pahelo patra in Gujarati Moral Stories by Paras Badhiya books and stories PDF | પહેલો પત્ર

Featured Books
Categories
Share

પહેલો પત્ર

વીસ વર્ષ થઈ ગયા. આજે લોકડાઉનમાં પાછું ગામડે જવાનું થયું. આવીને એ જુના મકાનની સામે ઉભો રહ્યો. બાળપણથી યુવાની સુધીની બધી યાદ તાજી થઈ ગઈ. અને સાથે જ યાદ આવી એ...

ઘરની અંદર દાખલ થતાજ સીધો જ માળિયા ઉપર રાખેલા પુસ્તકો ઉતારી એમાંથી મારુ પ્રિય પુસ્તક બહાર કાઢ્યું.

એ મારું નહીં પણ પ્રિયાનું પ્રિય હતું. એની ડાયરી.... એની છેલ્લી યાદ... એની સાથેજ એમાં રહેલો એનો છેલ્લો અને પહેલો પત્ર..

જે મને એ જીવતા ના આપી શકી...

મારી પત્ની મને ડાયરી સાથે જોઈને અચરજ સાથે બોલી "શુ છે એ ડાયરીમાં ! કે આમ દોડીને આવ્યા ! અને ગાંડાની જેમ જોતા હસવા લાગ્યા.."

પત્રને ડાયરીમાંથી બહાર કાઢી મારી પત્નીની હાથમાં આપ્યો.

પ્રેમમાં હંમેશા બલિદાન હોય એ જરૂરી નથી. હું જીવતી રહીશ તો પણ તમારા માટે મુશ્કેલી થશે. મને ખબર છે મારા જીવતા તમે બીજા લગ્ન નહીં કરો પણ મારા ગયા પછી મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો અને તમે બીજા લગ્ન કરી લેજો..

લી. તમારી પ્રિયા..

મારી પત્નીએ પત્ર મને પાછો આપ્યો.

મારા માટે લગ્નના ઘણા પ્રસ્તાવ આવ્યા, પણ બધા ને મેં ના કહી. છેવટે મારી અને પ્રિયાના પ્રેમની વાત બધાને ખબર પડી ગઈ. મારા માતાપિતા તો લગ્ન માટે માની ગયા પણ પ્રિયાના પિતા જીદે ચડ્યા ને મને મારવા માણસો મોકલ્યા. એ દિવસે તો ગામ લોકોએ મને બચાવી લોધો. બીજા દિવસે મારા પિતા એ મને સુરત મોકલી દીધો.

મારા ગયા પછી પ્રિયાની મરજી વિરુદ્ધ એના લગ્ન નક્કી કરી દીધા. ત્યારે તો ફોન પણ નહોતા અને પત્ર લખે એમાં વાર લાગે. પ્રિયા એ લગ્ન નક્કી થયા એના બીજા જ દિવસે એસિડ પી ને મરવા પ્રયાસ કર્યો.. બે દિવસ સારવાર બાદ એ ભાનમાં આવી.

ત્યાં સુધીમાં હું પણ અહીં આવી ગયો હતો. આ ઘટના પછી પ્રિયાના પિતાએ મારા અને પ્રિયાના લગ્ન વિશે સહમતી આપી. અને અમે બંને ખૂબ રાજી થઈ ગયા. એ છેલ્લી રાત મેં અને પ્રિયાએ આનંદ અને ખુશીની લહેરમાં વિતાવી.

સવારે હું ઘરે ગયો અને પાછળથી સમાચાર આવ્યા કે પ્રિયા એ પોતાના જીવને ટૂંકાવી દીધુ છે. મનમાં તો બે ઘડી એમ થયું કે શું મજાક ચાલે છે! હમણાં જ એની સાથે વાત કરીને આવ્યો. કઈ બે ઘડીમાં આવું થતું હશે!

જેની સાથે લગ્નના પવિત્ર બંધનમાં જોડાવાનો હતો એ હવે આ દુનિયામાં નથી. મારે પણ હવે જીવીને શુ ફાયદો. (ઘર બહાર રહેલા કુવામાં આગળી ચીધતા) આ કુવામાં પડીને જીવનને અલવિદા કહેવા આગળ વધ્યો પણ પાછળથી કોઈનો પરિચિત અવાજ આવતા થોભાઈ ગયું. માત્ર એ શબ્દોજ યાદ રહી ગયા. જે પ્રિયાએ મને કહ્યા હતા.

"તું અને હું ક્યાં અલગ હતા. હું હંમેશ તારી સાથે જ છું.."

પ્રિયાને છેલ્લીવાર જોઈ ત્યારે જેમ ભાદરવા મહિનામાં મેઘ વરસે એમ મારી આંખમાંથી આશુ સરી પડ્યા.

પ્રિયાના પિતાએ એની ડાયરી મને આપી.

તો આ પ્રિયાની આ છેલ્લી યાદ અહીં પસ્તી સાથે શુ કરે છે ?

મારી પત્નીની આંખમાં જોઈને મેં ડાયરીનું છેલ્લું પેજ ખોલીને આપ્યું.

હું હવે થોડાજ મહિનાની મહેમાન છુ. પણ મારે તમને હવે દુઃખી નથી જોવા. અને આ ડાયરી વાંચ્યા પછી એને તમારાથી દૂર કરી દેજો અને ભૂલી જજો કે કોઈ હતી એક પ્રિયા જે તમારા માટે પાગલ હતી...

ડાયરી વાંચી રહેલી મારી પત્નીના શબ્દો સાંભળી મારી આંખના ખૂણા ભીના થઈ ગયા. અને પત્રમાં રહેલા શબ્દો મને ઝાંખા દેખાવા લાગ્યા.

પારસ બઢિયા
મો.૯7૨3૮૮૪7૬3.💐