Samir and sahil's detective agency - 6 in Gujarati Detective stories by Smit Banugariya books and stories PDF | સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 6

Featured Books
Categories
Share

સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 6

તો સૌથી પહેલા તો હું તમારા બધાની માફી માંગુ છું કે આટલા સમય થી મારા તરફથી મેં કાઈ પણ લખ્યું ન હતું. પણ હું કઈ કારી શકું તેમ ન હતો કેમકે જ્યારે મારી છેલ્લી રચના મેં પોસ્ટ કરી તેના 2 દિવસ પછી મારો ફોન તૂટી ગયો અને હું એક સ્ટુડન્ટ છું તો પપ્પા એ નવો ફોન લઇ આપવાની ના પાડી અને હું નિરાધાર થઈ ગયો.હું કોલેજ લાઈબ્રેરીમાં મારા ઇમેઇલ ચેક કરતો ત્યારે મને ઘણું દુઃખ થતું કે હું તમારા માટે કઈ લખી નથી રહ્યો.પણ હવે એ સમય ગયો.6 જૂન એ મને નવો ફોન લઇ આપ્યો છે તો હવે ફરીથી મારી રચનાઓ આવશે.તો વાંચો આજની રચના.




સમીર અને સાહિલ સાથે ઇન્સ્પેક્ટર જાડેજા પહેલી વખત તેમની ઓફિસ પર આવ્યા હતા એટલે સમિરે તેમને બેસવા માટે આગ્રહ કર્યો.

બધા શાંતિથી બેઠા હતા.કોઈ કાંઈ બોલતું ન હતું.થોડીવાર પછી સાહિલથી ન રહેવાયું એટલે એને આ શાંતિ ભંગ કરતા પૂછ્યું."હવે આગળ શુ કરવાનું છે એ કોઈ બોલશો?"

તેમ છતાં પણ કોઈ કાઈ બોલતું નથી એટલે સાહિલ પણ ફરી ચૂપ થઈ જાય છે.થોડીવાર એકદમ શાંતિ છવાઈ જાય છે અને આખરે ઇન્સ્પેકટર જાડેજા એ શાંતિ ને તોડતા બોલે છે.

ઇન્સ્પેકટર જાડેજા : મને લાગે છે કે આ ચોરીની નવી રીત છે તો નકકી કોઈ નવી ગેંગ આવી છે અને આ ગેંગ નો લીડર નક્કી કોઈ ચાલક અને બહુ જ જાણકાર વ્યક્તિ છે.

સાહિલ : હાશ.કોઈ તો કંઈક બોલ્યું.

સમીર : મને લાગે છે કે આ લોકો એ ઘણી મોટી વ્યક્તિઓને નિશાન બનાવ્યા હશે પણ એ બધા એ ફરિયાદ નહીં કરી હોય.

સાહિલ : હા કેમ કે બધા લોકો થોડી અક્ષયની જેમ પૂરો ટેક્સ ભરતા હોય.એટલે ના કરી હોય ફરિયાદ.

ઇન્સ્પેકટર જાડેજા : સાહિલની વાત એકદમ સાચી છે.હું મારા ખબરીઓ પાસેથી આજે જ ખબર કરાવું છું કે કેટલી ચોરી થઈ છે.

સમીર : પણ આ કામ આપડે સાવધાની સાથે કરવું પડશે કેમ કે જો વાત બહાર પડી તો ચોર સાવધાન થઈ જશે.

સાહિલ : હંમમમમ.મતલબ કે આપણે જેમ્સ બોન્ડ બનવાનું છે.

ઇન્સ્પેકટર જાડેજા : તો હું હવે રજા લવ છું.

ઇન્સ્પેકટર જાડેજા ઉભા થઇ બહાર તરફ ચાલવા લાવે છે.સાહિલ તેમને બહાર સુધી મુકવા જાય છે અને પછો ફરી સમીરની સામે બેસે છે.

સમીર : આજે તો બહુ થાક લાગ્યો છે ચાલ ઘરે.

સાહિલ : સારું.

બન્ને જણા ઓફિસ બંધ કરી ઘરે જતા રહે છે.

બે દિવસ પછી

ફરીથી સમિર , સાહિલ અને અક્ષય બધા એજન્સીની ઓફિસમાં બેઠા હોય છે.ત્યાં ઇન્સ્પેકટર જાડેજા એક ફાઈલ લઈને અંદર આવે છે.

સાહિલ : આવો સર.બેસો.

ઇન્સ્પેકટર જાડેજા : સમીરની વાત સાચી હતી.આ ગેંગ ઘણા લોકોને લૂંટી ચુકી છે અને ઘણા શહેરોમાં તેમને લૂંટ કરી છે.આપડા શહેર માં આ પહેલી ચોરી છે.

