Khato Mitho Prem - 1 in Gujarati Love Stories by Para Vaaria books and stories PDF | ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૧

Featured Books
Categories
Share

ખાટો મીઠો પ્રેમ - ભાગ - ૧

વરસાદ ની એ મૌસમ હતી અને કૉલેજના અંતિમ વરસ ના દિવસો ચાલી રહ્યા હતા. પ્રિયા અને સત્યમ એક જ કૉલેજ માં સાથે ભણતા હતા. કોચિંગ ક્લાસ પણ સાથે જ જતા. લગભગ બધી જ વસ્તુ એક બીજા ની સાથે અથવા એક બીજા ને પૂછી ને જ કરતા જેમ કે કૉલેજ ની ફીસ ભરવી, એક્ઝામ ફોમૅ ભરવું, એક્ઝામ આપવા સાથે નીકળવું. કોઈ વેહલુમોડુ થયું તો એક બીજા ની રાહ જોવી, કેન્ટીન માં એક બીજા વગર ચા પણ ના પીવે. કાફે માં પણ સાથે જ બેઠેલા જોવા મળે. માનો એક બીજા ના પૂરક બની ગયા હતા બંને, જેની એ બંને ને જ ખબર ના હતી. બંને ની વચ્ચે કોઈ ત્રીજું મિત્ર પણ આવી ને બેસી જાય તો બંને ના ચેહરા ના હાવભાવ એવા ફરી જાય કે જાણો શું બગડી ગયું હોય એમનું. હવે આ દોસ્તી હતી કે પ્રેમ એની ખબર નહિ પરંતુ આ બંને વચ્ચે જે અદભૂત એહસાસ હોય છે એ આ બંને જીવી રહ્યા હતા..... એમને ભલે નહોતી ખબર પરંતુ એમના મિત્રો અને એમની આજુ બાજુ ના બધા જ લોકો, સાચું કહીએ તો સાવ અજાણ્યા માણસો પણ જાણતા હતા કે એ બંને શું છે.....

એક દિવસ ની સંધ્યા નો સમય હતો. ખુલા આકાશ નીચે બંને ચા ની ચૂસકી લઈ રહ્યા હતા અને જ્યાર થી કૉલેજ માં આવ્યા ત્યાર થી લઈને અત્યાર સુધી ના પોતાના સોનેરી દિવસો વાગોળી રહ્યા હતા. વાત વાત માં અચાનક મજાક મજાક માં પ્રિયા એ સત્યમ ને કહ્યું, "સત્યમ, જો તું અને હું ભવિષ્યમાં લગ્ન કરી લઈએ તો કેવું ??" પ્રિયા ખૂબ જ બિન્દાસ સ્વભાવ ની છોકરી હતી. પણ હા એનો સ્વભાવ ચીડિયો ને ગુસ્સા વાળો પણ એટલો જ હતો. એ ગમે ત્યારે કંઈ પણ વિચાર્યા વિનાનું બોલી દેતી હતી. જ્યારે સત્યમ શાંત, સમજદાર અને વિચારી ને બોલવા વાળો સ્વભાવ ધરાવતો હતો.. જો કે સત્યમ પણ ગુસ્સો કરે ત્યારે પ્રિયા થી કાંઈ ઓછો ઉતરે એમ ના હતો. પરંતુ એ જે કંઈ પણ બોલતો આમાં સૌપ્રથમ સામે વાળી વ્યક્તિ ને ઠેસ ના પહોંચે આનું ખાસ ધ્યાન રાખતો. અને આ બાબતે પ્રિયા ને પણ સમજાવતો..

"તો શું?" સત્યમ એ સામો પ્રશ્ન કરીને હસતા હસતા કહ્યું, "ફર્સ્ટ મંથ વેડિંગ એનીવર્સરી પેહલા જ બંને પોત પોતાના ઘરે હોઈશું" સત્યમ મન થી પ્રિયા ને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ એ પ્રેમ ને પામવા ખાતર તેની દોસ્તી ખોઇ દેવા નતો માંગતો માટે આ વાત તેણે આજ સુધી પ્રિયા ને કરી નહોતી. સાથે તે એ પણ જાણતો હતો કે બંને ના સ્વભાવ માં જમીન આસમાન જેટલો ફરક છે. જેમના નામ તો સાથે લેવાય પરંતુ કોઈ દિવસ એક ના થઈ શકે. સત્યમ પૂર્વ કહે તો પ્રિયા પશ્ચિમ.. બસ આમાં તો ઘણી વાર બંને વચે તકરાર પણ થઈ જતી...

"તું તો રેવા જ દેજે. હંમેશા મને આવું કહી ને ખરાબ ચીતરે છે. જાણે ઝગડા તો હંમેશા હું જ કરતી હોઉં છું નઈ..." પ્રિયા ઝડગવા ના મૂડ સાથે બોલી. તેની આ જ વાત વાત માં ઊંધું લેવાની આદત સત્યમ ને જરા પણ પસંદ ના હતી. પણ અત્યારે આ વાક્ય બોલી રહેલી પ્રિયા ને જોઈ ને તેને મનોમન હસવું આવી રહ્યું હતું સાથે તેની ઉપર પ્રેમ પણ એટલો જ આવી રહ્યો હતો... એનું વાત વાત માં ખોટું ખોટું રિસાઈ જવું સત્યમ ને ખૂબ વહાલું લાગતું. કારણ કે એના પછી સત્યમ ને એને મનાવવા નો ખૂબ જ અમૂલ્ય મોકો મળતો....

શું સત્યમ પ્રિયા ને પોતાના મનની વાત કહી શકશે ?? બહુ જલ્દી મળીશું આગળ ના પ્રકરણ માં અને જોઈશું કે પ્રિયા અને સત્યમ ની લવ સ્ટોરી આગળ વધે છે કે કેમ... જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો આપના અમૂલ્ય સૂચન જરૂર આપશો... નમસ્તે