નાનપણ થી એકબીજાની આંગળી પકડી સ્કૂલે જઈ રહેલા ગુડી અને મેક આજે મોટા થઈ કોલેજ કરી રહ્યા હતા. તેમની દોસ્તી ગામ માટે મિશાલ હતી. બંને સાથે રમતા, સાથે વાતો કરતા અને ક્યારેક ઝગડો પણ કરતા. પરંતુ મિત્રો વચ્ચે લાગણી ની લડત ચાલી રહી હોય તેવું લાગતું, સાથે સાથે બંને પરિવારોમાં પણ સારી મિત્રતા હતી, એક સ્કુટી પર કોલેજ જતા ને સ્કુટી પર બંને ને હસી મઝાક તો રહેતી.
સમય પસાર થતો ગયો ને બંને વચ્ચે પરસ્પર લગાવ પણ વધવા લાગ્યો. બંને વચ્ચેના સંબંધો ફૂલો ની જેમ ખીલવા લાગ્યા, કદાચ દોસ્તી કરતા વધારે લાગણી બંને વચ્ચે થઈ ગઈ. એક બીજા પ્રેમ માં પડી ગયાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. તે શારીરિક નહિ પણ સાચો પ્રેમ કરવા લાગ્યા હતા. એક દિવસ એવો પણ ન હતો કે એક બીજાને મળ્યા નહીં હોય અને મળ્યા વગર દિવસ પસાર થયો ન હોય.
બંને નો આટલો પ્રેમ જોઈ બંને પરિવારો એ નક્કી કર્યું કે બંને ને લગ્ન ગ્રંથિ થી જોડી દઈએ. આમ પણ મેક ના પરિવારજનો ગુડી ને ખૂબ ચાહતા હતા ને ગુડી તેમને બહુ પસંદ પણ હતી. અને આ બાજુ ગુડી ને પણ મેક નો પરિવાર ખૂબ ગમતો હતો. એટલા માટે જ બંનેના માતાપિતા લગ્ન માટે રાજી હતા. લગ્ન ની વાત પાકી થતાં બંને ખૂબ જ ખુશ થયા.
લગ્નની તારીખ લેવાઈ ને તે શુભ મુહૂર્ત પર બંને ના લગ્ન થયા. ખૂબ સરસ રહી હતી તેમની સુહાગરાત. બને વચ્ચે બસ પ્રેમ સિવાય કઈ હતું નહિ. લાગે એવું કે પ્રેમ તો દુનિયા આ બંને જ કરે છે. બે શરીર હતા પણ આત્મા તો એક જ હતી. નવી જીંદગી માં પગ માંડ્યા પછી તો બંને બહુ ખુશ રહેવા લાગ્યા હતા. પણ તે બંને ક્યાં ખબર હતી કે સમય કેવી તેની કરવટ બદલશે. ને હતું ન હતું કરી નાખશે.
હજુ તો લગ્ન ને ૩ મહિના થયા હસે ને એક દિવસ મેક ને ભયંકર તાવ આવ્યો અને તે ખૂબ જ બીમાર પડ્યો તે તાવ હતો ડેન્ગ્યુ. ગામ માં રહેલા ડોક્ટર પાસે મેક ની સારવાર શરૂ કરી બંને પરિવાર સાથે રહી મેક ની ખૂબ સેવા કરી. ગુડી તો મેક ના પલંગ થી દુર પણ જતી ન હતી બસ તેના માથા પર હાથ ફેરવતી ને સેવા કરતી અને મન માં ભગવાન ને પ્રાથના કરતી.
મેક ના તાવ માં કોઈ રાહત ન થતાં તેને મોટી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો. પણ ત્યાં સુધી માં તો તેના કાઉન્ટ ઘટી ને ૫૦૦૦ આવી ગયા હતા ને તેના શરીર માં બ્લડ શરૂ થઈ ગયું હતું. ડોક્ટર તેની સારવાર તો શરૂ કરી પણ ત્યાં સુધીમાં મેક પોતાનો શરીર છોડી ગયો હતો. પહેલા કોઈએ માન્યું નહીં કે મેક માત્ર ૨૫ વર્ષમાં જ આ દુનિયાને અલવિદા કહી દેશે, પરંતુ જ્યારે ડોક્ટરે મેક ના મોતની પુષ્ટિ કરી ત્યારે આખો પરિવાર ચોંકી ગયો.
તે સમયે બધા રડી રહ્યા હતા પણ ગુડી ની આંખમાંથી એક પણ આંસુ ન નીકળ્યા, ગુડી પથ્થર જેવી થઈ ગઈ હતી. તે પોતાનો પ્રેમ ગુમાવી આઘાત માં આવી ગઈ હતી. ગુડી આઘાત માં એટલી આવી ગઈ હતી કે તેની બધી ક્રિયા પતી ગઈ તે પણ તેને ખબર ન રહી.
ધીરે ધીરે પરિવાર તે ગમ ભૂલી પોતાની લાઇફ માં આવી ગયા પણ ગુડી ના મન માં હજુ મેક નો પ્રેમ જ હતો તે હજુ સુધી ભૂલવા ત્યાર ન હતી.
