ભારતવર્ષ કે મહાભારત નામ થી પ્રચલિત દેશ સોનાની ચીડિયા કહેવાતો આજે ઇન્ડિયા નામ બનીને નાતો સોનાની ચીડિયા રહ્યો કે વિશ્વ ગુરુ રહ્યો , સનાતન ધર્મ માં પણ નામનું ખાસ મહત્વ રહેલુંજ છે, આપડે નામ નથી બદલવાનું પણ કામ અને વિચારધારા ભારતવર્ષ જેવું કરવાનું છે,
આપણી પ્રાચીન કલા,શિક્ષા,આરોગ્ય, કે કામકાજ નું મંથન કરીયે તો આપને સમજાશે ત્યારના માણસો આપણા કરતા વધારે હોશિયાર હતા પણ આપણા વામપંથી ઇતિહાસ કારોએ આપને એનાથી દૂર રાખીને અભણ ની જેમ સાક્ષરતા આજકાલના ઇતિયાસ થી કરાવી જેમાં આપણા વડવાઓને અભણ સમજીને આપણે નોખો રસ્તો કાઢ્યો ,
જયારે આપણે આપણી સંસ્કૃતિ, ભાષા ને સમજી શકીશુ કે સારી રીતે જાણી શકીશુ તો આપણે પણ INDIA ને સોનાની ચીડિયા, ને વિશ્વ ગુરુ બનાવી શકીશુ
આજે આપણી બે હાથ જોડીને નમસ્તે ની અભિવાદન કરવાની પ્રણાલી ને જે દેશ તેમની પ્રણાલી ને મહાન માનતા એજ અનુસરી રહ્યા છે, પેલા એ આપણી જ પ્રણાલીને તુચ્છ અને નકારાત્મ્ક ગણતા આજે એમનીજ હાથ મિલાવવા,ગળે મળવું, હાથ કે ગાલ પર આલિગં કરવું જે પ્રથા અત્યારેજ તુચ્છ લાગવા લાગી આ મહામારીના સમય કાળ માં, અને આપણીજ પ્રણાલી નો પ્રચાર ખુદ આપણા દેશ ના નામ પર કરવા લાગ્યા,
આજે ભારતીય સંસ્કૃતિ સમગ્ર માનવજાત ના કલ્યાણ હેતુ, સમગ્ર સૃષ્ટિ ના કલ્યાણ હેતુ, કે સમગ્ર જીવ સૃષ્ટિ ના કલ્યાણ હેતુ બધા દેશો સ્વીકારવા લાગ્યા છે,
ભારત ૧૦૦૦ વર્ષ ની ગુલામી માં સંસ્કૃતિ હીન શાસકો પાસે રહ્યો હતો અને આઝાદી પછી પણ આપણે પોતા પણુ ભૂલી,પોતતત્વ આપણાથી ઊણી ઉભરતી નજરે જોવાની એક માનસિક રીતે જોવાની વૃત્તિ ભારતીયો માં વર્તાતી હતી, એક સમયે ભારત દુનિયા ભરના માનવને ઉપયોગી તમામ ક્ષેત્રમાં ભારતીય સમાજ ભારતીય લોકો એમાં ઉચ્ચ કક્ષા માં પહોંચેલા હતા, દુનિયામાં આજે વિજ્ઞાન,આરોગ્ય,કે આર્થિક રીતે કે કોઈ પણ કામમાં , જે પોતાની રીતે મહાન કેતાં દેશો,એ દેશોને પણ એ પ્રકારની દિશા માં ચાલવાની પ્રેણના પણ આપણું વૈદિક ભારત પ્રાચીન ભારત આપતું એ દિશા તરફ ફરી પાંછા વાળવાના આ મહામારી એ આપને બતાવ્યા છે,
નમસ્તે આપણી શરૂઆત છે, કેવી રીતે આપણે બીજી શરૂઆત કરવી એ ભારતીય સમાજે નકી કરવાનું છે, ગુલામી કાળ માં આવેલા લોકોએ આપણી સંસ્કૃતિ ને કેવી રીતે તોડી મરોડીને ધ્વંશ કરી અને આપણે એનાથી અલાયદા કર્યા, અને આપણે એ વિષય ને આગળ ના લઇ શકીયે એવી સ્થિતિ માં લાવ્યા, કેમ કેમકે કોઈ એક લાંબા સમય સુધી કોઈ એક પ્રભાવ કે કોઈ એક સમાજ રેછે ત્યારે એ પ્રભાવની અંદર ગુલામ તરીકે રહેલો સમાજ છે એ પ્રભાવી સમાજ નીકેટલીક બાબતો સહજતાથી સ્વીકારી લેતો હોય છે, અને પોતાની મૂળભૂત બાબતો ભૂલી જતો હોય છે, આ સ્થિતિ માં ભારતીય સમાજ આવ્યો, અને સ્વતંત્રતા પછી પણ જે દિશા દેશ ની ચાલી એના અનુસંધાન માં ભારતીય ઇતિહાસ ખોટા લોકોએ ખોટી રીતે પોતાના સ્વાર્થ માટે લખાયેલો ઇતિહાસ હતો એ બધા સામે પ્રસ્તુત થયો ,અને આજ દિન સુધી એ પ્રકારનો ઇતિહાસ આપને ભણાવવામાં આવીરહ્યો છે
આ પ્રકારની "બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ" સેંકડો વર્ષો થી કામ કરી રહી છે દુનિયાભર ની અંદર અને ભારત જેવા દેશો આફ્રિકા ખંડ ની ઉપર પ્રયોગ આ લોકોએ સફળતાથી પૂરો કરી ચુક્યા છે, હવે એશિયા માં ભારત ની અંદર આ પ્રકારની બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ જે છે એ ભારત નો સમાજ ભારત નો વ્યક્તિ કઈ રીતે વિચાર કરે કઈ રીતે ખાનપાન કરે ,કઈ રીતે બેસે ઉઠે ,કઈ રીતે પોતાના વહેવાર કરે ,કઈ રીતે પોતાના તહેવાર ઉજવે ,કઈ રીતે રેની કહેણી કરે ,કઈ રીતે રીતિ રિવાજો ની પરંપરા માં જાય એવી યોજના વર્ષો થી આ બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ ચલાવી રઈ છે, અને એના અનુસંધાનમાં ભારતીય સમાજે, ભારતીય પ્રજા ને એ આપણી સામે એક નમાલો સમાજ, એક નકારો સમાજ, એક અશિક્ષિત સમાજ, એક અબુધ સમાજ, જેને વિજ્ઞાન કે ટેક્નોલોજીમાં કઈ ગતા ગમ નથી પડતી એવા પ્રકારનો સમાજ.
