AFFECTION - 37 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 37

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 37














અમે બધા હવે કારમાં બેસીને કઇ જગ્યા એ જવું એ વિચારી રહ્યા હતા...કારણ કે હવે અમને લોકોને તો ખબર જ હતી કે ગની આવી જ જવાનો છે અમને મારી નાખવા માટે...નહિતર પચીસ કરોડ ના બે ભાગીદાર બની જાય...જે જગન્નાથ સહન ના કરી શકે...ધ્રુવ અને બીજા બધા ચા પીવા માંગતા હતા...અને એમ પણ સવાર થઈ ગઈ હતી...અમે લોકો ચા પીવા એક ટપરી પાસે ઉભા રહ્યા...

હર્ષ ચા ની રકાબી હાથમાંથી મને આપતા બોલ્યો..

હર્ષ : આજે જગન્નાથ પાસે જવું તો પડશે જ...એના કરતાં એ આપણા પાસે આવે એની પહેલા આપણે જ એના પાસે પહોંચી જઈએ...

ધ્રુવ : મતલબ??

me : એ તો એમપણ જવું જ પડશે...જગન્નાથના મતાનુસાર આજે એને પાર્ટી અધ્યક્ષ બનવાનું છે...તો એને શુભેચ્છા આપવા તો જવું જ પડશે ને..

નૈતિક : જો એવું થયું તો તે આપણે ને ત્યાં જ નહીં પતાવી નાખે??

me : જગન્નાથ માટે ત્યાં એક સરપ્રાઈઝ છે...

હર્ષ : તું ગમે એટલા સરપ્રાઇઝ રાખી લે...જો જગન્નાથ જીવતો હશે ત્યાં સુધી તો પેલા પચીસ હજાર જે છે ને એનજીઓના એમાં થી મને નથી લાગતું કે કઈ મળે...

હું હવે વિચાર માં પડ્યો...મેં પ્લાનિંગ કર્યું હતું એમાં આના વિશે નહોતું વિચાર્યું...

me : યુ આર રાઈટ...તો હવે જઈએ...પૈસાનું હું રસ્તામાં વિચારીને જગ્ગુની ગેમ ઓવર કરવાનું વિચારૂ છુ....કંઈક તો રસ્તો નીકળી જ જશે...

પછી વાતો કરતા કરતા બધા વિચારતા હતા...ત્યાં જ થોડીક કલાકોમાં મેં જે જગ્યાએ જગન્નાથ નું સન્માન કરીને પાર્ટી અધ્યક્ષ બનાવવાના હતા..ત્યાં કારને પાર્ક કરી...ચારે બાજુ ચુસ્ત બંદોબસ્ત હતો...પોલીસ બહુ જ વધારે પડતી હતી....જેનું કારણ સિક્યુરિટી માટે હતું....અને બહુ ભવ્ય બંદોબસ્ત કર્યો હતો..

આ બધી પોલીસ જોઈને બધાના દિલ ધબકારા ડરના લીધે વધી ગયા..

ધ્રુવ : કાર્તિક...તું તો જેલમાંથી ફરાર છો...તને જોઈ જશે તો પકડી લેશે..તું સંતાઈ જા...

me : મારુ બેસણું પણ કરી નાખ્યું છે...બધા એ ભેગા થઈને...ક્યાંથી ફરાર થઈ ગયો હું??પોલીસ કાઈ ના કરે...સીધી રીતે ચલ..

હર્ષ : આપણે આવડું મોટું હત્યાકાંડ કરી દીધું...વર્માને મારી નાખ્યો...આપણે પોલીસથી દુર ભાગવું જોઈએ...

નૈતિક : ભાઈ...આ પાગલપન છે...આપણે ક્રિમીનલ છીએ...આપણે સિરિયલ કિલર કરતા પણ ગયેલા છીએ...ગેંગ નો હિસ્સો છીએ...જો પોલીસ ને શક પણ ગયોને તો આપણો કેસ પૂરો...

