One and half café story - 1 in Gujarati Love Stories by Anand books and stories PDF | વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 1

The Author
Featured Books
Categories
Share

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 1

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|1|


“એકવારમા સમજાય કે નહી. એની મજાક નહી કરવાની...તને યાર કેટલી વાર કહેવાનુ.” મારા એકવાર કહેવાથી કેમ જાણે એ માની જવાની.

“એની એટલે કોની વાત કરે...મને તો લાગે....” એ અટકી ને ફરી ધીમેથી બોલી. “એય સોરી...સોરી... મારે નહોતુ બોલવાનુ.”

“પત્યુ કે કાઇ રહી ગયુ. આટલા મા ઉંઘ આવશે કે હજી કાઇ બાકી છે મને હેરાન કરવામા...”

“અરે ઓ Senti Master માસ્ટર મજાક કરુ છુ. કયારે મોટો થઇશ તુ...” મને પાછો લાવવાનો આ એનો કાયમનો ડાયલોગ છે.

“આ વાતની મજાક નઇ મે તને પેલા ય કીધુ છે ને...” હુ મારો ઇગો વચ્ચે મુકીને એકની એક જીદ પકડીને બેઠો છુ. જાણે મને કોઇ સન્માન પુરસ્કાર મળવાનો હોય.

થોડી સેકન્ડ માટે બધુ એકદમ શાંત થઇ ગયુ. જાણે અમારા બે સીવાય નુ બધુ સ્થિર થઇ ગયુ હોય.

“મે એવુ સાંભળ્યુ છે કે પ્રેમમા પડે એટલે માણસ Serious થઇ જાય.એટલે તુ....ધ્યાન....રાખજે....” કહીને એ ફરી હસી ત્યા ફરી એજ લપ ચાલુ થઇ ગઇ.

“હુ જઉ છુ. આજ પછી તારે મને ચા કે કોફી માટે કયારેય ફોન નહી કરવાનો.” હવે મારી સહન શકિત પુરી થઇ ગઇ. મારા ચહેરાનો કલર બદલવા લાગ્યો એ વાત જગ-જાહેર હતી. કોઇપણ થઇ આવે કે હવે આનુ નામ લેવા જેવુ નથી.

વાતને ટાળવા માટે હુ લેપટોપની સ્ક્રીન મા ધ્યાન આપ્યુ.

“મેરે સામને વાલી ખીડકીમે એક ચાંદ કા ટુકડા રહેતા હે...

અફસોસ યે હે કી વો હમસે કુછ ઉખડા-ઉખડા રહેતા હે...” મને ઉસ્કેરનાર ઓછા હતા એટલે કેફેમા ગીત વાગ્યુ.

“જો....જો....મે કાઇ ખોટુ કહ્યુ. કેફે-કેફે કરતો હોય છે ને જો આ તારુ કેફે તને એ જ કયે છે. સુધરી જા હવે...થોડો સમજદાર બન...” હસવાનુ રોકીને ફરી એને ચાલુ કર્યુ. "કાલ સવારે તારે સાસરે જવાનુ થશે ત્યા શુ કરીશ....”

હુ મારુ લેપટોપ બંધ કરીને ઉભો થવા ગયો. “ હવે મારે કાઇ નથી સાંભળવુ. હુ જઉ છુ.”

“કયા જવુ છે તમારે...” એણે મારા સ્વભાવથી કોઇ ફેર જ નથી પડતો. મને એ નથી સમજાતુ કે મને ઉસ્કેરીને એને મજા કેમ આવતી હશે.

“એ જો તો ચા આવી.” અચાનક એને આંખ જીણી કરી. “કોઇ હમણા જવાનુ હતુ ને આઇ થીંક....પછી એની એકસ-ગર્લફ્રેન્ડ સામે આવી તો કદાચ મન ફરી ગયુ લાગે...” આજનો દીવસ જ મારા માટે વીચીત્ર છે. બધા લોકોને મને ન ગમતી વાતો મારી સામે કરવાનો મોકો કેમ મળી જાય છે. હવે તો હુ સાવ કંટાળી ગયો છુ.

એ હા કા હવે તો તુ ચા ય નહી પીવે ને કેમ.” એક માણસ ખાલી કપ અને ચા ની કીટલી મુકી ગયો. “વીચારી લે આ ભાઇ એક કપ ઉપાડીને પાછો લઇ જાય એટલો ટાઇમ છે તારી પાસે...” ચા મુકવા આવેલો માણસ પણ એ સાંભળીને હસ્યો.

હુ થોડી સેકન્ડ એમનો એમ ઉભો રહ્યો. મારી પાસે એને આપવા જેવો કોઇ જવાબ જ નથી. “એક મીનીટ યાર...” હુ આટલુ જ બોલી શક્યો.

“જી.એફને જોઇને કલર ફરી ગયો...જો...જો...બ્લસીંગ તો જો આ છોકરાનુ...” આ સાંભળીને હુ થોડો હેબતાઇ ગયો. આ સાવ અણધાર્યુ હતુ. ત્યા મારુ ધ્યાન ગયુ કે હુ લેપટોપ હાથમા પકડીને એમનો એમ જ ઉભો છુ.

“જબ મે એન્ગ્રી હોતા હુ તબ મે ચાય નહી પીતા....નહી પીતા....નહી પીતા....” કોઇ ફેકાયેલા ફીલ્મી કલાકારની જેમ એણે એક્ટીંગ કરી. એક હાથથી એક આંખ ઢાંકીને બીજી દેખાય એટલી ખુલ્લી રાખીને મારી સામે જોઇ રહી.

હવે મારી પાસે બેસવા સીવાય બીજો કોઇ રસ્તો નહોતો. જેલનો કેદી અરેસ્ટ થયા પછી શાંતીથી બેસી જાય એવી રીતે હુ કાઇપણ બોલ્યા વગર બેસી ગયો. એ મારી સામે જોઇ રહી છે. થોડી સેકન્ડ સુધી હુ પણ એની સામે જોતો રહ્યો.

“મારુ લોહી પીવા જ જનમ થયો ને તારો...કયારેક તો મને શાંતીથી જીવવા દે...” બે હાથ પછાડીને મે ટેબલ પર ટેકવ્યા.

“ઓહો...હવે હુ કઉ એય નહી ગમતુ તને...” એ હસવા લાગી.

“કયા સુધી મારુ લોહી પીવાનો પ્લાન છે તારો...”

“આખી લાઇફ સામે બેસીને ચા પીવા નો મોકો ન મળે ત્યા સુધી....તારી હા હોય તો જ....ડોન્ટ વરી હુ તને ધમકી આપીશ કે એવુ કાઇ જ નહી થાય.” એ ધીમેથી બોલીને કાઇ ખોટુ બોલાઇ ગયુ હોય એમ નીચે જોઇ ગઇ. “ઓહ્ સોરી હુ શુ બોલુ એ મનેય નહી ખબર હોતી...”

એની આ વાત મને જરાય મજાક ન લાગી. મજાક કરતા-કરતા એ ક્યારે સીરીયસ થઇ જાય એ ઓળખી શકવુ જ ઘણી મોટી વાત છે. પણ હુ એને બરોબર રીતે ઓળખી શકુ છુ કેમ એ ખબર નથી.

એ કયારે ગુસ્સો કરશે અને કરાવશે એ એની મને બરોબરની ખબર છે. ક્યારે ઉદાસ છે અને કયારે પ્રેમમા એ મારાથી વધારે કોને ખબર હોય. ઉલટુ પણ એવુ સાચુ છે. મારા મનની બધી મગજમારી અને મુંજવણના જવાબ છે એની પાસે....

“બસ જ્યા સુધી લોહી પીવા વાળુ બીજુ કોઇ ન આવી જાય ત્યા સુધી...” વાતને ઠંડી પાડી એ ખડખડાટ હસી પડી.

