pratishodh. - 4 in Gujarati Horror Stories by Kaamini books and stories PDF | પ્રતિશોધ - ૪

The Author
Featured Books
Categories
Share

પ્રતિશોધ - ૪


-"ઇન્સ્પેક્ટર કુમાર.. તમે કહેવા શું માગો છો?? તમે મારી પર શંકા કરી રહ્યા છો? એનો કઝીન હતો મને શું ખબર..તમે એને જ પૂછો તો વધારે સારું. “
પાછળના ભાગ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર કુમાર મોન્ટી ને મળીને જુલી વિશે પૂછપરછ કરવા લાગે છે અને તેમના ગયા બાદ..હવે જોઈએ આગળ નો ભાગ...

મોન્ટી રૂપાલીને લઈને સ્ટોરરૂમમાં ગયો અને ત્યાં તેને તે દિવાલ બતાવતાં કહ્યું કે, “જો આ તારી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. બસ હવે અવાજ નહીં આવે તને..!!”
બંને જણા સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા તૈયાર થઈને ફેક્ટરી જતા રહ્યા. રૂપાલી આજે સારા મૂડમાં હતી. દીવાલ ચણેલી જોઈને તેને હાશકારો થયો, તેનો મોન્ટીને ખ્યાલ આવી ગયો હતો. ફેક્ટરી પર કામ પતાવીને બંને જણા સાંજે વહેલા ઘરે જવા નીકળી ગયા.
ઘરે જલ્દી આવેલા શેઠ-શેઠાણીને જોઈને રાવસિંહએ જમવામાં શું ખાસ બનાવવું તે પૂછ્યું. બંને જણા ફ્રેશ થઈને બેઠા ત્યાં તો ઇન્સ્પેક્ટર કુમાર આવ્યા. ઇન્સ્પેક્ટરને ફરી થી આવેલા જોઈને મોન્ટી થી પુછાઈ ગયું, “બોલો ઇન્સ્પેક્ટર કુમાર, ફરી થી કેમ આવવું પડ્યું?”
-"મિ. મોન્ટી રાજકોટ થી ૨૫ કિલોમીટર દૂર હાઇવે પાસે આવેલ એક કેનાલ પાસેથી આ સબૂત મળ્યું છે.”
(ઈન્સ્પેક્ટરે તેમની સાથે આવેલા હેડ કોન્સ્ટેબલ રઘુજી વાઘેલા તરફ ઇશારો કરતાં સબૂત મંગાવ્યું.)
-" આ સેન્ડલ? આ સેન્ડલ સબૂત છે? શું મતલબ છે આનો ઇન્સ્પેક્ટર કુમાર?”
-" આ સેન્ડલ તમારી વાઈફ જુલીની છે.”
-"તમને કોણે કહ્યું કે આ સેન્ડલ મારી વાઈફ જુલીની છે.? આવી બીજી ઘણી સેન્ડલ હોય છે. કોઈ બીજાની પણ તો હોઈ શકેને? અને જુલીના તો પગ જ બેકાર થઈ ગયા હતા. તો સેન્ડલ ની વાત જ ક્યાંથી આવી?”
તમારી વાત અહીં બરાબર છે મિસ્ટર મોન્ટી. પણ આ સેન્ડલ જમણા પગની છે અને તમને યાદ છે, તમારા ઘરે હું તમને વચ્ચે મળવા આવ્યો હતો, પણ તમે ઘરે ન હતા. ત્યારે મેં તમારા તમારા ઘર માં એક આંટો માર્યો હતો..તો તમારા ઘરના સ્ટોરરૂમમાં આવી જ એક સેન્ડલ ત્યાં ખૂણામાં પડેલી મેં જોઈ હતી. તમને વાંધો ન હોય તો આપણે આ વાત સ્પષ્ટ કરી દઈએ.”
-"સ્ટોરરૂમમાં? મારા? હા જોઈ લો..! ત્યાં એવું કશું જ નથી..!!
(બધા લોકો સ્ટોરરૂમમાં ગયા)
-"અરે અહીં આ દિવાલ ક્યાંથી આવી? અહીં તો એક લાકડાની તિજોરી હતીને? ઓહ તો અહીં સમારકામ ચાલી રહ્યું હતું?”
-"કુમાર સાહેબ આ મારું ઘર છે. હું ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ દિવાલ ઉભી કરું. તમને તેમાં શું તકલીફ છે? મારી મરજીની વાત છે આ.”
-" ઇન્સ્પેક્ટર કુમાર સ્ટોરરૂમના ખૂણામાં પડેલી એક ગોલ્ડન સેન્ડલ ઉપાડીને મોન્ટીને બતાવતા બોલ્યા : “જુઓ.. આ રહી તે સેન્ડલ. અમને જે મળી છે, તે જમણા પગની છે અને આ ડાબા પગની છે.”
(બંને સેન્ડલ એકસાથે બતાવવા લાગ્યા.)
ઇન્સ્પેક્ટર કુમાર પાકો સબૂત મળે તેની રાહ જોઈ રહ્યા હતા. માટે તે સમયે બંને સેન્ડલ લઈને કંઈ બોલ્યા વગર તેઓ ત્યાંથી નીકળી ગયા.
મોન્ટી અને રૂપાલી ત્યાં જ ઊભા સ્તબ્ધ થઈને આ બધું જોઈ રહ્યા..
******
-"જુલી.....જુલી...આંખો બંધ કર...જલ્દી આંખો બંધ કર..!!"
-“કેમ શું થયું..?”
-“આંખો બંધ કરને હવે....તારા માટે એક સરપ્રાઈઝ છે.”
જુલી એ આંખો બંધ કરી, મોન્ટીએ એક બોક્સ તેના હાથ માં મુકતા કહ્યું : "હવે જો..!!"
જુલી તે બોક્સ ખોલતા જ ખુશીથી પાગલ થઈ ઉઠી.
-“ઓહ માય ગોડ..!! બહુ જ બ્યુટીફૂલ છે. થેન્ક યુ મોન્ટી થૅન્ક યુ. આઈ લવ યુ.”
ગોલ્ડન કલરના એ સેન્ડલ..મોન્ટી એ પોતાના હાથે જુલીના પગમાં પેહરાવ્યા.
(બંને જણા એકમેકના પ્રેમભર્યા સાનિધ્યમાં ખોવાઈ ગયા.)

(ક્રમશ:)