Dil ka rishta - a love story - 28 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 28

Featured Books
Categories
Share

દિલ કા રિશ્તા A LOVE STORY - 28

ભાગ - 28




(આગળ જોયું કે બધા ને આશ્ચર્ય માં મૂકી તેજલ રોહન ને બદલે અજય ને પસંદ કરે છે કપલ રાઉન્ડ ખૂબ જ સરસ રીતે રમી બધા બેસે છે ત્યાં તેજલ ના ફોન ની રિંગ વાગી રહી છે જે કૈક અજુગતું બન્યા ના એંધાણ આપી રહી છે પણ તેજલ એ વાત થી અજાણ અત્યારે બસ એન્જોય કરવા ના મૂડ માં છે હવે જોઈએ આગળ )



હવે નો રાઉન્ડ એટલે કે ફાઇનલ રાઉન્ડ થવા જઈ રહ્યો હતો જેમાં સાવ આખરી નિર્ણય આવવાનો હતો
સ્ટેજ પર થી એનાઉન્સમેન્ટ થાય છે

એનાઉન્સર - બધા ને મજા આવે છે ને????

બધા એ એક સાથે કહ્યું - haaaaaaaa

ખૂબ સરસ! તો હવે આપણે પહોંચી ગયા છે આજ ની રાત ના આખરી પડાવ માં હવે આપ સૌ એ થોડીવાર આરામ કરવા નો છે અને હવે રમશે ફક્ત આજ ની હરીફાઈ માં ભાગ લીધેલા ખેલૈયા ઓ જેને આપણે નિહાળવા ના છે

અને આમા કોઈ જોડી નહીં કોઈ ગ્રુપ નહિ 8 જણા એ સાથે મળી ને રમવાનું છે અને ટિમ માટે નહીં પણ પોતાનું બેસ્ટ આપવાનું છે આજ નો આ રાઉન્ડ ઓડિયન્સ માટે યાદગાર રહી જવો જોઈએ કારણ કે આપ સૌ ના આટલા રાઉન્ડ ની રમત જોઈ અને અમારી સૌ ની અપેક્ષા ઓ આપના માટે વધી ગઈ છે તો તૈયાર છો ત્યાં જ બધા ચિચિયારીઓ પડી ઉઠે છે

રાઉન્ડ માટે તેજલ ,રોહન,રશ્મિ,સંજય,પૂજા,અજય,અને એની 2 ફ્રેન્ડ બધા ગોઠવાય છે બધા જોરદાર તાળીઓ થી આ બધા ને વધાવે છે અને રાઉન્ડ ની શરૂઆત થાય છે

શ્યામ......હો...શ્યામ.....

તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસ રમવા ને વેલો આવજે .....

ગરબે ઘૂમતી ગોપીઓ હો હો સુની છે ગોકુળ ની શેરીઓ
સુની સુની શેરીઓ માં ગોકુળ ની ગલિયો માં

રાસ રમવા ને વેલો આવ આવ આવ આવ શ્યામ


બધા એ રમવાનું ચાલુ કર્યું એ આઠ જણા એ મળી અને એક સ્ટેપ તૈયાર કર્યો હતો એ એને રમવાનું ચાલુ કર્યું

મનોમન તેજલ અને રોહન બન્ને ખુશ હતા કે એક બીજા સાથે રમવા મળશે કારણ કે તેજલ એ ત્યારે રોહન ને ચીડવવા જ અજય ને પસંદ કર્યો પણ એને પોતાને પણ મજા ના આવી કારણ કે મનોમન તો એ પણ ઇચ્છતી હતી કે રોહન સાથે રમેં
તો બન્ને બહુ જ ખુશ હતા એ ખુશી એના મોઢા પર છલકી રહી હતી બન્ને રમતા હતા તો કોઈ બીજા સાથે પણ ધ્યાન એક બીજા પર જ હતું. રમતા રમતા તેજલ નો વારો રોહન સાથે રમવાનો આવ્યો બન્ને ની ઈચ્છા હતી કે એ બે જ રમે પણ સ્ટેપ એવો હતો કે સ્ટેપ ચેન્જ થતા જ તેજલ ને અને રોહન ને ફરી અલગ થવાનું આવ્યું જાણે સાચે જ કેમ તેજલ અલગ થતી હોય એવું રોહન ને દર્દ થયું એને તેજલ ને ઈશારો કર્યો કે ના જા તેજલ હસી પડી ને બોલી પાગલ. પૂજા અને સંજય એ જોયું કે તેજલ અને રોહન રમવા માંગે છે પણ આપણા લીધે રમી નથી શકતા એને ઈશારો કર્યો કે ચલ નીકળી જઈએ એ બન્ને નીકળી ગયા કે અમે થાકી ગયા આ રાઉન્ડ જ્યાં સુધી રમવા વાળા બંદ ના કરે ત્યાં સુધી ચલાવવાનો હતો ઉપરા ઉપરી આટલા રાઉન્ડ બાદ આટલું રમવું બધા ના બસ ની વાત નહોતી એની ફ્રેન્ડ પણ થાકી અને બહાર નીકળી જાય છે હવે અજય રશ્મિ તેજલ અને રોહન 4 જણા રમતા હતા ત્યાં જ અજય નો રમતા રમતા જ મચકોડાઈ જાય છે અને એને પણ બહાર નીકળવું પડે છે હવે બચ્યા ફક્ત રશ્મિ રોહન અને તેજલ..



સ્ટેજ પર થી કલાકાર એ ખૂબ જ સરસ ગીત રજૂ કર્યું

એતો રાધા નો કાન એતો મીરા નો કાન
મારા રુદીયે લખાયા જો ને પ્રીતમ ના નામ
પણ પ્રેમ તો અધુરો રહ્યો પણ પ્રેમ તો અધુરો રહ્યો
ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

તેજલ રોહન અને રશ્મિ રમતા હતા રોહન એક સ્ટેપ રશ્મિ સાથે રમે અને એક સ્ટેપ તેજલ સાથે. વારાફરતી રમી રહ્યા હતા રોહન તેજલ સાથે સ્ટેપ કરી રહ્યો હતો અને રશ્મિ આગલો સ્ટેપ રોહન સાથે કરવા ગઈ પણ રોહન એ એ સ્ટેપ પણ તેજલ સાથે જ કર્યો એ બન્ને એકબીજા માં એવા ડૂબી ગયા કે એને ખબર જ ન પડી કે એને રશ્મિ ને અલગ કરી દીધી . રશ્મિ રોહન ને જોઈ રહી અને એને જોતા જોતા જ બધા ની સામે એની આંખ માંથી અશ્રુધાર વહી ગઈ આટલા દિવસ થી પોતાની જાત પર કન્ટ્રોલ કરી રહેલી રશ્મિ ની ધીરજ તૂટી ગઈ એ ચોધાર આંસુ એ રડી પડી કે રોહન એટલો તેજલ માં મગ્ન થઈ ગયો કે મને તો સાવ ભૂલી જ ગયો
પણ રોહન અને તેજલ તો પોતાના માં જ મસ્ત હતા એનું તો ધ્યાન પણ નહીં કે રશ્મિ એની સાથે હતી જે રમી રહી હતી છતાં એ લોકો એ એને બહાર કરી દીધી રશ્મિ રડતી રડતી દોડી ને ત્યાં થી બહાર નીકળી જાય છે બધા ને સમજાતું નહોતું કે આને શુ થયું પણ પહેલીવાર પૂજા ને અહેસાસ થયો કે એ પણ રોહન એ કીધું એટલે એનો સાથ દેવા લાગી એક વખત કોઈ એ રશ્મિ વિશે તો વિચાર્યું જ નહીં કે એના પર શુ વીતશે એને વિચાર્યું કે અત્યારે તો બધા છે પણ એ રોહન ને કહી આજ રશ્મિ સાથે વાત જરૂર કરશે એ બિચાડી નો તો કોઈ વાંક જ નથી અને હજી તેજલ અને રોહન નું શુ છે એ તો મને પણ પુરી ખબર નથી ને તો આજ આ વિશે રોહન સાથે વાત જરૂર કરશે એવું નક્કી કરે છે...

રોહન અને તેજલ તો કોમ્પિટિશન માટે નહીં પણ એકબીજા માં ખોવાઈ ને રમતા હતા એના મોઢા પર ની ખુશી કંઈક અલગ જ હતી સતત 30 મિનિટ સુધી બન્ને રમતા રહ્યા પણ આટલું રમવા છતાંય એ હજી થાકવાનું નામ લેતા નહોતા જજ એ કહ્યું કે હવે એ લોકો રમે એ એની ઈચ્છા થી અમારા લોકો માટે આટલી રમત ઘણી. હવે અમે અત્યાર સુધી ની રમત પર અમારો નિર્ણય સંભળાવીશું પણ તેજલ અને રોહન ની રમત જોઈ અને સ્ટેજ પર થી કોઈ ની ઈચ્છા ના હતી કે એને ડિસ્ટર્બ કરે બધા ઓડિયન્સ નું ધ્યાન ફક્ત ને ફક્ત તેજલ અને રોહન પર હતું છેલ્લે એટલી સ્પીડ વધી રાઉન્ડ ની કે હવે રમવું શક્ય ન હતું પૂજા એ રોહન અને તેજલ ને ઈશારો કર્યો કે લાસ્ટ ફૂદરડી....

છેલ્લે બન્ને એ એકબીજા ના હાથ પકડી અને ફૂડરડી ફરે છે રશ્મિ એ રોહન ને આટલો ખુશ ક્યારેય ન જોયો હતો તેજલ પણ ખીલી ઉઠી ફૂડરડી ફરી અને રાઉન્ડ ને પૂરો કરે છે બધા ની સતત તાળીયો વાગી રહી છે ચિચિયારીઓ સતત તેજલ રોહન તેજલ રોહન ની રાડો સંભળાઈ રહી છે. તેજલ અને રોહન એ એકબીજા સામું જોયું કેટલી ખુશી અને સંતોષ હતો એ બન્ને મહેસુસ કરે છે અને બન્ને વિચારે છે કે આ જ એ વ્યક્તિ છે જેની સાથે હું હરપળ આટલી ખુશી અનુભવીશ
પછી અચાનક જ રોહન ને યાદ આવ્યું કે રશ્મિ પણ એની સાથે રમી રહી હતી એતો નીકળી પણ નહતી છતાં એ બન્ને રમવા લાગ્યા અને એને જાતે જ રશ્મિ ને બહાર કરી દીધી રોહન એ ચારેતરફ નજર ફેરવી રશ્મિ પૂજા ની બાજુ માં બેઠી હતી રડી હતી એ એ એની આંખો કહી રહી હતી મુખ પર જાને આખી દુનિયા લૂંટાઈ ગઈ હોય એવી ઉદાસી...

રોહન એ એ ગીત ને અત્યારે મહેસુસ કર્યું

ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમ માં ભગવાન પણ ભૂલો પડ્યો

એક હાથ માં તેજલ નો હાથ હતો જે હવે એ છૂટવા ના વિચાર માત્ર થી રોહન ધ્રુજી ઉઠતો તો એક તરફ રશ્મિ કે જે એને આટલો પ્રેમ કરી રહી છે આજ રોહન ને પેલી વાર રશ્મિ નું દુઃખ એની આંખો માં દેખાયું પેલી વાર એને મહેસુસ થયું કે એ પોતાનું જ વિચારતો રહ્યો રશ્મિ નો તો એને ક્યારેય વિચાર પણ ના કર્યો કે રશ્મિ પર શુ વીતશે આજ પોતે પણ જાણે ભૂલો પડ્યો રશ્મિ અને તેજલ ના પ્રેમ માં. એક છે જેને પોતે જીવ થી વધુ ચાહે છે એક છે જે એને જીવ થી વધુ ચાહે છે એને નક્કી કર્યું કે આજ એ રશ્મિ ને જણાવશે કે એ તેજલ ને પ્રેમ કરે છે પણ પછી રશ્મિ નું શુ થશે એ વાત પણ એને દુઃખી કરી રહી હતી પછી એને વિચાર્યું કે જે થશે એ જોયું જશે

એ બન્ને હાથ પકડી ને જ આવે છે પોતાના મિત્રો પાસે રોહન ઇચ્છતો હતો કે બસ તેજલ નો હાથ ક્યારેય એના હાથ માંથી ના છૂટે હવે એના વિના રેવાનો વારો આવ્યો તો એ જીવી નહિ શકે સામે તેજલ ના પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી બસ એ લાગણી શુ છે એ વાત થી એ અજાણ હતી એ પણ રોહન ના પ્રેમ માં પડી ગઈ હતી એ પોતે પણ જાણતી નહોતી બસ એને રોહન નો સાથ ગમતો હતો એટલું જાણતી હતી



બધા એ ખૂબ જ વખાણ કર્યા બધા ગળે મળી અને અભિનંદન આપી રહ્યા હતા હવે વિનર કોઈ પણ હોઈ પણ ઓડિયન્સ માટે તો બન્ને વિનર હતા..

તેજલ ના ફોન માં હજી રિંગ ચાલુ જ હતી સતત 15 મિસકોલ થઈ ગયા હતા પણ સાયલન્ટ મોડ પર હોવા થી તેજલ ને ખબર નહોતી

સ્ટેજ પર થી પર થી એનાઉન્સમેન્ટ થયું


એનાઉન્સ - મિત્રો આજ ની આ રાત વિશે તો શું કહેવું એના કોઈ શબ્દ નથી મારી પાસે જજ પણ અસમંજસ માં છે છતાં એ લોકો ને નિર્ણય તો આપવો જ પડશે પણ 50% નિર્ણય આપ સૌ એ આપવાનો છે તો એક વ્યક્તિ આપની પાસે આવશે તો આપના મનગમતા આજ ના ખેલૈયા ને એટલે કે તેજલ કે રોહન જે આપણે પસંદ આવ્યા હોય એનું નામ આપ એ ચિઠ્ઠી માં લખી અને એ બોક્સ માં નાખવાનું છે તઓ બધા રેડી છો ??? બધાય એ એક સાથે કહ્યું haaaaa.....

એક વ્યક્તિ બધા પાસે વારાફરતી જઇ અને બધા ના વોટ ને બોક્સ માં ભેગા કરે છે અને જજ ને એ બોક્સ આપે છે બધા ને પૂછ્યું કે જ્યાં સુધી વોટ ગણાય ત્યાં સુધી આપણે કાઈ રમવું હોઈ તો અમને જણાવો બધાય એ ના પાડી કે બસ હવે થકી ગયા અને હવે બધા ઉત્સુક છે એ જાણવા કે કોણ હશે વિનર આમ તો કોઈ ફંકશન માં વધારે પડતા મહેમાનો જમી અને ચાલ્યા જાય છે પણ આજ એક પણ મહેમાન એની જગ્યા પર થી હલ્યું નહિ કારણ કે બધા ઉત્સુક છે જાણવા માટે કે વિનર કોણ છે

એનાઉન્સર - જો આપને રમવું ના હોઈ તો થોડીવાર આરામ કરો આપણે અહીંયા જ આજ ના દાંડિયા ના શો ને વિરામ આપીએ છે તો બસ થોડીવાર માં જ આજ નો નિર્ણય આપણે સંભળાવીશું....

