#KNOWN - 19 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 19

Featured Books
Categories
Share

#KNOWN - 19

પણ એક ખુશખબરી છે... તેનો મંત્ર મને ખબર પડી ગયો છે.....

અનન્યાના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઈ.

"સાચે!! તો ખોલ ને!! કોની રાહ જોવે છે??" અનન્યાએ ઉત્સાહિત સ્વરે કહ્યું.

"અરે એમનેમ બોલવાથી નથી ખુલી જતું પુસ્તક. મને લાગે છે ત્યાં સુધી આ પુસ્તક ચૌદશે જ ખુલે છે. કાલીમાતાનું ચિત્ર પણ છે આમાં જો.. એનો મતલબ કે દર અંધારી ચૌદશે મંત્ર બોલવાથી જ આ ખુલે છે. મેં રિસર્ચ કરીને જોઈ લીધું છે." આદિત્યએ ખુલાસો કરતા કહ્યું.

"તો હવે અંધારી ચૌદશ કયારે આવે છે??"

"પરમદિવસે જ આવે છે. આજે બારસ થઇ. હું પણ ખૂબજ ઉત્સાહિત છું આને લઈને. કેમકે મેં લાસ્ટ ટાઈમ ખોલ્યું ત્યારે મોમના લીધે મારે આને બંધ કરવું પડ્યું હતું. એકવાર બંધ કર્યા બાદ ફરી નથી ખુલતું પાછું એ પ્રોબ્લેમ છે." આદિત્યએ નિરાશ થઈને કહ્યું.

"ઓક્કે પણ તું મને તો કહે એ મંત્ર. જો તારી ઈચ્છા હોય તો જ કહેજે બાકી હું તને કોઈ ફોર્સ નથી કરતી." અનન્યાએ ઢીલા સ્વરે કહ્યું.

"અરે તારી માટે ક્યાં ના જ છે. મેં એ મંત્ર મારી ડાયરીમાં નોટડાઉન કરેલો છે. હમણાં જ લાવું એ ડાયરી."
એમ કહીને આદિત્ય પોતાના કબાટમાં ડાયરી શોધવા લાગ્યો.

અનન્યાને પોતાની આસપાસ કાંઈક ફરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું પણ તે કાંઈ પણ જાણી શકવા અસમર્થ હતી. તે આદિત્ય પાસે આવી.

"શું થયું આદિ?? ડાયરી ખોવાઈ ગઈ છે કે શું??" અનન્યાએ આદિત્યના ખભે હાથ મૂકીને કહ્યું.

"ના યાર અનન્યા મેં અહીંયા જ મૂકી હતી એ ડાયરી. ખબર નહીં ક્યાં જતી રહી?? !! મોમને પૂછું હું વેઇટ." આદિત્ય આટલું બોલીને રૂમ બહાર જવા લાગ્યો ત્યાં જ અનન્યાએ તેનો હાથ પકડી લીધો.
અનન્યાના ચહેરા ઉપર એક અજીબ નશો છવાયેલો હતો. આદિત્ય તેને જોઈને સમજી ગયો.તેણે તરત અનન્યાના ચહેરાને પોતાની બેઉ મજબૂત હથેળીઓમાં પકડી લીધો અને અનન્યાના કપાળ પર હળવું ચુંબન આપ્યું.
અનન્યાએ શરમાળ સ્ત્રીની જેમ પોતાની આંખો બંધ કરી દીધી અને પોતાના હોઠો પર એક જીણો ફફડાટ દર્શાવી આદિત્યને પોતાના હોઠોને ચુમવાનું આમંત્રણ પીરસાવ્યું. આદિત્યએ પણ તરત એ ઈશારો પારખીને તેના ઉપલા ઓષ્ઠથી અનન્યાના ઉપર નીચેના ઓષ્ઠોને તરસ્યાને ઝરણું મળે એમ ચૂમવા લાગ્યો. તેના બંને હાથ ક્યારેક અનન્યાના પીઠ ઉપર, કયારેક કમર પર તો કયારેક તેના લાંબા કેશોમાં ભરાવીને તે પોતાની જાતને ઉન્માદિત બનાવી રહ્યો હતો. અનન્યાએ પણ આ પળની મજા લેતા લેતા આદિત્યના ટીશર્ટ અંદર હાથ નાખીને ટીશર્ટ કાઢીને ચૂમવા લાગી. આદિત્યએ તરત અનન્યાને પોતાના ફોલાદી હાથોથી ઉંચકીને તેને પોતાના આલીશાન બેડ પર સુવડાવી. તેણે પણ અનન્યાના એક પછી એક વસ્ત્રો ખોલીને અનન્યાને પૂર્ણરૂપે તૃપ્ત કરીને કામક્રીડા આરંભી. લાલ મખમલી ચાદરમાં બેઉ શરીરો કેટલીયે વાર સુધી એકબીજાને તૃપ્ત કરવામાં લાગી ગયા. થાકીને જયારે આદિત્યની આંખ મીંચાઈ એટલે અનન્યા અનાવૃત દેહે જ આદિત્યના રૂમમાં રહેલ બાથરૂમમાં પ્રવેશ કર્યો.

