રાહુલે મેહાને ગર્લફ્રેન્ડ બનાવી લીધી એ જાણીને રિયાનું દિલ દુભાય છે. રિયા ડ્રીક કરવા લાગે છે.
રિયાએ એટલું ડ્રીક કરી લીધું કે રિયાને ચાલવાનું પણ ભાન ના રહ્યું. રાહુલે રિયાને પકડી અને ઘરે મૂકવા જવાનો વિચાર કર્યો.
મેહા:- "રાહુલ તું મને ઘરે મૂકી આવીશ ને?"
રાહુલ:- "બાઇકમાં ટ્રિપલ સીટે જવાશે નહીં. તું એકલી હોત તો તને મૂકી આવતે. પણ તારા ફ્રેન્ડસ છે ને? તને મૂકી આવશે. હું એ લોકોને કહી દઉં છું."
મેહા:- "અરે તું ટેન્શન ન લે. હું કહી દઈશ."
રાહુલ રિયાને લઈને નીકળી જાય છે.
રજત અને એનું ગ્રુપ એન્જોય કરી રહ્યા હતા.
મેહાએ વિચાર્યું કે એ લોકોનો મૂડ શું કરવા ખરાબ કરવો. હું એકલી જ રિક્ષા કરીને જતી રહીશ.
મેહા નીકળી ગઈ. બે ત્રણ રિક્ષા આવી પણ રિક્ષાવાળાએ બાજુ જવાના જ નહોતા એટલે ના પાડી દીધી.
મેહા બે-ત્રણ કદમ ચાલી. પણ મેહાને ચાલવાની ઈચ્છા ન થઈ.
મેહા સ્વગત જ બોલી "આ હાઈ હીલના સેન્ડલ પહેરીને તો ચલાશે નહીં. હું સેન્ડલ હાથમાં લઈ લઉં.
મેહાએ સેન્ડલ ઉતારી હાથમાં લઈ લીધા અને ચાલવા લાગી. મેહા સ્વગત જ બોલી "હવે થોડું સારું લાગ્યું."
એટલામાં જ કારનો હોર્ન વાગે છે.
મેહાએ પાછળ ફરી જોયું તો રજત અને પ્રિતેશની કાર હતી.
મિષા:- "મેડમ એકલાં એકલાં ચાલી નીકળ્યા. કહેવું તો જોઈએ."
મેહા:- "તમે લોકો એન્જોય કરી રહ્યા હતા એટલે મેં કંઈ કહ્યું નહીં."
મેહાની અને રજતની નજર મળે છે.
રજત કંઈ બોલતો નથી. રજત કારનો દરવાજો ખોલે છે. મેહા ચૂપચાપ પાછળની સીટ પર બેસી જાય છે.
રજત અને પ્રિતેશ બધાને પોતપોતાના ઘરે ઉતારી આવે છે. પ્રિતેશ બધાને ઉતારીને રજત અને મેહાને bye કહી ઘરે જતો રહે છે.
રજત:- "મેહા આગળની સીટ પર આવીને બેસી જા."
મેહા આગળની સીટ પર બેસી જાય છે.
રજત કાર સ્ટાર્ટ કરે છે. રજત અને મેહા કંઈ બોલતા નથી. કાર ચલાવતા ચલાવતા રજત મેહા તરફ કોઈક કોઈક વાર નજર કરી લે છે.
રજત નું ધ્યાન મેહાના ગાલ પર જાય છે. રજત બ્રેક મારે છે.
અચાનક બ્રેક મારતાં મેહા રજતને જોઈ રહી.
મેહા:- "અહીં કેમ ઉભી રખાડી?"
રજત કારમાંથી ઉતરે છે અને મેહાનો હાથ પકડી મેહાને પણ ઉતારે છે.
મેહા:- "શું થયું રજત?"
રજતે મેહાની ચિબુક પકડી મેહાનો ગાલ જોયો.
રજત:- "બહું જોરથી થપ્પડ મરાઈ ગઈ નહીં!"
મેહા કંઈ બોલતી નથી.
રજત કારની બંન્ને સાઈડ હાથ મૂકી મેહાને ઘેરી લે છે.
રજત:- "રાહુલ સાથે શું કરવા હોટલમાં ગઈ હતી?"
મેહા:- "ઘરે મમ્મી પપ્પાનો...."
રજત:- "મેન્ટલી ડીસ્ટર્બ હતી તો તું મારી પાસે પણ આવી શકતે ને? રાહુલ સાથે જવાની શું જરૂર હતી?"
મેહા:- "રજત તું સમજે છે એવું અમારી વચ્ચે કંઈ નથી થયું...રાહુલ..."
રજત:- "તારા અને રાહુલ વચ્ચે કંઈ થયું હોય કે ન થયું હોય એ મારે નથી જાણવું. પણ હવે જો કોઈ સાથે આવી રીતના ગઈ ને તો હું અંકલ આંટી ને કહી દઈશ કે તું છૂપાઈને છૂપાઈને ક્લબોમાં ફરે છે. સમજી?"
મેહા:- "સમજી ગઈ."
રજત કારમાં બેસવા જતો હતો કે મેહાએ રજતનો હાથ પકડી લીધો. રજતે મેહા તરફ જોયું. મેહા રજતને વળગી પડે છે.
મેહા:- "રજત તું જેવું સમજે છે એવું મારી અને રાહુલ વચ્ચે કંઈ નથી થયું. Trust me..."
રજત:- "તું મને શું કરવા સ્પષ્ટતા આપે છે?"
મેહા:- "બસ મને લાગ્યું કે તને કહેવા જેવું છે એટલે."
રજત મેહાને પોતાનાથી હળવેકથી દૂર કરતા કહે છે
"મેહા behave your self."
મેહા રજતથી થોડી દૂર થાય છે.
રજત કારમાં બેસે છે. મેહાને કારમાં બેસવા કહે છે. રજત કાર સ્ટાર્ટ કરે છે.
મેહા બારી બહાર જોઈ રહે છે.
મેહા:- "રજત મને બહું ભૂખ લાગી છે."
રજતે સાઈડ પર કાર ઉભી રખાડી.
રજત અને મેહા કારમાંથી ઉતરે છે.
રજત:- "શું ખાઈશ?"
મેહા:- "પિત્ઝા."
પિત્ઝા ખાઈને બંન્ને બહાર આવે છે.
મેહા:- "રજત ત્યાં મંદિર છે. ચાલને ત્યાં ઓટલા પર બેસીએ."
રજત:- "બહુ રાત થઈ ગઈ છે. ઘરે જ જઈએ."
મેહા:- "થોડીવાર."
રજત:- "ના કહ્યું ને."
મેહા:- "ઑકે તું જા. મારે નથી આવવું."
રજત:- "મેહા શું કરવા જીદ કરે છે."
મેહા:- "જીદ તું કરે છે કે હું કરું છું?"
રજત:- "સારું ચાલ."
રજત અને મેહા ભગવાનના દર્શન કરી બાંકડા પર બેસે છે.
મેહા રજતનો હાથ પકડે છે.
રજત હાથ છોડાવી દે છે.
મેહા:- "રજત શું કરવા મારી સાથે આવું કરે છે?"
રજત:- "બહું બેસી લીધું. હવે ઘરે જઈએ."
મેહા:- "રજત શું કરવા મને તડપાવે છે?"
રજત:- "તારા દરેક સવાલનો જવાબ આપવા હું જરૂરી નથી સમજતો."
રજત:- "ચાલ હવે."
રજત અને મેહા કારમાં બેસે છે.
થોડી જ વારમાં મેહાને ઊંઘ આવી જાય છે.
ધીરે ધીરે મેહાને ઊંઘ આવી જાય છે.
રજત:- "મેહા ઉઠ તારું ઘર આવી ગયું."
રજત મેહાને ઉઠાડે છે.
મેહાએ આંખો ઉઘાડી. મેહાને ઘરમાં જવાનું મન ન થયું.
મેહા:- "રજત મારે તારા ઘરે જવું છે."
રજત:- "મેહા આ શું નાટક છે. ચાલ ઉતર."
મેહા:- "અત્યારે થોડીવાર પહેલાં તે જ તો કહ્યું કે મેન્ટલી ડીસ્ટર્બ હતી તો મારી પાસે આવવું જોઈએ ને? રાહુલ પાસે શું કરવા ગઈ?"
રજત:- "મેં કહ્યું ને કે ઉતર. નહીં ઉતરે ને તો હું અંકલ આંટી ને કહી દઈશ."
મેહા:- "હું નહીં ઉતરું તારે જેને કહેવું હોય એને કહી આવ."
રજત:- "મેહા શું કામ જીદ કરે છે?"
મેહા:- "મને ઊંઘ આવે છે. Good night..."
મેહાએ સીટ પર માથું ઢાળી દીધું અને આંખો બંધ કરી દીધી. રજતે પોતાના ઘર તરફ કાર હંકારી મૂકી.
રજતે કારનો દરવાજો ખોલ્યો.
રજત:- "મેહા ઉઠી જા."
રજતે મેહાને હલાવી ત્યારે મેહા આંખ ઉઘાડે છે.
રજત મેહાને છૂપાઈ જવા કહે છે.
રજત ડોરબેલ વગાડે છે.
શીતલકાકી દરવાજો ખોલે છે.
રજત:- "કાકી ફટાફટ મારા માટે રૂમમાં એક કપ ચા લઈને આવો ને."
શીતલકાકી રસોડામાં જાય છે. એટલામાં રજત મેહાને ઝડપથી રૂમમાં જવા કહે છે. રજત પણ મેહાની પાછળ પાછળ જાય છે.
થોડી જ વારમાં શીતલકાકી દરવાજો ખટખટાવે છે. રજત થોડો દરવાજો ખોલી શીતલકાકી પાસેથી ચા લઈ લે છે.
રજત:- "Thank you કાકી...શુભરાત્રિ..."
શીતલકાકીને પણ ઊંઘ આવતી હતી એટલે પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા.
રજતે એક ઘુંટ ચા પીધી ને કપ ટેબલ પર મૂક્યો.
મેહાએ પણ એ જ કપમાંથી ચા પીધી.
રજત મેહાની આ હરકતને જોઈ રહ્યો.
રજત:- "મેહા આ શું નાટક છે હવે?"
મેહા:- "બસ મારે તારી એઠી ચા પીવી હતી એટલે."
રજત કંઈ ન બોલ્યો. રજત બેડ પર ઊંઘી ગયો. મેહા સોફા પર સૂઈ ગઈ. રજતે લાઈટ પણ બંધ કરી દીધી.
મેહા:- "રજત તું ઊંઘી ગયો?"
રજત:- "હા ઊંઘી ગયો."
મેહા:- "ઊંઘ આવે છે તને?"
રજત:- "હા તું પણ ઊંઘી જા ને મને પણ સૂવા દે."
મેહા:- "રજત મને ઊંઘ નથી આવતી."
રજત:- "કેમ શું થયું?"
મેહા:- "આ કપડાં માં કેવી રીતે ઊંઘ આવે. કેટલાં ફીટ કપડાં છે."
રજત:- "તો આટલા ટાઈટ કપડા શું કરવા પહેરે છે."
મેહા:- "રજત પછી વાત કરજે. પહેલાં મને કપડા આપને."
રજત લાઈટ ચાલું કરી કબાટ ખોલે છે. એક બ્લેક શર્ટ કાઢી મેહા તરફ ફેંકે છે.
મેહા વોશરૂમ માં જઈ ચેન્જ કરી આવે છે.
રજતની નજર ચા ના કપ પર જાય છે. મેહા વોશરૂમ માં હોય છે એટલામાં રજત ચાનો કપ ઉઠાવે છે. મેહાના હોઠના નિશાન કપ પર લાગેલા હોય છે. રજત કપ પર રહેલા હોઠવાળા નિશાનને પોતાના હોઠ સાથે અડકાવી ચા પી જાય છે.
મેહા આવે એ પહેલાં કપ મૂકી દે છે.
મેહા વોશરૂમ માંથી બહાર જોય છે.
મેહા:- "રજત તારું શર્ટ તો કંઈક વધારે જ શોર્ટ છે. હું બહાર કેવી રીતના આવું?"
રજત:- "ઑહ રિયલી? આ શરમાવાનું નાટક બંધ કર. અને સીધેસીધી બહાર આવ. કૉલેજમાં એકદમ શોર્ટ સ્કર્ટ પહેરીને આવે છે ત્યારે સ્કર્ટ શોર્ટ નથી લાગતા તને? તારા સ્કર્ટ કરતા તો મારા શર્ટ તો લાંબા જ છે."
મેહા બહાર આવે છે. રજત મેહાને નીચેથી ઉપર સુધી જોઈ રહ્યો.
રજત જે નજરથી મેહાને જોતો હતો તેનાથી મેહા શરમથી પાણી પાણી થઈ ગઈ.
રજતને ખ્યાલ આવતા રજત પલંગ પર સૂઈ ગયો. મેહા સોફા પર ચાદર ઓઢી સૂઈ ગઈ.
મેહાને ઊંઘ જ નહોતી આવતી.
મેહા:- "રજત તું ઊંઘી ગયો?"
રજત:- "હવે શું થયું મેહા?"
મેહા:- "મને એક વાત સમજમાં ન આવી?"
રજત:- "શું?"
મેહા:- "તે એમ કેમ કહ્યું કે હું મેન્ટલી ડીસ્ટર્બ છું તો મારે તારી પાસે આવવું જોઈએ. તો હવે હું તારી પાસે આવી. તું શું કરીશ મારો સ્ટ્રેસ દૂર કરવા."
રજત:- "બહું સ્માર્ટ બનવાની કોશિશ ન કર. ચૂપચાપ સૂઈ જા."
મેહા:- "હું ક્યાં સ્માર્ટ બનવાની કોશિશ કરું છું. તે જ તો કહ્યું હતું કે મેન્ટલી ડીસ્ટર્બ હોય તો મારી પાસે આવી જજે. તો આવી ગઈ તારી પાસે. હવે બોલ મારો સ્ટ્રેસ દૂર કરવા શું કરીશ?"
રજત ઉભો થાય છે અને મેહાની પાસે જઈ બેસે છે. રજત મેહાની આંખોમાં જોઈ રહ્યો. મેહા પણ સૂતા સૂતા રજતની આંખોમાં જોઈ રહે છે. રજત ધીરે રહી મેહાના બંન્ને હાથ પકડે છે. રજત મેહા તરફ ઝૂકે છે. મેહાના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી જાય છે. મેહા ની પાંપણો બીડાય જાય છે. મેહાને એમ કે રજત લિપ ટુ લિપ કિસ કરશે. મેહા ઈચ્છતી જ હતી કે રજત મને કિસ કરે. રજતે ધીરે રહી મેહાની બંન્ને પાંપણો ને ચૂમી લીધી. મેહા આંખો ઉઘાડે છે.
રજત ઉભો થયો પણ મેહાએ રજતનો હાથ પકડી લીધો.
મેહા:- "રજત પ્લીઝ તું આમ મને કિસ કર્યાં વગર ન જઈ શકે."
રજત મેહા પાસે બેઠો.
રજત:- "તું મેન્ટલી ડિસ્ટર્બ છે એટલે હું તને બહુ પ્રેમથી હેન્ડલ કરી રહ્યો છું. હજી પણ તને પ્રેમથી કહું છું અને સમજાવું છું કે હું પ્રાચીને ચાહું છું અને એની સાથે જ લગ્ન કરીશ."
મેહાની આંખોમાં ઝળઝળીયા આવી જાય છે. રજતનો હાથ મેહાની ગરદનની પાછળ જાય છે.
મેહા:- "રજત આ મંગળસૂત્ર મારું છે. તું આમ મારી મરજી વગર કાઢી ન શકે."
રજત ધીરે રહી મંગળસૂત્ર કાઢી લે છે.
મેહા:- "રજત તું મારું મંગળસૂત્ર મને આપી દે. તે જ તો પહેરાવ્યું હતું."
રજત:- "મેં પહેરાવ્યું હતું ને તો હવે મેં જ કાઢી લીધું."
રજત મંગળસૂત્ર એક ડ્રોઅરમા મૂકે છે. મેહા સોફા પરથી ઉઠીને રજત પાસે આવે છે અને મંગળસૂત્ર રજત પાસેથી લેવાની કોશિશ કરે છે.
રજત મેહાના બંન્ને હાથ પકડી લે છે.
રજત:- "ચૂપચાપ સોફા પર જઈ સૂઈ જા."
મેહા:- "રજત તે મને મંગળસૂત્ર પહેરાવ્યું છે તો આપણા લગ્ન થઈ ગયા છે. અને આપણે પતિ પત્ની છીએ. તો હું તારી પત્ની હોવાથી આ મંગળસૂત્ર પહેરવાનો હક્ક મને જ છે."
રજત:- "તો તું મને પતિ માને છે એમ? પતિનો પત્નિ પર પણ હક્ક હોય છે. રાઈટ? તારા કહેવાથી આપણા લગ્ન થઈ ગયા છે. તો તને ખબર છે ને લગ્ન પછી શું થાય છે."
મેહા કંઈ વિચારે એ પહેલાં જ રજતે મેહાનો હાથ પકડી હળવા ઝટકાથી મેહાને પલંગ પર ફેંકી.
રજત:- "લગ્ન થઈ ગયા પછી સુહાગરાત થાય છે. અને આપણી સુહાગરાત તો બાકી છે. તુ મારી પત્ની છે તો તારા પર તો પૂરો હક્ક છે ને મને."
રજતની વાત સાંભળી અને રજતના વર્તનથી મેહા થોડી ગભરાઈ ગઈ. રજતે મેહાના ચહેરા પરના ડરના હાવભાવ પકડી લીધા.
રજત:- "મેહા ચૂપચાપ સૂઈ જા અને મને પણ ઊંઘવા દે."
રજત પલંગ પર સૂઈ જાય છે. મેહા પણ ચૂપચાપ સોફા પર સૂઈ જાય છે.
મેહાની આંખોમાં આંસું આવી ગયા. રજતને ખબર નહીં કેમ અહેસાસ થયો કે મેહા રડી રહી છે.
રજત:- "રડવાનું બંધ કર અને સૂઈ જા."
મેહાને પણ આશ્ચર્ય થયું કે રજતને કેવી રીતના ખ્યાલ આવ્યો.
મેહા:- "હું ક્યાં રડું છું. હું તો ચૂપચાપ સૂઈ ગઈ છું."
મેહા વિચારે છે કે ડૂસકાં પણ ન સંભળાય એવી રીતે સ્હેજ પણ અવાજ કર્યાં વગર રડું છું તો રજતને કેવી રીતના ખબર પડી. મતલબ કે રજતના મારા મનમાં મારા પ્રત્યે કંઈક તો છે. મેહાને થોડી શાંતિ થાય છે અને રજતના વિચારો કરતા કરતા સૂઈ જાય છે.
સવારે રજત ઉઠી જાય છે. મેહા હજી પણ ઊંઘી રહી હોય છે. રજત સોફા પાસે જઈ મેહાને જોઈ રહ્યો. મેહા ઊંઘમાં બહુ નિર્દોષ લાગી રહી હતી. રજતે મેહાને કપાળ પર કિસ કરી.
રજત વોશરૂમ તરફ ગયો. મેહા જાગી ગઈ. સોફા પરથી ઉઠીને બારી ખોલી. મેહાની નજર ચાના કપ પર જાય છે.
મેહા મનોમન વિચારે છે કે રજતે પણ એક ઘુંટ ચા પીધી અને મેં પણ. તો બાકીની ચા કોણ પી ગયું. મેહાને વિશ્વાસ હતો કે રજતે જ આ ચા પીધી છે.
રજત વોશરૂમ માંથી બહાર આવે છે. મેહા કપડાં ચેન્જ કરે છે. ચેન્જ કરી મેહા બહાર આવે છે. રજતને શર્ટ આપે છે. રજત મેહાને ઘરે મૂકી આવે છે.
મમતાબહેન:- "અરે સવારની પહોરમાં ક્યાં ગઈ હતી?"
મેહા:- "મમ્મી એક ફ્રેન્ડ નું અર્જન્ટ કામ હતું એટલે મળવા ગઈ હતી."
રજત ઘરે આવે છે. રજત કૉલેજ જવા માટે તૈયાર થાય છે.
મેહા નાસ્તો કરી કૉલેજ જવા નીકળે છે.
ક્લાસમાં મેહા બેન્ચ પર બેઠાં બેઠાં રજતના વિચારો કરે છે. મેહાની નજર રજતને શોધી રહી હતી. મેહા રિહર્સલ રૂમમાં જાય છે. મેહા મિષા લોકો પાસે જઈ બેસી જાય છે.
રજત અને મેહાની નજર મળે છે. મેહાને લાગ્યું કે રજત પ્રાચી સાથે વધારે ખુશ છે.
થોડીવાર રહી બધા ક્લાસમાં જાય છે. રિહર્સલ રૂમમાં તનિષા અને મેહા હોય છે. મેહા અને તનિષાએ એકબીજા સાથે બોલવાનું બંધ કરી દીધું. કેટલા સમય પછી મેહાને તનિષા સાથે આ રીતે એકલામાં વાત કરવાનો ચાન્સ મળ્યો હતો.
મેહા:- "તો રજતના બેગમાં પાઉડરની બોટલ તે નાંખી હતી. અને એ બોટલ તે એટલાં માટે નાંખી હતી કે મારા અને રજત વચ્ચે ગેરસમજ થાય. તું રજતને મારાથી દૂર કરવા માંગતી હતી. પણ શું કરવા? મેં તારું શું બગાડ્યું હતું તનિષા."
તનિષા:- "મેહા મને તારી સાથે કંઈ લેવાદેવા નથી. મને તો બસ રજત જોઈએ છીએ. હું નાનપણથી રજતને ચાહું છું. હું એ ક્યારેય સહન ન કરી શકું કે રજતની લાઈફમાં મારા સિવાય બીજી છોકરી આવે. તો મેં જે કંઈપણ કર્યું તે રજત માટે કર્યું. અને હવે પ્રાચીને પણ રજતથી દૂર કરી દઈશ."
મેહા:- "હું રજતને કહી દઈશ કે તે મારી સાથે શું કર્યું છે અને રજતની બેગમાં તે બોટલ મૂકી દીધી હતી."
તનિષા:- "ઑહ રિયલી? તારે રજતને જે કહેવું હોય ને તે કહી દે. I am sure કે રજત તારા પર ૧% નો પણ વિશ્વાસ નહીં કરે."
તનિષા મેહાને Bye કહી નીકળી જાય છે.
તનિષાના જતાં જ મેહા વિચાર કરતી કરતી ક્લાસમાં જવા લાગે છે. તનિષાએ મારી ઈજજત સાથે રમવાની કોશિશ કરી તો ચોક્કસ પ્રાચીની ઈજ્જત સાથે તનિષા કંઈક છેડછાડ કરશે.
મેહા ક્લાસમાં પહોંચે છે. મેહાની નજર રજત અને પ્રાચી પર જાય છે. બપોરે કેન્ટીનમા નાસ્તો કર્યાં પછી રજત અને પ્રાચી કૉલેજના ગાર્ડનમાં એકાંત વાળી જગ્યાએ બેઠાં હોય છે.
