Imagination world: Secret of the Megical biography - 25 in Gujarati Adventure Stories by Kuldeep Sompura books and stories PDF | કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 25

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 25

અધ્યાય 25 "સમય તૈયારીનો"


જયારે સવાર ના છ વાગ્યા ત્યારે ધાબા પરના બારણાં માંથી પ્રકાશ આવ્યો અને રોબર્ટ ની આંખ ઉઘડી, તેણે ત્રાટક ને ઉઠાડ્યો ત્રાટક જાગ્યો અને સફાળો બેઠો થઈ ગયો.બંને જણ ફટાફટ ઉપર ગયા અને જોયું ત્યારે અર્થ હજી મીઠી નીંદર માણતો હતો.રોબર્ટે ત્રાટક સામે જોયું અને બોલ્યો "શું કરવું છે ઉઠાળવો છે?"

ત્રાટક:" હા ઉઠાડવો તો પડસેજ."

બંને અર્થ ને ઉઠાડ્યો અર્થ ને મીઠી નિંદર આવી હતી એટલે તે ઉઠવાનું નામ જ નહોતો લેતો

ત્રાટકે જોર થી બૂમ પાડી" અર્થ ઊઠ.."

અર્થ ને ત્યારે ખબર પડી કે તેને સાચેજ કોઈ બોલાવી રહ્યું છે.

અર્થ ભર ઊંઘ માંથી જાગ્યો અને બોલ્યો ખરેખર સ્વપ્નછત માં ઊંઘ બહુ મસ્ત આવે છે.

ત્રાટક અને રોબર્ટ એક બીજાની સામે જોતા હતા. તેમને આ બધું વિચિત્ર લાગતું હતું કારણકે તેમને અનુભવેલું ના હતું.

ત્રાટક બોલ્યો "એ બધું જવાદે પહેલા તું એમ કે શું તે પ્રોફેસર અનંત વિશે જાણ્યું તે ક્યાં છે.?,તે જીવિત છે કે નહીં? વગેરે."

અર્થ કંઈક યાદ કરતો હતો જે તેને સ્વપ્ન માં આવ્યું હતું અને તે થોડોક હેરાન પણ હતો કારણકે રહસ્ય હવે ખુલી ગયું હતું પણ તે વિચારતો હતો કે તે કેવી રીતે બની શકે આ તો એક જૂની કહેવત

જેવું થઈ ગયું હતું "કાખ માં છોકરું અને ગામ માં ગોતા ગોત".

અર્થે ધીમા સ્વરે ત્રાટક સામે જોઇને બોલ્યો "હા મને ખબર પડી ગઈ કે તે ક્યાં છે અને હા મોટી વાત તે પણ કે તે જીવિત છે.તેથી તેની આપણે માત્ર તેમને બચાવવા ના છે."

ત્રાટકે કીધું " એ જાણી ને મને બહુજ આનંદ થયો કે તે જીવિત છે.પણ મને તું કહીશ કે તે છે ક્યાં?"

અર્થ:" હા પણ મને લાગે છે કે આ વાત આપણે ગાડી માં જતી વખતે પણ કરી શકીયે છીએ તો જતા જતા રસ્તો પણ કપાઈ જશે અને સમય પણ બચશે."

રોબર્ટ બોલ્યો " અર્થ ની વાત ઠીક છે સવાર પડી ગઈ છે હવે બહુ અહીં રહેવું હિતાવત નથી."

ત્રાટક:"ઠીક છે.."

ત્રણે સ્વપ્નછત પર થી નીચે ઉતર્યા અને જ્યાંથી આવ્યા હતા.તેજ રસ્તે થી પાછા વળી ગયા અત્યારે પણ સોસાયટી માં કોઈપણ દેખાયું નહીં તેથી તેની તો ખાતરી થઈ ગઈ હતી કે અહીં કોઈ નથી રહેતું. ત્રણે સીધા ગાડી આગળ ગયા અને રસ્તા પર માણસોની ચહલ પહલ ઓછી હતી તેથી વહેલા ત્યાંથી નીકળી ગયા જ્યારે ગાડી હવામાં ઉડવા માંડી ત્યારે ત્રાટક થી રહેવાયું નહીં અને તેને ફરીથી પૂછ્યું "અર્થ શું તું હવે અમને કહીશ સમગ્ર વાત?"

અર્થે હા પાડી અને તેને વાત ની શરૂઆત કરી "હું તમને કહીશ કે પ્રોફેસર અનંત ક્યાં છે તો તમે મારો વિશ્વાસ નહીં કરી શકો "

ત્રાટક: "તારે કહેવું જ ન હોય તો તું ના પાડી દે પણ આવા વિચિત્ર જવાબો ના આપ અર્થ"

ત્રાટક જરા વધારે જ ગુસ્સો થઈ ગ્યો.

