nishabd lagni in Gujarati Motivational Stories by Prapti Katariya books and stories PDF | નિઃશબ્દ લાગણી...

Featured Books
Categories
Share

નિઃશબ્દ લાગણી...










આજે ડોક્ટર વિજય કુમાર ઘરથી નીકળ્યાં અને કોઈ ખાસ મિટિંગ માં જવાનું હતું. રસ્તા માં અચાનક જ તેની કાર એક સ્ત્રી સાથે અથડાતાં અથડાતાં રહી ગઈ. વિજયકુમાર એ નીચે ઉતરી ને જોયું અને પૂછ્યું "આપ ને વાગ્યું તો નથી ને?"

પણ પેલી સ્ત્રી તેની સામે જ જોઈ રહી કંઈ જવાબ ન આપ્યો. અને થોડી જ વાર માં જોર જોર થી હસવા લાગી. આ સ્ત્રી નું અજુગતું વર્તન જોઈ ને વિજય કુમાર ને ખબર પડી ગઈ એ એક પાગલ સ્ત્રી હતી. વિજય કુમાર સંવેદના મેન્ટલ હોસ્પિટલ ના માલિક ધવલ ભાઈ નો દીકરો. અને તે જ હોસ્પિટલ માં વિજય કુમાર મેન્ટલ પેશન્ટ ડોક્ટર તરીકે ની ફરજ બજાવતા.

પોતે એક મેન્ટલ પેશન્ટ ડોક્ટર હોવાથી પોતાની ફરજ બજાવવા માટે તે હોસ્પિટલ માં ફોન કરી તરત જ તે સ્ત્રી ને સંવેદના હોસ્પિટલ પહોંચાડે છે, અને પોતે પોતાની મિટિંગ એટેન્ડ કરે છે. પોતાની મિટિંગ પૂરી થયા બાદ વિજય કુમાર હોસ્પિટલ આવે છે અને ત્યાં સફાઈ કામ કરતા જીગા ભાઈ ને પૂછે છે આજે હોસ્પિટલ માં જે નવું પેશન્ટ આવ્યું છે તે ક્યાં છે.

" અરે... સાહેબ શું આ... આ... આ કંઈ પેશન્ટ કહેવાય. સાહેબ આ સ્ત્રી પાગલ જ નહિ પણ ખતરનાક પણ છે, આવતા ની સાથે જ હોસ્પિટલ ના એક જૂના પેશન્ટ નું માથું ફોડી નાખ્યું."

વિજય કુમાર કહે છે " ક્યાં છે એ મને તેની પાસે લઈ જાઓ."

જીગા ભાઈ કહે છે " સાહેબ ના જાઓ એની પાસે, તેની પાસે જે જાય છે તેના ઉપર તે હાથ માં જે આવે એનો છુટ્ટો ઘા કરે છે."

પણ વિજય કુમાર જીગા ની વાત ને ટાળી ને પેલી સ્ત્રી ને મળવા જાય છે. ત્યાં પહોંચતા જ જોવે છે તે લોકો ને મારતી હોવાના કારણે તેને એક રૂમ માં બંધ કરી દેવાઈ હતી. અને તેના હાથ પગ સાંકળ વળે બાંધી દેવાયા હતા.
તે રાડો પાડીને કહેતી હતી " કેવા ક્રૂર છો તમે બધા મને એક વાર ખોલો એટલે હમણાં બધા ને કહું... ખોલો મને.. ખોલો... તમે બધા મને મારી નાખવા જ ઈચ્છો છો."

આ અવાજ સાંભળી હોસ્પિટલ માં કામ કરતા બધા કામદારો અને નર્સ ત્યાં આવી પહોંચે છે.
એટલા માં જ એક નર્સ આશા આ સ્ત્રીને જોઈ જાય છે અને અચંબો પામી બોલે છે " રત્ના..."

વિજય કુમાર કહે છે "આશા તું ઓળખે છે આ સ્ત્રી ને?"

" હા સર... એ મારી નાનપણ ની ફ્રેન્ડ રત્ના છે."

ત્યાંથી બધા ચાલ્યા જાય છે અને વિજય કુમાર અને આશા રત્ના આગળ જાય છે પણ રત્ના રાડો જ પાડે છે... ખોલો... મને ખોલો... આશા પ્રેમ થી બોલે છે "જો રત્ના હું તારી સખી મને ઓળખી?"

