં તે તારો ધર્મ નીભાવ્યો છે.એક બાપ વગરનું પણ સંતાન ગમેતેવી મુશ્કેલીઓ વેઠીને પણ મંજીલ મેળવી શકેછે.

હાં આકાશ એમજ કરીશ, આવ અંદર હું પણ કેટલી ગાંડી છું. મારી હરેક મુશ્કેલી તારી માથે નાખું છું. અને તને પણ પરેશાની આપું છું.

અરે ! પલક હું તારી મુશ્કેલીઓને મારી જ સમજું છું, એટલે એવી કોઈ પણ જાતની ચિંતા ન કર હું હંમેશા તારી સાથે જ છું.

પલકે કહ્યું તું થોડીવાર બેસ હું તારા માટે પણ જમવાનું બનાવી નાખું.

આકાશે કહ્યું પલક અહીંયા મારી પાસે થોડીવાર બેસ હું અહીંયા જમવાંં માટે નથી આવ્યો. પછી ક્યારેક સમય લ્ઈને આવીશ. અત્યારે મારી પાસે બેસ ઘડીભર.પલકનો હાથ પકડી આકાશે પોતાની તરફ ખેંચી, પલક લથડી પડી પણ બીજી તરફ આકાશે પોતાની બાંહો ફેલાવી અને પકડી લીધી.
હળવેકથી આકાશનાં ગાલ ઉપર ટપલી મારી અને કહ્યું પાગલ હમણાં હું પડી ગ્ઈ હોત તો ?

આકાશે કહ્યું હું તને કાંઈ એમ થોડી પડી જવાં દેત ? હસીને મજાક કરતાં કરતાં ક્યારે એકબીજા પ્રત્યે આકર્ષણ આવી ગયું એકબીજાને ખબર પણ ન રહી.ધીરે ધીરે કામદેવનાં બાણ બંન્નેની છાતી સોસરવાં નીકળતાં ગયાં.

એકબીજામાં એટલાં ખોવાઈ ગયાં કે પલક ઘરનો દરવાજો બંધ કરવાનું ભુલી ગ્ઈ. બસ થોડી હળવી પળો માણ્યાં પછી એકબીજાની અંદર ખોવાઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. અને વંદનાએ ઘરનો દરવાજો ખોલીને અંદર આવી ગઈ.

પલકનાં હ્લદયમાં અરેરાટી છવાઇ ગઇ, એ પોતાની જાતને છુપાવી પણ ન શકી.અને એકદમ પાણી પાણી થઈ ગઈ. હવે હું મારી દીકરીને શું જવાબ આપી શકીશ એવો આઘાત લાગ્યો.

વંદનાએ પણ પુછી લીધું મમ્મી તું આકાશ અંકલને શું કરતી હતી ?

મહામુશીબતે પલકે વંદનાને આમતેમ સમજાવી અને વાતને ફેરવી લીધું.

આકાશે કહ્યું પલક હું રજા લ્ઉ છું, લાગે છે કે મારે હવે જવું જોઈએ. પણ જતાં પહેલાં તને એક વાત કહું ?

પલકે કહ્યું હાં બોલ આકાશ આ જગતમાં તારા સીવાય મારું બીજું કોઈ નથી.

આકાશે કહ્યું પલક તને વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. જો તું હા કહે તો એ શક્ય બની શકે. અને વંદનાને પણ એક સહારો મળી શકે.

પલકે કહ્યું આકાશ તું શું બોલેછે ? એ હવે શક્ય નથી,તારી સામે આખી જિંદગી પડીછે,તારા પત્ની અને બાળકોને હું કોઈ પણ રીતે દગો આપી ન શકું. અત્યારે પણ જે કાંઈ બન્યું એમાં પણ હું એટલીજ ગીલ્ટ અનુભવી રહી છું. સારું થયું કે આપણે અહીંયા જ અટકી ગયાં. ભગવાન ન કરે અને જો કોઈ અનર્થ થઈ ગયો હોત તો હું તારી પત્નીને શું મોઢું દેખાડેત
હું ક્યારેય એની નજરમાં નજર નાં મીલાવી શકેત, અને હું એ પતીવ્રતા નારીની દોષી બની જાત.

આકાશે કહ્યું તો મર હજીએ પણ તારે મરવું જ છેતો,હું તને સમજાવું છું, એ સમજમાં નથી આવતું બસ ફલાણી ને આમ થશે,ઢીંકડીને તેમ થશે , સમાજ આવું કહેશે,સમાજ તેવું કહેશે.ખરેખર તું જ પોતે તારી સૌથી મોટી દુશ્મન છે.તને કોઈ શું હેરાન કરવાનું હતું, જબકી તું કોઈ દુઃખમાંથી બહાર નીકળવાં માગતી જ નથી.આકાશ ખુબ ગુસ્સે થયોછે, એણે ત્યાં સુધી કહ્યું કે હજીએ તને કહું છું, એક વખત વીચાર કરી જો.હું મારી પત્નીને સમજાવી લ્ઈશ અને ભાભીને પણ ફરી તું એજ દુવિધા ઉપર ઉભી છે.બસ નિર્ણય તારેજ લેવાનો છે.કોઈ બીજો તને કોઈ પણ રીતે મદદરૂપ નહીં થાય.અને હવે હું પણ નહીં આવું કારણકે વારંવાર તને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ તે તારા મનનું ધાર્યું જ કર્યુ છે. અને એનું પરિણામ પણ તારી સામે જ છે.

પલકે આકાશની વાત ધ્યાનથી સાંભળીને કહ્યું હમમમ આકાશ તું સાચું કહેછે, હવે તારે અહીંયા મારી પાસે આવવું ન જોઈએ. કારણકે તારો પણ હસતો ખેલતો પરીવાર છે.હું નથી ઈચ્છતી કે મારાં કારણે કોઈપણ વ્યક્તિને જરા પણ દુઃખ પહોંચે. એટલે હવે તારે પણ અહીંયા આવવાની જરૂર નથી.
ને આકાશ ગુસ્સામાં સડસડાટ પગથિયાં ઉતરી ગયો.

(સમય જતાં કેટલી વાર લાગે, બીજા બે વર્ષ માથેથી પસાર થઈ ગયાં. ફરી બે વર્ષમાં એકપણ વખત આકાશ અને પલક ન મળ્યાં........... જોઈએ આગળ...ભાગ:-57 આઘાત)