અર્થ: "માફ કરજો વાત એમ છે કે પ્રોફેસર અનંત આપણી સ્કુલમાં જ છે. વનવિહાર માં જયાં નવશીંગા નું પાંજરું છે તેની નીચે એક નાનકડી જવા ની જગ્યા છે જેમકે ભુગર્ભ ટાંકી હોય તેમ ત્યાંથી નીચે જઈ એ એટલે એક સિડી આવે છે જે આપણને તે પાંજરા ની પાછળ ની બાજુ લઈ જાય છે. જયા એક બહુ મોટો કૂવો છે અને તેમાં જવાની એક સીડી પણ છે તેને આમ તો વાવ કહી શકાય.હા, તે વાવ જ છે.અને તે વાવ ને તળિયે એક ખૂણામાં ઊંડે એક પાણી ની ટાંકી છે બહુ મોટી ત્યાં અંદર તરીને એક દરવાજા સુધી પહોંચવાનું છે ત્યારબાદ તે દરવાજા ને અડક તાજ પાણી બધુજ ગાયબ થઈ જશે અને અંદર જવા મળશે જ્યાં એક જૂની બહુ મોટી જેલ છે ત્યાં આગળ આપણને પ્રોફેસર અનંત મળશે આપણે તેમને ત્યાંથી છોડાવવા પડશે.

ત્રાટક અને રોબર્ટ આ સાંભળી ને અચરજ પામી ગયા કારણકે આ કામ કોઈ બહુ મોટા જાદુગર નું જ હોઈ શકે.

ત્રાટક: "મને કંઈક વિચિત્ર લાગે છે કારણકે આ કામ સ્કુલની જાણકારી વગર શક્ય નથી એટલે કદાચ સ્કુલમાથી જ કોઈ એવું છે જે સમગ્ર ઘટનાપર નજર રાખે છે. જેણે આ બધું કરાવ્યું છે."

અર્થ:" પણ તે શક્ય નથી હું સ્કુલના દરેક સભ્ય ને તો સારી રીતે જાણું છું તે આવું કોઈ દિવસ ના કરી શકે અને આ બધું કરવા માટે દિવસ રાત દરેક કામ પર ચોકસાઈ પૂર્વક ધ્યાન રાખવું પડે.તેવું તો કોઈ સ્કુલમાં નથી.

ત્રાટક:ઠીક છે પણ પહેલો ધ્યેય તો આપણો પ્રોફેસર અનંત ને તે કેદ માંથી છોડાવવાનો હોવો જોઈએ ત્યારબાદ તો તેમ પણ આપણને ખબર પડી જશે.

રોબર્ટ: "તે જેલ માં કોઈ તો રક્ષણ અર્થે ઉભું હશે. જેલ ને તેમજ ખુલ્લી થોડી મુકી હશે."

અર્થ:"હા, એમ પણ આટલી મુસીબતોનો નો સામનો કરવાનો હોય અને બાદ માં ત્યાં પહોંચવાનું હોય તો કદાચ ત્યાં કોઈ ચોકીદાર ના પણ હોય એવું બની શકે."

રોબર્ટ: "જો તેવું હોય તો આપણા નશીબ સારા કહી શકાય."

ત્રાટક: "જોવા જઈએ તો અર્થ ની વાત પણ વ્યાજબી છે.જો આટલે ઊંડાણ માં જેલ હોય તો ચોકીદાર રાખવાનો અથવા કોઈ રક્ષણાર્થે હોય તેવું અશક્ય છે પણ ઠીક છે હું રક્ષણ જાદુ જાણું છું તેને બેહોશ કરી દેશું."

અર્થ: "પણ અંદર જશે કોણ?"

ત્રાટક: " હું જઈશ તું તેની ચિંતા ના કર"

અર્થ: "હું પણ આવીશ"

ત્રાટક: "નહીં હું તારો જીવ ખતરા માં ના પાડી શકું."

અર્થ: "પણ મેં તે ત્યાં જવાનો રસ્તો ધૂંધળો જોયો છે સ્વપ્નમાં તેથી મારુ જવું હિતાવત છે અને મને થોડુંક તરતા પણ આવડે છે. હવે તો હું થોડું ઘણું જાદુ પણ જાણું છું."

ત્રાટક: "તે વસ્તુ ઠીક છે.પણ છતાંય.." ત્રાટક અટકી ગયો.

રોબર્ટ: "અર્થ ને તારી સાથે આવવા દે તને પણ મદદ મળી રહેશે અને તું સાથે છો પછી શું ચિંતા છે?"

પુરા રસ્તે આ પ્રમાણે ની ચર્ચા ચાલતી રહી.અને ત્રણે જણ ઘરે પહોંચી ગયા.રોબર્ટ બંને ને ત્રાટક ના ઘરે મૂકીને ગાડી પોતાના માલિક ને સોંપી ને તેના ઘરે જતો રહ્યો પણ તેને જતાં જતાં ત્રાટકને આશ્વાસન આપ્યું કે

"તને કંઈ પણ કામ હોય તો બેજીજક ગમે ત્યારે બોલાવી શકે છે.હું હાજર થઈ જઈશ."


ઘરે પહોંચતા પહોંચતા બપોર થઈ ગઈ હતી. ત્રાટક અને અર્થ જમી ને તે વિશે જ વાતો કરી રહ્યા હતા.અર્થે કરણ ના ઘર સામે જોયું ત્યારે કોઈ દેખાતું ના હતું. કદાચ બધાજ ઘરની અંદર હતા.અર્થે ને અત્યારે ત્યાં જવું ઠીક લાગ્યું નહીં.

