લવ બ્લડ
પ્રકરણ-17
બોઇદો અને જોસેફ વાતો કરતાં કરતાં જઇ રહેલાં અને સામેથી મીંજ આવતો જોયો. મીંજ બોઇદા પાસે જ આચી રહેલો અને બોઇદા જોસેફ બંન્નેને આશ્ચર્ય થયું. મીંજ નજીક આવીને બોઇદાને કહ્યુ બોઇદા શું તારાં પ્લાનમાં આગળ વધ્યો ? શું પરીણામ છે ? કેટલાં સભ્ય આપી શકવાનો ? જુલાઇ પુરો થવા આવ્યો. ઓગસ્ટમાં તો મુખર્જી સર ફાઇનલ લીસ્ટ માંગવાનાં છે. આ થઇ સરની પૂછેલી વાત.
બીજી ખાસ વાત એ છે કે તારી ગેંગને જરા કાબૂમાં રાખજે સપ્ટેમ્બરમાં ઇલેકશન છે તારાં બધાં ફોલ્ડરો કંઇક ધમાલ કરવાનાં મૂડમાં છે પાકી બાતમી છે પણ કોઇ છોકરીની શોધમાં છે કાલે ઉઠીને એવું ના થાય કે બબાલ એવી છાપે ચઢે કે તારી કેરીયર શરૂ થતાં પહેલાં જ ખત્મ થઇ જાય.
ત્રીજીવાત તારાં સુખમાં પણ કોઇ છે કે જે જાસૂસી કરવાની ટ્રોઇનીંગ લઇ રહ્યું છે ખૂબ ચાલાક છે કોણ છે ખબર નથી પણ અમારાં સુધી ગંધ આવી છે અને એ છેક ધુમાડો બાબા ડમરુનાથ સુધી પહોચ્યો છે અને ધુમાડો ત્યાંજ હોય જ્યાં અગ્નિ હોય અને એક વણમાગી સલાહ આપું.. આમાં આગળ વધવું હોય રાજકારણ રમવું હોય તો જાતને કાબુમાં રાખજો. તારી ઐયાશી છાપરે ચઢીને બધે ગજવ નહીં એમાં તુ બહાદુર નથી સાવ ભોટ લાગે છે કોઇ તને ગણશે નહીં એટલે ઐયાશી તારાં સુધી રાખ.. કારણ કે વીરલા ખાલી જંગલમાં નથી પાકતાં એનાં બીજ ગમે ત્યાં હોઇ શકે.
તને થશે હું બંહુજ શિખામણ આપું છું પરંતુ હું તારાં જેવો જ હતો પણ મને મુખર્જી સરે તૈયાર કર્યો છે મારાં અનુભવે કહુ છું કે તો તને ફાવશે રહેશે બાકી તારી મરજી. અને સાથે કામ કરીશું તો ક્યારેક મુખર્જીને બાજુમાં રાખી આપણે રાજ કરીશું તારી ઇચ્છા હોય તો હાથ મિલાવ બાકી કહ્યું સાંભળ્યુ ફોક...
બોઇદો મીંજને ધ્યાનથી સાંભળી રહેલો અચાનક એને શું થયું કે મીંજને ભેટી પડ્યો અને જોસેફની સામે આંખ મારી... બોલ્યે "મીંજ તું જ સાચો દોસ્ત છે તારી બધી જ કીધેલી વાત ધ્યાન રાખીશ. કોઇ મારાં ગ્રુપનો તોફાન બબાલ નહીં કરે અને કોલેજ શરૂ થઇ ગઇ છે. થોડાંક વખતમાં જ લીસ્ટ લઇને આવી જઇશું. મીંજ ત્યાંથી નીકળી ગયો...
કલાસરૂમમાં દેબુ નુપુરની બાજૂમાં જ ગયેલો અને બંન્ને વચ્ચે ધીમાં ધીમા સંવાદ થઇ રહેલાં આગળની બેન્ચથી રીપ્તા પણ જોઇ રહેલી નુપુર શરમાઇને નીચે જોઇ ગઇ.