મને ખરેખર અંદરથી બહુ જ હસવું આવતું હતું...અંદર રાજ્યની બધી મોટી મોટી હસ્તીઓ બેઠી હતી...હું અને હર્ષ,નૈતિક અને ધ્રુવ સાથે ત્યાં બધા વચ્ચે ગોઠવાઈ ગયા..
કાર્યક્રમ ચાલુ થયો...જગન્નાથ પણ આવ્યો..એનું ધ્યાન અમારા પર નહોતું પણ અમે એને જોઈ શકતા હતા...એને એમ હશે કે ગનીએ અમને પતાવી જ દીધા છે...પાર્ટીના અમુક નેતાઓ આવ્યા અને સંબોધન કર્યું બધાને...પછી કોઈ વરિષ્ઠ નેતા આવ્યા સ્ટેજ પર કંઈક બોલ્યા છેલ્લે અને કીધું કે,"..જેમને આપણા પક્ષનો મજબૂત પાયો નાખ્યો...અને આજે આપણો પક્ષ આટલી મજબૂત અવસ્થામાં છે કે જેને વિપક્ષ અડી પણ નથી શકતું...પોતાના જિંદગીના અમૂલ્ય સમયને આપણા માટે વાપર્યો...તો હું સ્ટેજ પર આવકારું છુ...આપણા લોકલાડીલા નેતા અને પાર્ટી અધ્યક્ષ....."
ત્યાં તે વડીલે થોડોક શ્વાસ લીધો...ત્યાં તો જગન્નાથ ઉભો થઈને સ્ટેજ તરફ જવા લાગ્યો..એને તો એમ જ હતું કે એને જ બોલાવે છે....હું બધું જોઈને હસતો હતો...

ત્યાં જ પેલા વડીલ ગેટ તરફ ઈશારો કરીને બોલ્યા કે,"કેશવ વર્મા.."
અને ત્યાં બેસેલા બધા જ આશ્ચર્ય સાથે તે તરફ જોવા લાગ્યા..અને ત્યાં બહાર ઉભેલી સફેદ કારમાંથી કેશવ વર્મા પોલીસ સિક્યોરિટી સાથે અંદર તરફ આવવા લાગ્યા..

જગન્નાથ તો શોકમાં જ ચાલ્યો ગયો..બધા વિચારતા હતા..કે કેશવ વર્મા જીવે છે...તો પછી મરી ગયા છે એવું નાટક કેમ કર્યું??

કેશવ વર્મા હસતા મુખે સ્ટેજ પર આવ્યો...એનું ફેમિલી ત્યાં પહેલી હરોળમાં જ બેસેલું હતું...તે લોકો આશ્ચર્યમાં નહોતા...જાણે તેમને બધી ખબર જ હોય..

કેશવ વર્મા એ સ્ટેજ પર જઈને બોલવાનું ચાલુ કર્યું...તે પોતાના પક્ષ વિશે બોલતા રહ્યા...પછી અચાનક બોલ્યા,"તમારા બધાના ચેહરા પર એક સવાલ દેખાઈ રહ્યો છે કે....કેશવ વર્મા તો મરી ચુક્યા હતા...તો અમારી સામે શુ એમનું ભૂત છે??તો જવાબ છે...ચોખ્ખી ના પણ હા એક માણસે મને મારવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ એક ભગવાન જેવા માણસના લીધે આજે હું અહીંયા પક્ષ અધ્યક્ષ તરીકે ઉભો છુ...હું એને સ્ટેજ પર બોલાવવા માંગીશ...."એમ કહીને હસતા હસતા એમને મારા તરફ ઈશારો કરીને મને સ્ટેજ પર આવવા કહ્યું...

મારા મિત્રો બધા જગન્નાથ જેવી હાલતમાં મુકાઈ ગયા કે આ બધું શુ ચાલી રહ્યું છે...તે લોકો ફક્ત મને જોતા રહ્યા..હું સ્ટેજ તરફ આગળ વધ્યો...જગન્નાથ તરફ જોઈને સહેજ હસ્યો....તે મારા હસવા પાછળનું કારણ સમજી ગયો કે કાર્તિકે ખરેખર બહુ મોટી ગેમ રમી નાખી છે...

સ્ટેજ તરફ ગયો ત્યાં જ કેશવ વર્માએ આગળ વધીને મારા માથે હાથ મૂકીને આશીર્વાદ દીધા અને મારી પીઠ થબથબાવી...