પણ પાગલ બની ચૂકેલી રત્ના કેમ તે ઓળખે. તે બોલે છે... " મને બધી જ ખબર છે પેલી ડાકણ એ તમને બધા ને મને મારી નાખવા મોકલ્યા છે ને... મને બધી ખબર છે..."

આ બધું સાંભળી વિજય કુમાર આશા ને ત્યાંથી જવા કહે છે અને તે રત્ના સાથે પ્રેમ થી વાત કરે છે. અને કહે છે " રત્ના... જો રત્ના હું તારો દોસ્ત છું ને તું મારાથી ડરીશ નહિ, હું તને કઈ નહિ કરું. આપણે બન્ને દોસ્ત છીએ ને રત્ના. હું પેલી ડાકણ નો દુશ્મન જ છું આપણે બંને મળીને એને મારીશું બસ. "

આમ ધીમે ધીમે વાતો કરતા કરતા વિજય કુમાર રત્ના ની સાંકળો ખોલે છે અને રત્ના પણ વિજય કુમાર સાથે વાતો કરવા લાગે છે. વિજય કુમાર જમવાનું મંગાવી રત્ના ને જમાડે છે. અને રત્ના ને સુવરાવી ત્યાંથી પોતાની ઓફિસ માં જાય છે.

વિજય કુમાર આશા ને પોતાની ઓફિસ માં બોલાવે છે અને રત્ના વિશે પૂછે છે.
આશા બધી વાત કરતા જણાવે છે " સર રત્ના મારી નાનપણ ની સખી છે. તેનો પતિ અને તેના સસરા 2 વર્ષ પહેલાં જ એક એકસીડન્ટ માં સ્વર્ગવાસ પામ્યા હતા. હવે તેના ઘર માં તેની સાસુ, તેનો 5 વર્ષ નો દીકરો અને રત્ના 3 જ રહેતા. રત્ના પ્રત્યે તેના સાસુ ની ધૃણા દિવસે ને દિવસે વધતી જતી હતી. એક દિવસ રત્ના ના 5 વર્ષ ના નાના દીકરા એ રૂમ માં તેના દાદી એટલે કે રત્ના ના સાસુ ને કોઈ ગેર પુરુષ સાથે જોઈ... એટલા નાના બાળક ને તો શું ખબર પડે સાહેબ. તેણે દરવાજો ખોલ્યો અને પૂછ્યું દાદી કોણ છે આ? આ સાંભળી રત્ના આવી અને આ દ્રશ્ય જોયું. ત્યાર પછી તો રત્ના ઉપર તેની સાસુ નો ત્રાસ વધતો ગયો. એક દિવસ રત્ના ઘરે ન હતી ત્યારે તેના નિહૃદયી સાસુ અને તેના પેલા આશિક એ તેના દીકરા ને મારી નાખ્યો. રત્ના ઘરે આવી પોતાના મરેલા દીકરા ને જોઈ ને એને કંઈ ભાન ના રહી. અને પછી તેણે પોતાની સાસુ ના માથામાં કાચની છુટ્ટી બરણી મારી અને માથું ફોડી નાખ્યું. અને તે ઘર મૂકી ને નીકળી ગઈ. બસ ત્યાર પછી તો કોઈ ને ખબર ના હતી રત્ના ક્યાં છે. આજે તમે એને અહી લાવ્યા. હું તમારી ખૂબ ઋણી છું."

વિજય કુમાર આશા ને આશ્વાસન આપતા બોલે છે " આશા આ તો એક ડોક્ટર તરીકે ની મારી ફરજ છે. મે કઈ તારા પર ઉપકાર નથી કર્યો."

આશા ત્યાંથી જાય છે અને વિજય કુમાર રત્ના આગળ જાય છે. પછી તો રત્ના આખી હોસ્પિટલ માં માત્ર વિજય કુમાર સાથે જ વાતો કરતી... અને સફાઈ વાળા જીગા ભાઈ સાથે રમતો કરતી. બીજા કોઈ ને પોતાની આજુબાજુ આવવા ના દેતી.