ત્રાટક: "મારા ખ્યાલ થી આપણે બને એટલું જલ્દી જ પ્રોફેસર અનંત ને છોડાવવા કંઈક કરવું પડશે જો બહુ મોડું કરીશું તો કદાચ એવું પણ બને કે ત્યાંથી તેમને બીજી ક્યાંક જગ્યા એ કેદ કરીને રાખે અને પછી તેમને શોધવા બહુજ મુશ્કેલ બની જશે."

."તો ઠીક છે આપણે આજે રાત્રે જ ત્યાં જઈને તેમને છોડાવી લાવસુ."

"હા, એમ કરવું પણ ઠીક રહેશે.આપણે રાત્રે પહોંચી જઈશું અને સવાર પડતા જ તેમને છોડાવી ને પાછા આવી જશું"

" શું આપણે કાયરા ને સાથે લઈ લઈએ? આપણને પણ મદદ મળી રહેશે."

"ઠીક છે તું તેને ફોન કરીને અહીં બોલાવી લે જેથી તે જલ્દીથી અહીં આવીજાય બાદ માં સમગ્ર વાત અને આપણું આયોજન તેને સમજાવી દઈશું."

"હા, હું તેને બોલાવી લઉં છું."

જતા પહેલા કાયરા પણ આવી ગઈ અને જોકે અર્થ અને ત્રાટકે તેને સારી રીતે સમજાવી દીધું હતું આ ઉપરાંત ત્રણે પુરી રીતે સજ્જ હતા પોતપોતાના જાદુઈ મોજા ઉપરાંત અર્થે પોતાની જરૂરી જાદુગરી ના અમુક ચેપટર જે મહત્વ ના હતા તેની નોટ્સ બનાવી હતી તે પણ તેણે સાથે લઈ લીધી.

અર્થે એક નાનું બેગ પોતાની સાથે લઈ લીધું અને તેના ખભે લટકાળી દીધું .જેથી જરૂરિયાત સમયે કોઈ તકલીફ ના પડે.

કાયરા એ જતા પહેલા કાલ્પનિકતાની દુનિયાના ઇષ્ટદેવ ને પ્રાથના કરવાનું ત્રાટક અને અર્થ બંને ને સૂચવ્યું.

ત્રણે આ કામ પાર પાડવા માટે દરેક રીતે તૈયાર હતા.બસ હવે જોવાનું તે હતું કે દરેક વસ્તુ તેમના સારા માટે થાય.

ત્રણે જણ નીકળી ગયા અને રાત્રિ ના અગિયાર વાગતા ત્યાં પહોંચી ગયા. જેમ પહેલી વખતે સ્કુલ ના ચોકીદાર ને સુવડાવી દીધો હતો તેવું કરવાની જગ્યા એ આ વખતે ત્રાટકે તેમને ભાનભુલાવી દેવાની રીત ની મદદ થી સ્કુલ ની અંદર પ્રવેશ મેળવ્યો.ભાનભુલાવી દેવાની રીત ની મદદ થી મુખ્યત્વે તે માણસ જેની ઉપર તે રીત અજમાવી હોય તે પોતાનું ભાન ખોવી બેસે છે. તેથી તેને કંઈજ ખબર નથી રહેતી કે તે શું કરી રહ્યો છે.

ત્રાટક એ અંદર આવ્યા બાદ અર્થ અને કાયરા ની સામે જોયું અને કહ્યું "શું આપણે સમગ્ર વસ્તુ વૃદ્ધ દાદા ને કહેવી જોઈએ?"

અર્થે કહ્યું "હા, તેમને કહી શકીએ તેમને પણ આપણને મદદ જ કરી હતી. તેથી તેમને કહેવામાં કંઈ જ વાંધો નથી."

ત્રાટક બોલ્યો "પણ શું તેમને કહેવા જેટલો સમય આપણી પાસે છે?"

કાયરા એ કહ્યું "ના, આપણે સૌ પ્રથમ પ્રોફેસર અનંત ને છોડાવવા વિશે વિચારવું જોઈ એ બાદ માં આપણે કંઈ પણ કરી શકીએ."

ત્રાટકે કાયરા ની વાત ને ટેકો આપતા કહ્યું

"હા, હું એજ કહેવા માગું છું, હું વૃદ્ધ દાદાને ગમે તેમ અંદર જવા માટે સમજાવી દઈશ."

ક્રમશ...

જો આપને આ વાર્તા પસંદ આવી હોય તો આપ આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂરથી મોકલી આપો.


આપ આપના પ્રતિભાવ મને ઇન્સ્ટાગ્રામ માં પણ આપી શકો છો મારી સાથે જોડાઈ શકો છો.@kuldeepsompura1.2

પર.

મારો વોટ્સએપ નંબર ૭૫૬૭૭૩૫૨૫૦ છે.આપ મને મેસેજ કે કોલ કરીને આપના પ્રતિભાવ જણાવી શકો છો.