મેં પછી સ્ટેજ પર પ્રોજેકટરની મદદથી જગન્નાથના વીડિયો પ્લે કર્યા...જેમાં જગન્નાથના બધા કાંડ પ્લાન કરતો હતો..પહેલી મુલાકાતથી લઈને...છેલ્લે જ્યારે હું એની પાર્ટીમાં ગયો હતો અને જ્યારે મને પેલા ત્રેવીસને મારવાની વાત કરી હતી...એના બધા વીડિયો મેં જનતા સામે ચાલુ કર્યા...તે ભાગવા લાગ્યો...મેં તરત જ ઈશારો કરીને પોલીસ ને પકડવા કહ્યું...પણ જગન્નાથ આજે બેબસ હતો..એના બધા માણસો મને પકડવા બહાર રખડી રહ્યા હતા..અને અહીંયા તો એટલી પોલીસ ફોર્સ હતી કે એને જોઈ પણ નહીં હોય...એની ઈજ્જત સરેઆમ નિલામ થઈ ગઈ હતી...ત્યાં જ એને એક પોલીસવાળા ની ગન ઝુંટવીને લઈ લીધી..તો બીજા હવલદારે એના હાથ પર દંડો મારીને બંદૂક નીચે પડાવી લીધી...છતાં પેલા એ બીજા ની ગન ઝુંટવવા ગયો ત્યાં એકબીજા પાસેથી બંદૂક લેવાના ચક્કરમાં બીજા ચાર પાંચ પોલીસવાળા એના પર બળજબરી કરવા લાગ્યા...અને એમાં જ બંદૂક ચલાવવાનો અવાજ આવ્યો..તો પોલીસને લાગ્યું કે જગન્નાથએ ફાયર કર્યું છે....તો બીજા ઓફિસરોએ ઉપરાઉપરી રાઉન્ડ ફાયર કરીને જગન્નાથને ત્યાં જ પતાવી નાખ્યો...

મેં છેક હવે રાહતનો શ્વાસ લીધો...મારા મિત્રો પણ ખુશ થયા...કેશવ વર્માને પણ લગભગ હવે રાહત થઈ જ ગઈ હશે...મેં તરત જ કેશવ વર્મા ને જગન્નાથના બીજા લોકો પણ પકડી લેવા કહ્યું...અને તેને કમિશનર ત્યાંજ હાજર હતા..તેમને બોલાવીને તરત જ પેલા લોકોને પકડી લેવા આગ્રહ કર્યો...

અને હું કાર તરફ નીકળી પડ્યો...કેશવ વર્મા બોલ્યો કે,"કાર્તિક..ઉભો તો રહે...હજુ તારા માટે મારા તરફથી ઇનામ છે...ક્યાં જઈ રહ્યો છે તું??"

me : મારી વાઈફ મારી રાહ જોતી હશે...આ જગન્નાથના લીધે મેં એને પિયર રાખી છે...આજે તો લઈ જ આવું...પછી વાત કરીએ આપણે...

કેશવ વર્મા : ખુશ ખબર તો સાંભળતો જા...હું તને જગન્નાથની જગ્યા આપવા માંગુ છુ...તારા જોડે જે પણ થયું એ બધું હવે ભૂલી જજે..અપરાધી તું નથી...તું સરકાર ને ઘણો કામ આવે એવો છે...તું આવ એટલે તને જગન્નાથની જગ્યા આપી દઈશ...અભિનંદન...

me : અરે સાહેબ...ખરેખર...હવે લોહી ની આદત પડી ગઈ છે...હવે રાજનીતિ માં કેવી રીતે ફાવશે સાહેબ...તમારે શીખવાડવું પડશે...

કેશવ વર્મા હસ્યો અને બોલ્યો,"આવું તો મારે કહેવું જોઈએ તને..." એમ બોલી અમે બંને હસવા લાગ્યા સામસામે...

મેં તરત જ ફટાફટ તે સ્ટેજ ને અને કેશવ વર્માની ઓફરને તડકે મૂકીને કારને ચાલુ કરી...ત્યાં જ પાછળની સીટમાં બધા ગોઠવાય ગયા..

મેં એમના તરફ જોઈને આગળ નજર કરીને કાર સોનગઢ તરફ ભગાવી મૂકી...હવે સોનગઢ આવતા આવતા રાત પડી જવાની હતી...કારણ કે બપોર નો મોટાભાગનો સમય આ જગન્નાથના લીધે વેડફાઈ ગયો હતો..

કાર તો એની ટોપ સ્પીડે જ ભાગી રહી હતી..પણ પેલા લોકો મારા તરફ સવાલ પૂછતાં નહોતા ધરાતા..

me : અરે હવે બસ...બધાના જવાબ આપું છુ...શાંતિ રાખો..

હર્ષ : હા તો પહેલે મારા સવાલનો જવાબ દે...કેશવને તે નહોતો માર્યો..તો શું કર્યું હતું તે એના સાથે...

me : મેં બસ...એને ઓફર કરી...કે તને જગન્નાથના કોઈ માણસ દ્વારા મરી જવું છે...કે પછી હું બોલું એમ કરીને જીવી જવું છે....તું ગમે એ કરી લે...જગન્નાથને તું નહિ રોકી શકે...એના કરતાં હું કહેતો જાવ એ પ્રમાણે કરતો જા...મારુ વચન છે કે તને અને તારા ફેમિલીને કોઈ ટચ પણ નહીં કરે...પણ હું જેમ કહેતો જાવ એમ કરતો જા..

