aatli amthi vaat in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આટલી અમથી વાત

Featured Books
Categories
Share

આટલી અમથી વાત

*આટલી અમથી વાત* વાર્તા... ૧૭-૨-૨૦૨૦

આ વાત છે આશરે પચાસ વર્ષ પહેલાં ની...
નાની અમથી વાત નું વતેસર થઈ ગયું.. અને રજનું ગજ થઈ ગયું અને બે જીવો નો ભોગ લેવાઈ ગયો... આટલીક અમથી વાત ને હું ( ટણી )‌ પદ થી લાગણીઓ નાં સંબંધ ટૂટી ગયો....
આણંદ પાસેના એક નાનાં ગામડાંમાં રહેતાં ઓચ્છવલાલ નો પરિવાર...
ઓચ્છવલાલ અને મહાલક્ષ્મી ની જોડી આખા ગામમાં વખણાતી...
બન્ને નો પ્રેમ એકમેક માટે અપાર હતો..
જો મહાલક્ષ્મી અગિયારસ કે સામા પાંચમા નો ઉપવાસ કરે તો ઓચ્છવલાલ પણ ઉપવાસ કરે એટલે એ જમાનામાં બધાં મશ્કરી પણ કરે..
પણ એ બન્નેનાં પ્રેમમાં કોઈ જ ફર્ક ના પડે.
ઓચ્છવલાલ અને મહાલક્ષ્મી ને કુલ છ સંતાનો હતાં.. ઘરનું ઘર, ખેતર અને પશુધન પણ હતું..
ચાર દિકરા અને બે દિકરીઓ હતી...
પશુધનમાં બે ગાયો અને એક ભૂરી ભેંસ હતી..
ખેતર તો ભાગિયા ને ખેડવા આપી દિધું હતું પણ ગાયો અને ભેંસ ને મહાલક્ષ્મી જાતે જ દોહતા અને સાર સંભાળ રાખતા..
એમાય એમને ભૂરી ભેંસ જોડે પ્રિત બંધાઈ ગઈ હતી..
છોકરાઓ મોટા થયા અને નાતમાં પરણાવી દીધાં અને શહેરમાં નોકરી કરી સ્થાઈ થયા..
દિકરીઓ પરણાવી અને એ એમનાં સાસરે ગઈ..
હવે સૌથી નાનો દીકરો નાનપણથી જ બહેરો મૂંગો તો એને નાતમાં થી કન્યા નાં મળતાં અમદાવાદનાં અનાથાશ્રમમાં ની છોકરી સાથે લગ્ન કરાવી દીધા...
અનાથાશ્રમ ની ઉર્મિલા ને રસોઈ કે કોઈ કામગીરી આવડે નહીં એટલે મહાલક્ષ્મી ધીમે ધીમે શિખવાડે..
એક દિવસ મહાલક્ષ્મી ને ખુબ તાવ હતો એમણે ઉર્મિલા ને કહ્યું કે તું ગાય અને ભૂરી ને દોહીને બોઘણુ ભરી લે મારાથી આજે નહીં થાય...
ઉર્મિલા ને દોહતા આવડે નહીં અને અજાણ્યા હાથ અડતાં ભૂરીએ લાત મારી એટલે ઉર્મિલા એ લાકડી લઈને ભૂરીને મારી એટલે ભૂરીએ ઉદગાર કર્યો ભાભરીને આ સાંભળીને મહાલક્ષ્મી અને ઓચ્છવલાલ દોડતાં આવ્યાં અને ઉર્મિલા ને પૂછ્યું શું થયું???
આ ભૂરી કેમ આટલું ભાભરે છે???
એની આંખોમાં થી આંસુ નિકળ્યા છે એવું તો શું થયું???
ઉર્મિલા કહે ગાયોએ તો દોહવા દિધું પણ આ ભૂરીએ મને લાત મારી એટલે મેં એને લાકડીએ મારી...
મહાલક્ષ્મી દોડીને ભૂરીને ભેટી પડ્યા અને એનાં આખા શરીર પર હાથ ફેરવ્યો અને ઉર્મિલા ને બોલ્યા કે
તને મેં કેટલી વખત સમજાવ્યું છે કે દોહતા પહેલાં એનાં શરીર પર હાથ ફેરવીને વ્હાલ કરીને પછી જ દોહવાનુ... તને આટલી વાત સમજાતી નથી...
આટલીક અમથી વાતમાં ભડીકીને
ઓચ્છવલાલ કહે તું ઉર્મિલા જોડે આ રીતે વાત ના કર... તારી ભૂરીને આપી દે હું ક્યારનો કહું છું.. અને એક પશુ માટે આવી રીતે વહું નું તું અપમાન કરીને છોકરાં નું ઘર થવા દેતી નથી...
આટલાં વખતનાં સંબંધ અને પ્રેમ પછી પહેલીવાર ઓચ્છવલાલ આવી રીતે ઉંચા અવાજે મહાલક્ષ્મી ને બોલ્યા અને મહાલક્ષ્મી ને પણ દિલમાં લાગી આવ્યું...
રાત્રે જ સાબરમતી રહેતાં મોટા દિકરા દિનકરરાય ને ટેલિફોન કરીને ઓચ્છવલાલે કહ્યું કે તારી બા ને લઈ જા તારી સાથે અહીં એ નાનાં વિનુ નું ઘર થવા દેતી નથી..
બીજા દિવસે દિનકરરાય આવીને મહાલક્ષ્મી ને લઈ જતા હોય છે ..
ત્યારે છેલ્લીવાર ભૂરીને મળીને મહાલક્ષ્મી ખુબ જ રડે છે..
મૂંગું પ્રાણી પણ આ પ્રેમને ઓળખે છે એટલે એ પણ રડે છે...
મહાલક્ષ્મી સાબરમતી આવીને ખૂબ જ બિમાર થાય છે... આ બાજુ ભૂરી પણ ખાવાં પીવાનું છોડી દે છે અને ભાંભરડા નાખ્યા કરે છે...
મહાલક્ષ્મી ની તબિયત ખુબ બગડતાં દિનકરરાય...
ઓચ્છવલાલ ને ટેલિફોન કરીને કહે છે કે તમે મારી બા ને મળી જાવ બાપુ..
બીજા દિવસે સવારે વહેલી ટ્રેનમાં સાબરમતી જાય છે ઓચ્છવલાલ અને જઈને મહાલક્ષ્મી નાં ખાટલા પાસે જઈને બે હાથ જોડીને કહે છે..
" જીવ્યા મર્યા ના જુહાર... લો છેલ્લા રામ રામ.. "
આમ કહીને એ તરત જ ગામડે જવા નીકળી જાય છે બધાં એ રોકવા કોશિશ કરી પણ કોઈની વાત સાંભળી નહીં...
ઓચ્છવલાલ ગામડે પહોંચે એ પહેલાં જ સાબરમતી મહાલક્ષ્મી એ દેહ ત્યાગી દિધો અને આ બાજુ ગામમાં ભૂરીએ દેહ ત્યાગી દિધો...
આમ એક નાની અમથી વાત નું વતેસર થઈ ગયું અને બે જીવો નો ભોગ લેવાઈ ગયો....
ભાવના ભટ્ટ અમદાવાદ....