રીપ્તાને વિચાર આવ્યો નુપુર ભોળી છે સાવ એને એવું પણ નથી થતું કે એને જે પ્રેમ કરે છે એ દેબુ... હું એને પસંદ કરું છું. એની બાઇક પાછળ બેસીને આવું છું જઊં છું એણે દોસ્તી સ્વીકારી છે એને કંઇજ એમાં ખોટું કે ઓડ ફીલ નથી થતું.. નથી દેબુને થતું એણે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે કહ્યું મારી ખુબ સારી દોસ્ત છે પણ દીલમાં તારાં માટે ઇલૂ ઇલૂ નથી થતું ભલે તું પણ ખૂબ સુંદર છે પણ... ભલે દેબુએ નુપુર માટેનો પ્રેમ મારી પાસે કબૂલ્યો નથી પરંતુ નજરે સ્પષ્ટ દેખાય છે કે બંન્ને જણાં એકબીજાનાં પ્રેમમાં પડી રહ્યાં છે ધીમે ધેમ પરોવાઇ રહ્યાં છે.
અને રીપ્તા પોતેજ આ બધાં વિચાર કરતાં કરતા કોઇક ઊંડા વિચારોમાં ગર્ત થઇ ગઇ એની આંખનાં ખૂણાં ભીંજાયા અને કોઇ જુએ નહીં એમ એણે લૂછી નાંખ્યાં.
અચાનક દેબુની નજર રીપ્તા ઉપર પડી એને થયું. રીપ્તા કંઇક વિચારોમાં છે એણે ઇશારાથી પૂછ્યું પણ ખરું પણ રીપ્તાએ ઇશારાથી કહ્યુ કંઇ નહીં.
થોડીવાર કલાસમાં બેઠાં બધાં પ્રેઝન્ટસ લેવાઇ ગઇ સામાન્ય સૂચના આપીને કાલથી ચાલુ થનારાં રેગ્યુલર વિષય પ્રમાણેનો કલાસનું ટાઇમટેબલ મળી ગયું અને આજનો દિવસ પૂરો થયો.
દેબુ અને નુપુર બંન્ને ઉભાં થયાં બેન્ચની બહાર નીકળ્યાં અને સીધાં રીપ્તા પાસે જ આવ્યાં રીપ્તા એ સમયે ફોનમાં કોઇનો મેસેજ જોઇ રહી હતી મેસેજ વાંચી ફોન બંધ કરીને રીપ્તાએ હસતાં હસતાં કહ્યુ કેવો રહ્યો પહેલો દિવસ ? નુપુરે કહ્યું "વાહ ખૂબ જ સરસ આજે નવી નવી ફ્રેન્ડશીપ થઇ બધાં સાથે ખૂબ મજા આવી.
રીપ્તાએ કહ્યું "આપણીનો નવી ચોક્કસ પણ આ લંગૂર સાથે. તો જૂની છે જે ફરી તાજી થઇ ગઇ આજે તમને બંન્નેને જોયાં કરવાનું મન થતું હતું જાણે હમણાં જ નવા નવા- પછી બોલવું ગળી ગઇ...
દેબુએ કહ્યું "શું ? નવું નવું તાજી શું પહેલીઓમાં બોલે છે ? હું ઉખાણાં પુછીશ તો એકેય નહીં આવડે... બોલ લાગી શરત ? રીપ્તાએ કહ્યું "તારે જે પૂછવુ હોય એ પૂછને પણ પહેલાં કલાસની બહાર નીકળીએ ખૂલ્લાં વાતાવરણમાં વાતો કરવી પણ મજા આવશે.
નુપુર કહે "મારે તો સમયસર ઘરે પહોચવું પડશે. દેબુએ કહ્યું પણ આજે તો કોલેજમાં ફર્સ્ટ ડે છે અને એકજ પીરીયડમાં કોલેજનો દિવસ પત્યો. ઘરે ક્યાં ખબર છે કે કેટલાં પીરીયડ થયાં ? આજથી જ ટેવ પાડ મોડા જવાની તો આવનારાં દિવસોમાં વાંધોજ ના આવે એમ કહી ટીખળી નજરે જોયું.
નુપુર અને રીપ્તા બંન્ને હસી પડ્યાં... નુપુર બોલી જો માસ્તરે કલાસ લેવાનો શરૂ કર્યો અત્યારથી જ બંક કરવા અને જૂઠું બોલવાનાં નિયમ શીખવાના શરૂ કર્યાં.
રીપ્તા છેલ્લુ વાક્ય સાંભળીને થોડી ઇર્ષ્યાથી જલી ઉઠી એણે કહ્યું "એય મજનું ધીમે ધીમે હંકાર ક્યાંક પંચરના પડે. અને નુપુરે સાંભળીને કહ્યું " આતો બહુ ફાસ્ટ ફ્રન્ટીયરમેલ છે અને ત્રણે જણાં એક સાથે હસી પડ્યાં.