નૈતિક : અને એ માની ગયો??આટલી સહેલાઇથી માની ગયો??

me : પહેલે તો બોવ બૂમો પાડતો હતો..સમજતો જ નહોતો...પછી ખેંચીને એક દીધી ડાબા ગાલ પર..પછી સોરી કહીને બધું સરખી રીતે સમજાવ્યું...અને માની ગયો....એને જ મને સાથ આપ્યો...અને કેશવ વર્મા એ રુલિંગ પાર્ટીનો અધ્યક્ષ છે...એટલે સરકાર એના હાથમાં જ કહેવાય...અને એના લીધે મને બધી જગ્યા એ સાથ મળ્યો....આ રેડ વેલ્વેટમાં શુ લાગે...કોને માર્યા હશે એ ચાલીસ લોકોને...એ બધા સ્પેશિયલ ઓફિસર્સ હતા...એ લોકો પહેલેથી જ આવો મોકો ગોતતા હતા..નહિતર આ સોનગઢ તો નથી જ કે હું કેશવ વર્માનું ખુન કરીને ખુલ્લેઆમ રખડુ...અધ્યક્ષ નું ખૂન કરી દો..તો પુરા રાજ્યની પોલીસ તમને ગોતી ને જ જપે...અને બધી વાતથી હું અપડેટ રાખતો હતો...અને આ બધું પ્લાન કરેલું જ હતું...

હર્ષ : અમને તો તે ખરેખર જગન્નાથ કરતા પણ વધારે ઉલ્લુ બનાવ્યા તે..

me : સોરી યાર તમારા માટે જ આવું કર્યું છે...જેટલી ઓછી તમને લોકોને ખબર એટલું જ બધુ સરળ બને...મેં તો સનમને પણ નથી કહ્યું..પણ એને વિશ્વાસ હતો કે ...

નૈતિક : તે કોઈનું ખૂન નથી કર્યું...મને ખબર છે...સનમનો તને લઈને વિશ્વાસ અડગ છે....પણ હવે તો આપણે ક્લીન છીએ...કોઈ અપરાધી નથી...કોઈ અપરાધીનો સાથીદાર નથી...કાર્તિક તો હવે MLA બની જવાનો છે...લાઈફ સેટ છે હવે આપણી તો...

ધ્રુવ : પણ ભાઈ પેલા પચીસ હજાર કરોડ નું શુ??

me : કોઈની સામે આવી વાત ના કરતો...કેશવ વર્માને પણ નથી ખબર આવી કોઈ વાતની...જો ખબર પડી ગઈ તો..બધા પૈસા સરકાર લઈ લેશે....

હર્ષ : તો તું એ પૈસા લેવાનો છે??

me : મહેનત ના પૈસા છે ભાઈ....એ થોડી મુકાય..
એમ બોલીને બધા હસવા લાગ્યા...આવી વાતો કરતા કરતા રાત પડી ગઈ હતી...કારણ કે એક તો પહેલેથી જ દૂરના શહેરમાં હતા...અને એમાંય સોનગઢ જવું હતું...

*

સનમ રૂમમાં બેઠી હતી..ખાધા પીધા વગરની એ બસ રાહ જોઈ રહી હતી...કે કાર્તિક આવે તો હવે એ સોનગઢ મૂકીને જઇ શકે...ત્યાં જ નમન આવે છે...રૂમમાં..સનમનું ધ્યાન નથી હોતું...એક તો મોડી રાતે નમનનું આવવું એ સારી વાતતો નહોતીજ...

અચાનક સનમની પીઠ પર હાથ પડતા તે ચમકી અને તેને અચાનક જ પાછળ ફરીને જોયું તો તે તરત જ દૂર ખસી ગઈ...

સનમ : હજુ એક વાર મને અડી છે તો તારો હાથ જ કાપી નાખીશ...ત્યાંથી...

સનમના આવા તીખા તેવર જોઈને નમન થોડો ઢીલો પડ્યો..
નમન : હું તો ફક્ત તારી માટે આવ્યો કે તને કંઈક ખાવું પીવું હશે...આ જો તારા માટે સ્પેશિયલ જમવાનું લાવ્યો છું...બધાથી સંતાઈને...

એમ કહીને તે સનમ પાસે થાળી મૂકી...
સનમ : આભાર પણ હું નથી જમવાની...કાર્તિક બસ હવે આવતો જ હશે...