10 મિનિટ પછી.........


એનાઉન્સર - તો મિત્રો આપની આતુરતા નો અંત આવી ગયો છે અને આજ નો નિર્ણય આવી ગયો છે તો હું હવે અહીંયા આપના આજ ના જજ ને આગળ નો દોર સંભાળવા માટે આમંત્રણ આપું છું અને તેજલ અને રોહન ને પણ સ્ટેજ પાસે આવવા આમંત્રણ આપું છું

બધા મિત્રો તાળીઓ પાડી અને બન્ને ને પ્રોત્સાહન આપે છે બન્ને સ્ટેજ પાસે આવ્યા

જજ - કેમ છો બધા આપ સૌ ને મજા આવી ????

બધાંએક સાથે બોલ્યા haaaaa...

ખૂબ સરસ આજ અમારા માટે પણ ખૂબ જ અઘરું રહ્યું કારણ કે બન્ને ખૂબ જ સરસ રમ્યા અને નવરાત્રી માં તો બધું કોમન છે પણ લગ્ન માં આ રીતે કોમ્પિટિશન એ અમારા માટે પણ પેલો અનુભવ છે અને એ કોમ્પિટિશન ને લીધે આજ ની રાત દરેક લોકો માટે યાદગાર બની ગઈ છે તો ચાલો અમારો અને ઓડિયન્સ નો નિર્ણય અને આજ ના ઇનામ ના સ્પોન્સર એટલે કે પૂજા બેન ના પપ્પા અમારા બધા નો મળી ને કરેલો નિર્ણય કે કોણ છે આજ નું વિનર એ જણાવીએ

તેજલ અને રોહન બન્ને આગળ આવી જાવ

તેજલ અને રોહન બધા ની સામે આવે છે રોહન તેજલ નો હાથ પકડે છે ત્યારે તેજલ પણ કસી અને રોહન નો હાથ પકડી લે છે જાણે ક્યારેય છોડવા જ નાં માંગતી હોઈ આ જોઈ રોહન તો ખુશ ખુશાલ થઈ ગયો એને મન માં કહ્યું કે બસ મને મારુ ઇનામ મળી ગયું હું તો એનો હાથ પકડવા માંગુ જ છું પણ એ પણ હવે આ હાથ છોડવા નથી માંગતી એ મને મહેસુસ થઈ રહ્યું છે બન્ને એક બીજા ની સામું પ્રેમ ભરી નજરે જોવે છે અને પછી ઓડિયન્સ સામે જુવે છે

ઓડિયન્સ એકીટશે જજ સામે જોઈ રહી છે કે કોણ હશે વિનર???

ટાંચણી પડે તો પણ અવાજ સંભળાય એટલી નીરવ શાંતિ થઈ ગઈ

જજ- તો હવે આપણી આતુરતા ના વધારતા જણાવી જ દઉં કે આજ ની હરીફાઈ નું કોણ વિનર છે

તો આજ ની આ દિલધડક હરીફાઈ નું વિનર છે.......

ધક ધક..... ધક ધક .......

વિનર છે......

ધક ધક.... ધક ધક......




TO BE CONTINUE. .......


( કોણ હશે આજ નું વિનર ??? રશ્મિ અનુમાન લગાવે છે છે કે રોહન ના તેજલ પ્રત્યે ના પ્રેમ નું પણ જ્યારે રોહન રશ્મિ ને જણાવશે કે તે સાચે જ તેજલ ને પ્રેમ કરે છે ત્યારે એ વાત ને રશ્મિ સ્વીકારી શકશે ??? કોનો ફોન વારંવાર તેજલ ના ફોન માં આવી રહ્યો હતો અને જે કૈક અજુગતું બનવાના એંધાણ આપી રહ્યો હતો???? એ જાણવા માટે વાંચતા રહો દિલ કા રિશ્તા.....