Ajib Dastaan he ye - 5 in Gujarati Love Stories by Tasleem Shal books and stories PDF | અજીબ દાસ્તાન હે યે…. - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

અજીબ દાસ્તાન હે યે…. - 5

અજીબ દાસ્તાન હે યે….

5

પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ પોતાના દિલ ની વાત અંગત ને કહેવા જાય છે પણ અંગત પોતાના વિચારો અને પોતાના સપના ની વાત નિયતિ ને કહે છે….જેના કારણે નિયતિ ને એવું લાગે છે કે અંગત પોતાના પ્રેમ નો સ્વીકારી નહીં કરે….તેમ છતાં એ પોતાના દિલ ની વાત અંગત ને કહી ત્યાં થી ઉભી થઇ ચાલવા લાગે છે….હવે આગળ..

નિયતિ અંગત ને પ્રપોઝ કરે છે….અને અંગત આ બધું જોઈ ને અને સાંભળીને વિચારો માં ખોવાય જાય છે….અને નિયતિ ના પ્રપોઝ નો કોઈ જવાબ નથી આપતો...આ જોઈ ને નિયતિ ને જાણે પોતાના પ્રેમ નો અસ્વીકાર થયો લાગે છે….અને આ કારણે તે ત્યાં થી ચાલવા લાગે છે….અંગત તો હજી વિચારોમાં જ હોય છે….એને અત્યારે સુખ અને દુઃખ ની મિશ્રિત લાગણી અનુભવાતી હોય છે….સુખ એટલા માટે કે એ જેને પસંદ કરતો હતો એ જ છોકરી એ આજે એને આ રીતે પ્રપોઝ કર્યો….અને દુઃખ એ કારણે કે એ એને અત્યારે હા કહેશે તો એના સપના અને નિયતિ બંને સાથે ખોટું થશે….અંગત ને તો અત્યારે કાંઈ જ સમજાતું જ નહતું કે તે શું કરે….અને નિયતિ તો ચૂપચાપ પોતાના આંસુ ને રોકી ને ધીમા ડગે ચાલી રહી હતી….

એવા માં જ અચાનક અંગત એ જોયું કે લાયબ્રેરી નો એક જૂનો કબાટ પાછળ થી કોઈ નો ધક્કા લાગતા પડવાની તૈયારી માં જ હતો અને નિયતિ પણ એ કબાટ ની પાસે જ પહોંચી હતી અને આ જોઈ ને અંગત ઝડપથી દોડીને ત્યાં ગયો અને નિયતિ નો પાછળ થી હાથ પકડી પોતાની તરફ ખેંચી લીધી...અને બીજા હાથ થી એ કબાટ ને દૂર કર્યો….નિયતિ ને તો કંઈ જ સમજાતું નહતું શું થયું….અને અંગત તો જાણે ખુબજ ડરી જ ગયો હતો….અને એને નિયતિ ને પોતાની વધુ નજીક ખેંચતા પૂછ્યું…."નિયતિ તું ઠીક છે ને??તને વાગ્યું તો નથી ને??તું ધ્યાનથી નહતી જઈ શકતી??ધ્યાન ક્યાં હતું તારું??"આમ અંગત એ એક સાથે ઘણા પ્રશ્ન પૂછતા પૂછતાં નિયતિ ને પોતાની વધારે જ નજીક લઈ લીધી….

નિયતિ તો આ બધું જોઈ જ રહી હતી….એનું ધ્યાન તો માત્ર અંગત ના ચેહરા પર જ હતું...જેમાં આજે પહેલી વાર નિયતિ ને પોતાના માટે પ્રેમ અને ડર દેખાઈ રહ્યો હતી….એને જાણે અત્યારે અંગત નો ચેહરો જોઈ પોતાના પ્રેમ નો સ્વીકાર દેખાઈ રહ્યો હતો...આમ છતાં તેને આ વાત અંગત ના મોંઢે થી સાંભળવી હતી….આ કારણે પોતાને અંગત ના હાથ માંથી છોડાવતા બોલી…."હમ્મ હું ઠીક છું…"આટલું કહી નિયતિ ચાલવા લાગી….અંગત એ ફરી એનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો…."i am sorry નિયતિ….મેં તારા પ્રપોઝલ નો જવાબ ન આપ્યો….પણ મારા માટે અત્યારે આ બધાં થી વધુ મહત્વનું મારુ સપનું છે….અને એ જ કારણે મેં તને કાંઈ કહ્યું નહિ….પણ મેં જ્યારે જોયું કે તારા પર કબાટ પડવાનો છે તો હું ખુદ ને રોકી ન શક્યો….અને તને આ રીતે પકડી લીધી….કેમ કે જો તને કંઈ થઈ જાત તો હું…."અંગત આટલું બોલીને ચૂપ થઈ ગયો….

