Pret Yonini Prit... - 47 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-47

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-47

પ્રેત યોનીની પ્રીત...
પ્રકરણ-47
મારો સંબંધ નક્કી થઇ ગયો હતો. વૈદેહીનાં ભવનું યાદ કરીને મનસા બધુ બોલી રહી હતી. અસહ્ય પીડા અનુભવી રહી હતી.
માં જાણે એ મારી માં જ ના હોય એમ વર્તી રહી હતી. મને સમજ જ નોહતી પડી રહી કે માં મારી સાથે આમ કેમ વર્તે છે. છોકરાનાં માંબાપ આવીને સોના-હીરાંના સેટ મને આપી ગયાં કહ્યું અત્યારે નક્કી થયું છે એટલે આ ચઢાવ્યાં છે લગ્ન સમયે બીજા ચઢાવીશું.
બાબા વિધુ સાચું કહુ મને જે સમજાતું હતું એ મારાં માંબાપને સમજાતું નહોતું કોઇ એકનો એક છોકરો ભલે હોય પણ આટલી ઉતાવળ ? ભલે દાદા માંદા હોય પણ કોઇ વ્યવહારમાં અતિરેક કરે ? આટલો દેખાડો ? જાણે મને ખરીદી જ રહ્યાં હોય એમ વર્તી રહેલાં.
મારાં માંબાપતો એમનાં પૈસાથી એવાં અંજાયા હતાં કે એ લોકો તટસ્થ રીતે કંઇ વિચારી જ નહોતાં શકતાં મારાં પાપાને વિચાર આવેલા અને નવીનકાકાને પણ ફોનમાં બોલી ગયેલાં છે "છોકરામાં કંઇ તકલીફ છે ? સ્ત્રૈણ લાગે છે પણ મને શું ફરક પડત હતો ? મારે ક્યાં લગ્ન કરવાં હતા ?
માં અને એમનાં ગયાં પછી સેટનાં બોક્ષ લાવીને બતાવવા માંડી એને એટલી હોંશ હતી જાણે છોકરીની ભારે કિંમત મળી રહી હતી મારાં ઊંચા બોલ બોલાયાં હતાં મેં એના તરફ એક નજર જ ના કરી ફક્ત માં ની આંખમાં જોઇ રહી હતી મારી આંખમાં દુઃખનાં આંસુ વહી રહેલાં અને એની આંખમાં ખબર નહીં ક્યા વિજયથી ખુશહાલી હતી મને કંઇ સમજાતું નહોતું.
મને માં કહે "શું માણસો મળ્યાં છે કેટલાં સારાં છે હજી નક્કી જ થયું છે અને કેટલો ચઢાવો ચઢાવે છે કેટલી પહેરામણી કરે છે જે આપણે કરવાનું છે એ પણ એ લોકો કરી રહ્યાં છે ખબર નહીં લગ્ન સમયે તો તને ઘરેણાંથી લાદી દેશે સોને જ મઢી દેશે.
મેં માં ને એની આંખોમાં આંખો પરોવીને કહ્યું માં વાહ. શું સોદો કર્યો છે એને કોઇ ઉત્સાહ-આનંદ નથી અને તમે લોકો આનંદથી નાચી રહ્યાં છો. માં મને કહે "તું તો સાવ નાદાન છે તને શું ખબર પડે ? દુનિયા અમે જોઇ છે એટલે બધીજ ખબર પડે છે કે કેવા માણસો છે તુ પણ લગ્ન પછી રાજ કરીશ ત્યારે ખબર પડશે કે અમે કેવો સંબંધ કરાવ્યો છે ? લાજશરમ નેવે નથી મૂક્યાં એલોકોએ.
છોકરો કેવો લજામણીનાં છોડ જેવો છે નક્કી થયું એકવાર ફોન કર્યો તને મળવા દોડી આવ્યો. કેટલો સઁસ્કારી છે બધી સીમા મર્યાદા જાણે છે અઠવાડીયામાં લગ્ન લેવાશે કરીને કેટલો ચઢાવો આપી ગયાં. છોકરો સાથે આવ્યો ?
