Laher - 19 - last part in Gujarati Women Focused by Rashmi Rathod books and stories PDF | લહેર - 19 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

લહેર - 19 - છેલ્લો ભાગ

હુ સમીરને એક સરપ્રાઈઝ ગીફટ આપવા માંગુ છુ અને બદલામા તેની પાસેથી રિટર્ન ગીફટ પણ માંગીશ..બધા આ વાત સાંભળી જાણે ચોંકી ગયા કે શુ એવુ લહેર સમીર પાસેથી માંગી લેશે અને એ પણ લહેર પાસે એવુ શુ નહી હોય કે જે સમીર પાસે માંગે અને એ પણ તેની બોસ બનીને! આટલુ કહી લહેર સમીર પાસે જાય છે તે તેની સામે એવી આંખોથી જુએ છે જાણે હમણા કંઇક અજુગતુ કરી દેશે. સમીરને તો આ બધુ સાંભળી ચહેરો સાવ ફીકકો પડી ગયો.. મનમા અનેક સવાલોનુ વંટોળિયો ફરવા લાગ્યો.. શુ લહેર અમારી અંગત વાતો ખુલ્લી પાડી મને નોકરીમાંથી કાઢી મુકશે?... ના ના એ એવુ ન કરે તે એવી નથી અને જો એને એવુ કરવુ જ હોય તો પહેલા જ ન કરી લે... આટલુ વિચારતા તો લહેર તેની સામે નીચે બેઠી હતી.. અને તેની સામે નીચે બેસી લગ્ન કરવા માટે તેને પ્રપોઝ કરે છે... સમીર હુ તારી સાથે લગ્ન કરવા માંગુ છુ....અને આ મારી ગીફટ છે તને એનો જવાબ તારે રિટર્ન ગીફટના સ્વરુપમા આપવાનો છે... આટલુ સાંભળતા તો સમીરની ખુશીનો પાર ન રહ્યો... પોતાના મનમા જે સવાલો હતા તમામના જવાબો મળી ચુકયા હતા.. તેણે આનો જવાબ માત્ર લહેરને ઉભી કરી બધાની સામે ગળે વળગાળીને ભેટીને આપ્યો.... સમીરના આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા કેમ કે ઘણા સમયે તેની જીંદગીમા ખુશીએ પગલા પાડયા હતા. સમીરે પુછયુ લહેર તે મને માફ કરી દીધો? તુ ખરેખર મહાન છે મે તને આટલુ દુખ આપ્યા છતા તે મને અપનાવી લીધો... લહેરે જવાબ આપ્યો કે ભુલ સમજાવી એ જ મહત્વનુ છે અને મે તારા મો પર ભુલ થયાનો પસ્તાવો સારી રીતે વાંચી લીધો હતો.. અને મને પણ અહેસાસ થયો કે તારા સિવાય મને કોઇ એટલો પ્રેમ નહી આપી શકે અને હુ તારી સાથે મારી અનેક ખુશીઓને માણી શકીશ.. આટલુ થયા પછી બંનેના જજ સામે કોર્ટ મેરેજ થયા અને લહેર ભવોભવ માટે ફરી એકવાર સમીરની થઇ ગઈ...પછી તે બંનેએ તેમના માતપિતા અને લહેરના પિતા સમાન નીતીનભાઇ ના આશિર્વાદ લીધા... પછી બંનેએ મળીને તેમની આખી વાત બધાને કહીને સંભળાવી... આજે બધા બહુ ખુશ થયા કેમ કે સમીર અને લહેર એક નવી જીંદગીની શરુઆત કરવા જઈ રહ્યા હતા.. બંનેએ એકબીજાને ભુતકાળ ભુલી વર્તમાનમા આગળ વધવાના વચન આપ્યા અને લહેર પોતાના નવા ઘરે જવા ખુબ ખુશ હતી... ખાસ તો લહેર માટે સમીરના માતા પિતાની ખુશી ખુબ મહત્વની હતી કેમ કે તેને કદી પોતાને જન્મ આપનાર માતા પિતા નો પ્રેમ તો નહોતો મળ્યો તેથી તે આ હેતાળ માતાપિતા ને ગુમાવવા નહોતી માંગતી અને સમીરનો પાછો ફરેલો તેના માટેનો પ્રેમ પણ તેને પારખી લીધો હતો. આ સાથે જ આ ધારાવાહિક પણ અહી પુરી થાય છે.

નમસ્તે વાંચકમિત્રો, આ મારી પ્રથમ ધારાવાહિક વાર્તા હતી, જેનો આ છેલ્લો ભાગ હતો અને અહી તે પુરી થાય છે તમને આ ધારાવાહિક કેવી લાગી તે મને જરુરથી જણાવજો અને તેમા જો કોઈ ખામી જણાય તો પણ તમારા પ્રતિભાવો જરુરથી મને વિના ખચકાટ જણાવજો.. તમે આગામી ધારાવાહિક માટેનો વિષય કે થીમ પણ મને સજેસ્ટ કરી શકો છો. આ રીતે જ સહકાર આપતા રહેજો તેથી તમારા થકી આગળ વધી શકાય.. અને જો શકય હશે તો હજી વધુ આવી જ ધારાવાહિકો તમે માણી શકશો.. આપનો ખુબ ખુબ આભાર સારા પ્રતિભાવો અને રેટીંગ આપવા માટે.