Duniyanu southi mulyvan sukh in Gujarati Motivational Stories by Vivek Vaghasiya books and stories PDF | દુનિયાનું સૌથી મૂલ્યવાન સુખ

Featured Books
Categories
Share

દુનિયાનું સૌથી મૂલ્યવાન સુખ

જેમ એક નદીથી ઘર સુધી પાણી પહોંચાડવા માટે પાઈપરૂપી જોડાણ ની જરૂર પડતી હોય છે, જેમ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવા માટે પરિવહન માટે ના કોઈ સાધનની જરૂર પડતી હોય છે, તેવી જ રીતે ભગવાન સાથે મધુર સંવાદરૂપે જોડાણ માટે એ સત્પુરુષની અતિ આવશ્યકતા હોય છે.

જેટલી આપણા જીવનમાં સત્પુરુષની આવશ્યકતા છે તેટલી જ તેની ઓળખાણ ની પણ જરૂર હોય છે અને જો તે સત્પુરુષને ઓળખવામાં ભૂલચૂક અથવા કોઈ ગાફલાઈ થઈ જાય તો તો એ પોતાના જીવ પર બહુજ મોટી મુસીબત સમાન છે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં એ સત્પુરુષની ઓળખાણ માટેના કેટલાક સિદ્ધાંતો દર્શાવવામાં આવેલા છે.
જેમાં મુખ્યત્વે ત્રણ વાતોથી સત્પુરુષના સ્વરૂપની પ્રતીતિ આવે છે===

1) 64 લક્ષણે યુક્ત એ એમનું જીવન હોવું જોઈએ.

2) પંચવર્તમાન એ ચુસ્ત હોવા જોઈએ
નિસ્વાર્થ
નિષ્કામ
નિઃસ્નેહ
નિસ્વાર્થ
નિર્લોભ

3) સદા ભગવાનના એ સુખમાં મસ્ત અને રચ્યાપચ્યા રહેતા હોય


આ મુખ્ય ત્રણ ગુણે યુક્ત તથા જે જગતના કોઈ પણ સુખમાં પ્રીતિ રાખતા નથી તથા સદાય પરલોકના એ અલૌકિક સુખને માણતા હોય છે.

ક્યારેક એ આપણા પુણ્ય કર્મોને સહારે સત્પુરુષની ઓળખાણ તો થઈ જતી હોય છે, પરંતુ આપણે તેમને સામાન્ય મનુષ્ય જેવા ચરિત્રો કરતાં જાણીને તેમની અલૌકિક સામર્થી અને પ્રતાપ ને આપણે અદેખાઈ કરી દઈએ છીએ.

પરંતુ જ્યારે માનવી એ દિવ્ય અલૌકિક પુરુષની સામર્થી જાણીને તેનો મને, કર્મે, અને વચનને સમાગમ કરે ત્યારે એ પામર જીવની કેવળ સત્પુરુષના પ્રતાપે થી ઉધ્વગતિ થતી હોય છે. જગતનો માનવી કેવળ એ નાશવંત ભોગવિલાસ પાછળ અને તેના દેનારા પાછળ જ દોડ લગાવતા હોય છે. પરંતુ સત્પુરુષની જ્યારે દ્રષ્ટિ પડે છે ત્યારે તેને લોકનું અને પરલોકમાં સઘળું પ્રાપ્ત થતું હોય છે.હંમેશા સત્પુરુષની દ્રષ્ટિ આ લોક કરતાં એ દિવ્ય પરમાત્માના લોકના સુખને આપવા માટે હંમેશા રુચિ હોય છે.સત્પુરુષના એ સામર્થ્યને આજ દિન સુધી કોઇ પામી શકયું નથી.એ તો હંમેશાં પોતાના સામર્થ્ય ને ઢાંકીને જ વર્તે છે. સત્પુરુષ તો હંમેશા મનુષ્યને તેના જીવન સાથે જડાઈ ગયેલા એ નાશવંત વસ્તુઓની પ્રીતિ ઓછી કરવા માંગે છે, પરંતુ આ જીવ જગત પ્રત્યે ની પ્રીતિને કારણે તેને મૂકી શકતો નથી. જ્યારે આ જગતની એ વસ્તુ અને વ્યક્તિઓમાં વધારે ને વધારે પ્રીતિ કરતો જાય છે તેમ તેને એ સત્પુરુષમાં પ્રીતિ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને અંતે રહી ના રહી થઈ જાય છે. જે આનંદ સત્પુરુષની પ્રત્યક્ષતામા અનુભવતો હતો તે દિવ્ય સુખની અનુભૂતિ આ જગતના કોઇપણ પદાર્થમાં તેને મળતી નથી. પરંતુ હવે તો એ જગતની વસ્તુ માં એટલો બધો રચ્યોપચ્યો થઈ ગયો છે કે સત્પુરુષની એ દિવ્ય સાન્ધ્યની અભિલાષા રાખી શકતો નથી.તો એ સત્સંગમાંથી તો પડે જ છે સાથે સાથે કેટલાક ખરાબ વિકારો અને ખરાબ સંગત ને પોતાના જીવનમાં આમંત્રણ આપે છે. વ્યસનો, ઝગડા, કુટેવો, અને આ જગતની નાશવંત વિષયોમાં એટલો બધો મોહ પામી જાય છે કે એ નિરાશા રૂપે પોતાના અંદર એક ખાલીપો જ અનુભવવા લાગે છે.

જે વ્યક્તિ હાથ જોડીને મને, કર્મે અને વચનને સત્પુરુષનો સમાગમ કરે અને કંઈ શંકા કર્યા વિના પોતાનું સર્વત્ર તેમને અર્પણ કરી દે તેને પછી જીવનમાં કંઇ જ કરવાનું જરૂર રહેતી. જ્યારે સત્પુરુષ રાજી થાય છે ત્યારે આ જગતનું તો સહેજે આપી દેતા હોય છે, પરંતુ સાથે સાથે એ દુર્લભ પરલોકના સુખને આપવા માટે પણ બંધાઈ જાય છે.


તો હવે માનવીએ નાશવંત સુખ થી પરે અલૌકિક સુખને પામવા માટે પ્રગટ સત્પુરુષનો સમાગમ કરી તેમાં સર્વે ઈન્દ્રિયોને જોડી મને કર્મે વચ્ચે ને તેમાં જોડાઈ જવું જોઈએ.