હવે નમન પોતાની સહનશક્તિ પાર કરી ગયો...

નમન : કેટલી વાર કાર્તિકનું નામ લઈશ...માથું ફાટી ગયું...કાર્તિક કાર્તિક કાર્તિક...કેટલી વાર બોલીશ..જમી લે...છેલ્લી વખત બોલું છુ...

સનમ ઉભી થઇ..
સનમ : એવું બધું શુ ખાસ છે કે હું જમી જ લઉ...બોલને...તારા ડેસ્પો દિમાગમાં ચાલે છે શું....સાલા ગર્લફ્રેન્ડ બનતી નથી...તો હું શું કરું....ડાચુ જોઈ લે તારું...મગજ ખરાબ ના કર...એક તો કાર્તિક ને જોયો નથી બોવ ટાઇમથી...તારી હાલત બગાડી નાખીશ...

નમન પાછો શાંત થયો..
નમન : સનમ યાર માફ કરી દે...પણ તું જમી તો લે...થોડુંક તો થોડુંક પણ જમી લે ને...હા મારી ગર્લફ્રેન્ડ નથી...તો શું થયું...પણ મારી નિયત બહુ સાફ છે...

સનમ : જે હોય એ..નથી જમવું...મારે...તું જા...આટલી રાતે મારા રૂમમાં બેસીને મને અનકમ્ફર્ટેબલ ફીલ ના કરાવ...

નમન : ના..તું નહી ખાય ત્યાં સુધી તો હું નથી જ જવાનો....

સનમ બૂમ પાડીને રતનબેન ને બોલાવાનો પ્રયત્ન કરે છે...કોઈ સાંભળતું નથી...

નમન : એ લોકો બહાર બેસીને વાતો કરે છે...તો હાલ તારો અવાજ ત્યાં તો નહીં જ પહોંચી શકે...

સનમ : એટલે તું ફાયદો ઉપાડવા આવ્યો છે..

નમન : તને જમાડવામાં મારો ફાયદો હોય તો હા હું ફાયદો ઉપાડવા જ આવ્યો છુ...તને કાર્તિકના સમ છે...પ્લીઝ...જમી લે...મારા માટે નહીં તો કાર્તિક માટે જમી લે...

હવે સનમ ઓગળી જાય છે...મારુ નામ સાંભળીને તેનો ગુસ્સો ઠંડો પડી જાય છે..તે જમવા લાગે છે....અને જેમ જેમ જમતી જાય છે...એમ એમ નમન ખુશ થતો જાય છે....તે થોડોક હસે છે...જમ્યા પછી તે રૂમની બહાર નીકળી જાય છે...

સનમ ને થોડીક વાર પછી અચાનક આંખે અંધારા આવવા લાગે છે..તે શુ થઈ રહ્યું હતું....તે વિચારવામાં અને પોતાને સાંભળવાના ચક્કરમાં બેભાન થઈ જાય છે...અને બસ જેવું નમનને ખબર પડે કે સનમ બેભાન થઈ ગઈ છે...તે પાછો દસ કે પંદર મીનિટમાં પાછો રૂમમાં આવે છે...સનમને જુએ છે...તો તે બેભાન થઈને ઢળેલી પડી હતી..

તે ઘડીક એની પાસે બેસે છે એને નીરખીને જુએ છે...સનમના ગાલ પર હાથ ફેરવે છે...પછી એના વાળને સરખા કરતો કરતો...તે ખુશ થાય છે..સનમને જોઈને ગમે એવાનું મન તો લલચાઈ જ જાય...એમાં પણ આવો મોકો ઉભો કરીને નમન તેની લાલચ સિદ્ધ કરી રહ્યો હતો...તે બધું તેના ગર્લફ્રેન્ડના બનવાના ગુસ્સાના લીધે કરી રહ્યો હતો...આ ઉંમર એવી હોય કે શરીર કાબુમાં ના રે...પણ જો આપણું શરીર જ આપણા કાબુમાં ના હોય અને કોક ની જિંદગી બરબાદ કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છો...એને જીવવા નો અધિકાર જ નથી....તેને મરવું જ પડે....પછી તેનો પ્રયત્ન સફળ થાય કે ના થાય..

*

જોઈએ નમન શુ કરે છે હવે??કાર્તિક બસ જલ્દીથી આવી જાય...અને બધું બચાવી લે...અને શું જગન્નાથના મરી જવાથી કાર્તિકની બધી તકલીફોનો અંત આવી ગયો??હજુ તો હજારો કરોડ ને મેળવવાના છે...જોઈએ..

💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik