paheli najarthi panetar sudhi ni safar - 12 in Gujarati Love Stories by Parekh Meera books and stories PDF | પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 12

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 12


"હું તને યાદ કરું છું, એમ તું પણ મને યાદ કરી લે ને.....
હું તારી ચિંતા કરું છું, એમ તું પણ મારી ચિંતા કરી લે ને....
હું જેમ આખો દિવસ તારી વાત કરું છું, એમ તું પણ મારી વાતો કર ને...
હું જેમ તને મારા વિચારોમાં રાખું છું,એમ તું પણ મને તારા વિચારોમાં રાખ ને...
હું જેમ તને ચાહું છું, એમ જ તું પણ મને પ્રેમ કર ને...."

(આગળના ભાગમાં જોયું કે, મિશા નું એક્સીડન્ટ થાય છે, અને વિરાટ એક મહિના સુધી મિશા ની ખૂબ જ કાળજી લે છે. અને એની ખૂબ જ ચિંતા કરે છે. પણ વિરાટ ની સેવા અને દુઆ થી મિશા ખૂબ જ જલ્દી સારી થઇ જાય છે. અને થોડા સમય પછી મિશા અને વિરાટ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ જાય છે અને વિરાટ સગાઈ તોડવાની વાત સુધી પહોંચી જાય છે, અને આ વાતથી મિશા ખૂબ તૂટી જાય છે, અને એટલે એ વિરાટની માફી પણ માંગી લે છે)

મિશા: "પ્લીઝ, વિરાટ મને માફ કરી દો ને. આવું શું કરો છો...???"

વિરાટ: "પણ તને ખબર છે, ને તું ગુસ્સો કરે છો પછી મને કેટલો ગુસ્સો આવે છે, તારે જે કેહવુ હોય તે તું પ્રેમથી પણ કહી શકે છે ને...???"

મિશા: "પણ મને ગુસ્સો આવી ગયો, તો હું પણ શું કરું...??? તમે મને માફ કરી દો ને પ્લીઝ."

વિરાટ: "પણ તું જે વાત ગુસ્સામાં કહે છો, એ વાત શાંતિથી પણ કહી શકે છે ને...???"

મિશા: "હા, કહી શકું ને."

વિરાટ: "તો શું કામ શાંતિથી વાત નથી કરતી..??? સીધો ગુસ્સો જ કરે છો શું કામ..???"

મિશા: "આટલો બધો ગુસ્સો ના કરો ને, માફી તો માંગુ છું તતમારી પાસે પ્લીઝ બોલી જાઓ ને મારી સાથે આવું શું કરો છો..??"

આવી રીતે મિશા ખૂબ જ વિરાટને મનાવે છે, આથી વિરાટનો ગુસ્સો શાંત પડી જાય છે. અને એ મિશા ની માફી પણ માગી લે છે. અને પછી બંને ખૂબ જ સારી રીતે વાતો કરે છે.

મિશા: "હું તો ડરી જ ગઈ હતી, હો તમારા ગુસ્સાથી કેવો ગુસ્સો છે અને સીધી તોડવાની વાત આવું કંઈ હોતું હશે...???"

વિરાટ: "હા, તારી વાત સાચી મારે સીધી તોડવાની વાત ન કરવી જોઈએ."

મિશા: "હા એમ ગુસ્સો કરો, ખીજાય લ્યો એ બધું ઠીક છે. સહન થઈ જાય પણ, તોડવાની વાત સહન ન થાય ને."

વિરાટ: "હા એ વાત નો તો મને પણ ખૂબ જ અફસોસ છે, અને મારે તને આટલું બધું ખીજાવવું પણ ન જોઈએ ને, તારો એક નો વાંક થોડો હતો, બંને ની ભૂલ હતી."

મિશા: "હશે હવે જવા દેવાનું તમે ગુસ્સો કર્યો એ હું ભૂલી જાઉં છું, અને તમે મને ખીજાયાં એ ભૂલી જાઓ, એટલે બંને પહેલાની જેમ રહી શકીએ. રેહશો ને તમે મારી સાથે પહેલાની જેમ જ...???"

વિરાટ: "ના હો, તારી સાથે પહેલાની જેમ તો નથી જ રહેવું."

મિશા:(ગભરાતા ગભરાતા)"કેમ..?? મે શું કર્યું...??"

વિરાટ:(જોરથી હસતા) "બુધ્ધુ પહેલા કરતા પણ સારી રીતે રહીશ હો ને, મારી પાગલ સાથે."

મિશા:(બનાવટી ગુસ્સો કરતા) "અઅઅઅ.... તમે મને ખીજવોમાં ને."

વિરાટ: "ઓહ! મારા દીકુ ને કોણ હેરાન કરે છે...??"

મિશા: "તમે જ."

(આમ મિશા અને વિરાટ મિશાનું એક્સીડન્ટ અને ત્યારબાદ મિશા અને વિરાટ ના ઝઘડા એમ બે તોફાનો પાર કરી ને પણ પોતાનો પ્રેમ અકબંધ રાખ્યો છે. હજુ બંને એકબીજા સાથે પહેલાની જેમ જ વાત કરે છે અને બંને એકબીજાને પેહલા કરતા પણ વધુ પ્રેમ કરવા લાગ્યા છે. આ વાતથી બંનેના ઘરના ખૂબ ખુશ હોય છે, અને બંને વચ્ચે આવો પ્રેમ જળવાય રહે એવી મંગલ કામના કરે છે. એક દિવસ વિરાટ મિશા ને કોઈક વાત માટે મનાવતો હોય છે, પણ મિશા માનતી નથી, ચલો જોઈએ શું છે એ વાત ચલો જોઈએ.)

વિરાટ: "મિશુ એક વાત કહું..?? તું માનીશ...?"

મિશા: "હા બોલો ને, હું તો બધી વાત માનું જ છું હે ને...??

વિરાટ:(હસતા હસતા) "બસ બસ હવે કેટલા જોક કરીશ તું..??"

મિશા:(બનાવટી ગુસ્સો કરતા) "જવા દો મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી "

વિરાટ: ઓકે ચલો મિશુ બેટા સોરી, હું એમ કહું છું તું મને તમે તમે શું કામ કરે છો..?? તું કે ને મને વધારે ગમશે.

મિશા: ના ના, તું ન કહેવાય, તમે મારાથી મોટા છો ને એટલે મારે તમને તમે જ કહેવું પડે.

વિરાટ: હું ખાલી તારાથી દોઢ વર્ષ જ મોટો છું, એટલે તું મને તું કે તો ચાલે.

મિશા: ના, મમ્મી પણ પપ્પાને તમે કહીને જ બોલાવે છે, અને બધા વચ્ચે હું તમને તું કહું તો સારું પણ ન લાગે ને.

વિરાટ: પણ ફોનમાં તો તું મને તું કહી શકે ને..?? બધા વચ્ચે મને તમે કહેજે બસ.

મિશા: ના મને એમ ન ફાવે, મારે તો તમને પછી બધા વચ્ચે પણ તું કહી ને જ બોલાવાય જાય એટલે, પછી કોઈ એ કંઇ કહ્યું હોય તો..?? એટલે મને ન ગમે.

વિરાટ: અરે, તને કોઈ કંઈ કહે તો મને કહેજે ને. અને હું ન હોયને કોઈ કંઈ કહે તો મારું નામ આપી દેવાનું હવે તો તને કોઈ તકલીફ ન હોવી જોઈએ મિશુ.

મિશા: પણ સમજો ને તમે મને શરમ આવે, એટલે મારે તમને તમે નથી કહેવું.

વિરાટ: ઓકે, તો હું પણ તને તમે કહીશ હો ને.

મિશા: ના ના, ઓકે ચલો હું તમને તને કહું છું, પણ ભૂલાય જાય તો તું યાદ કરાવીશ ને..??

(આમ વિરાટ મિશા ને તમે માંથી તું કહેવા માટે મનાવી લે છે, કારણકે વિરાટ એવું માને છે કે, આજના સમય મુજબ દરેક પતિ - પત્નિ એ મિત્ર બનીને રહેવું જોઈએ. તો જ એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત કરી શકાય અને તમે કહેવાથી બંનેને વાત કરવામાં થોડો સંકોચ થાય. આથી વિરાટ જ્યારે પણ મિશા તમે બોલે એટલે ફોન કાપીને મૂકી દે છે અને મિશા તું બોલે ત્યારે જ વિરાટ એની સાથે વાત કરે છે. આમ બંને એક નવા સંબંધમાં જોડાય છે જે મિત્રતાનો સંબંધ છે. આમ મિશા અને વિરાટ પેહલા કરતા પણ વધુ નજીક આવતા જાય છે, પ્રેમ અઢળક છે બંને વચ્ચે પણ સમજદારીનો બંને વચ્ચે ખૂબ અભાવ જોવા મળે છે. મિશા ની એક ફ્રેન્ડ પાસે વિરાટ ને ઓળખતી હોય છે, અને એ આ બંને નો. પ્રેમ પચાવી શકતી નથી. એ મિશા ને ખુશ નથી જોઈ શકતી એને ઈર્ષ્યા થાય છે, એટલે એ વિરાટ સાથે વાત કરવાનું શરૂ કરે છે, પણ વિરાટ ને એ ખબર નથી હોતી કે આ મારી ફ્રેન્ડ છે એ મિશા ની પણ ફ્રેન્ડ જ છે. તો હવે શું થશે આગળ....???? મિશા અને વિરાટ શું આ પ્રેમ ની પરિક્ષા આપી શકશે...???? કે બે ના પ્રેમમાં કોઈ ત્રીજી વ્યક્તિની જીત થશે...??? મિશા કે વિરાટ શું એમની ફ્રેન્ડ ની નિયત સમજી શકશે...???? અને જો કોઈ એક ને એની ફ્રેન્ડ ની નિયત ખબર પણ પડી ગઈ તો શું એ બીજી વ્યક્તિ ને સમજાવી શકશે...??? શું મિશા નો પ્રેમ જીતશે કે એની ફ્રેન્ડ ની ઈર્ષ્યા..??? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો, અને આ રોમાંચક સફર ની મજા માણતા રહો.)

(અસ્તુ)