મને માંનું કહેવું સાંભળીને હસુ આવી ગયું મેં કીધું "માં તું તો એટલાં વખાણ કરે છે જાણે વરસોથી ઓળખતી હોય.. બહુ થાય એ થોડો વખત.. એ કહેવત ખબર નથી ? પણ સાચું કહું માં મને કોઇ ફરક પડતો જ નથી મારા મનમાં જીવમાં અને આ કે દરેક ભવમાં મારો પ્રિયતમ-પતિ ફક્ત વિધુ છે અને એજ રહેશે. તમે તમારું ધાર્યું કરી લો... હું મારું... જોઇએ શું થાય છે ?
માં થોડીવાર મારી સામે જોવા લાગી પછી મને ગુસ્સાથી બોલી" એટલે તું શું કરવાની છે ? હજી અમારું નામ બો ળવાની છે ? કપાતર પાકવાની છે ?અમારું આટલું કર્યું કરાવ્યું ધૂળમાં મેળવવાની છે ? કંઇ પણ નાટક કર્યું છે ને તો તું જો.. હું તને કંઇ કરવા નહીં દઊં પછી થોડીવાર શાંત રહીને પાછી નરમાશથી સમજાવવા માંડી.
વહીદુ બેટા તું કેમ આમ કરે અને તારાં માંબાપ છીએ દુશ્મન નહીં આપણાં કરતાં પણ ઉચું અને ખૂંબ જ પૈસાવાળું ઘર છે છોકરો નરમ ડાબો છે જીંદગીભર તું સુખમાં આળોંટીશ. બેટાં અને જે કરીએ તારાં ભલા માટે જ કરીએ છીએ. પછી એણે રડવું ચાલુ કર્યુ.
મને ખબર હતી એ મગરનાં આંસું પાડી રહી હતી હીબકાં ખાતા કહે તું છોકરામાં શું જોઇ ગઇ છું સાલાએ જીંદગી બરબાદ કરી આપણું વૈષ્ણવનું ઘર અને કેવો સમાજમાં આપણો વટ.. એ ખોરડાની શું વિસાત ?
દિકરા અને ઘણાં પ્રયત્ન પછી આટલું સારું સગપણ શોધી નક્કી કર્યું છે હું કહું એમ કરીશ તો યાદ રાખીશ સુખી થઇ જઇશ. અમુક વાતો સ્પષ્ટ ના કહેવાની હોય... સમજી જવાની હોય છે છોકરો નરમ છે તો તારાં કહ્યામાં રહેશે. તું નચાવીશ એમ નાચશે. સ્ત્રીચરિત્ર તને નથી સમજાતું ? હું કહું એમ જ કરવાનું છે.
આમને આમ લગ્નનો દિવસ નજીક આવ્યો. વિધુ તને શું કહું મારી પીડા મારી અકળામણ ? લગ્નનાં આગલાં દિવસે છોકરાનાં પપ્પા વિપુલને સાથે લઇને આવેલાં. હું મારાં રૂમમાં હતી. પાપા અને મંમી ડ્રોઇગ રૂમમાં એમની સાથે બેઠેલાં. મને મારાં રૂમમાં આવો આવો "એવું સંભળાયુ હું બેડ પર બેટી જ થઇ ગઇ હતી. તને થયું હશે હું આખો વખત શું કરતી હોઇશ ? હું આખો સમય મારાં રૂમનો જ રહેતી જમવા સમયે જ બહાર નીકળતી ના કોઇ વાત કોઇ ચીત કોઇ જ ઉત્સાહ નહીં બે દિવસ પહેલાં જ માસી રહેવા આવી હતી. માસીનાં આવવાથી મને થોડું સારું લાગી રહેલું ભલે એ મારાં પક્ષે નહોતી.
એનાં પાપા અને વિપુલ ઘરે આવ્યાં ત્યારે માસી મને કહેવાં આવી કે તારાં સસરા અને પેલાં તમારો મિત્ર વિપુલ આવ્યાં છે લાગે છે બધુ હજી આપવા જ આવ્યાં છે.
મેં માસીને કહ્યું માસી ભૂલમાં પણ એનું મારાં મિત્ર તરીકે નામ ના લેશો... મારાં ચહેરા પર ગુસ્સો અને આક્રોશ જોઇને એમની બોલતી જ બંધ થઇ ગઇ હતી એ કહે "ઠીક છે ઠીક સારાં કપડાં બદલી લે હું પછી આવું છું કહીને જતાં રહ્યાં.