આજે જીગા ભાઈ રત્ના ની રૂમ સાફ કરવા ગયા.
રત્ના બોલી " એ જીગા તારી રૂમ માં જઈ ને સાવરણી ફેરવ ને શું ક્યારનો ડમરી ચડાવે છે ધૂળ ની."

રત્ના ની આવી ને આવી હાસ્યાસ્પદ વાતો ને કારણે જીગા ભાઈ પણ ખુશ રહેતા, અને હોસ્પિટલ સ્ટાફ પણ આવી વાતો સાંભળી હસતાં. એક દિવસ હોસ્પિટલ ના કોઈ એક દર્દી એ રત્ના ની હંસી ઉડાવી ત્યારે રત્ના એ તેનું માથું ફોડી નાખ્યું. આ વાત આખાયે શહેર માં ફેલાઈ ગઈ કે સંવેદના હોસ્પિટલ માં એક સ્ત્રી એટલી હદ સુધી પાગલ છે. પછી આખી હોસ્પિટલ તેને રત્ના ગાંડી કહી ને ચીડવતા અને આખું શહેર તેને નામ થી ઓળખી ગ્યું હતું.

વિજય કુમાર સાથે રહેતા રહેતા રત્ના સ્વસ્થ થવા લાગી હતી. 2 વર્ષ માં રત્ના એકદમ સ્વસ્થ બની ગઈ. હવે આજે રત્ના ને હોસ્પિટલ થી છૂટી કરવાની હતી. રત્ના વિજય કુમાર ને મળવા ગઈ.

વિજય કુમાર પૂછે છે "ક્યાં જઈશ રત્ના?"

"શું ખબર સાહેબ મારું હવે કોઈ નથી દુનિયામાં.. જઈશ જ ને ક્યાંક." રડતા રડતા રત્ના જવાબ આપે છે.

વિજય કુમાર ને રત્ના જોડે લાગણી બંધાઈ ગઈ હતી. વિજય કુમાર 33 વર્ષ ના થવા છતાં આજ સુધી તેમણે કોઈ સાથે લગ્ન કર્યા ના હતા. પણ આજે તેણે રત્ના સામે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો.

રત્ના કહે છે " તમે તો મને સ્વીકારો પણ આ સમાજ મને ના સ્વીકારી શકે. એટલે હું તમારી પત્ની બનવાને લાયક જ નથી."

" ના રત્ના તું ખાલી હા પાડ એટલે દુનિયા કે સમાજ ને હું સમજાવી લઈશ."

" જો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય તો મારી હા છે."

" ઠીક છે રત્ના તું થોડા દિવસો અહીંયા જ હોસ્પિટલ માં રહે, પછી આપણે લગ્ન કરી લઈશું "

પછી રત્ના હોસ્પિટલ માં જ રહી જવાનો વિચાર કરે છે. રત્ના અને વિજયકુમાર ની આ બધી જ વાત વિજય કુમાર ના પપ્પા ના મિત્ર સંતોષ પટેલ સાંભળી જાય છે. અને તે વિજય કુમાર ને પૂછે છે "ખરેખર બેટા વિજય તું રત્ના સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તો હું તારી હેલ્પ કરીશ."

" પણ કેવી રીતે અંકલ? મારા મમ્મી ક્યારેય રત્ના ને સ્વીકારવા તૈયાર નહિ થાય."

" બેટા જો હું એક આઈડિયા આપુ છું... હું તારા મમ્મી પપ્પા ને કહી દઈશ કે એ મારી ભાણેજ છે તે નાનપણ થી જ અનાથ છે. અને તેનું નામ આપણે કિંજલ રાખી દઈએ."

" પણ કાકા એમ ખોટું બોલવું ઠીક નહિ ગણાય."

" બેટા કંઇક સારું કાર્ય કરવા માટે જો ક્યારેક ખોટું બોલવું પડે તો તેમાં અચકાવું નહિ."

" ઠીક છે કાકા."

સંતોષ પટેલ અને વિજયકુમાર બન્ને ઘરે જાય છે. અને સંતોષ પટેલ જાણે તેની ભાણેજ નું માંગુ નખવતા હોઈ તેવી રીતે વિજય કુમાર ના મમ્મી પપ્પા ને વાત કરે છે. વિજય કુમાર ના મમ્મી પપ્પા માની જાય છે.