રજત અને મેહાના ફ્રેન્ડસ રિહર્સલ રૂમમાં બેઠાં બેઠાં મજાક મસ્તી કરી રહ્યા હતા.
મેહા રજતને ફોન કરવાની કોશિશ કરે છે. પણ રજતનો ફોન નથી લાગતો. મેહા મેસેજ કરે છે. મેહાને ખ્યાલ આવી ગયો કે રજતે તો મને બ્લૉક કરી છે.
મેહા:- "મિષા પ્રાચીનો નંબર આપ. મારે બહું અર્જન્ટ કામ છે."
મેહા પ્રાચીનો નંબર આપે છે.
મેહા બહાર જઈ તરત જ પ્રાચીને ફોન કરે છે.
પ્રાચીના ફોન પર કોઈ નવા નંબરથી ફોન આવે છે. પ્રાચી ફોન રિસીવ કરે છે.
પ્રાચી:- "હેલો કોણ?"
મેહા:- "પ્રાચી હું મેહા બોલું છું."
પ્રાચી:- "હા મેહા બોલ."
રજતે મેહા નું નામ સાંભળ્યું. રજતે પ્રાચી પાસેથી મોબાઈલ લઈ લીધો.
રજત:- "મેહા હવે આ શું નવું નાટક છે. શું પ્રોબ્લેમ છે તને અમારાથી?"
મેહા:- "રજત તમારા બંન્ને સાથે અર્જન્ટ વાત કરવી છે."
"એવી તો શું અર્જન્ટ વાત કરવી છે કે તારે અમને ડિસ્ટર્બ કરવાની જરૂર પડી! પ્રાચીને મારી સાથે જોઈને જેલીસ ફીલ થાય છે ને. મેહા આ બધો ડ્રામા બંધ કર. અને અમને શાંતિ થી રહેવા દે." આટલું કહી રજત ફોન ડિસકનેક્ટ કરી દે છે.
પ્રાચી:- "રજત મેહાની એકવાર વાત તો સાંભળી લેવી જોઈએ."
રજત:- "પ્રાચી એના ભોળા ચહેરાથી અને મીઠી મીઠી વાતોમાં ફસાવવાની જરૂર નથી. હું તારી સાથે છું ને એટલે એનાથી સહન નથી થતું. જેલીસીની પણ એક હદ હોય છે."
પ્રાચી:- "રજત મેહા શું કહેવા માંગે છે એકવાર તો સાંભળી લઈએ. મેહાને કંઈક અર્જન્ટ વાત કરવી છે."
રજત:- "બોલાવ એને. હું પણ તો સાંભળું કે એવી કંઈ અર્જન્ટ વાત કરવી છે."
પ્રાચી મેહાને ફોન કરી ગાર્ડનમા બોલાવે છે.
મેહા રજત અને પ્રાચી પાસે આવે છે.
રજત:- "શું વાત કરવી હતી?"
મેહા:- "રજત પેલી પાઉડર વાળી બોટલ તારા બેગમાંથી મળી હતી. પણ મને ખબર છે કે એ બોટલ તારી નહોતી."
રજત:- "આ અર્જન્ટ વાત હતી તારી?"
રજત પ્રાચી તરફ જોઈ બોલે છે "હું તને ચાહું છું પ્રાચી એટલે એ મેહાથી સહન ન થયું એટલે બહાનું બનાવી અહીં આવી છે. ચાલ પ્રાચી."
મેહા:- "રજત મારી પૂરી વાત તો સાંભળ."
રજત:- "મારે કંઈ નથી સાંભળવું."
રજત પ્રાચીનો હાથ પકડી ચાલવા લાગે છે.
મેહા:- "તે દિવસે જે મારી સાથે થયું તેવું જ કંઈક પ્રાચી સાથે થવાનું છે."
મેહાની વાત સાંભળી રજત અટકી જાય છે.
ક્રમશઃ