વિધુ મેં કપડાં ના જ બદલ્યાં અને એલોકો બધાં વાતો વળગેલાં હું મારાં રૂમનાં ખુરશી પર બેસી રહેલી મારી આંખો બંધ હતી મારાંથી કંઇ જ સહેવાઇ નહોતું રહ્યું અને અચાનક જ વિપુલને મારાં રુમના બારણે ઉભેલો જોયો અને મારાંથી બોલાઇ ગયું "એય ડફર તું મારાં રૂમ પાસે શું કરે છે ? નીકળ અહીંથી નહીંતર...
હું આગળ બોલું પહેલાં જ એણે હોઠ દબાવીને આંખોથી મશ્કરી કરતો બોલ્યો ? વાહ વૈદેહી કહેવું પડે તારો પ્રેમ અને તારો વૈરાગ વાહ પણ હવે કંઇજ ચાલવાનું નથી.. મને તો મોકલ્યો કે બોલાવી લાવ એટલે આવ્યો છું તારી માં-બાપા-માસી તને મળવાનો ચઢાવો જોવામાં વ્યસ્ત છે... તારો તો વટ છે.. પણ જૂનો તારો મિત્ર કે તારાં મિત્રનો દુશ્મન જાન તું જે ગણે એ ખરું પણ કોઇક રીતે તો તારી સાથે સંકળાયેલો છું ને ? તને સાચી વાત કહેવાં આવ્યો છું ઘણાં સમયથી મનમાં દાબી રાખી છે મને શું કાલે જ લગ્ન છે તો શા માટે આવે આગલાં જ દિવસે તને વધામણીનાં આપી દઊ ? એટલે મેં ચાન્સ માર્યો અને મને તક મળી ગઇ તારાં સુધી આવવાની...
જેની સાથે તું પરણી રહી છે ને એતો સાવ.. અને ત્યાં પાછળ માસી આવી ગયાં એ ચૂપ થઇ ગયો માસીએ કહ્યું "અરે તમને બોલવાવાનું કહેલું શું કરો છો ? અહીં ? વિપુલે કહ્યું "કંઇ નહીં કંઇ નહીં માસી આતો.. ત્યાંજ માં એ માસીને બૂમ પાડી એટલે માસીએ કહ્યું કંઇ નહીં બહાર આવો અને વૈદેહી તું તૈયાર થઇને જલ્દી આવ એમ બોલી પાછા નીકળી ગયાં.
વિપુલે કહ્યું "હું વધુ કંઇ જ કહેતો નથી પણ વગર લગ્ન કરે હું તારું બધું જ ધ્યાન રાખીશ એટલે ચિંતા ના કરીશ નહીં તને આ ઘર કે વિધુ કદી યાદ જ નહીં આવે એવું હું ધ્યાન રાખીશ એમ કહીને હોઠ પર જીભ ફેરવી રહેલો મેં એને તિરસ્કારથી કહ્યું "મારાં વિધુને સાથે તારી સરખામણી કરે છે નપાવટ ? તારાં જેવાં કેટલાયને વિધુએ ધૂળ ચાટતાં કરેલાં મારી સામે તો આવજે તારાં થોબડાને ગોળમાંથી ઓળખાય નહીં એવો કહી દઇશ. સાલા નાર્મદ મનને ખાનગીમાં સમજાવવા આવ્ય છે કે મારાં માંબાપ મને વેચી રહ્યાં છે એનો હવાલો આપવાં આવ્યો ચે. મારું સાંભળતો જા... આ વૈદેહી ફક્ત વિધુની છે વિધુની જ રહેશે. કોઇ એને સ્પર્શી નહીં શકે
તારાં જેવાં કૂતરાં તો ભસ્યા કરે હાથીને કોઇ ફરક પડતો નથી નીકળ અહીથી જા નહી તો મોટેથી બૂમ પાડવી પડશે અત્યારેજ ફેંશલો થઇ જશે.
એ અકળાયેલો ઘૂંઘવાયેલો ક્રોધથી મારી સામુ જોઇ રહેલો એને કંઇક કહેવું હતું પણ જાણે કોઇ કારણસર અટકી રહેલો.. જતાં જતાં એ એટલું બોલ્યો કે નથ ચઢાવશે કોઇ અને ઉતારશે કોઇ એ સમયે તારી આ જીભડી ચલાવજે હું પણ જોઇશ કે તું શું કરી શકે છે ? બાય...
વધુ આવતા અંકે--પ્રકરણ-48