Prem no password - 7 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | પ્રેમ નો પાસવર્ડ - 7

Featured Books
Categories
Share

પ્રેમ નો પાસવર્ડ - 7

ચેતને અમીષા માટે અનેક સરપ્રાઈઝ પ્લાન કર્યા હતા. ગાર્ડનમાં સેલિબ્રેશન પૂર્ણ કર્યા બાદ ચેતને અમીષા માટે લખેલી કવિતા અમીષાને સંભળાવી અને એ સાંભળીને અમીષા ખુબ જ ખુશ થઈ ગઈ. એ કવિતાનું ટાઈટલ હતું “તું મારી પ્રેરણા”.

અમીષા મોટા કુટુંબની છોકરી હતી, બસ એને દેખાડો કરવો પસંદ નહોતો. ચેતનના આટલા ખર્ચ કરવા પાછળનું કારણ ના પૂછતાં અમિષાએ ચેતનને માત્ર એટલું જ કહ્યું

“તને કદાચ એ ચિંતા હશે કે તું મારો બર્થ-ડે યાદગાર નહિ બનાવે તો હું તારાથી રિસાયને ફરીશ. પણ તું ચિંતા ના કર, તારો પ્રેમ મને જીવનના સ્ટેડીયમ પર આઉટ કરી ચુક્યો છે, જો તું આ ના પણ કરેતને તો પણ હું તારી જ છું અને તારી જ રહીશ.”

“મારું મન હતું આ સેલિબ્રેશન કરવાનું એટલે કર્યું, નહિ કે તારી રીસવાની બીક થી.” ચેતને હસતા હસતા કહ્યું.

“ચાલો હવે, અમીષા મને ભૂખ લાગી છે, બોલ ક્યાં જવાનું છે.” નીલે અમીષાને કહ્યું.

“તું બે મિનીટ ભૂખ સહન નહિ કરી શકે?” ચેતને નીલના પગ પર પગ મારતા કહ્યું.

અમીષાનો આ બર્થ-ડે એકદમ યાદગાર રહ્યો હતો. ચેતન પણ એને હંમેશા ખુશ રાખવા માંગતો હતો. બધાએ રોઝ હોટેલમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં પહોંચી ગયા, અમીષાના બીજા મિત્રો પણ ત્યાં આવવાના હતા, તેઓ પણ ત્યાં હોટેલ પહોંચી અમીષાની રાહ જોઈ રહ્યા હતા.

અમીષા ત્યાં પહોંચી કે તરત જ ટેબલ પર પડેલી કેક જોઇને શોક્ડ થઇ ગઈ. ચેતને અમીષાને પોતાની આંખો બંધ કરવા કહ્યું. થોડી વાર પછી આંખો ખોલીને જુએ છે તો આસ પાસસ કોઈ જ નહોતું અને પેલી કેક સામે કપાવવા માટે રેડી હતી.

“પ્લીઝ તમે કેક કાપો.” હોટેલના ડીનર રૂમના સ્પીકરમાંથી અવાજ આવ્યો.

અમિષાએ કેક કાપી કે બર્થ-ડે સોંગ વાગતા જ બધા છુપાયેલ મિત્રો સામે આવીને જોરથી....

“હેપ્પી બર્થ-ડે અમીષા.......”

અમિષાએ કેક કાપી અને બધા સાથે સેલ્ફી લઈને બધા મિત્રોને ડીનર પાર્ટી આપી. અમીષાનો આ બર્થ-ડે તો ખુબ જ યાદગાર રહ્યો હતો.

આ દિવસ તો ખુબ જ સરસ રીતે પૂરો થયો હતો,
પણ હવે નીલના જીવનમાં ભૂકંપ આવવાનો હતો.


અમીષાના બર્થ-ડે પછી વાતાવરણ થોડું શાંત હતું. બધાની રૂટીન લાઈફ સારી રીતે ચાલી રહી હતી. ચેતન અને અમીષા પણ ખુશ હતા. પણ હવે નીલના જીવનમાં ભૂકંપ આવવાનું હતું. આ ભૂકંપનું નામ કુદરતે નિહારિકા રાખ્યું હતું. આપ સૌને પહેલો કોલેજ ફીસ્ટ ડે તો યાદ જ હશે. આ એ જ નિહારિકા છે કે જેને નીલ ગમવા લાગ્યો હતો.

નિહારીકાની તબિયત હવે સારી થઇ ચુકી હતી, કોલેજ ફીસ્ટ ડેના થોડા જ દિવસો પછી નિહારીકાનું એક્સિડન્ટ થયું હતું અને તેને સંપૂર્ણ આરામ કરવા માટે કહેવામાં આવ્યું હતું, માટે એ આટલા વખતથી કોલેજે આવી શકી નહતી.

નીહારીકાને તો નીલ પહેલેથી જ પસંદ હતો. હવે જોવાનું એ હતું કે નીલ કઈ રીતે સુડી વચ્ચે સોપારી બને છે.

“હાઈ દીક્ષા, કેમ છે?” નિહારિકાએ એની ફ્રેન્ડને પૂછતાં કહ્યું.

“હેય, થેંક ગોડ યાર તું સારી થઇ ગઈ, તું નહ્તીને એટલે કોલેજમાં મજા નહતી આવતી.”

“અરે ચલ, હવે હું આવી ગઈ છું ને, હવે કોલેજમાં ફૂલ ધમાલ કરીશું.”

“હા, હા, હા...”

“ચલ જઈએ.”

“અરે નીલ, હાઈ નીલ, હાવ આર યુ?”

“હેય, આઈ એમ ફાઈન, તું કે?”

“બસ હવે સારું છે.”

“સારું સારું. ચલ હવે ક્લાસમાં મળીએ, બાય.”

“ઓ.કે. બાય,”

નીલને ખુશી હતી કે એની કલાસમેટ નિહારિકા હવે સાજી થઇ ગઈ હતી.

ક્લાસમાં લેકચર શરુ થયો. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ધ્રુતિ આજ કોલેજ આવી નહોતી. અમીષા ધ્રુતિ અને ચેતન મોડી રાત સુધી પ્રેક્ટીસ પેપર સોલ્વ કરી રહ્યા હતા એટલે થાક્યા હોવાને લીધે એ ત્રણેય કોલેજે આવ્યા નહતા.

બ્રેકમાં નિહારિકા નીલ પાસે આવી અને બંનેએ ઘણી વાતો કરી. બંને જાજા દિવસો પછી મળ્યા હતા. કેન્ટીનમાં સાથે નાસ્તો પણ કર્યો. નિહારિકા નીલની વધારે નજીક જવાની કોશિશ કરી રહી હતી. નીલને થોડું અજીબ લાગ્યું પણ નિહારિકા હમણાં જ સારી થઇ છે માટે આ તો નોર્મલી જ બિહેવ કરશે એમ સમજીને ચાલવા દીધું.

ધ્રુતીની એક ફ્રેન્ડ આ બધું જોઈ રહી હતી. જેનું નામ હતું રશ્મી, આમ તો એ કોલેજમાં ચાપલી તરીકે પણ ઓળખાઈ રહી હતી.
નીલ સામે હવે ધરમ સંકટ આવવાનો હતો.

શું હશે આ સંકટ?

આગળ તમે કલ્પી શકો?

કૉમેન્ટમાં જણાવો.

આપને અત્યાર સુધીની સ્ટોરી કેવી લાગી એ પણ ચોક્કસ જણાવો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

પ્રેમનો પાસવર્ડ

મારી બીજી નોવેલ ટીચર સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમીસ્ત્રી Matrubhaarti એપ પર વાંચો.

શેર કરો.

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com