Priyanshi - 19 in Gujarati Fiction Stories by Jasmina Shah books and stories PDF | પ્રિયાંશી - 19

Featured Books
Categories
Share

પ્રિયાંશી - 19

"પ્રિયાંશી" ભાગ-19
માયાબેને તેના રૂમનું બારણું ખખડાવ્યું અને પૂછ્યું કે, " તૈયાર થઇ ગઇ બેટા, હોસ્પિટલ નથી જવાનું ?" પ્રિયાંશી થોડી સ્વસ્થ થઇ અને બારણું ખોલ્યું, પછી કહ્યું કે, " આજે થોડી તબિયત બરાબર નથી તેથી હોસ્પિટલ જવું નથી. "

હવે શું કરવું તે વિચારતી હતી, આખી દુનિયામાં જાણે પોતે સાવ એકલી પડી ગઈ છે તેવું તેને લાગવા લાગ્યુ, હવે જીવીને કંઇ ફાયદો નથી. પોતાનું બધું જ લૂંટાઇ ગયું છે તેવું ફીલ કરવા લાગી. કોને કરું મારા દુ ઃખની વાત એમ વિચારવા લાગી, મમ્મી-પપ્પાને દુઃખી કરવા ન હતા અને બહારનાને કોઈને જણાવવું ન હતું. આખો દિવસ ખાધા-પીધા વિના બસ દુઃખમાં જ પસાર કર્યો.

પછી તેને થયું કે મારા અંતર આત્માથી વધારે મારું કોઈ બીજું સાથી ન હોઇ શકે. શું કરવું એ મારે મારા અંતર આત્માને પૂછું તો મને સાચો જવાબ મળશે. તેણે તેના અંતર આત્માને પૂછ્યું, " મારે શું કરવું જોઇએ ?" તેને અંદરથી જવાબ મળ્યો કે તું જો મિલાપને સાચો પ્રેમ કરતી હોય તો મિલાપને તારી પાસેથી કોઈ છીનવી શકે તેમ નથી. અને તેણે નક્કી કર્યું કે, હું યુ.એસ. જઇશ અને મારા મિલાપને મારી સાથે ઇન્ડિયા પાછો લઇને જ આવીશ.

બીજે દિવસે તેણે મમ્મી-પપ્પાને પોતાનો નિર્ણય જણાવ્યો. માયાબેન અને હસમુખભાઇએ સંમતિ આપી કે તને ઠીક લાગે તેમ કર બેટા. તેણે સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરી દીધું અને આઇ.એલ.ટી.એસ પણ ક્લીઅર કરી લીધી. થોડા જ સમયમાં તેને વિઝા મળી ગયા. મિલાપ જે હોસ્પિટલમાં જોબ કરતો હતો તે જ હોસ્પિટલમાં પ્રિયાંશીએ પણ એડમિશન લીધું. મમ્મી-પપ્પાના આશીર્વાદ લઇ પ્રિયાંશી યુ.એસ.જવા રવાના થઈ ગઇ. કોઈ જ ઓળખાણ ન હતી. કોઈ અહીંયા પોતાનું કહી શકાય તેવું ન હતું પણ તેનો પ્રેમ તેની સાથે હતો અને તેનો આત્મવિશ્વાસ તેની સાથે હતો.

પ્રિયાંશીને હોસ્પિટલમાં જોઇ મિલાપ ચોંકી ગયો. તેને ઠંડી હોવા છતાં પણ આખા શરીરમાં પરસેવો પરશેવો છૂટી ગયો. સ્વપ્ન છે કે હકીકત એક ક્ષણ માટે તો નક્કી ન કરી શક્યો.

પણ પ્રિયાંશી તેની સામે આવીને ઉભી રહી, "ગુડમોર્નિંગ, ડૉ.મિલાપ " કહી હાથ લાંબો કર્યો, એક સેકન્ડ માટે મિલાપને મને કમને હાથ લાંબો કરવો પડ્યો, તેને તો અનેક પ્રશ્નો મનમાં ચાલી રહ્યા કે પ્રિયાંશી અહીં કઇ રીતે આવી ગઇ. તે તો આવવા જ ન હતી માંગતી અને તેને કોણે હેલ્પ કરી હશે. હવે શું કરવું, હું કઇ રીતે સોફીઆ સાથે મેરેજ કરીશ. આને અહીંથી કઇ રીતે પાછી કાઢવી ? ઘણાંબધા પ્રશ્નોની વણઝાર તેના મનમાં ચાલી રહી હતી.

તેણે નક્કી કર્યું કે ભલે તે અહીં આવી ગઇ છે, હું તેની સાથે વાત પણ કરવાનો નથી, તેને નિગ્લેક્ટ જ કરવાનો છું. કંટાળીને ચાલી જશે.

પ્રિયાંશી તો ખૂબ જ બ્રિલિયન્ટ હતી, તેમના હેડ તેના કામથી ખૂબ જ ખુશ હતા. તેને દરેક સર્જરીમાં પોતાની સાથે રાખતા. આ બધું જોઈને મિલાપને ખૂબ ગુસ્સો આવતો. પોતે સીનીયર હોવા છતાં પાછળ રહી ગયો હતો અને પ્રિયાંશી આગળ નીકળી ગઇ હતી. એક એક દિવસ મિલાપ માટે ભારે જતો હતો. તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. પ્રિયાંશીને જોઇને તે કંઇ કામ જ કરી શકતો નહિ અને ડિસ્ટર્બ થઇ પોતાની કેબિનમાં ચાલ્યો જતો.

સોફીઆ એકદમ વિચારમાંપડી ગઇ હતી કે મિલાપને આમ અચાનક શું થઇ ગયું છે ? તે એકદમ બદલાઇ ગયો છે ? પણ મિલાપ તેને પણ કંઇ જવાબ આપતો નહિ. તે હવે સોફીઆના ઘરે જ રહેતો હતો. સોફીઆની મમ્મીએ એક દિવસ બંનેના એંગેજમેન્ટ માટે મિલાપને કહ્યું પણ મિલાપે મારા મમ્મી-પપ્પાને સમજાવવા પડશે કહીને વાત કાપી કાઢી હતી. તે બરાબર ભરાઈ ગયો આ.તેણે વિચાર્યું હતું તેનાથી કંઇક ઉંધું જ થઇ રહ્યું હતું.

એકદિવસ હોસ્પિટલમાં એક ક્રિટિકલ કેસ આવ્યો હતો. મિલાપ અને પ્રિયાંશીની જોઇન્ટ ડ્યુટી ગોઠવાઈ હતી. પ્રિયાંશી આ ચાન્સ જવા દેવા ન હતી માંગતી. તે સતત મિલાપની સાથે રહી હતી અને ચાન્સ મળતા જ તેણે મિલાપને કહ્યું, " આઇ લવ યુ, મિલાપ, તું મારો છે. હું તને ખૂબજ પ્રેમ કરું છું. હું તારા માટે ઇન્ડિયાથી છેક અહીં સાત સમુદ્ર પાર કરીને એકલી હિંમત કરીને આવી છું. તને શું થઇ ગયું છે ? તું તો મને ખૂબજ પ્રેમ કરતો હતો ? તને શું થઇ ગયું છે ?

અને મિલાપે એકદમ ગુસ્સાથી જવાબ આપ્યો, " આઇ હેટ યુ, આઇ ડોન્ટ વોન્ટ ટુ ટોક વીથ યુ, પ્લીઝ લીવ મી એન્ડ ગો બેક ટુ ઇન્ડિયા. "