આ સાંભળી ને નિયતિ બોલી…."મને કંઈ થઈ જાય તો તારે શું??આમ પણ તારા દિલ માં તો મારા માટે કંઈ છે જ નહીં તો મને કંઈ પણ થાય તને શું ફેર પડે….અને આમ પણ એ કબાટ મને વાગી પણ જાય તો પણ શું??"હજી નિયતિ કંઈ આગળ બોલે એ પહેલાં જ અંગત બોલ્યો…."તને કંઈક થઈ જાત તો હું શું કરત...અને આમ પણ જ્યાં સુધી હું તારી સાથે છું તને કંઈ જ નહીં થવા દવ….કેમ કે હું તને…."અંગત ફરી પાછો ચૂપ થઈ ગયો….એનું ધ્યાન અત્યારે માત્ર નિયતિ ની આંખોમાં જ હતું….આજે એને પહેલી વાર નિયતિ થી દુર જવાનો અને ખોઈ બેસવાનો ડર લાગ્યો હતો….આજ સુધી એને આવી ફીલિંગ્સ થઈ જ ન હતી….કેમ કે નિયતિ ને આટલી નજીકથી જાણી જ ન હતી….

અંગત ના મન માં ઘણા વિચારો ચાલતા હતા….અને આ વાત નિયતિ સારી રીતે જાણતી હતી...એને અંગત ની આંખોમાં પોતાના માટે પ્રેમ જોયો હતો અને આજે એને મોકો પણ મળ્યો હતો એના દિલ ની વાત જાણવાનો અને એટલે જ એને અંગત નું અધૂરું વાક્ય પૂરું કરાવા ફરી બોલી…." કેમ કે શું તું મને?તું શું કહેવા ઈચ્છે છે??કદાચ મને કંઈ થઈ ગયું હોત તો શું થાત???"ત્યાં જ અંગત થોડા ડર અને ગુસ્સામાં બોલ્યો…."કેમ કે હું પણ તને પસંદ કરું છું….i like u….મને તું હમેંશા થી ગમતી હતી….પણ આજે પહેલીવાર એવું લાગે છે કે આ પસંદ માત્ર પસંદ ન હતી….પણ મારા દિલ માં તારા માટે એના થી પણ વધારે છે….અને એ જ કારણે હું આજે ડરી ગયો….હું તને ખોવા નથી માંગતો…..પણ મારું સપનું….."

આ સાંભળીને નિયતિ બોલી…."તારું નહીં આપણું સપનું અંગત….હું તને ખૂબ જ પ્રેમ કરું છું…..અને આજ થી તારા સપના ને પણ એટલો જ પ્રેમ કરીશ….અને હવે એ સપનું માત્ર તારું નહીં પણ આપણું હશે….હવે આપણે બંને એ સપના ને પૂરું કરશી…..અને આજે તારા દિલની વાત કહી ને અને મને તારા પ્રેમ નો ઇઝહાર કરી ને તે મારા બધા સપના પુરા કરી દીધા છે…..મારું સપનું,મારો પ્રેમ માત્ર તું જ હતો….અને હમેંશા રહેશે…..અને હું તને પ્રોમિસ કરું છું કે હું તારા સપના ની વચ્ચે ક્યારેય નહીં આવું….બસ મારે તારો પ્રેમ જોઈએ…..તું ભલે મને તારો સમય ન આપી શકે….તો પણ હું તારી રાહ માં રહીશ…..અને તારું સપનું સાકાર કરવા માટે હમેંશા તારી સાથે રહીશ….i love u….અંગત શું તું મારો જીવનસાથી બનીને મને તારી અર્ધાંગિની બનાવી ને તારા સપના અને તારી જિંદગી મારી સાથે શેર કરીશ??"આંખમાં આંસુ સાથે અને દિલ માં એક ઉમિદ સાથે નિયતિ એ ફરી અંગત ને પ્રપોઝ કર્યું…..