સમય પર થતો ગયો ને આમ ૩ મહિના વીતી ગયા અને હવે ગુડી ના પરિવારજનો તેના લગ્ન માટે ચિંતા કરવા લાગ્યા. ગુડી ને બીજા લગ્ન કરવા માટે તેને આગ્રહ કરી રહ્યા હતા. ગુડી એ મેકને તેના પતિ તરીકે પ્રેમ થી સ્વીકાર કર્યો હતો, તેથી તે બીજા કોઈ સાથે લગ્ન કરવા ત્યાર ન થઈ તે દુ: ખી હતી પણ હવે તેનું માનસિક દબાણ પણ વધી રહ્યું હતું. પરિવાર આગળ તે વિવસ બની રહી હતી શું કરવું તે તેને ખબર પડતી ન હતી પણ પહેલા કરતા તે સ્વસ્થ રહેવા લાગી હતી.
પરિવાર ને લાગ્યું કે ગુડી તેમની અધૂરી કોલેજ પૂરી કરશે તો મેક ને તો ભૂલી જશે ને સાથે તે એકદમ સ્વસ્થ થઈ જશે. પરિવાર ગુડી ને મનાવી તેની ફરી કોલેજ શરૂ કરી.
તે રોજ પોતાની સ્કુટી પર જઈ રહી હતી પણ થોડા દિવસ પછી તેને અહેસાસ થયો કે તેની પાછળ કોઈ બેઠ્યું છે પણ તે દર વખતે પાછળ જુએ તો ત્યાં કોઈ હોતું નથી. તેને એટલું તો ફિલ થઈ રહ્યું હતું તે કોઈ તો છે જ અને મેક હોય તેવું તેને લાગ્યું પણ જોયા વગર કેમ કહેવું કે મેક છે.
પણ અચાનક એક રાતે તેને એક અવાજ સાંભળ્યો. તે અવાજનો પીછો કરતાં ગુડી બહાર નીકળી. બહાર આવી હોય તો એક સફેદ કપડાં પહેરેલાં કોઈ ઉભુ હતું થોડી વધુ પાસે ગઈ ને જોયું તો મેક હતો. ગુડી મેક ને જોઈ તેને ભેટવા દોડી પણ તે ભેટી ન શકી ત્યારે તેને અહેસાસ થયો કે મેક તો આત્મા બની ગયો છે. મેક મેક કહેવા લાગી.
ત્યારે મેક તેને કહ્યું કે હું તને હજુ પ્રેમ કરું છું. ત્યારે ગુડી ની આંખ માં આશું આવતા બોલી ભલે તને કંઈ પણ થયું હોય, તો પણ તેને ક્યારેય નહીં છોડું.
પછી ફરી ગુડી એ મેક નો હાથ પકડવાની કોશિશ કરી પણ તે તેને સ્પર્શ પણ કરી શકી નહીં, જાણે તે છાયામાં ઉભો હોય. ગુડી સમજી ગઈ કે હું તેને સ્પર્શ પણ નહિ કરી શકું.
ત્યારે મેક ની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે ગુડી ને કહ્યું કે મેં તને કહ્યું હતું કે ભલે મને ગમે તે થાય, હું તને છોડીશ નહીં, પણ હવે હું તારી સાથે રહીશ. બસ, હવે હું તારા જેવો નથી, તેથી જ હવે હું તારા હાથમાં ક્યારેય નહીં આવીશ. મેક એમ કહેતાં જ ગુડી મોટેથી રડવા લાગી. તે સમજી ગઈ કે તે તેનો મેક નહીં પરંતુ તેનો આત્મા હતો. પરંતુ કદાચ ગુડી ને કોઈ ફરક પડ્યો નહીં કે તે મેક છે કે તેનો આત્મા. તેના માટે તે જ હતી જેની સાથે તેનું આખું બાળપણ વિતાવ્યું હતું , જેને તે ખૂબ જ પ્રેમ કરતી હતી.
પછી તો ગુડી આખો દિવસ મેક ને પાસે જોઈ રહેતી તે તેની સાથે કલાકો સુધી વાતો કરતી, તેની સાથે બેઠા બેઠા દિવસ પસાર કરતી . પહેલાની જેમ બંને ફરી હસી અને મજાક કરવા લાગ્યા, બંને ઘણી વાર ઝઘડતા પણ હતા. ગુડી એ મેક વિશે બધાને જાણ કરી ત્યારે તેનો પરિવાર અને ગામના તમામ લોકો તેની કોઈ પણ વાતમાં માનતા ન હતા.
તેનો પરિવારજનો તેને પાગલ માનતા હતા પરંતુ તે તેમાં ખુશ હતી. તે મેકની સાથે રહીને જ ખુશ હતી. ઘરની અંદર રહીને પણ તેણે પોતાને અને મેક માટે એક અલગ જગ્યા બનાવી લીધી હતી. તે મેક ને હંમેશા તેની આસપાસ અનુભવ કરતી અને, તે તેની દરેક મુશ્કેલીથી મેક બચાવ કરતો રહ્યો.
તમે અને અમે આ પ્રેમને સમજી શકતા નથી પણ કેટલાક સંબંધો સમજણથી પરે હોય છે.
જીત ગજ્જર