“રીયા હવે હદ થાય છે...હવે એક વર્ડ નહી હો...નહીતર આપણા સબંધ પુરા આજથી...” બાળક ની જેમ એની પાસે હુ જીદ્દ કરતો રહ્યો. “પેલા સોરી અને હવે એની મજાક નહી કરુ એમ કે નહીતર હુ જઉ છુ...”

“હા પણ...હદ છે હો તારી...સોરી...બસ...ખુશ...હવે નહી કરુ મજાક...” કહીને એણે મોઢુ બગાડયુ. “જા સીમરન અબ તો જી લે અપની જીંદગી...” કહીને એણે બે કપ ચા ના ભર્યા.

ચા જોઇને મને અંદરથી રાજીપો થતો હતો. મને બધુ ભુલાઇ ગયુ. ટેબલ પર વચ્ચે મારુ લેપટોપ પડ્યુ હતુ. એ કપ ઉપાડીને મને આપે એ પહેલા મે કપ લેવા માટે હાથ લંબાવ્યો.

“ઉપાડ...” મારા હાથ પર એને જોરથી માર્યુ. લેપટોપની સ્ક્રીનને બચાવીને મેસ તરત હાથ પાછો ખેચી લીધો.

“શુ છે પણ...મારે છે શુ કરવા મોન્સ્ટર તેમા...” મારાથી બોલાઇ ગયુ.

“માઇન્ડ યોર લેન્ગવેજ મીસ્ટર...” આંખો જીણી કરીને હોઠ મરડીને એ મારી સામે જોઇ રહી. “સેલ્ફી બાકી રહી ગઇ એટલા માટે બાકી મને કાઇ રસ નથી તારી સાથે ચા પીવામા...” આ સેક્ન્ડમા કોણ કોની જગ્યા એ આવી ગયુ.

“પાપા કી પ્રીન્સેસ રહી ગઇ હતી...” મારાથી અચાનક જ કહેવાઇ ગયુ. “ચાલ લઇ લે તારા જેવુ કોણ થાય.” મે લેપટોપની સ્ક્રીન અડધી બંધ કરી. એણે ફોન ઉંચો કર્યો અને સેલ્ફી લીધી.

“જનાબ...અબ લે શકતે હે આપ અપની ચાય કા મઝા...” એણે સામેથી કપ મારી તરફ લંબાવ્યો.

“થેન્કસ યાર...” મારાથી બોલાઇ ગયુ. “જો તુ ન હોતને તો હુ આયા સુધી ક્યારેય ન પહોચત...”

“ક્યારેય બોલતો નહી હવે...” મારા હાથ પર હાથ ટેકવીને અચાનક જ સીરીયસ થઇ ગઇ. “તારી પ્રોબ્લેમ નુ સોલ્યુશન આપવા હુ કાયમ આવીશ. હુ કયાય નથી જવાની...આમ પણ તારા ગળે પડેલી છુ ને તો કાયમ લોહી પીવા આવીશ...”

હુ બસ સાંભળતો રહ્યો. “રીયા ઇટ મીન્સ અ લોટ.”

“ઓય સેન્ટી માસ્ટર...કયા ખોવાયા...” મને ધીમેથી માથામા મારીને કહ્યુ.

“તુ હાથ નહી ઉપાડ હો. હુ ચાલુ કરીશ તો સહન નહી થાય.” મે એને સામે મારી ને કહ્યુ.

“એમ...જોઇ એ તો...અને હા આ તારુ લેપટોપને ફોનને એ બધુ ઘરે મુકીને આવવાનુ બરોબર નહી તો સામે ડબ્બો દેખાય. એ મને કેતો તો મારે લેપટોપની જરુર છે. વહેચી દઇશ એને...” એણે જવાબ આપ્યો.

“ચા પીવા દે હવે શાંતી થી...” મે કહ્યુ.

“હા...હા...હવે તો એમ જ કે ને...” એણે જવાબ આપ્યો.