બાથરૂમમાં આવતા જ તેણે શાવર ચાલુ કર્યો. તેના મગજમાં એકસાથે કેટલાય વિચારો આવવા લાગ્યા.
"કેટલા સમય બાદ પોતે પોતાની મરજીથી પોતાના શરીરને સુખ આપી રહી હતી.
શું આદિત્ય સાથે તેને ખરેખર પ્રેમ થઇ ગયો છે??
આદિત્યનાં ઘરનું વાતાવરણ મને આટલી બેચેની કેમ આપી રહ્યું છે??
આદિત્યની મોમ મને આદિત્યથી દૂર કરી દેશે તો??
ના ના હું એવું બિલકુલ નહીં થવા દઉં.
હું આદિત્યની મોમને અમારા પ્રેમ વચ્ચે બિલકુલ નહીં આવવા દઉં."
અચાનક અનન્યાનું ધ્યાનભંગ થયું કેમકે તેના હોઠો ઉપર લાલ લાલ દાણા ફૂટ્યા હતા જેને અડવાથી તેને ખુબ પીડા થઇ રહી હતી. તેમજ અનન્યાએ દર્પણમાં પોતાનું મનમોહક રૂપ નિહાળ્યું તો તેની આંખો ફાટી ગઈ. તેના આખા શરીરે લાલ લાલ ચકામાનાં નિશાનો થઇ ગયા હતા. લોકોના બેફામ કત્લ કરીને ફરનારી અનન્યા પોતાના શરીર પરના નિશાન જોઈને ઘડીક તો ડરી જ ગઈ. તેનું મગજ આટલા બધા વિચારો સાથે કામ કરવામાં હેરાન થઇ રહ્યું હતું. તેને માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. તેનું મગજ કોઈ હથોડી લઈને ઘા કરતું હોય એમ સણકા મારવા લાગ્યું.
અનન્યા તરત ટુવાલ વીંટાળીને બહાર નીકળી.તે આદિત્યને ઉઠાડવા જતી જ હતી ત્યાં તેણે જોયું કે આદિત્ય ખૂબજ સરસ રીતે થાકીને સુઈ ગયો હતો. તેણે તેને ઉઠાડવાનું માંડી વાળ્યું.
તે ફરી બાથરૂમમાં પ્રવેશી. તેણે પોતાની આંખો બંધ કરી અને મંત્રોચ્ચાર કર્યા એક મિનિટ સુધી પણ કોઈજ આત્મા તેના બોલાવવાથી ત્યાં ના આવી.
"હવે હું શું કરું?? મારી કોઈ શક્તિ પણ કામ નથી કરી રહી અને આ મારા શરીરે શું થયું છે અને શું કામ થયું છે?? તેની તપાસ ના થઇ તો આદિત્યને મારા વિશે કાંઈ પણ જાણવા મળ્યું અને તે મને છોડી દે-"

એટલામાં આદિત્યએ બાથરૂમમો દરવાજો ખટખટાવ્યો.
"કોની સાથે વાત કરે છે અનુ?? શું કરે છે ખોલ ને!! મને અંદર આવવું છે."
અનન્યાના ધબકારા વધવા લાગ્યા. તેને કંઈજ સમજમાં ના આવ્યું. ત્યાં જ એક આત્મા ત્યાં પ્રકટ થઇ અને તેણે અનન્યાની સામું જોયું.

આદિત્ય હવે અધીરો બની ગયો હતો. તેણે જાતેજ દરવાજો ખોલીને અંદર જવાનું વિચારી લીધું અને એક જ ઝાટકે તે દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો.
અંદરનું દ્રશ્ય જોઈને તે પણ ચોંકી ગયો.
અનન્યા અનાવૃત દેહે શાવર લઇ રહી હતી.
આદિત્ય સોરી કહીને તરત બહાર આવી ગયો.

થોડીવાર બાદ અનન્યા કપડાં પહેરીને બહાર આવી. આદિત્યએ તેની સામું જોઈને ફરી સોરી કહ્યું.

"અરે આટલું બધું ગિલ્ટ શા માટે?? તે કર્યું એમાં કાંઈ ગુનો નથી કરી દીધો. ચાલ જલ્દી રેડી થઇ જા. મને હોસ્ટેલે જવું છે." અનન્યા આદિત્યને સમજાવતા બોલી.

બંને કારમાં બેસીને અનન્યાની હોસ્ટેલે જવા નીકળ્યાં. રસ્તામાં આદિત્યએ એક જગ્યાએ રોકીને પોતાને જોઈતી વસ્તુ લઈને કારને સીધી હોસ્ટેલ તરફ ભગાવી મૂકી. હોસ્ટેલ આવતા જ ત્યાંની છોકરીઓ અનન્યા અને આદિત્યને તાકતી રહી. આદિત્યને આ વાતની ખુબ નવાઈ લાગી. આદિત્યએ જતા જતા અનન્યાનું પર્સ લઈને એક વસ્તુ તેમાં મૂકી અને તેને પર્સ રૂમમાં જઈને ખોલે એવું કહીને ત્યાંથી નીકળી ગયો.

અનન્યા પોતાના રૂમમાં આવી. રૂમમાં આવીને તેણે પોતાનું પર્સ ખોલ્યું તો એમાં કોન્ટ્રાસેપ્ટીવ પિલ હતી. અનન્યાએ તેને હાથમાં લીધી અને પાણીની બોટલ અને પિલ સાથે વિન્ડો તરફ આવી. એ ગોળીને તેણે બારી બહાર નાખી દીધી અને પાણી પી ને જોરજોરથી હસવા લાગી. તેના હસવાથી રૂમમાં એકસાથે કેટલાય લોકોનો હસવાનો અવાજ આવવા લાગ્યો.

*******************

આ તરફ આદિત્ય પોતાના ઘરે આવ્યો.
"મોમ, મોમ, વ્હેર આર યુ??" આદિત્ય જોરજોરથી બુમ મારીને શીલાને બોલાવી રહ્યો હતો.
'બોલ, શું કરવા ઘાટા પાડે છે??" શીલાએ મોઢું બગાડતા કહ્યું.
"મોમ તું એ પાગલને લઈને મારી સાથે લડી રહી છું?" આદિત્યનાં આમ બોલતા જ આદિત્ય અને શીલા બંને જોરજોરથી હસવા લાગ્યા.

(ક્રમશ :)

(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે. )