એવા સમાજ તરીકે ચીતરવાનું કામ એ આ બ્રેકીંગ ઇન્ડિયા બ્રિગેડ કરે છે, અને એક બાળક ની અંદર માતાના દૂધ માં ક્યાં તત્વો જાય એ સુધીનું કામ આ કરી રઈ છે, ભારત નું નીતંદન કાઢવાનું,ભારત ના ટુકડા કરવાનું,ભારત ની સંસ્કૃતિ, ભારત ની વિશ્વકલ્યાણ ની પરંપરા,ભારતની વશુદેવ કુટુંમ્બક્મ ની ભાવના છે એ તોડ ફોડ કરીને ભારત ને ગુલામ ની અવસ્થા માં રાખવું, સ્વતંત્ર ભારતને પણ માનસિક ગુલામ, આર્થિક ગુલામ, રાજકીય ગુલામ, બૌદ્ધિક ગુલામ, ઔધોગિક ગુલામ, વ્યવસાયિક ગુલામ, આ પ્રકારની ગુલામી અવસ્થા માં રાખવાનું એ ચલાવી રહી છે,
આજના કોરોના ના સમય માં મહાન દેશ જે પોતાની મેડિકલ વ્યવસ્થા કે ડેવલોપેમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને લીધે પણ કેમ બચીસુ એ વિચારતું અને એ એમના લોકોને બચાવી સકતા નથી ત્યારે ટાંચા સમયે એક સીમિત એવા ઇન્ફ્રાસ્ટકચર માં આપણે એવાજ સમયે ભારતે મોટો નિર્યણ લઇ લીધો જે મહાશક્તિ પણ લેવામાં વિચારતી હતી કે લાઇનોતિ શક્તિ એ આપણા સમાજ ની પહેચાન છે કે ભારતનો સમાજ કે વ્યક્તિ કેવી માનસિકતાથી કામ કરે છે,આપણો સમાજ એક વિચારથી એક દિશા માં ચાલનારો સમાજ છે, એકબીજાના હાથથી હાથ આપીને એક ખભે ખભો મિલાવીને ચાલનારો છે એ આપણે સાબિત કરી દીધું, અને જનતા કર્ફ્યુ ની સફળતા એ ભારતીય લોકોની માનસિકતા છે, e કોઈ એક નેતા કે કોઈ એક વડાપ્રધાન કે કોઈ એક વ્યક્તિ એ કીધેલ સફળતા નથી પણ એ ભારતીય સમાજ નું માનશ બતાવે છે, અને એના કારણે સફળતા થઇ થી એવીજ પ્રકારે દુનિયાના કેટલાય દેશોમાં થાળી વગાડવાનું કામ, દિવા પ્રગટાવવાનું કામ, તાળીઓ પાડવાનું કામ, e દુનિયા ભરના દેશો માં થયું,
કેમ તો કે એનાથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે, એક સંગઠન ઉત્પન્ન થાય છે, એક ભાવ ઉત્પન્ન થાય છે કે આવી મહામારીમાં બધા સાથે બાર આવવું છે, એના કારણે એક જુસ્સો મળે છે એ દુનિયા એ જોયું,
આપણે ત્યાં,
"तमसो माँ ज्योतिरगमय"
અંધકાર માંથી જ્યોતિ(અજવાળું) તરફ જવાનું જે અંધકાર,દુઃખ,ત્રાસ,પીડા,આતંક જે માનવ સમાજ ને દુષિત, પીડિત કરે છે, એ દીવો પ્રગટાવવાની જે પ્રક્રિયા આપણે બધાયે એકસાથે કરીતિ એ દુનિયા માટે ઉદાહરણ હતું કે કેવી રીતે થાય છે ને સુ કરી શકીયે છીએ, પરંતું એમાં પણ ઘણા બેકિંગ ઇન્ડિયા બ્રીગેડ કામ કરી રઈ હતીજ...
ક્રમશ....