આ વખતે અંગત પાસે ના કહેવાનું કોઈ જ કારણ ન હતું..અને એની આંખમાં પણ થોડા આંસુ આવી ગયા…..તે શું કહે એ જ એને નહતું સમજાતું….એ માત્ર હા બોલી શક્યો…અને આ સાંભળીને નિયતિ તો જાણે ખુબજ ખુશ થઈ ને અંગત ને વળગી જ ગઈ…..અને અંગત ને જોરથી હગ કરી બોલી…" thankyou so much અંગત મારા પ્રેમ નો સ્વીકાર કરવા માટે…i love you so much….."અને આ વખતે અંગત ના મોંઢા માંથી પણ દિલ ની વાત બહાર આવી જ ગઈ…."i love you 2 નિયતિ…."

************

નિયતિ હજી ભૂતકાળમાં જ ખોવાયેલી હતી….અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા...ત્યાં જ એની કેબીન નો દરવાજો ખોલી ખુશી અંદર આવી….નિયતિ હજી ભૂતકાળમાં જ હતી….એને ધ્યાન પણ નહતું કે ખુશી એની કેબીન માં આવી છે….ખુશી એ આવી ને નિયતિ ને બોલાવી પણ હજી નિયતિ નું ધ્યાન જ નહતું ગયું….ત્યાં જ ખુશી નિયતિ ની નજીક ગઈ અને અને નિયતિ ના હાથ પર પોતાનો હાથ રાખતા બોલી…."મમ્મા ક્યાં ખોવાઈ ગયા….હું ક્યાંરની બોલાવું છું….તમે કેમ કંઈ બોલતા નથી…..હું ક્યાર ની તમને શોધતી હતી…તમેં કેમ રડો છો??"આમ કહી ખુશી પોતાના હાથ થી નિયતિ ના આંસુ લુછવા લાગી….

નિયતિ ઝબકીને જાણે વર્તમાનમાં આવી…..અને પોતાના આંસુ લૂછતાં બોલી…."અરે અરે મારી પ્રિન્સેસ તું ક્યારે આવી??sorry બેબી મમ્મા થોડા કામ ના વિચારો માં હતી….એટલે મારી પ્રિન્સેસ પર ધ્યાન ન ગયું….અને આ તો આંખ માં કંઈક કચરો ચાલ્યો ગયો હતો…એટલે થોડું પેઈન થતું હતું….પણ હવે એક દમ ઠીક છે….'ત્યાં જ ખુશી બોલી…."મમ્મા લાવો હું તમને કચરો કાઢી દવ….એટલે પેઈન નહીં થાય…."ત્યાં જ નિયતિ ખુશી ને ઉંચકીને પોતાના ખોળા માં બેસાડતા બોલી…."અરે હવે મમ્મા એક દમ ઠીક છે…..હવે આંખમાં થી કચરો નીકળી ગયો….ચાલ હવે મમ્મા ને કહે આજે school માં શું શું કરાવ્યુ??નવા નવા ફ્રેન્ડ બનાવ્યાં કે નહીં??કે પછી હમેંશા ની જેમ બેંચ ના કોર્નર માં બેસીને સ્ટડી જ કર્યું??"આ સાંભળીને ખુશી એ કંઈક એવું કહ્યું જે સાંભળીને નિયતિ જાણે સ્તબ્ધ જ થઈ ગઈ….

વધુ આવતા અંકે…..

શું કહ્યું હશે ખુશી એ જે સાંભળીને નિયતિ સ્તબ્ધ થઈ ગઈ??

નિયતિ અને અંગત ના પ્રેમ ના સ્વીકાર પછી આગળ શું થયું હશે?

જાણવા માટે વાંચતા રહો….અજીબ દાસ્તાન હે યે…..