સાહિલ : અને હવે આ એમની છેલ્લી ચોરી છે.

ઇન્સ્પેકટર જાડેજા : આ ફાઈલમાં બધાના નામ લખેલા છે જેમને ત્યાં ચોરી થઈ છે અને સાથે બધી જ માહિતી પણ છે.

સમીર : (ફાઈલ જોવા માંડે છે થોડીવાર વાંચી લીધા પછી)આ લોકો ની ચોરી કરવાની રીત બધે જ સરખી જ છે.

સાહિલ : અને પેલી તિજોરી કઇ રીતે તોડી હશે.

અક્ષય : એ તિજોરી તો ઘણી મજબૂત હતી પણ એ લોકો એ તો આરામથી તોડી નાખી.

સમીર : એ તિજોરીની હાલત જોતા મને લાગે છે કે એ લપકો કે લીક્વિડ નાઇટ્રોજન નો ઉપયોગ કર્યો છે.

બધા સમીરની સામે જોઈ રહે છે.કોઈને કઈ ખબર ના પડી કે સમીર શુ કહેવા માંગે છે.

સાહિલ : સમીર સર થોડી સરળ વાત કારોને.

સમીર : લીક્વિડ નાઇટ્રોજન એ ખૂબ જ ઠંડુ લીક્વિડ છે.તેના ઉપયોગથી ખૂબ જ ઝડપથી કોઈ પણ વસ્તુ ઠંડી બની જાય છે.તો આ લોકો એ તેને તિજોરી પર નાખ્યું હશે.જેથી દરવાજા ખૂબ જ ઠંડા પડી ગયા હશે અને પછી અચાનક જ ગરમ પાણી ખૂબ જ પ્રેશર સાથે છોડ્યું હશે.જેથી દરવાજા તૂટી ગયા હશે.

અક્ષય : આ તો કોઈ માસ્ટર જ કરી શકે.

સાહિલ : હા.સાચી વાત છે.પણ તને આ બધી કઈ રીતે ખબર.

સમીર : હું સાયન્સ જનરલ વાંચું છું જેમાં આ બધું ખબર પડી.

ઇન્સ્પેકટર જાડેજા : ચોરી કઈ રીતે થઈ એ તો સમજી ગયા પણ હવે શું કરવું?

સાહિલ : આપણને હાજી 100% થોડી ખબર છે કે આજ રીતે ચોરી થઈ છે.

સમીર : સાહિલની વાત સાચી છે.આપણે આ ફાઈલમાંના બધા જ લોકોની તપાસ કરવી પડશે અને એ જાણવું પડશે કે બધે આવી જ રીતે ચોરી થઈ છે કે નહીં.

ઇન્સ્પેકટર જાડેજા : તો ચાલો અત્યારે જ નીકળીએ.

ત્રણ દિવસ પછી સમીર,સાહિલ અને ઇન્સ્પેકટર જાડેજા બધી જ તપાસ કરી લે છે અને હવે તેમને ફાઇનલી ખબર પડી જાય છે કે ચોરી સમીરે કહ્યું એ જ રીતે થઈ છે.

સાહિલ : તો હવે આગળનું શુ?

સમીર : હવે આપડે એ જાણવું પડશે કે આ લોકો ચોરી કોને ત્યાં કરે છે.

ઇન્સ્પેકટર જાડેજા : એ તો આપણે આ ફાઈલ પરથી ખબર લગાવી લઈશું.

આખરે 5 કલાકની મહેનત પછી એ લોકોને ખબર પડી જાય છે કે ચોરી એમને ત્યાં જ થઈ છે જે લોકોનો વિદેશમાં પણ વેપાર હોય અને જે લોકો છેલ્લા વર્લ્ડ ટ્રેડ ફેર માં ગયા હતા.

સાહિલ : તો હવે આગળ શું કરશું.

સમીર : હવે આપડે એક બકરી બાંધવી પડશે.

સાહિલ : હે....

ઇન્સ્પેકટર જાડેજા : એટલે કે આપણે એક ખોટી ઓળખ ઉભી કરીને આ લોકોને ચોરી માટે બોલવા પડશે.એમ જ ને?

સમીર : હા.

સાહિલ : તો આમ સિધુ બોલ ને.બકરી બાંધવાની વાત કરે છે.

સમીર : હવે તો સમજી ગયો ને..?

સાહિલ : હા...



તો શુ થશે હવે આગળ?
શુ ચોર પકડાઈ જશે?
કે ચોર ભાગી જશે?
કોણ હશે આ બધાની પાછળ?

બધા જ સવાલોના જવાબ મળશે આવતા ભાગ માં....