વિજય કુમાર અને રત્ના એટલે કે હવે ની કિંજલ ના 7 દિવસ માં લગ્ન થાય છે. અને તેનો પરિવાર સુખ થી રહે છે. કિંજલ અને તેની સાસુ માં દીકરી ની જેમ રહે છે. બન્ને વચ્ચે ખૂબ પ્રેમ અને લાગણી છે.

આમ તેનો પરિવાર ખૂબ સુખી સંપન્ન રીતે ચાલતો હતો.

એક દિવસ હોસ્પિટલ થી જીગા ભાઈ ધવલ ભાઈ ને કંઇક સામાન આપવા માટે આવ્યા, અને ઘર નો દરવાજો ખખડાવ્યો. એટલા માં જ દરવાજો ખૂલ્યો અને જીગા ભાઈ આશ્ચર્યચકિત થઈ ને બોલ્યાં " રત્ના બહેન તમે."

રત્ના એ બધી વાત જીગા ભાઈ ને કરી અને કહ્યું " હા હું જ વિજય કુમાર ની પત્ની છું. પણ અહીંયા કોઈ ને ખબર નથી તો તમે કોઈ ને કહેતા નહી. અને અહીંયા મારું નામ કિંજલ છે તો તમે મને ભૂલથી પણ રત્ના ના નામ થી નહિ બોલાવતાં."

જીગા ભાઈ અને રત્ના ની આ બધી જ વાતો વિજયકુમાર ની મમ્મી સાંભળી લે છે અને રત્ના નો હાથ પકડી ને તેને રૂમ માં બંધ કરી દે છે. અને જીગા ભાઈ ને ઘરે જવા કહે છે. એટલા માં જ વિજય કુમાર આવે છે અને આ બધું જોવે છે.
" આ શું મમ્મી તે કિંજલ ને કેમ બંધ કરી રૂમ માં?"

વિજય કુમાર ના મમ્મી કહે છે "વિજય તે એક પાગલ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એ પણ એ સ્ત્રી સાથે જેણે પોતાની સાસુ ને બરણી મારી માથું ફોડી નાખ્યું.. હોસ્પિટલ માં કેટલાય ને માર્યા... આ સ્ત્રી પાગલ છે ગમે ત્યારે એ મને પણ મારી શકે અને તને પણ મારી શકે."

" ના મમ્મી હવે રત્ના એકદમ ઠીક છે તે કોઈ નુકસાન નહિ પહોંચાડે."

" નહિ... હું ક્યારેય રત્ના ને મારા ઘર ની વહુ સ્વીકાર નહીં કરું."
આ બધી વાતો રત્ના રૂમ માં સાંભળે છે અને સાસુ દ્વારા બોલતા શબ્દો તેને લાગી આવે છે. વિજય કુમાર રત્ના ના રૂમ નો દરવાજો ખોલે છે તરત રત્ના દોડી ને ઘર ની બહાર નીકળી જાય છે અને પાછળ વિજય કુમાર પણ દોડી તેને અટકાવવા જાય છે.

પણ રત્ના ટ્રેન ના પાટા સામે આવી ને ઉભી રહી જાય છે, સામેથી ટ્રેન ચાલી આવે છે. એક જ સેકન્ડ માં વિજયકુમાર આવી રત્ના ને પાટા ઉપરથી ધક્કો મારી દે છે. પણ છતાં રત્ના ને ખૂબ વાગે છે. અને એ હોસ્પિટલ માં જન્મ અને મૃત્યુ વચ્ચે જુમી રહે છે.

હવે આપ જ કહો રત્ના તેની સાસુ ની નફરત અને દુનિયાદારી ના વિચારો તેમજ સમાજ ની બીક ના કારણે મૃત્યુ પામવું જોઈએ કે તેના પતિ ના પ્રેમ ને કારણે જીવંત રહેશે..... આપ પ્રતિભાવ આપી જણાવજો...

મારા મત મુજબ રત્ના એ તેના પતિ વિજય કુમાર ના પ્રેમને કારણે જીવંત થવું જ પડશે.

ખૂબ ખૂબ આભાર...



- prapti katariya...