ત્રણે જણાં કોલેજ કમ્પાઉન્ડમાં આવ્યાં અને દેબુને કહ્યું ચાલો કોફી પીઓ પહેલાં પછી છૂટા પડીએ.. આઇ મીન નુપુર થોડે સુધી તારી સાથે જ બાઇક ચલાવીશ પછી ઘરે જઇશ. રીપ્તાએ કહ્યું "એય હું તારી સાથે જ આવવાની છું એટલે મારું પણ ધ્યાન રાખવાનું છે.
દેબુએ કહ્યું "હા ભાઇ વર સાથે અણવર તો હોય જ ને આ ફીમેલ અણવર.. હવે દેબુ નુપુરને પોતાની લાગણીઓ સ્પષ્ટ કરતો જતો હતો.
રીપ્તાએ કહ્યું "એટલે ? તું લગ્ન કરવા જાય છે કે અણવર કહે છે ? હજી તો પાશેરામાં પહેલી પૂણી છે અને ચાલ્યા મોટાં..
નુપુરએ કહ્યું "રીપ્તા.. ડોન્ટ વરી હું તારાં પક્ષે જ છું ભલે મજનુ નિસાસા નાંખતો અને એણે મજનું સ્વીકારી લીધો.
દેબુએ કહ્યું "વાહ તેં મજનું છું તારો સ્વીકારી લીધું એટલે બહુ થયુ હવે મારી બધી જ લાઇન ક્લીયર જ.
નુપુર અને રીપ્તા બંન્ને એકબીજાની સામે જોઇને હસી રહ્યાં દેબુએ બાઇક કાઢી સ્ટાર્ટ કરી અને નુપુરે એની સાયકલ લીધી દેબુએ કહ્યું "ચાલ રીપ્તા બેસી જા પણ બાઇકની સ્પીટ નુપુર ની સાયકલની સ્પીડે જે ચાલશે.
રીપ્તાને ન જાણે શું થુયં એણે કહ્યું નુપુર એકકામ કરીએ તું દેબુની પાછળ બાઇક પર બેસી જા અને હું તારી સાયકલ લઇ લઊં છું તમે લોકો એક રાઉન્ડ મારી આવો આવે ફર્સ્ટ ડે ઉજવી લો હું તારી સાયકલ લઇને આગળ જતી જઊં છું અને ત્યાં ટીગાર્ડનનાં ટર્નીંગ પર બેસીસ તમારી રાહ જોઇને તું જા બેસીજા.
નુપુરે દેબુની સામે જોયું પછી રીપ્તાને કહ્યું ના રીપ્તા એવી કાંઇ જરૂર નથી પ્લીઝ તમે લોકો ઘરે જાઓ હું મારી રીતે સાયકલ પર નીકળી જઇશ. થેંક્યુ રીપ્તા.
રીપ્તાએ કહ્યું "અરે હું સામેથી જ સીરીયસલી કહુ છું તું બેસ જા... મને હુ જઇશ તો ખૂબ ગમશે અને મારાંથી વધુ માંરા ખાસ મિત્ર દેબુને ગમશે એને આનંદ મળશે એનો આનંદ એ મારો આનંદ પ્લીઝ બેસીજા.
દેબુ રીપ્તાને સાંબળી રહેલો અંદરના અંદર અત્યાર સુધી રીપ્તાની એનાં મનમાં છાપ હતી એ સાવ જ બદલાઇ ગઇ આ છોકરી કેટલી સમજુ છે કેટલી અંતર મુખી છે જે છે અસલમાં એ બતાવતી નથી અને બતાવે છે એ અસલમાં છે જ નહીં કહેવું પડે મને પ્રાઉડ છે કે એ મારી મિત્ર છે.
રીપ્તાની ખૂબ જ સમજાવટ પછી નુપુર બાઇક પર બેસી ગઇ અને રીપ્તાને સાયકલ આપી.. દેબુ રીપ્તાની આંખોમાં આંખ પરોવી જોઇ રહ્યો. રીપ્તાની આંખમાં દેબુને કામ આવ્યાનો આનંદ છલકાઇ રહેલો અને છલકતાં આનંદમાં બાંધી રાખેલાં આંસુ હતાં.
દેબુએ નજર ફેરવી લીધી નુપુર બેઠી અને એણે બાઇક દોડાવી દીધી. નુપુર એને જોરથી ચૂસ્ત પકડી વળગીને બેસી હતી જતી બાઇક જોઇને રીપ્તાની આંખોએ કાબૂ કરેલાં આંસુ આંખમાંથી સરી પડ્યાં અને બોલ્યાં... દેબુ આઇ લવ યું.
વધુ આવતાં અંકે---પ્રકરણ- 18
""""""