svikaar - 11 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | સ્વીકાર ૧૧

Featured Books
Categories
Share

સ્વીકાર ૧૧

સ્વીકાર ૧૧.


▪️તમે શું કરો છો? જોબ છે કે પછી , પોતાનાં ધંધા વાળા છો? કે પછી કોઈ એમસી કંપની માં જોબ કરો છો. કે પછી કોઈ સી ઈ ઓ છો. ઘણું બધું માણસ હોઈ શકે છે. કોઈ સિંગર, કોઈ એક્ટર, કોઈ નેતા.

🔺શું તમારું કામ તમારા ઉપર હાવી થયું છે ખરું? તમને લાગશે હું શું કહેવા માંગુ છું! એ બરાબર નઈ સમજ્યા ને તમે? માની લો કે તમે કોઈ એક્ટર છો.

▪️અમુક લોકો નું એવું હોય છે કે એ નાના મોટા ટીવી શો માં રોલ કરતાં હોય અને કોઈ બે ચાર નાટકો માં કામ કર્યું હોય કે કરતાં હોય. એનાથી અમુક લોકો પોતાનાં કામ ને પોતાનાં માથે ચડાવી દેતાં હોય છે. જેમ કે પોતાની જાત ને બહુ મોટી હસ્તી સમજવી અને પોતે પણ વર્તન બહુ મોટી હસ્તી જેવુજ કરવાનું. પોતાની સરખામણી પોતે મોટી મોટી હસ્તી ઓની જોડે કરવી. અને બીજા લોકો પણ એમણે મોટી હસ્તી માને એવી આશા રાખવી.


🔺ભલે એમણે કોઈ અોળખતું નાં હોય પરંતુ વર્તન એ લોકો એવું કરે કે બીજા સામે કે હું તો બહુ મોટો એક્ટર છું. મે અહીંયા કામ કર્યું છે, અને તમે મને નથી અોળખતા. એવું કોઈ વ્યક્તિ નું વાત કરીએ એ માણસ ટિકિટ વગર મેલ ટ્રેન માં ચડી જાય છે. પોતાનાં સબંધીઓ જોડે, રેજરવેશન વગર! અને પછી ટીસી જ્યારે પકડે છે, ત્યારે એ પોતાનાં બહુ મોટાં ફેમસ એક્ટર હોવાની ડિંગો મારે છે. આવા લોકો નાં માથે એમનું કામ ચડી ગયું કહેવાય. અને ટિસી કહે છે હું નથી અોળખતો તું કોણ છે, તેમ છતાં આવા સપનાની દુનિયામાં રહેવા વાળા લોકો નો ભ્રમ નથી તૂટ્યો, અને એ પોતાની એક્ટિંગ નું ટેલેન્ટ ત્યાં દેખાડવા માંડે છે. આવા લોકો ને આપણે શું કહીશું પાગલ.😉😂 અને ખરેખર આવા પાગલ હોય છે, દુનિયામાં. જે બસ સપનાની દુનિયા માં જીવે છે. એમણે કોહ કેટલું પણ સમજાવે એ ક્યારે નહિ સમજે, કારણકે એમને ભ્રમ માં ટેવાઈ ગયા છે.


▪️આવા લોકો બહુજ ઈગો વાળા હોય છે. આવા લોકો બહુજ ફેક માણસ હોય છે. તમારા સામે બહુજ સારા માણસ બને, એટલાં સારા કે તમને લાગે એમનાથી સારું માણસ પૂરા સંસાર માં કોઈ હોઈ જ ના શકે. પણ આ લોકો એટલા ખોટારા હોય છે. અમુક લોકો ને કેવું હોય નાં જોયા નું જોયું હોય. અને આમ પણ અધુરો ઘડો વધારે છલકાય એ તો આપણે સાંભળ્યું છે.

🔺અને આવા લોકો નો કોઈ ઈગો તોડે છે, ત્યારે આવા લોકો માટે એ વ્યકિત એમનાં માટે દુશ્મન બની બેસે છે.

▪️આવા લોકો કોઈ ની જોડે સામેથી વાત નાં કરે. આવા લોકો ક્યારે સામેથી હસતાં પણ નથી. પોતાની જાત ને બહુ મોટાં સમજે છે. અને આવા લોકો નું પોતાનાં સબંધો જોડે પણ નથી બનતું. કારણકે ત્યાં પણ એ ખુદ ને ઉપર રાખે છે. અને આવા લોકો હંમેશાં એકલાં જ રહેવાનાં કારણકે કોઈને સહન કરી નાં શકે પોતાનાં જીવનમાં, કારણકે પોતાની જાત કરતાં વધારે પ્રેમ એ બીજાને આપી નાં શકે.

🔺 આવા લોકો ને સમજણ થી લેવા દેવા નથી હોતાં, એક રીતે આવા લોકો પણ માનસિક રીતે બીમાર કહી શકાય. કારણકે એમણ
એમનાં કામ તરફ ઓપસેસ હોય છે. ઓપસશન ઘણા પ્રકાર ના હોય છે. અને અમુક લોકો ને ફેમસ થઈ જાઉં બસ એવું હોય છે. એમનાં જીવન માત્ર નું લક્ષ્ય હોય છે, ફેમસ થઈ જવું. અને આ ફેમસ નું ભૂત એ કેટલો મોટો ભ્રમ છે, એ સમજી શકતાં નથી.

▪️💕જીવન નાં કોઈપણ ક્ષેત્ર માં કેટલાં પણ સફળ કેમ નાં થઈ જાઓ તમે, જો પોતાનાં નજીકનાં સબંધો તમારા સારા નથી તો, આ ફેમસ થવું પણ મિથ્યા છે. કારણકે ખુશી વહેંચવા જે જોવે એ સાથે નાં હોય તમારા ખોટાં અહમ ને કારણે તો....

દુનિયા નાં સૌથી મોટાં અસફળ વ્યકિત છો, જેના પાસે કંઇજ નથી, એક ખોટી અને ખોખલી જીંદગી સિવાય.▪️💕