આંખ માંથી ટપ ટપ આંસુડાં પડતાં હતાં, અને ચેહરા પર લગાવેલી મુસ્કાન. જેની સાથે જીવવાનાં સપનાં જોયાં હતાં એને પ્રેમથી જવા દેવાનો સમય આવી ગયો હતો. જે હાથમાં મારો હાથ પકડી રાખવાનો જોશ હતો એ હાથ ને હવે મારો બોજ લાગતો હતો. અને મને હજી એટલો જ પ્રેમ અને લાગણી હતી. પ્રેમ તો એને પણ હતો પરંતુ એને ડર હતો કે થોડા સમય માં પ્રેમ પૂરો થઈ જશે તો?? હું કોઈ નાં આસુનું કારણ બનીશ તો?!! એ પણ મારી ફીકર જ હતી. મને વિશ્વાસ હતો મારા પ્રેમ પર પરંતુ એને ખુદ પર વિશ્વાસ ન હતો, એના ગુસ્સા પર કન્ટ્રોલ ન હતો. મે લાખ સમજાવ્યો એને કે ડર નહિ કઈ નહિ થવા દવ હું , બધું ઠીક થઈ જશે ..પરંતુ એ જવા માગતો હતો. મારી લાખ કોશિશો એને રોકી શકે એમ ન હતી.
લાગણી ના બંધન તોડી ને હવે તેને જતું જ રેહવું હતુ. કદાચ મારે પણ એને જવા જ દેવો જોઈએ એવું મારું મન માની જતું અને બીજી જ પળે ..તને નહિ જવા દઉં એવી જીદ લઈને બેસી જતું.. પરંતુ અમુક બંધનો જિદ્દ થી જકડાતા નથી ખૂબ જ નાજુક હોય છે. એક ક્ષણમાં તૂટી જતાં હોય છે. અને અમુક બંધનો જેને તોડવા ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ મજબૂરી માં છોડવા પડે છે. તેવા બંધનો ખૂબ જ મજબૂત હોય છે જે આજીવન તૂટતાં નથી. કદાચ આવા અતૂટ બંધન ને જ પ્રેમ કેહવાંતું હશે. જેમાં પામવા ની ભાવના નથી હોતી , નિસ્વાર્થ ચાહતું રેહવુ , અપેક્ષાઓ વગરનો સબંધ કદાચ એ જ સાચો પ્રેમ હશે !!!
અને પછી મે એને કહ્ય.... ચલ તું રહ્યો મહત્વાકાંક્ષી માણસ અને હું જિંદાદિલ ..તારી ખુશી માટે તો જાન હાજીર છે. તું ખુશ તો હું ખુશ 😍. હું જીવી લઈશ તારા વગર ... કાલે મળીએ છેલ્લી વાર આપડા અડ્ડા પર....🙂....કદાચ આપડી આં આખરી મુલાકાત!!!
એના ફેવરિટ કલર ના કપડા પહેરીને હું એની રાહ જોતી ઊભી હતી, એને જોઈને હું મારા આંસુ રોકી ન શકી, દોડીને એને હગ કરી લીધું. એના ગળે વીંટાયેલા મારા હાથ એટલા મજબૂતાઇ થી મે પકડેલા હતા કે કોઈ દિવસ છોડૂ જ નહિ. હું મારા આંસુ રોકી ના શકી. ખૂબ જોર જોર થી રડવા લાગી. મારા આંસુ થી એને કંઈ જ ફર્ક નથી પડતો એવું એ બતાવવાની કોશિશ કરતો હતો. પરંતુ એના ગુસ્સામાં પણ એક પ્રેમ છૂપાયેલો હતો. મે પૂછ્યું જવું જરૂરી છે??.. એણે નજર ફેરવીને હા પાડી. અમે 2 કલાક સાથે બેઠા અને એકબીજાંને જોઈ ને એક વધુ મેમરી બનાવી , ખુશીની પળ. મારી આંખ માંથી અવિરત વહી રહેલી લાગણી અને એના દિલ માં થઈ રહેલી બેચેની ... એ જતો રહ્યો મારા નાં બોલ્યા પછી પણ....બસ મને આજ સુધી ખબર નથી કે કેમ જતો રહ્યો મે પૂછ્યું પણ નથી...પણ જતો રહ્યો ....અને એની ખુશી માટે મે એને જવા પણ દીધો... અમારી છેલ્લી મુલાકાત પછી હું એને ક્યારેય નથી મળી ..પણ એના વગર સતત એવું લાગ્યા કરે કે કૈક અધૂરું છે, કૈક છૂટી રહ્યું છે.....
वो बातो ही बातो में बात और वो आखरी मुलाकात,
वो तेरी मुस्कुराहट, और मेंरी आंखो से बेहता पानी।
में लड़की दीवानी सी और तु सेहमा सा जज़्बात ,
कुछ इस तरह अधूरी सी रह गई तेरी मेरी कहानी।
- minii દવે